Mittal Patel at Ramilaben's shop |
"I want to become a Collector," said little Ananya. She doesn’t fully understand what a Collector is, but her father, Harshadbhai, has planted this dream in her.
When asked why he wants her to become a Collector, Harshadbhai, our borrower, replied, "I want to be an ideal father for my daughter. I want her to be able to say with pride that her father worked hard for her."
Harshadbhai is not very educated. He works in a private company, but his income from the job is not enough. So, he decided to open a small shop in front of his house. He had faith that his wife, Ramilaben, would manage the shop. But they didn’t have the money to stock the shop.
They live in Dabhan, Kheda. Our worker, Rajnibhai, also lives in Dabhan. Harshadbhai discussed his business plans with Rajnibhai, who knew about his lack of capital. Eventually, Rajnibhai recommended that they seek financial assistance from VSSM, KRSF. We provided them with a loan of ₹50,000, which they used to set up a nice shop.
Ramilaben manages the shop, and their income has improved significantly. Ramilaben says, "When both of us earn, it makes a difference."
Through VSSM, KRSF, and Vimukta Foundation, we have provided loans to over 8,000 families, helping them start their own businesses. We wish for Harshadbhai and Ramilaben to be happy and successful.
'મારે કલેક્ટર થવું છે.'
નાનકડી અનન્યાયે આ કહ્યું.. કલેક્ટર એટલે કોણ એવી એને ઝાઝી ખબર ન પડે પણ એના પપ્પાએ એનામાં આ સ્વપ્ન રોપ્યું.
કલેક્ટર કેમ બનાવવી છે? એના જવાબમાં અનન્યાના પપ્પા એટલે કે અમારા લોનધારક હર્ષદભાઈએ કહ્યું, 'મારે મારી દીકરી માટે આદર્શ પિતા બનવું છે. મોટી થઈને એ ગર્વ સાથે કહી શકે કે મારા પિતાએ મારા માટે ખુબ મહેનત કરી..'
હર્ષદભાઈ ભણ્યા ઓછુ. ખાનગી કંપનીમાં નોકરી કરે પણ નોકરીની આવકમાં પુરુ ન થાય. એમણે ઘર આગળ નાનકડી દુકાન નાખવાનું નક્કી કર્યું. દુકાન સંભાળવાનું એમના પત્ની રમીલાબેન કરી લેશે એવો વિશ્વાસ. પણ દુકાનમાં સામાન લાવવા પૈસા નહીં.
ખેડાના ડભાણમાં એ રહે. અમારા કાર્યકર રજનીભાઈ પણ ડભાણમાં રહે. રજનીભાઈ સાથે ધંધો કરવાની વાતો પણ થાય. મૂડી નથી એ રજનીભાઈ જાણે. આખરે રજનીભાઈએ જ VSSM, KRSFમાંથી તમને પૈસા આપવાની ભલામણ કરી. અમે એમને લોન પેટે 50,000 આપ્યા. જેમાંથી એમણે સરસ દુકાન કરી..
રમીલાબેન દુકાન સંભાળે. આવક પણ સારી થઈ રહી છે.. રમીલાબેન કહે, 'બે જણા કમાય તો ફરક તો પડે જ..'
VSSM, KRSF અને વિમુક્ત ફાઉન્ડેશન થકી 8000 થી વધારે પરિવારોને લોન આપી એમને સ્વતંત્ર ધંધો કરતા કર્યા છે...
હર્ષદભાઈ અને રમીલાબેન સુખી થાય એવી શુભભાવના...
#MittalPatel #vssm #loanservices #annya #collector #mydadmyhero
Rajnibhai works in private company but he wants to open small shop near his house who will manage by her wife ramila and he gets loan for the same from VSSM |
Rajnibhai's daughter Ananya tells Mittal Patel that she wants to become Collector |
Mittal Patel meets Ramilaben and Rajnibhai and her daughter Ananya at their shop |
No comments:
Post a Comment