Tuesday, 15 October 2024

We wish & pray that Geetaben's dreams are fulfilled with the help from VSSM...

Mittal Patel meets Geetaben who runs her small
grocery store at Mahisagar's Jetpur

If we earn, then we can open our purse and buy whatever we want to. Wherever we need to go, we can go there. Otherwise we are dependent on our partner . Whatever he/she gives we have to make do with it."

This was said smilingly by Geetaben, who runs her small grocery store at Mahisagar's Jetpur.

The families of  Bajaniya stay in bigger houses. Geetaben believes that even if she has a small shop , she can have good business there. Our relationship with all these families is for years. Vinodbhai and Kantaben, our associates from Mahisagar, have always desired & dreamt of a better life for these families. They always thought of which business would help the villagers to earn more. They would also advise the villagers accordingly and also ask them to apply for a loan from VSSM &  KRShroff Foundation.  

It is because of such dedicated associates that we have been able to cater to the needs of 8200 such families and make them self-sufficient & independent.  Geetaben's daily trade is good. Her wish is to repay the present loan first and then take a bigger loan for a bigger grocery store.

To all whom we have given the loans to, they have started to dream big. We can see & feel this clearly.. We only wish that all be happy  and also wish & pray that Geetaben's dreams are also fulfilled  

'આપણે કમાતા હોઈએ તો ફટ દઈન્ પાકીટ કાઢીન્ જે લેવું હોય, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ. બાકી કમઈએ નઈ તો ઘરવાળાની ઓશિયાળી. એ આપે એટલામાં ચલાવવાનું...'

મહિસાગરના જેતપુરમાં રહેતા ગીતાબહેનને ઘરમાં કરેલી પોતાની નાનકડી દુકાન બતાવતા મર્માળુ હસીને કહ્યું.

જેતપુરમાં બજાણિયા પરિવારોનું ફળિયું મોટુ. જો નાનકડી દુકાન થાય તો ત્યાં વકરો સારો થાય એવી ગીતાબહેનની લાગણી.

આ બધા પરિવારો સાથે અમારો નાતો વર્ષોનો.. વળી મહિસાગરના અમારા કાર્યકર વિનોદભાઈ અને કાંતાબહેન બેય અમારા કરતાંય આ પરિવારો વધારે સુખી કેવી રીતે થાય તેના સપના સેવે. ફલાણો ધંધો કરો તો પૈસા વધુ મળશે જેવી શીખામણો આપે ને શીખામણ પછી KRSF અને VSSM માંથી લોન આપે. 

આવા સંનિષ્ઠ કાર્યકરોની ઘગશના લીધે જ અમે ગીતાબહેન જેવા 8200 પરિવારોને લોન આપી પગભર કરી શક્યા છીએ.. 

ગીતાબહેનનો દૈનિક વકરો સારો એવો થઈ જાય છે. એમની ઈચ્છા હાલમાં લીધેલી લોન પતાવી વધુ મોટી લોન લઈને કરિયાણા સહિતની મોટી દુકાન કરવાની છે..

અમે જેટલા પણ વ્યક્તિઓને લોન આપવામાં નિમિત્ત બન્યા છીએ એ બધા સપના જોતા થઈ ગયા છે એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

બસ સૌ સુખી થાય એવી શુભભાવના... ને ગીતાબહેનનું સ્વપ્ન પણ ફળે એમ પણ ઈચ્છીએ... 

Mittal Patel meets Geetaben Bajaniya





No comments:

Post a Comment