Wednesday, 26 January 2022

VSSM's swawlamban program helps shardaben kangsiya to expand their independent buisness...

Mittal Patel with Shardaben Kangsiya and VSSM's 
field corodinator Chhayaben

My work in social sector provides me opportunities to meet individuals from varied walks of life, but when it connects me with honest, humble and truthful individuals the heart brims with joy. The marginalised communities we work with have always lived in deficiencies hence, they seldom refuse any potential help coming their way. And there are rare ones like the very humble Devabhai Kangasiya who go on to tell us, ‘I cannot accept charity!’

Over the years we have come across many who have stated they cannot accept charity. VSSM offers interest free loans to expand or revive their independent businesses which they pay back as monthly instalments and also donate Rs. 100 – 200 to VSSM’s activities.

Chotila’s Shardaben Kangasiya would buy the products she sold with money borrowed from private money lender. With an objective to free her from the hefty interest she was paying, VSSM offered her a loan of Rs. 30,000 . Shardaben bought good with all the money. The mother son duo set out to sell the goods. While on their way to sell the goods at neighbouring villages in a chakda one of their bundle fell off and they realised the missing pack after they had travelled a little further. When they returned searching the bundle was nowhere to be found. The lost goods worth Rs. 25,000.

Shardaben was shattered, she cried over her loss. Her sons who stay in a separate house consoled her and gave her Rs. 5,000. Shardaben bought goods from the money and began on a smaller scale, but never did she share this incident with us and continued to pay us the instalments.

Recently while in Chotila, I happen to meet Shardaben when she mentioned about the lost goods. It was only her nobility to not mention about incident and ask for some more help.

Our Chayabahen and Kanubhai have mentored these families well. Shardabahen and her son Chandubhai both believe it is better to live  without  the need of charity. And families like these always inspire us.

સમાજકાર્યો સાથે સંકળાયેલી હોવાના નાતે નિતી ભાત ભાતના લોકોને મળવાનું થાય. જેમાં કેટલાકની સચ્ચાઈ, નિષ્ઠા, વધારાનું ન મેળવવાની ભાવના જોઈને તો રાજી જ થઈ જવાય. આમ તો જે વંચિતો સાથે કાર્ય કરીએ તે બધાય સતત અભાવમાં રહેનાર. એટલે કોઈ મદદ કરે તો એમને સોના જેવું લાગે.. ટૂંકમાં મદદ કરોનું કહેનાર ખુબ પણ અમારા નેકનામના દેવાભાઈ કાંગસિયા જેવાય આંગળીના વેઢે ગણાય એવા ખરા જે કહે, ધર્માદાનું મને નો ખપે... 

ધર્માદુ નો ખપે કહેનાર ઘણાને અમે તેઓ જે વ્યવસાય કરે તે વધારવા લોન આપીએ ને એમાંથી એ રળે ને લોન પરત ભરે સાથે સંસ્થાના કાર્યોમાં સો બસો રૃપિયા દાન પેટે આપે.

ચોટીલામાં શારદાબહેન કાંગસિયા રહે. કટલરી તેમજ હોઝીયરીનો સામાન વ્યાજવા પૈસાથી લાવીને ધંધો કરે. એમણે વ્યાજમુક્ત થવા ત્રીસ હજાર VSSMના સ્વાલંબન કાર્યક્રમ અંતર્ગત લોન પેટે અમે આપ્યા. 

લોન આપ્યા પછી એ સામાન લાવ્યા. ગામડાંઓમાં એમના દિકરા સાથે એ છકડાંમાં બેસી સામાન વેચવા જઈ રહ્યા હતા. તે વેળા છકડાંમાં પાછળથી સામાનનું આખુ પોટલુ પડી ગયું. લગભગ પચીસ હજારનો સામાન પડી ગ્યાનો ખ્યાલ ઘણે આગળ નીકળ્યા પછી આવ્યો. પાછા વળ્યા પણ સામાન ન મળ્યો.

શારદાબહેન ખુબ રડ્યા. એમના દીકરા એમનાથી જુદા રહે. તેમણે હીંમત આપી ને પાંચ હજાર રૃપિયા આપ્યા જેમાંથી એ ફરી સામાન લાવ્યા ને નાના પાયે પાછો ધંધો શરૃ કર્યો. એમણે કોઈ જ ફરિયાદ વગર અલબત આ ઘટનાની જાણ કર્યા વગર જ લોન ભરપાઈ પણ કરી દીધી.

હમણાં ચોટીલા જવાનું થયું તે વેળા એમણે પોટલું ખાવાયાનું કહ્યું. અમારા કાર્યકર છાયાબહેન અને કનુભાઈની શારદાબહેનના પરિવારને જબરી શીખ... 

વળી શારદાબહેન પણ એવા ખાનદાન એટલે જ પોટલું પડ્યાનું કહીને મદદ માંગવાનું એમણે ન કર્યું..

ધર્માદાનું તો ભગવાન નો ખવડાવે એ જ હારુ એવું શારદાબહેન ને એમનો દીકરો ચતુરભાઈ બેઉં માને...

આવા પરિવારો અમારા માટે પ્રેરણારૃપ..

#mittalpatel #vssm



Shardaben Kangsiya with her goods


No comments:

Post a Comment