Wednesday, 30 November 2016

VSSM’s support enables Malabhai Devipujak remain free from private debt and mortgage

Malabhai Devipujak marvadi and his family
with nis new business products
Malabhai Devipujak marvadi and his family stay in Keshvaninagar area in Ahmedabad’s Vasana suburb. Malabhai earned his living by selling Ayurvedic medicines, but his profits began to dwindle with the ever increasing prices of these medicines. The business was no longer profitable to him requiring him to contemplate a change in the products he sold. VSSM’s Ilaben recommended for a loan to Malabhai. With the Rs. 20,000 support that the organisation provided him, Malabhai began selling imitation jewellery, cosmetics and likes. The business now enables him earn Rs. 250-300 daily, he saves Rs. 50 every day  as a working capital that will help him replenish the sold items. 

Such items are in demand all the time and hence the sales remain brisk, his wife also sets up a small makeshift stall in front of the house everyday. If VSSM’s had not come to the rescue the couple would have required to put their gold as mortgage.   Malabhai’s daughter works as cook in surrounding houses and his son studies at VSSM operated hostel. 

“Life has become a bit less stressful because of the support provided to us by VSSM!!” says Malabhai. 

માલાભાઈ દેવીપુજક મારવાડી અમદાવાદના વાસણા વિસ્તારના કેશવાણીનગરમાં રહે છે. તે તેમના પત્ની અને બે બાળકો સાથે રહે છે. તે પેહલા આયુર્વેદિક દવાઓ વેચવાનો ધંધો કરતા હતા પણ આયુર્વેદિક દવાઓ મોંઘી આવે તો તેમને જોઈએ એટલો નફો મળતો ન હતો. તેથી તેમને તે ધંધો બંધ કરી દીધો અને પછી vssm માં લોન માટે અરજી કરી.કાર્યકેર ઇલાબેન ધ્વારા તેમને ૨૦,૦૦૦ની લોન આપી. તે કટલરીનો ધંધો કરે છે તેમાં થી તેઓ રોજ ના ૨૫૦ થી ૩૦૦ રૂપિયા કમાતા થયા છે . તેઓ રોજ ની ૫૦ રૂપિયાની બચત તેઓ ના ગલ્લા માં કરે છે જેથી તેઓ ફરી માલ લાવ કામ લાગે.આ લોને ની સહાય થી તેઓ ધર ખર્ચ પણ આસાની થી કરી સકે છે .અને ઘણી વાર તેમના પત્ની ઘરની બહાર ખાટલામાં કટલરી વેચે છે. માલાભાઈની દીકરી રસોડાનાં કામ કરે છે અને દીકરો vssm ધ્વારા ડોળીયામાં ચાલતી હોસ્ટેલમાં અભ્યાસ કરે છે. જો તેમને લોન ન મળી હોત તો તે તેમના દાગીના ઘીરવે મુકીને કટલરી નો ધંધો ચાલુ કરવાના હતા. પણ vssm એ મદદ કરી અને તેમને કટલરીનો ધંધો ચાલુ કર્યો. માલાભાઈ કહે છે કે આ બધું મિત્તલબેન અને તેમની સંસ્થા vssm ના લીધે સરળ બન્યું.

Friday, 18 November 2016

VSSM’s support helps Baluben bhati remain afloat even during medical emergency…


Baluben bavri with her business 
Baluben and her family comprising of husband Sanjaybhai and two small children aged 4 and 2 years stay in Bavri settlement of Ahmedabad’s Ramdevnagar area.  The couple earn their living by selling toys, clothes and other everyday items opposite the Ramdevnagar Police station. On recommendation of our team member Madhuben VSSM has extended Baluben a loan of Rs. 30,000. Before VSSM’s support Baluben borrowed money from private money lenders at 10% interest rate. But the support from VSSM has helped her stop dependence on private money lenders who lynch away all earnings with such high interest rates. 

With her current earnings Baluben is now able to make a monthly saving of Rs.1500 to 2000. 

