Tuesday 15 November 2022

VSSM's swavlamban initiative helps Mahendrabhai to pay off the loan and restart his business.

Mittal Patel with VSSM's coordinator Rajnibhai meets
Mahendrabhai who took interest free loan from VSSM

"I had borrowed Rs. 15,000 from my employer, but that loan made me his slave," shared Mahendrabhai from Kheda's Dabhan village.

Although Mahendrabhai hasn't studied much, he is very enterprising. He traded plasticware and fashion accessories, but the business collapsed during the pandemic. The extended phase of the pandemic also ate into the family's savings. With no choice left, Mahendrabhai took up a job at a factory and borrowed Rs. 15,000 for household expenses. But the loan became a problem rather than a solution. 

The employer had agreed to pay a daily wage of Rs. 300, but at times he would not pay this amount on the pretext of the loan adjustment. Moreover, he was not allowed any leave; if Mahendrabhai took a break, the boss would come to his house and take him along.

Mahendrabhai was tired of his job but could not find a way to escape the debt clutches of the employer. "If someone lends me Rs. 15000, I will leave this job the next moment," he would think

Upon learning about Mahendrabhai's plight, our team member Rajnibhai spoke to us, and we offered him a loan of Rs. 30,000, from which he had to pay off the loan and restart his business.

The employer refused to take the money and let him go. It took lots of effort and pleading for Mahendrabhai to walk out of his enslaving job.

The remaining Rs. 15,000 helped him restart the business. Life is back on track, with saving tricking in. Hope his dream of a pucca house soon becomes a reality.

Employers acting in such a selfish manner is heart-breaking. With the hope that sanity prevails, we pray for the happiness and well-being of everyone.

15,000 નો ઉપાડ જે શેઠના ત્યાં કામ કરતો ત્યાંથી ઉપાડ્યો. પણ પછી મારી દશા ગુલામ જેવી થઈ. 

ખેડાના ડભાણમાં રહેતા મહેન્દ્રભાઈએ આ કહ્યું. મહેન્દ્રભાઈ ભણ્યા ઓછુ. પણ પહેલાંથી પોતાનો ધંધો કરવાની હોંશ. તે પ્લાસ્ટીકનો નાનો મોટો સામાન તેમજ કટલરીનો સામાન વેચવાનું એ કરે. પણ કોરોનામાં ધંધો બેસી ગયો. બચત ખતમ થઈ ગઈ. ના છૂટકે એક ફેક્ટરીમાં એ કામે લાગ્યા. ઘર ચલાવવા 15,000નો ઉપાડ લીધો. પણ આ પંદર હજારમાં તો એમની હાલત ખરાબ થઈ ગઈ.

ફેક્ટરીના માલીકે એમને દરરોજના કામના 300 આપવાનું નક્કી કરેલું પણ ક્યારેક આ પૈસા ઉપાડ સામે વાળવાના છે એમ કહીને ન પણ આપે. 

વળી રજા તો રખાય જ નહીં જો રજા રાખે તો માલીક ઘરે આવીને ઉપાડી જાય. 

મહેન્દ્રભાઈ સખત થાકેલા પણ ઉકેલ જડતો નહોતો. કોઈ 15000 આપે તો માલીકને આપી છુટા થઈ જવાનું એ અનેક વખત વિચારે પણ પૈસા નહોતા. 

અમારા કાર્યકર રજનીભાઈને મહેન્દ્રભાઈની સ્થિતિનો ખ્યાલ આવ્યો. એમણે અમને વાત કરીને અમે 30,000ની લોન આપવાનું નક્કી કર્યું જેમાંથી 15,000 માલિકીને પરત આપવાના અને 15,000માં ફરીથી ધંધો શરૃ કરવાનો.

મહેન્દ્રભાઈએ કબુલ્યું. 

લોન મળી અને 15,000 માલીકને આપવા ગયા. પણ માલીક પૈસા લેવા તૈયાર નહીં. મૂળ આવો કામદાર ક્યાં મળવાનો એટલે! મહેનદ્રભાઈ અને તેમના પત્નીએ હાથાજોડી કરી ત્યારે એ આ ગુલામીમાંથી છુટી શક્યા. જ્યારે બાકીના 15,000માંથી એમણે ધંધો ફેર શરૃ કર્યો. હવે એમના જીવને નિરાંત છે. નાની બચત પણ કરે છે. એમની ઈચ્છા પોતાનું પાક્કુ ઘર થાય તેવી. બસ અમે પણ પ્રાર્થના કરીએ એમની ઈચ્છા પૂર્ણ થાય તેવી...

પણ આવી સ્થિતિમાં માણસોને જોવું ત્યારે જીવ બળી જાય... 

બસ કુદરત સૌને સદબુદ્ધી આપે અને સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના...

#MittalPatel #vssm



Mahendrabhai restarted his buisness with the help of VSSM's
swavlamban initiative

Mahendrabhai's life is back on track, with saving tricking in


No comments:

Post a Comment