Mittal Patel meets bajaniya community individuals |
You brought me freedom from the Diary…
Govindbhai, a resident of Ratanpura village near Shihori tells me this.
Diary; for those who cannot put this term into context, let me clarify it. Dairy is a notebook that maintains the daily account for the individuals who borrow money daily. The amount of Rs. 1000 increases to Rs. 1100 the next day. Indeed a hefty interest these individuals are required to pay to private money lenders.
The Bajaniya men sell plastic homeware and fashion accessories on a motorbike. They never have cash on hand, so they must borrow money from private money lenders.
“The money we earn is enough to meet their living expenses but does not bring us prosperity,” Vershibhai tells me.
Under the Swavlamban initiative, VSSM has offered interest-free loans of Rs. 20,000 each to eight Bajaniya individuals to help them pursue their chosen occupations and attain freedom from the hefty debts of private money lenders. Many of them have already repaid Rs. 2000 before the month finishes. Apart from the instalment, they have also donated to the organization.
“Ben, let us plan a Bajaniya convention for the community in this region. We were hoping you could make them understand that you can free us from the Diary. Also, help us establish a wholesale store of goods we sell in Shihori itself. The store can work as a cooperative. The Bajaniya community members will purchase the goods from this store, others willing to buy them shall also be allowed, and the profit earned will be shared amongst the cooperative members.
We have been striving to evolve such models for a very long time and have educated numerous communities on the same. But as they say, things happen when they are destined to happen. Now that the community has felt the need, we are sure that this will be accomplished soon.
And when we free them from their Diary, we shall make them take a pledge that they will be careful to not fall into the trap again….
ડાયરીમાંથી મુક્તી આપી...
શિહોરી નજીકના રતનપુરાગામમાં રહેતા ગોવિંદભાઈએ આ કહ્યું.
ડાયરીના ચલણને ન સમજનારને ડાયરી એટલે શું એ પ્રશ્ન થશે.. એટલે થોડી ચોખવટ કરુ.
દૈનિક વ્યાજવા લેવાતા પૈસાના લેખાજોખા જેમાં રહે તે ડાયરી.. હજાર રૃપિયા ઉધાર લઈએ તો બીજે દિવસે હજારના અગિયારસો ચુકવવાના ટૂંકમાં દૈનિક તગડુ વ્યાજ..
બજાણિયા પરિવારો મોટરબાઈક પર પ્લાસ્ટીકનો ઘર વપરાશનો સામાન એ સિવાય બંગડી બોરિયા બક્કલ વગેરે વેચે.. હાથ વગી મોટી મુડી નહીં એટલે વ્યાજવા પૈસાથી ધંધો કરે.. જેમાં ઘર ચાલી જાય પણ આર્થિક રીતે સદ્ધર ન થવાય એવું વેરશીભાઈ કહે.
VSSMના સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમે આઠ બજાણિયા ભાઈઓને તેઓ જે વ્યવસાય કરે તે કરવા અને વ્યાજના ચૂંગાલમાંથી છૂટવા પ્રત્યેકને વીસ વીસ હજારની લોન આપી.. ને કેટલાકે તો મહિનો પતે એ પહેલાં જ બે હજારનો હપ્તો ભરી પણ દીધો.. વળી હપ્તા સાથે સંસ્થાના સેવાકાર્યો માટે ધર્માદા પેટે સો દોઢસો રૃપિયા પણ એમણે આપ્યા...
વેરશીભાઈ કહે, બેન આપણા આ વિસ્તારના બધા બજાણિયાનું સંમેલન કરીએ ને તમે એમને આ સમજ આપો આપણે બધાને ડાયરીમાંથી મુક્ત કરી દઈએ. પછી અમે જે સામાન વેચીએ તેની હોલસેલની દુકાન શિહોરીમાં જ કરવામાં મદદ કરો. મંડળીની જેમ એ દુકાન ચાલે. અમે બજાણિયા ત્યાંથી જ સામાન લઈએ ને બજાણિયા સિવાય બીજા ને સામાન જોઈતો હોય તોય આપવાનો ને જે નફો થાય તે મંડળીના બધા સભ્યોમાં વહેંચાય એમ કરવાનું.
સાચા લોકોને શોધવા એય મોટી કવાયત એ માટે અમારા કાર્યકર ઈશ્વરભાઈ, નારણભાઈ અને કનુભાઈ ઘણું મથે તેમનો ઘણો આભાર..
આવા મોડલ ઊભા થાય તે માટે અમારી વર્ષોથી ખેવના ને એ માટે સમજ પણ આપીયે. પણ ખેર નિયત સમય પહેલાં કશું થતું નથી.. અમે કહ્યા કરતા પણ હવે તેમના પોતાનામાં જ આવી ભાવના ઊભી થઈ છે તો આ પણ પાર પડશે...
પણ હા બધાને ડાયરીમાંથી મુક્ત તો કરીશું ને સાથે વચન પણ લઈશું ડાયરીમાંથી એક વખત મુક્ત થયા પછી ફેર આ ચુંગાલમાં ન પડવાનું...
#MittalPatel #vssm
Bajaniya community sharing their buisness ideas with Mittal Patel |
The Bajaniya men sell plastic homeware and fashion accessories on a motorbike |
The Bajaniya men sell plastic homeware and fashion accessories on a motorbike |
No comments:
Post a Comment