A recent medical emergency in her family disrupted Baluben’s loan repayment schedule as the medical bills were very high but she remained assured that this was not going to increase the repayment amount as VSSM’s loans are interest free. “If I did not have VSSM by my side I would have needed to go for private loan and wind up my business,” confessed Baluben.

બાલુબેન અને સંજયભાઈ કટલરીનો સામાન વેચતા 
     બાલુબેન સંજયભાઈ ભાટી અમદાવાદના રામદેવનગરની બાવરી વસાહતમાં તેમના પતિ અને તેમના બાળકો સાથે રહે છે. તેમને ૪ વર્ષનો દીકરો અને ૨ વર્ષની દીકરી છે. બાલુબેન અને તેમના પતિ સંજયભાઈ સાથે મળીને રામદેવનગર પોલીસ ચોકીની સામે નીચે પથારો કરીને કટલરીનો માલ વેચે છે. મધુબેન દ્વારા બાલુબેનને vssmમાંથી ૩૦,૦૦૦ રૂપિયાની લોન મળે તેની મદદ થઇ. vssm માંથી લોન લીધા પેહલા તેઓ ૧૦% ના વ્યાજે રૂપિયા લઈને પોતાનો ધંધો કરતા હતા. 

   અને હવે જ્યારે એમણે vssm માંથી લોન લીધી છે ત્યારે બાલુબેન નફો પણ સારો મેળવે છે અને મહીને ૧૫૦૦ થી ૨૦૦૦ની બચત પણ કરી શકે છે.

   બાલુબેનનો દીકરો બીમાર પડ્યો હોવાથી તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.હોસ્પિટલનો ખર્ચો ઘણો હોવાથી તેમને લોનના હપ્તા ભરવામાં થોડી મુશ્કેલી થતી હતી અને ઘણી વાર હપ્તા ભરવામાં મોડુ પણ થતું હતું. પરંતુ તેઓ કહે છે કે જો મને vssm માંથી લોન ન મળી હોત તો વ્યાજે પૈસા લઈને મારા દીકરાની બીમારીનો ઈલાજ કરવો પડ્યો હોત અને એટલો ખર્ચો થયો હોત કે મારે ધંધો બંધ કરવો પડ્યો હોત. આ બધું ફક્ત vssm ના લીધે સરળ બની શક્યું. ફોટોમાં બાલુબેન અને તેમના પતિ સંજયભાઈ ટોપી અને અન્ય વેચાણનાં સામાન સાથે.

Support from VSSM gives Rajubhai the courage to leave his ill paying job and begin his own venture….  

Rajubhai Devipujak worked with a private firm but the salary he earned from his job wasn't enough to support even his small family. He had secretly desired to begin his own small venture but that required funds which he had none. When he learnt about his father doing well after the support from VSSM he too expressed his desire to do something similar. His father made the required recommendation to VSSM’s Ishwarbhai and VSSM extended a loan of Rs. 20,000. With the loan Rajubhai has initiated his business of retailing onions and potatoes. He buys the goods from wholesale market thus taking advantage of low prices. He now earns 350-400 daily and regularly pays of his instalments and saves some amount as well. The future sure looks bright as he plans to extend his business. 
  
   VSSM ની મદદથી નોકરી છોડી દેવીપુજક રાજુભાઈએ શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો. રાજુભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતાં હતા. પગાર ખુબજ ઓછો અને સ્વતંત્ર વિભક્ત પરિવારની જવાબદારી. તેઓને ધંધો કરી કમાવવાની મહેચ્છા ઘણી પણ મૂડી વગર તે મરી જતી. વળી આર્થિક સંકડામણમાંથી પરિવારને ઉગારી સહજ રીતે પરિવારને સુખી જોવાની મનમાં ઈચ્છા હતી. VSSM ની લોનથી પોતાના પિતા શાકભાજી લાવી ઘણી કમાણી કરતા થયા તે રાજુભાઈએ જાણ્યું. 

