120 families start their own ventures with the support of VSSM and its donors. .
One of the major endeavours of VSSM is to enable the nomadic communities earn a dignified living. We have been consistently sharing with you the state of livelihoods of the various nomadic communities. Mechanisation, industrialisation, urbanisation, environmental changes, wildlife laws etc. have affected the age old and traditional livelihoods of the nomadic communities across our country.The implementation of Wildlife Protection Act rendered the Vadee - Madaree Communities jobless while the Bharthari have lost their music because the recent generations haven’t been interested in listening to their Ektara…instead they ask them to work and earn their living.... Since last couple of decades the various nomadic communities are finding it extremely difficult to survive on the very skills their forefathers were revered for….want an irony….
Livelihood For Nomadic Communities by VSSM |
How to reintegrate the livelihoods of these extremely marginalised and poor population was the question that kept arising all the time we addressed one after another issues challenging the nomadic communities. At one point we began training them for trades like electrical, plumbing, masonry , tailoring, mobile repairing etc. professions that have great demand both in rural and urban regions. It was an uphill task to convince them to take up these trades, link them with the market after the completion of training as most of the trainees never made efforts to search jobs in tune with the training received. Eventually we the effort had to be terminated the energy, money and time spent on the entire program wasn’t giving desired results, bringing us to same question what to do for the livelihoods of the nomads???
Livelihood For Nomadic Communities by VSSM |
With the increase in lending amount there emerged a need to setup a revolving fund to meet the needs of loans. The following Samaritans helped us set-up the revolving fund..
Days Business Finance Pvt. Ltd. - Rs. 5,00,000
Pragnya Girish Sherdalal Foundation Rs. 5,00,000
N. A. Sonawala Rs. 2,50,000
Blue Cross Laboratories Rs. 5,00,000
Shri. Paresh Vora Rs. 10,000
Total Rs. 17,60,000
In the year 2015-16 we are looking towards supporting 150 more individuals and from Rs. 17,60,000 we plan to increase amount of revolving fund to Rs. 25, 00,000 ( 25 lacs)
Livelihood For Nomadic Communities by VSSM |
We are hopeful that with you continued support more families will be abel to earn and live with dignity.
vssm અને તેની સાથે સંકળાયેલા દાતાઓના માધ્યમથી ૧૨૦ વિચરતા પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થાય
વિચરતા સમુદાયોના પરંપરાગત વ્યવસાય પડી ભાંગ્યા છે. નવા વ્યવસાયની આવડત નથી એટલે નાં છુટકે પોતાના મૂળ વ્યવસાય સાથે જોડાઈને જે મળે તેમાંથી જ આ પરિવારો ગુજારો કરે. કેટલીક જાતિઓ તો એવી છે કે મૂળ વ્યવસાયમાંથી પણ ગુજારો કરી શકે તેમ નથી. જેમ કે વાદી – મદારી સાપના ખેલ બતાવીને લોકોનું મનોરંજન કરે પણ ‘ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ’ આવ્યો એટલે સાપના ખેલ પર જ પ્રતિબંધ આવી ગયો એટલે ના છુટક આ પરિવારો ભીખ માંગવા માંડ્યા તો ભરથરી રાવણહથ્થો વગાડી લોકોનું મનોરંજન કરીને પૈસા રળતા પણ હવે ભરથરીનાં સંગીતમાં કોઈને રસ રહ્યો નથી. ઊલટાનું મહેનત કરીને પૈસા કમાવવાની સૌ સલાહ આપે છે. આમ વિચરતી જાતિઓ જે પારંપરિક વ્યવસાયોના આધારે જીવતી હવે તેના આધારે ટકી શકાય તેમ નહોતું.
આ પરિવારો સાથેના કામો દરમ્યાન રોજગારી માટે શું કરવું તેનું ચિંતન સતત થયા કરે. એક વિચાર તરીકે વિવિધ વૈકલ્પિક વ્યવસાયોની (કડિયાકામ, પ્લમબીંગ, સિલાઈ, મોબાઈલ રીપેરીંગ, ઈલેક્ટ્રીશીયન વગેરે) તાલીમ આપવાનું નક્કી કર્યું અને કામ શરૂ કર્યું પરંતુ, તેમાં સૌથી વધારે મુશ્કેલી થવા માંડી. પહેલાં તો લોકો આવી કોઈ તાલીમ માટે તૈયાર જ નહોતા થતા પણ પછી સમજાવીએ એટલે તૈયાર થાય અને તેમની તાલીમ પૂરી થાય પછી લીધેલી તાલીમને અનુરૂપ કામ શોધીને પૈસા કમાવવાનું શરૂ થવું જોઈએ પણ એ દિશામાં કોઈ જ વ્યક્તિ પ્રયત્ન નાં કરે. આમ તાલીમ પાછળ પૈસા અને સમય બંનેનો વ્યય થતો જણાયો. શું કરવું તે સમજાતું નહોતું.
