Mittal Patel meets Prakashbhai during her visit to Kheda |
“I wanted to study all the way to earn lots of money, but my father’s illness compelled me to drop out of school to earn money to meet his medical expenses. But I have not let go of the dream to earn lots of money!” The impoverished life Prakashbhai lives in Kheda’s Dabhaan villages justifies his dream of earning well,
After working as menial labor for a very long time, Prakashbhai bought a second-hand auto rikshaw. Unfortunately, most of his daily earnings were spent on repairing the pre-owned vehicle. A new rickshaw would at least save him that expense. But he lacked the capital to buy a brand-new vehicle.
When VSSM’s Rajnibhai learned about Prakashbhai’s intention to buy a new rickshaw, he offered him a loan to pay the down payment. The balance amount was borrowed from a bank. The hard work Prakashbhai put in became worthwhile as he now saved the money he spent on repairs.
After meeting the household expenses, Prakashbhai manages to spare Rs. 10,000 as EMI towards both his loans.
Prakashbhai now intends to buy another auto-rickshaw so that he can rent it to supplement his income. And the ability to work hard and the foresight he possesses will bring him success. Moreover, the discipline with which he repays his loan has convinced us to offer him another loan when required.
The Swavlamban Livelihood initiative has been successful in providing support to 6000 families to revamp their livelihoods. And we are glad this number keeps growing.
We wish Prakashbhai all the very best with his future endeavors.
'મારે ભણીને ખૂબ પૈસા કમાવવા હતા પણ પિતા બિમાર પડ્યાને એમની સારવારના ખર્ચને પહોંચી વળવા ભણવાનું પડતુ મુકી મારે કામે લાગવું પડ્યું. પણ સ્વપ્ન તો આજેય ઘણા પૈસા કમાવવાનું.'
સતત અભાવમાં રહેલા ખેડાના ડભાણમાં રહેતા પ્રકાશભાઈ આ સ્વપ્ન જુએ તે વ્યાજબી પણ હતું.
એમણે પહેલાં જે મળે તે મજૂરી કરી પછી રીક્ષા ખરીદી. પણ જૂની રીક્ષામાં ખર્ચ ઘણો આવે. પ્રકાશભાઈ ખુબ મહેનત કરે. પણ કમાણીનો મોટોભાગ રીક્ષાના સમારકામમાં જાય. નવી રીક્ષા લે તો આ સમારકામના ખર્ચમાંથી બચી જવાય. પણ એ માટે પાસે મૂડી નહીં.
અમારા કાર્યકર રજનીભાઈને આ અંગે ખ્યાલ આવ્યો ને એમણે પ્રકાશભાઈને રીક્ષા ખરીદવા ડાઉનપેમેન્ટ ભરવા લોન આપી. બાકીની રકમ એમણે બેંકમાંથી લોન પેટે લીધી. આમ નવી રીક્ષા આવી. મહેનતકશ તો પ્રકાશભાઈ હતા બસ રીપેરીંગનો ખર્ચ બચ્યો એમાંય એમને ઘણો લાભ થયો.
આજે બેંક અને VSSMનો લગભગ 10,000નો હપ્તો એ દર મહિને કાઢે એ સિવાય નાનીસી બચત પણ કરે. ને ઘર તો ચાલે એ જુદુ.
એમની ઈચ્છા બીજી રીક્ષા ખરીદવાની જે ભાડેથી આપી શકાય. આમ આવક વધે... પ્રકાશભાઈમાં મહેનત કરવાની ઘગશ છે સાથે મહેનત કરવાની કુનેહ પણ છે એટલે એ સફળ જરૃર થશે.
વળી અમારા પૈસા ભરવામાં એમને કોઈ દિવસ ચૂક નથી કરી આમ તેમનો વાટકી વ્યવહાર પણ બરાબર.. આમ જરૃર પડે અમે ફરી તેમની મદદે પણ ઊભા રહીશું.
અત્યાર સુધી VSSM એ સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત 6000 થી વધુ પરિવારોને તેમને પગભર કરવા લોન આપી છે. બસ આ સંખ્યા વધી રહી છે અનો રાજીપો..
બસ પ્રકાશભાઈ ખુબ સુખી થાય ને તેમની મનોકામના કુદરત પૂર્ણ કરે તેવી પ્રાર્થના...
No comments:
Post a Comment