Karshanbhai Mir at the settlemet… |
Karshanbhai’s wife developed some major illness and to pay the medical expenses he needed immediate funds. It was this medical emergency that required Karshanbhai Mir to borrow money from a local moneylender. Unaware of the interest such private money lenders charge he took the loan, it was only once he began paying the installments he realized the tricky situation he had stepped into.
VSSM’s Naran recommended a loan of Rs. 50,000 for Karshanbhai. I chanced to meet him during one of my field trip to Diyodar. Dressed in a shabby dhoti, an old previously owned coat that he must have bought from the sidewalk seller and tethered head gear that he always wears, Karshanbhai came across as a very dignified person.
“So what if you can’t repay the loan amount? What if you approach the private money lender again” I inquired.
“Ben, only an insane person can repeat such mistake, I can’t understand why I did not reach-out for you earlier. Yes we do not remember date, day and months but we are committed to return each penny we borrow from you,” he replied.
This is how our nomadic families work, you have to set the calendar in terms of days..1 day, 10 days, 30 days… and they shall never miss on that….
There honesty and love is enough to keep us going…….
In the picture – Karshanbhai at the settlement…
કરશનભાઈ #મીર મેલું ઘેલું ધોતિયું, જુનામાંથી ખરીદેલો કોટ અને માથે સફેદ આમ તો સફેદેયના કહેવાય ધૂળમાં રખડી રખડીને ગધેણ પડી ગયેલું ફાળિયું હેંમેશાં બાંધેલું રાખે. એમની પત્નીને બિમારી લાગુ પડી.
દવામાં ખુબ ખર્ચ થઈ ગ્યો. વ્યાજવા પૈસા ક્યાંકથી કોઈએ અપાવ્યા. પણ વ્યાજની ગણતરી ના આવડી. પછી ખબર પડી કે આમાં તો માથાના વાળેય જતા રે ને તોય બારા ના નીકળાય.
અમારા કાર્યકર નારણે કરશનભાઈની 50,000ની વગર વ્યાજની લોન #vssm માંથી કરવા ભલામણ કરી. હું દિયોદર ગઈ ત્યારે કરશનભાઈ ખાસ મળવા આવ્યા. મે કહ્યું,
‘પચાસ આપીએ અને પછી નહીં ભરાય તો? ફરી જરૃર પડે અને કોઈ પાહે વ્યાજવા લઈ આવશો તો?’ એમણે હસતાં હસતાં કહ્યું, ‘બેન મતી મારી ગઈ હોય એ બીજા કને જાય. મારી ઘરવાળીની બિમારીમાં તમે ચમ યાદ ના આયા? હવ તો કોય પણ થાય ન તો હડીકાઢી ન તમાર કને આયેં અન હા મારામાં વિસવા રાખજો નારણભઈ કે ઈમ મહિનો, વાર, તારીખ નઈ હમજાતી અમન પણ તમારા પૈસા દૂધે ધોઈન આલી દઈશ.’
અદભૂત અમારો સંઘ... જેને સાચે સમય, તારીખ અને વાર સાથે કાંઈ લેવા દેવા નથી.. 1લી તારીખ થઈ જી ઓય કુન ખબર પડ. ચેટલા દાડા પસી પૈસા ભરવાના ઈ કો અને અમે કહીએ. પાંચ દાડા, દસ દાડા..
મજાના છે લોકો એકદમ નિખાલસ અને પ્રેમાળ પણ...
વસાહતમાં મળવા આવેલા કરશનભાઈ
#Meer #NomadicTribes #MittalPatel