Mittal Patel meets Ashaben during her visit to Sabarkantha |
Hardwork is like climbing the staircase and destiny is often like an elevator. Elevator can malfunction but staircase will never. This sentence applies appropriately to a hard working person.
Recently met Rajeshbhai & Ashaben living in Vaghpur village of Sabarkantha. Both very seriously hardworking.
They run a small grain grinding mill. It's the only such mill in the village so they have a good inflow of customers. But they have only one grinder so if they can get another one their income could increase. However, they don't have any surplus money to buy another grinder. Earlier they had borrowed on interest. But interest is always killing. They decided not to borrow on interest. Meanwhile, they came to know from our colleague Rambhai that they can get a loan from VSSM. So under the guidance of Rambhai they applied to VSSM for a loan. Our colleague Rizwanbhai also visited their grinding mill.
Seeing their sincere & hardworking approach we approved them a loan of Rs 30,000 from which they bought another grinder. Their income doubled. Ashaben said that they are now able to save money.
Rs 30,000 is not a big amount but it changed their lives like that of many others to whom VSSM have given loans.
મહેનત પગથિયાં સમાન છે અને લીફ્ટ નસીબ સમાન,
લીફ્ટ બગડી શકે પણ પગથિયા હંમેશા સાથ આપશે..
ક્યાંક વાંચેલું આ વાક્ય મહેનતકશ લોકો માટે એકદમ બંધ બેસે.
સાબરકાંઠાના વાઘપુરામાં રહેતા રાજેશભાઈ અને આશાબહેનને હમણાં મળી. આ બેઉની મહેનત પણ આવી જ.
વાઘપુરામાં એ ઘંટી ચલાવે. ગામમાં બીજી ઘંટીનું ચલણ કદાચ નહીં. એટલે એમના ત્યાં ઘરાગી ઘણી રહે. પણ એમની પાસે એક જ ઘંટી. જો ઝીણું દળવાની ઘંટી એ લાવી દે તો એમની આવક વધી શકે..
પણ એ લાવવા પૈસા નહીં. વ્યાજવા પૈસા એમણે અગાઉ લીધેલા પણ એ કહે, વ્યાજમાં મરી જવાય. એટલે વ્યાજે પૈસા લેવાનું ટાળ્યું.
આવામાં વાઘપુરામાં રહેતા રામભાઈ પાસેથી VSSM માંથી લોન મળે એ વિગત એમણે જાણી અને લોન માટે એમણે રામભાઈને સાથે રાખી અરજી કરી.
અમારા કાર્યકર રીઝવાને પણ આ પરિવારની મુલાકાત લીધી.
મહેનતકશ પરિવાર લોન તો આપવાની જ હોય.
30,000 મળ્યા એમાંથી બીજી ઘંટી લીધી. આવક બમણી થઈ. હવે તો બચત પણ સારી થાય એવું આશાબહેને કહ્યું.
ત્રીસ હજાર રકમ મોટી નથી પણ એ નાનકડી મદદે એમની જીંદગી બદલી નાખી..
Ashaben shares with Mittal Patel that they are now able to save money |
No comments:
Post a Comment