છેવટે આ પરિવારોમાંના જ કેટલાક સ્વતંત્ર વ્યવસાય કરવા લોન આપવા વિનંતી કરી. શરૂઆતમાં આ થોડું જોખમી પણ લાગ્યું.. પોતાના પરંપરાગત વ્યવસાય માટે ફરતાં રહે છે. લોન લેશે તો હપ્તા કેવી રીતે ભરશે વગેરે જેવા પ્રશ્નો હતાં પણ પછી એક પ્રયોગ તરીકે પણ આ કરવા જેવું લાગ્યું અને લોન આપવાની શરૂઆત કરી.
છેલ્લા એક વર્ષમાં ૧૨૦ વ્યક્તિઓને આપણે લોન આપી અને તેના ખૂબ જ સુંદર અનુભવો રહ્યા. અત્યાર સુધી આપણે રૂI. ૧૭,૧૮,૫૦૦ની લોન આપી જેમાંથી ૫,૪૪,૫૫૦ પરત પણ આવી ગયા છે.
સ્વતંત્ર વ્યવસાય માટે આ પરિવારોને લોન આપી શકીએ તે માટે રીવોલ્વીંગ ફંડ ઊભું કરવું પડે તેમ હતું જે માટે નીચે જણાવેલા સંસ્થાના શુભેચ્છક સ્વજનોએ મદદ કરી.
ક્રમ નામ રકમ
૧ ડાર્સ બીઝનેસ ફાઈનેન્સ પ્રા.લી ૫,૦૦,૦૦૦
૨ પ્રજ્ઞા ગીરીશ શેરદલાલ ફાઉન્ડેશન ૫,૦૦,૦૦૦
૩ એન.એ.સોનાવાલા ૨,૫૦,૦૦૦
૪ બ્લુ ક્રોસ લેબોરેટરીઝ લી. ૫,૦૦,૦૦૦
૫ શ્રી પરેશ વોરા ૧૦,૦૦૦
કુલ ૧૭,૬૦,૦૦૦
હાલમાં સંસ્થા પાસે આ નિમિતનું રીવોલ્વીંગ ફંડ રૂI. ૧૭,૬૦,૦૦૦ છે. જેને વધારીને રૂI. ૨૫ લાખ કરવાનું આયોજન છે. સંસ્થા સાથે સંકળાયેલા સૌ સ્વજનોના સહયોગથી આપણે ૧૨૦ પરિવારોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત બન્યા છીએ.વિચરતા સમુદાયના અન્ય પરિવારો પણ માનભેર રોજી મેળવતા થાય તે દિશામાં હજુ વધારે પ્રયત્ન કરવાના છે. વર્ષ ૨૦૧૫-૧૬ માટે અમે ૧૫૦ વ્યક્તિઓને લોન આપવાનો નિર્ધાર કર્યો છે. મૂળ સદીઓથી સ્વતંત્ર વ્યવસાય થકી જ આજીવિકા રળતા આ પરિવારો પોતાના મનના માલિક છે કોઈના હાથ નીચે રહીને કામ કરવાનું એમણે કર્યું જ નથી. દા.ત. ચપ્પુની ધાર કાઢવાનું કે વેચવાનું,વાંસમાંથી સૂંડલા ટોપલા બનાવવાનું હોય કે કાંસકી બનાવીને વેચવાનું કામએ પોતાની માલીકીનું કે મરજીનું કામ છે. આપ સૌની મદદથી આ આયોજન સુધી પહોંચી શકીશું તેવી શ્રદ્ધા છે.
૧૨૦ વ્યક્તિઓએ જે હેતુસર લોન લીધી છે, જેટલી રકમની લોન લીધી છે તેમાંથી કેટલા રૂપિયા પરત ભરપાઈ કર્યા છે વગેરે વિગતો જોઈ શકાય છે.
No comments:
Post a Comment