Thursday 16 April 2020

Ramesh embarks upon his journey to a settled life …

Mittal Patel meets Ramesh during her visit to Palanpur
Diamond polisher Ramesh planned to buy an auto rickshaw but lack of funds prevented him from putting that idea into action. Ramesh’s idea was perfect and his commitment was superior but couldn’t do much because of lack of funds. Ramesh shared his idea and asked for a loan. We sanctioned Rs. 40,000 to help him pay the down payment, rest of the amount he planned to borrow from a finance company. VSSM’s loan and another one from a private finance company helped him buy an auto-rickshaw worth Rs. 2.65 lacs. 

“Will you be able to pay instalments to both these loans, the amount comes to around Rs. 10,000?” we had inquired.

“I will not go home until I earn Rs. 1000 daily!” Ramesh had assured.

Ramesh remained true to his words. The CNG and maintenance cost his Rs. 300 daily and with the remaining Rs. 700 he would manage his household expenses and loan payments.

Ramesh is a wise man. He is the sole bread earner in the family with the responsibility of 5 people including his parents. He had also got himself a LIC policy.

“I am in a hurry to finish this loan, I plan to buy another rickshaw and give it on rent. My elder brother works are daily wager, I want to get him into some more rewarding occupation. Labour can never match up to the independent business.” Ramesh shared about his plans.

Ramesh has embarked upon accomplishing his dreams. At the end of our talk, he says, “I want to be very happy and start donating to VSSM!”

May God help him fulfil his dreams.

Ramesh had specially come to see me when I was in Palanpur recently. He assured to soon open a separate savings account with the bank.

And I am happy that one more family settles down in life. Always grateful for the support we receive from our well-wishers and friends who have helped settle thousands of such families.

Ramesh requested for a picture with the riskshaw…
હીરા ઘસવાનું કામ કરતા રમેશે પોતાની રીક્ષા લેવાનું વિચાર્યું.
પણ પાસે એક રૃપિયોય નહીં. કમાવવાની ઘગશ ઘણી પણ વગર પૈઈએ ધંધો કેવી રીતે કરવો?
રમેશે રીક્ષા લેવાની વાત અમારી સામે કરી અને એ માટે ડાઉનપેમેન્ટ ભરવા ચાલીસ હજારની લોન માંગી.
બાકીની વ્યવસ્થા હું ફાઈનાન્સમાંથી કરીશ. એવું એણે એ વખતે કહેલું.
અમે VSSMમાંથી ચાલીસ હજારની લોન આપી. બાકીની વ્યવસ્થા ફાઈનાન્સમાંથી એણે કરી અને બે લાખ પાંસઠ હજારની રીક્ષા લીધી.
સંસ્થાની તેમજ ફાઈનાન્સની બેય લોનનો હપ્તો દસ હજાર આવે. આટલા ભરાશે એવું એ વખતે એને પૂછેલું,
ત્યારે રમેશે કહેલું, જ્યાં સુધી દિવસના હજાર નહીં કમાવું ત્યાં સુધી ઘેર નહીં જવું.
રમેશે બોલેલું પાળ્યું. ત્રણસો રૃપિયાનો ગેસ અને મેઈન્ટેન્સ કાઢતા સાતસો બચે એમાંથી લોનના હપ્તા અને ઘર ચાલે.
પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિ રમેશ એ સિવાય મા- બાપ સાથે પાંચ જણાની જવાબદારી.
ઉંમર બહુ મોટી નહીં પણ સમજણ ઘણી.એટલે બચત માટે એલઆઈસીની પોલીસી પણ લીધી.
રમેશ કહે છે, 'લોન ઝટ પતે પછી બીજી રીક્ષા લાવવી છે એને ભાડે આપીશ. મોટોભાઈ છે એ છૂટક મજૂરી કરે છે એનેય ધંધે વળગાળવો છે. સ્વતંત્ર ધંધાને મજૂરી પહોંચી શકે નહીં માટે'

સ્વપ્નો જોવાનું રમેશે શરૃ કર્યું છે.
એની સાથે વાત પૂર્ણ કરી રહી ત્યાં એણે કહ્યું,
'બેન સુખી થવું છે અને સંસ્થામાં ડોનર બનવું છે'

ઈશ્વર એની આ તમન્ના પૂર્ણ કરે તેવી પ્રાર્થના...
હું પાલનપુર ગઈ ત્યારે એ ખાસ મળવા આવ્યો અને દર મહિને બચતનું એક જુદુ ખાતુ ખોલાવવાનું એણે વચન આપ્યું.

ચાલો એક પરિવાર યોગ્ય રીતે થાળે પડ્યાનો આનંદ
અને આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજન કે જેમણે આવા પરિવારોને લોન માટે મદદ કરી તેમનો આભાર...
એણે પોતાની રીક્ષા સાથે ફોટો પડાવવા કહ્યું જે તમેય જોઈ શકો છો...
#nomadic #denotified #વિચરતા #વિમુક્ત
#gujarat #banaskantha #palanpur
#ગુજરાત #બનાસકાંઠા #vssm #livelihoood #successstory #nomadicofindia #denotifiedofindia

No comments:

Post a Comment