Wednesday, 23 August 2023

VSSM helps Dharanathbhai and Champaben Madari to start their independent venture...

Mittal Patel meets Champaben at her small kiosk

 "We do not like to ask for help anymore. We get harassed by the locals & also the police. We do small labour work. However, in Bagpotra we have not done any work. To ask for money becomes more difficult. We are snake charmers. No labour is involved in that. We put on clothes of a sadhu and begged. People started accusing us based on our caste. We are helpless and do not know what to do further to survive ".

Why don't you do business ? we asked

"Snake charmers do not know any business"

You are quite fluent in speaking. You can easily do business. We will give you funds.

But if we are not able to repay then ?

You will be able to. Don't worry. From your community select a few who have some business sense. We will give them loans for different small businesses.

Our colleague from Kheda , Shri Rajnibhai said this to Dharanathbhai , a snake charmer. After that nine people from that community applied for a loan for doing business. Rajnibhai helped in identifying the businesses for these nine people. Loan was granted to them. 

One amongst them was Champaben. She set up a small outlet of sweetmeats,biscuits. We gave her a loan of Rs 30,000/-. Every month all are repaying their instalments.

These families of snake charmers were at the cross-roads of survival. Their snake charmer business had virtually closed. We felt that the only solution for their survival was that they must do small business and for that we were ready to help. We had tried for several years but they were afraid of taking even a small loan of Rs 5,000/-. That's when Dharanathbhai showed courage.

When we asked Champaben how was the business. She replied that life is much better now as compared to before. No more hassles of moving from villages to villages and staying in garbage like condition. Everyday she is able to sell goods worth Rs 2,500 to Rs 3,000. Seeing these nine people succeed, another seventeen people applied for a loan. We are happy . Helping such families is always our priority.

Our respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation  helped us greatly in this venture of giving loans. So far 6800 families have taken benefit of this scheme and have become independent. Wishing happiness to all.

'આ માંગવાનું હવે ગમતું નથી. લોકોની અને પોલીસની હેરાનગતિ એમાં ઘણી વધી છે. છુટક મજૂરી અમે કરીએ, પણ બાપગોતરમાં આમ જુઓ તો અમે મજુરી કરી નથી એટલે એ અઘરુ પડે. પહેલાં સાપના ખેલ પર નભતા એમાં મજુરી ક્યાં આવે?  અમે નાથપંથી એટલે સાધુવેશે હવે અમે યાચવાનું શરૃ કર્યું. પણ લોકો એમાં જાતભાતના આરોપ લગાડે. શું કરવું કશું સમજાતું નથી.'

'તમે ધંધો કરો.'

'ધંધો અને મદારી?'

'તમે બોલવામાં સરસ છો.. ઘંઘો આરામથી કરી શકો. અમે પૈસા આપીશું.'

'પણ પૈસા ન ભરાણા તો?'

'ભરાશે તમે ચિંતા ન કરો. તમે વસાહતમાંથી થોડા લોકો કે જેમનામાં ધંધાની સુઝબૂઝ હોય એવાને પસંદ કરો અમે એમને અલગ અલગ વ્યવસાય માટે લોન આપીશું.'

ખેડાના અમારા કાર્યકર રજનીભાઈએ કપડવંજમાં રહેતા મદારી ધારાનાથ ભાઈને આ કહ્યું ને પછી નવ લોકોએ અલગ અલગ વ્યવસાય માટે લોન લીધી. નવ વ્યવસાય ક્યા એ શોધવામાંય રજનીભાઈએ મદદ કરી.

ચંપાબહેન એમાંના એક જેમણે ગોળી, બિસ્કીટ વેચવાની નાનકડીલદુકાન આમ તો ગલ્લો નાખ્યો. 30,000 લોન પેટે અમે આપ્યા. દર મહિને આ વસાહતમાંથી લોકો નિયમીત હપ્તો ભરી નાખે. 

મદારી પરિવારો સાપના ખેલ કરી પેટિયું રળતા. એ ધંધો તો બંધ થયો. હવે શુંનો પ્રશ્ન મોં વકાસીને અમની સામે ઊભેલો. અમને સમાધાન એ ઉદ્યોગ સાહસીક બને એમાં જ લાગતું. વર્ષોથી એ માટે પ્રયત્નો કરતા. પણ પાંચ હજાર લેતાય એમને બીક લાગે. ત્યારે ધારાનાથે હીંમત કરી.

ચંપાબહેનને મળીને ધંધો કેવો ચાલે એ પુ્છયું તો કહે, 'ગામે ગામ રઝળપાટ કરવામાંથી છુટકારો મળ્યો. કેવા ગંધવેડામાં પડ્યા રેતા. હવે હખ છે. રોજનો અઢી ત્રણ હજારનો વકરો થઈ જાય.'

નવ વ્યક્તિઓ ધંધામાં સુખી થયા એ જોઈને બીજા 17 વ્યક્તિઓએ પણ નાનો ધંધો નાખવા લોન માંગી..

અમે તો રાજી છીએ. આવા પરિવારોને મદદ કરવી એ તો અમારી પ્રાથમિકતા.

અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ - ડો.કેઆરશ્રોફ ફાઉન્ડેશન અમને આવા ઉદ્યોગ સાહસીકોને મદદ કરવા ઘણી મદદ કરે તેમનો ને અન્ય સ્વજનોનો ઘણો આભાર. તેમની સતત મદદથી જ અમે 6800થી વધુ પરિવારોને લોન આપી પગભર કરી શક્યા છીએ.

સૌ સુખી થાય એવી શુભભાવના...

#MittalPatel #gujarat #vssm #loanservices #helpothers #smallbusinessbigdreams #SupportHumanity

Mittal Patel with Dharanathbhai and Champaben Madari
at their kiosk

Champaben took interest free loan from VSSM to start
her small business

VSSM coordinator helped Madari family of Kheda for
interest free loan to start their buisness





No comments:

Post a Comment