    ત્યારબાદ પિતાની ભલામણથી VSSM ના કાર્યકર ઈશ્વરે રૂપિયા વીસ હજારની લોન રાજુભાઈને અપાવી. આ મૂડીથી તેઓએ હોલસેલમાં ડુંગળી બટાકા લાવી વેચવા માંડ્યા. ધંધો ખુબ સારો ચાલવા માંડ્યો.તેઓ દર મહીને ૩૫૦ થી ૪૦૦ રૂપિયા કમાતા થયા. લોનનો દર મહિનાનો હપ્તો નિયમિત રીતે ચુકવવા લાગ્યા. તેઓ આજે બચતો કરતાં થયા છે. ધંધાને વિસ્તારવાની યોજના બનાવવા લાગ્યા છે.

Wednesday, 16 November 2016

VSSM’s support to Bhupatbhai Vansfoda has helped him avoid falling into trap of private money lenders..

Bhupatbhai Vansfoda's daughter and son in law
The 8 Vansfoda families have been living in Morbi’s Beri village for the last 20 years and yet they lacked any identity proofs. No ration card, no Voter ID cards, no Adhar Card nothing at all.  In 2013 VSSM’s Kanubhai came across these families and got to know about their status. He briefed the families with the activities of VSSM and the prerequisite to send the children to school before VSSM begins to support any of the nomadic families. Hence Bhupatbhai decided to send his two children to Doliya Hostel while other families also planned to send their kids to other VSSM operated hostels. VSSM helped these families receive Ration cards, Voter ID cards, Election Cards etc. Two of these families were provided loans that they managed to repay on schedule. Bhupatbhai was aware of this support hence he approached VSSM with a request to provide a loan of Rs. 30,000 to help him meet the expense of his daughter’s wedding. These are not the reasons for which VSSM provides support but if we did not lend the money there is always fear of such families falling into the debt-traps of private money lenders. Hence, VSSM did extend the support and money helped him marry off his daughter with peace and remain stress free at the same time!! He was so humble that he thanked VSSM for its support during the marriage ceremony while his entire community was present…
                                                                                          
ભુપતભાઈ વાંસફોડાની દીકરીના લગ્નની તસવીર 
ભુપતભાઈ હરિભાઈ વાંસફોડા છેલ્લા ૨૦ વર્ષથી વાંસફોડા સમાજના ૮ પરિવારો મોરબી તાલુકાના બેડી ગામમાં વસવાટ કરે છે. તે પરિવારો પાસે પોતાની ઓળખરૂપે કોઈ જ પ્રકારનો પુરાવો ન હતો, ના રેશનકાર્ડ, ના આધારકાર્ડ અલબત્ત ચૂંટણી કાર્ડ પણ નહિ. ૨૦૧૩માં આપણા કાર્યકર કનુભાઈની આ પરિવારો સાથે મુલાકાત થઇ અને તેમની પાસે કોઈ જ પ્રકારના પુરાવા નથી તેવી ખબર પડી. ઉપરાંત એ પણ જાણવા મળ્યું કે તેમના બાળકો કોઈ શાળામાં ભણવા પણ નથી જતા. કનુભાઈ એ આપણી સંસ્થા VSSMની કામગીરી આ પરિવારોને જણાવી અને કહ્યું કે તમે તમારા બાળકોને શાળાએ મોકલશો તો અમે તમને તમારા ઓળખના પુરાવા લાવવામાં મદદ કરીશું. ભુપતભાઈના બે દીકરાઓ આપણી ડોલિયા હોસ્ટેલમાં ભણે છે અને બીજા પરિવારો પણ તેમના બાળકોને આપણી સંસ્થા દ્વારા ચાલતી હોસ્ટેલમાં મુકવાનું વિચારે છે. VSSMનાં પ્રયત્નોથી આ ૮ પરિવારોને રેશનકાર્ડ, આધારકાર્ડ તથા ઈલેક્શનકાર્ડ મળ્યા. આ પહેલા આપણે ૨ પરિવારોને વગર વ્યાજે લોન આપી હતી જે તેઓએ સમયસર ભરપાઈ કરી. આ લોન વિશે ભૂપતભાઈ જાણ હતી તેથી તેમની દીકરીના લગ્ન માટે તેમણે ૩૦,૦૦૦ રૂપિયાની લોનની માંગણી કરી. પોતે મજુરી કરે એટલે લગ્નનો ખર્ચો થઇ શકે તેમ ન હતો.જો તેઓ ને મદદ ના મળી હોત તો તેઓ ને વ્યાજે પૈસા લાવવા પડત અને વ્યાજનું ચક્કર તેમને પોતે આર્થિક રીતે ક્યારેય પગભર ના થવા દેત. આ વાત ભૂપતભાઈના જીવનમાં એટલી બધી મહત્વની હતી કે તેમણે દીકરીના લગ્નમાં આખા સમાજ વચ્ચે VSSMનો આભાર વ્યક્ત કર્યો.

