Tuesday 13 December 2022

Dalpatbhai is a wise man; we wish he soon realizes his dreams...

Dalpatbhai Bharthari came to meet Mittal Patel to show his 
Fixed Deposit receipt of Rs 15,000/- 

“Ben, look, I have got an FD (fixed deposit) done!”

I was a little amazed listening to the word FD from Dalpatbhai, who has never been to school. Only to realise that this is the doing of our Nisha and Ambien. The duo is in charge of the Swavlamban initiative while Bhargawbhai, Madhubahen, Hiren, Sachin, and Dipen support them. Our team offers unsolicited advice to any loan applicant to cultivate the habit of regular savings.

And not all choose to follow it with dedication and promptness shown by Dalpatbhai.

“Ben, I am a Bharthari from Banaskantha living in Ahmedabad’s Kamod. The Ravanhattha I play doesn’t earn me much. I work hard, but my earnings remain meager. I collect scrap; how much can I carry on my shoulder? In a video shared by you, I saw how the Nathbawa  inn Surendranagar benefited from the paddle rickshaw you gave them; I also want to buy a paddle rickshaw.” Dalpatbhai spoke his mind at our office a few months ago. 

Although we were meeting Dalpatbhai for the first time, we know his community well. Hence, we asked him to write an application for the paddle rickshaw. “But I cannot read or write!” he responded, requesting Ambien and Nishaben to write an application. “But I don’t want it free; you loan me the money to buy it!” he added.

Dalpatbhai leads an itinerant life, and it is not sure how long he will remain in Kamod. Therefore, we had our apprehensions about his ability to pay installments regularly. 

“Please have faith in me, I don’t want charity. But, I will not let you down; loan me some money!” he requested after our queries.

Dalpatbhai’s intentions were noble, and we loaned him some amount. Within a month, he repaid Rs. 6000, and one day he came to our office to show FD receipt of Rs. 15000. “I want to collect more such receipts because I wish to buy a house.”  Dalpatbhai shared. He has bought separate paddle rickshaws for his wife and son. They, too, work independently and contribute to family income along with regular savings.

“I have to save Rs. 3000 a month if not more; you have taught me how to do it. Had I begun a little early, the amount would have been substantial enough to buy a house. ” Dalpatbhai shared.

Dalpatbhai is a wise man; we wish he soon realizes his dreams.

'આ લો બેન મે એફ.ડી કરાઈ લીધી...'

નિશાળનું એકેય પગથિયું ન ચડેલા દલપતભાઈના મોંઢે એફ.ડી. શબ્દ સાંભળીને નવાઈ લાગી. પછી ખ્યાલ આવ્યો આ કમાલ તો અમારી નિશા અને અમીબેનનો.. 

આ બેય vssm નો સ્વાવલંબન કાર્યક્રમ સંભાળે. ભાર્ગવભાઈ,મધુબહેન, હીરેન, સચિન, દીપેન એમને મદદ કરે. પણ જેમની પણ લોનની અરજી આવે એ લોકોને ફરજિયાત બચત કરવાની સલાહ અમારી ટીમ વણમાંગે આપે.. 

આમ તો બચત કરોનું અમારી સાથે સંકળાયેલા બધાને કહીયે પણ અમારી કહેલી વાતનું અક્ષરસહ પાલન એ પણ દલપતભાઈએ માની ન શકાય એ ઝડપે કર્યું.

થોડા મહિના પહેલાં દલપતભાઈ અમારી ઓફીસ પર આવ્યા ને કહ્યું,

'બેન મુ બનાસકોઠાનો ભરથરી. હવ રાવણહથ્થો વગાડવાનું કોય ચાલતુ નહીં. મેનત મજુરી કરુ પણ એમાં દાડો નહીં વળતો. અમદાવાદ કમોડમો રહુ હુ અન ભંગાર ભેગો કરી વેચવાનું કરુ હુ. પણ ખભા ઉપર કોથળો નોખી ચેટલું વેણી હકાય. માર્ પેડલ લેવી હ. તમે સુનગર(સુરેન્દ્રનગર)મો નાથબાવાન્ પેડલ આલી ને ઈમન ચેવો ફાયદો થ્યો એ બધુ મે તમારા વિડીયામો હોભળ્યું તે મારય્ પેડલ લેવી હ્.'

એકી શ્વાસે બોલી રહેલા દલપતભાઈને અમે પહેલીવાર મળી રહ્યા હતા. હા એમના આખા સમાજને જાણીયે એટલે અમે એમને પેડલ માટે મદદ કરોની અરજી લખી આપવા કહ્યું. એમણે કહ્યું, 'બુના મુ તો અંગુઠાસાપ સુ'

છેવટે અમીબેન અને નિશાને અરજી લખી આપવા કહ્યું.. 

પણ દલપતભાઈ ઊભા રહ્યા એમણે કહ્યું, 'બેન મારે મદદ ના જોવ. મન લોન આલો'

દલપતભાઈનું ઠેકાણું બદલાયા કરે. કમોડમાં છાપરુ કેટલો વખત રહેશે એ નક્કી નહીં. આવામાં લોન આપીયે અને ન ભરાય તો?  અમે અમારા મનની શંકા કહી.

સાંભળીને એમણે કહ્યું.. 'તમે એક ફેરા વિસવા કરો અન લોન આલો. ધર્માદાનું મન ના જોવ..'

કેવી ઉત્તમ ભાવના. અમે લોન કરી અને એક જ મહિનામાં એ 6000નો હપ્તો ભરી ગયા. 

બચત વિષે ટીમે એમને સમજાવેલું તે એક દિવસ 15,000ની એફડી લઈને આવ્યા અને કહ્યું, 'આવા કાગળિયા ઘૈઈક ભેગા કરવાહ્. માર ઘર લેવું હ્ ને એટલ...'

એમણે એમની પત્ની ને દિકરાને પણ અલગ પેડલ રીક્ષા લઈ આપી એ લોકો પણ પોતાની રીતે ધંધો કરે અને અલગ બચત કરે. 

દલપતભાઈ કહે, 'માર મહિનાના 3000 તો બચાબ્બાના જ.. વધાર થાય તો હારુ પણ આટલા તો કરવાના જ. બસ આ ત્રેવડ તમે હીખવી પણ જો પેલણથી કરી હોત તો આજે ઘરનું ઘર હોત..'

કેવી સરસ સમજણ... દલપતભાઈ સુખી થાય અને ઝટ ઘરવાળા થાય એમ ઈચ્છીએ...


#MittalPatel #vssm #FD #house #scrap #sbi


Dalpatbhai tells Mittal Patel that he wants to collect more such 
receipts because he wants to buy house

Dalpatbhai Bharthari with his Fixed Deposit Receipt



No comments:

Post a Comment