Baluben bavri with her business |
Baluben and her family comprising of husband Sanjaybhai and two small children aged 4 and 2 years stay in Bavri settlement of Ahmedabad’s Ramdevnagar area. The couple earn their living by selling toys, clothes and other everyday items opposite the Ramdevnagar Police station. On recommendation of our team member Madhuben VSSM has extended Baluben a loan of Rs. 30,000. Before VSSM’s support Baluben borrowed money from private money lenders at 10% interest rate. But the support from VSSM has helped her stop dependence on private money lenders who lynch away all earnings with such high interest rates.
With her current earnings Baluben is now able to make a monthly saving of Rs.1500 to 2000.
A recent medical emergency in her family disrupted Baluben’s loan repayment schedule as the medical bills were very high but she remained assured that this was not going to increase the repayment amount as VSSM’s loans are interest free. “If I did not have VSSM by my side I would have needed to go for private loan and wind up my business,” confessed Baluben.
બાલુબેન અને સંજયભાઈ કટલરીનો સામાન વેચતા |
બાલુબેન સંજયભાઈ ભાટી અમદાવાદના રામદેવનગરની બાવરી વસાહતમાં તેમના પતિ અને તેમના બાળકો સાથે રહે છે. તેમને ૪ વર્ષનો દીકરો અને ૨ વર્ષની દીકરી છે. બાલુબેન અને તેમના પતિ સંજયભાઈ સાથે મળીને રામદેવનગર પોલીસ ચોકીની સામે નીચે પથારો કરીને કટલરીનો માલ વેચે છે. મધુબેન દ્વારા બાલુબેનને vssmમાંથી ૩૦,૦૦૦ રૂપિયાની લોન મળે તેની મદદ થઇ. vssm માંથી લોન લીધા પેહલા તેઓ ૧૦% ના વ્યાજે રૂપિયા લઈને પોતાનો ધંધો કરતા હતા.
અને હવે જ્યારે એમણે vssm માંથી લોન લીધી છે ત્યારે બાલુબેન નફો પણ સારો મેળવે છે અને મહીને ૧૫૦૦ થી ૨૦૦૦ની બચત પણ કરી શકે છે.
બાલુબેનનો દીકરો બીમાર પડ્યો હોવાથી તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.હોસ્પિટલનો ખર્ચો ઘણો હોવાથી તેમને લોનના હપ્તા ભરવામાં થોડી મુશ્કેલી થતી હતી અને ઘણી વાર હપ્તા ભરવામાં મોડુ પણ થતું હતું. પરંતુ તેઓ કહે છે કે જો મને vssm માંથી લોન ન મળી હોત તો વ્યાજે પૈસા લઈને મારા દીકરાની બીમારીનો ઈલાજ કરવો પડ્યો હોત અને એટલો ખર્ચો થયો હોત કે મારે ધંધો બંધ કરવો પડ્યો હોત. આ બધું ફક્ત vssm ના લીધે સરળ બની શક્યું. ફોટોમાં બાલુબેન અને તેમના પતિ સંજયભાઈ ટોપી અને અન્ય વેચાણનાં સામાન સાથે.
Support from VSSM gives Rajubhai the courage to leave his ill paying job and begin his own venture….
Rajubhai Devipujak worked with a private firm but the salary he earned from his job wasn't enough to support even his small family. He had secretly desired to begin his own small venture but that required funds which he had none. When he learnt about his father doing well after the support from VSSM he too expressed his desire to do something similar. His father made the required recommendation to VSSM’s Ishwarbhai and VSSM extended a loan of Rs. 20,000. With the loan Rajubhai has initiated his business of retailing onions and potatoes. He buys the goods from wholesale market thus taking advantage of low prices. He now earns 350-400 daily and regularly pays of his instalments and saves some amount as well. The future sure looks bright as he plans to extend his business.
VSSM ની મદદથી નોકરી છોડી દેવીપુજક રાજુભાઈએ શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો. રાજુભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં હતા. પગાર ખુબજ ઓછો અને સ્વતંત્ર વિભક્ત પરિવારની જવાબદારી. તેઓને ધંધો કરી કમાવવાની મહેચ્છા ઘણી પણ મૂડી વગર તે મરી જતી. વળી આર્થિક સંકડામણમાંથી પરિવારને ઉગારી સહજ રીતે પરિવારને સુખી જોવાની મનમાં ઈચ્છા હતી. VSSM ની લોનથી પોતાના પિતા શાકભાજી લાવી ઘણી કમાણી કરતા થયા તે રાજુભાઈએ જાણ્યું.
ત્યારબાદ પિતાની ભલામણથી VSSM ના કાર્યકર ઈશ્વરે રૂપિયા વીસ હજારની લોન રાજુભાઈને અપાવી. આ મૂડીથી તેઓએ હોલસેલમાં ડુંગળી બટાકા લાવી વેચવા માંડ્યા. ધંધો ખુબ સારો ચાલવા માંડ્યો.તેઓ દર મહીને ૩૫૦ થી ૪૦૦ રૂપિયા કમાતા થયા. લોનનો દર મહિનાનો હપ્તો નિયમિત રીતે ચુકવવા લાગ્યા. તેઓ આજે બચતો કરતાં થયા છે. ધંધાને વિસ્તારવાની યોજના બનાવવા લાગ્યા છે.
No comments:
Post a Comment