Friday, 5 February 2016

Thankyou VSSM for standing besides us……..

Sitaben selling her plasticware…..
6 Vadee families practicing their traditional occupation of basketry reside in the village of Uun. The occupation isn’t rewarding enough to help  sustain themselves. One of the members Sitaben widowed long back. Her elder son stayed along with his family while her younger son still studies in 5th grade. With the elder son walking out on his mother the responsibly of running the household was solely Sitaben’s. She went in search of work every morning but finding work as manual labour wasn’t necessary. The income of a daily wage earning manual labourers isn’t enough to sustain self and children. Sitaben found it extremely difficult to make ends meet. Under such circumstances VSSM offered a Rs. 20,000 interest free loan to her. The loan has helped Sitaben start her business of selling household plasticware. She has procured the material at wholesale rate and travels  from village to village to sell them. 

Sitaben travels 29 kms. to pay her monthly instalment,  such is her dedication that  whenever  coms to VSSM’s Naranbhai’s home to deposit her instalment she brings along her plasticware so that it can be sold in the society where Naranbhai lives. Sitaben manages to earn Rs. 300 to 400 daily…..

VSSMનું ભલું થાજો જે અમારી વ્હારે ઉભી છે...

ઊંણ ગામમાં ૬ વાદી પરિવારો રહે છે. આ પરિવારોનો વંશ પરંપરાત વ્યવસાય વાસમાંથી ટોપલા બનાવવાનો પરંતુ હવે આ વ્યવસાયમાં તેમનું ગુજરાન ચાલતું નથી. વસાહતમાં જ રહેતા સીતાબેન દેવાભાઈ વાદી આમ પણ વિધવા હતા અને તેમાં તેમનો મોટો દીકરો લગ્ન બાદ પરિવારથી અલગ થઇ ગયો. નાનો દીકરો હજુ ધોરણ ૫માં અભ્યાસ કરે તેથી ઘરના ગુજરાનની સમગ્ર જવાબદારી હાલ સીતાબેન પર છે. સીતાબેન આસપાસના વિસ્તારમાં છુટક મજૂરી કરીને પોતાનું અને નાના દીકરાનું માંડમાંડ ગુજરાન ચલાવે છે પણ પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ રોજ તેમને ચોક્કસ મજૂરી મળે તેવું નથી હોતું. આવી અવઢવ વચ્ચે તેમણે VSSM પાસેથી રૂ. ૨૦,૦૦૦/-ની વગર વ્યાજની લોન લીધી અને પ્લાસ્ટીકની સાધન સામગ્રી જથ્થાબંધ ભાવે ખરીદી લાવી તેની છૂટકમાં ફેરી કરવાનું શરૂ કર્યું.

એટલું જ નહિ પોતાના ગામથી ૨૯ કિમી દૂર દિયોદર લોનના હપ્તાની રકમ VSSM કાર્યકર નારણભાઈ રાવળને આપવા તેમની સોસાયટીમાં આવે ત્યારે તેઓ સાથે સાથે સોસાયટીની બહેનોને પોતાનો માલ પણ વેચતા જાય.. તેમની આવી વ્યવહારિક બુદ્ધિ અને નિષ્ઠાને જેટલી સલામ આપીએ એટલી ઓછી છે. હાલ તેઓ આ નવા વ્યવસાયમાંથી દૈનિક રૂ. ૩૦૦/- થી રૂ. ૪૦૦/-ની આવક મેળવે છે.
ફોટામાં સીતાબેન પ્લાસ્ટીકના ટબ વેચતા જોઈ શકાય છે... 

No comments:

Post a Comment