VSSM helps Shardaben supplement her income..


Shardaben Bajaniya with her new business
- the Swavlamban initiative
Shardaben Amrutbhai Bajaniyaa (loan #693) is a resident of Ahmedabad’s Vatva suburb. She stays with her family in Dolivav Settlement along with her son and daughter-in-law. The family earns living working as manual labour. Shardaben works as household help in nearby houses but the income wasn't enough to help her sail through the month. Shardaben learnt about VSSM’s 'Swavlamban' initiative through our team member Madhuben. Surviving with such limited income was becoming taxing for Shardaben hence she applied for a loan of Rs. 30,000. With the amount she has ventured into selling daily need items. Whenever there is a fete around her house she sets up her stall and makes brisk sales. At the same time she continues to work as house-hold help. This was her new venture has helped her supplement her income and make some monthly savings as well.


Present living condition of Shardaben Bajaniya 
બજાણીયા શારદાબેન અમૃતભાઈ (મધુબેન) (લોન નં. ૬૯૩)
   અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા શારદાબેન અમૃતભાઈ બજાણિયા દોલીવાવ વસાહતમાં તેમના પુત્ર અને વહુ સાથે રહે છે. પહેલા તેઓ બીજાના ઘરના કામ કરીને તેમનું ઘર ચલાવતા હતા. બીજાના ઘરના કામ કરીને પોતાના ઘરનું પૂરું પડે એટલા પૂરતા રૂપિયા મળતા ન હતા. તેમને ખબર પડી કે VSSM નામની સંસ્થા વગર વ્યાજની લોન આપે છે તો તેમ આપણા કાર્યકર મધુબેનને વાત કરી અને મધુબેન ધ્વારા શારદાબેનને VSSMમાંથી ૩૦,૦૦૦ રૂપિયાની લોન ધંધો કરવા માટે આપવામાં આવી. શારદાબેને કટલરીનો ધંધો ચાલુ કર્યો. શહેરમાં મેળો હોય ત્યારે તે પોતાનું પાથરણું લઈને જાય. મેળાઓમાં તે હવે સારી કમાણી કરી રહ્યા છે. કટલરીના ધંધાની સાથે સાથે તે બીજાના ઘરના કામ પણ કરે છે. તેમનું ઘર હવે વધારે સારી રીતે ચાલે છે અને તે દર મહીને માસિક બચત ખાતા માં ૨૦૦ રૂપિયાની બચત પણ કરે છે. VSSMની વગર વ્યાજની લોનનો હપ્તો પણ નિયમિત ભરે છે. એક તણખલું ય જીવનમાં કેટલું બધું ઉપયોગી થઇ નીવડે છે નઈ? હવે મધુબેનને શારદાબેન જ્યારે પણ મળે ત્યારે તેમની વાતોમાં VSSM અને મિત્તલબેન પ્રત્યે કૃતજ્ઞતા છલકાયા વગર રહેતી નથી.