Karsanbhai Raval with their round possession, their cow... |
Mangabhia Raval had no money so to marry his young son Karsanbhai he was need to take a loan of Rs. 15,000 from a farmer. In return Karsanbhai became a bonded farm labourer with the farmer. Karsanbhai Raval stays and works on a farm in Vadgaum’s Thur village. The entire family worked on the farm and received their share of income by the end of the annual seasons but the money was never enough to pay of a mere Rs 15,00o loan. Hence the family took another loan to free Karsanbhai, this time from another private money lender, within a year Karsanbhai repaid this loan by working as a manual labourer. Karsanbhai is debt free but the money is never enough to sustain the family.
Karsanbhai always wanted to own a cow and sell the milk but, he never had funds to accomplish his desire. Karsanbhai’s nephew Paresh is a VSSM team member so Karsanbhai was aware of the ‘Swavalamban’ initiative by VSSM. He requested for a loan of Rs. 45,000 under the program because that was the amount required to buy a cow. Paresh said Rs, 45,000 won’t be possible but he can apply for Rs. 30,000 loan the remaining amount he would have to manage. Farsanbhai managed Rs 15,000 from his family members and bought a cow.
Karsanbhai has begun earning by selling the milk, even his children get to drink milk now. He is happy with the increased income. “I am glad the organisation stood by us, our living conditions are improving gradually, I will be taking another loan once I pay back this amount and buy another cow. We can’t thank VSSM enough for holding hand of poor people like us,” expressed Karsanbhai.
Such expressions makes the entire effort worthwhile, hope VSSM is able to spread light in the lives of thousands of poor and marginalised nomadic families.
vssmમાંથી લોન લઈને રાવળ પરિવારે પશુપાલનનું કામ શરુ કર્યું.
વડગામ તાલુકાના થુર ગામમાં રહેતા કરશનભાઈ રાવળ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. પિતા મંગાભાઈએ કરશનભાઈના લગ્ન કરાવવા માટે એક ખેડૂત પાસેથી રૂ. ૧૫,૦૦૦/-ની લોન લીધેલી અને તેના બદલે કરશનભાઈને તેના ખેતરમાં ભાગિયા તરીકે રાખેલા. લગભગ ૬ થી ૭ વર્ષ ભાગિયાતરીકે કામ કરવા છતાં લોનની રકમ ભરપાઈ ના થવાથી કરશનભાઈના પરિવારે બહારથી રૂ. ૧૫,૦૦૦/- વ્યાજે લાવી ખેડૂતને ત્યાંથી કરશનભાઈને મુક્ત કરાવ્યા અને છૂટક મજૂરી કરી ધીમે ધીમે ૧ વર્ષમાં વ્યાજે લીધેલી રકમ મુદ્દલ સાથે ભરપાઈ કરી દીધી. કરશનભાઈ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે પણ મજૂરીમાં બે પાંદળે ક્યારે થવાય? ક્યારેક વિચારેય આવતો કે ઘરમાં એક ગાય હોય તો દૂધ વેચીને પણ થોડી આવક ઉભી કરી શકાય. પણ ગાય ખરીદવા માટે મૂડી કેવી રીતે કાઢવી તે સમજાય નહીં.
ભત્રીજો પરેશ VSSMમાં કામ કરે અને vssm વંચિત લોકોને સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપે તેવો કરશનભાઈને ખ્યાલ હતો તેથી પરેશને vssmમાંથી લોન આપવા કહ્યું. એક ગાય ખરીદવા રૂ. ૪૫,૦૦૦/- જેટલી મૂડી જોઈએ. તેથી પરેશે કરશનભાઈને કહ્યું, “રૂ. ૪૫,૦૦૦ પૂરેપૂરા તો ન આપી શકીએ પણ રૂ. ૩૦,૦૦૦/-ની લોન માટે હું vssmમાં અરજી કરું પણ બાકીની વ્યવસ્થા તમારે કરવાની થાય. એમના પરિવારના સૌએ રૂ.૧૫,૦૦૦ ઉછીના આપ્યા અને vssmમાંથી લોન લઈને તેઓ ગાય લાવ્યા.
ગાય લાવ્યા પછી કરસનભાઈના બાળકો પણ દૂધ પીતા થયા સાથે સાથે દૂધ વેચીને કરસનભાઈ કમાણી પણ કરવા માંડ્યા છે. કરશનભાઈ પોતાના વ્યવસાયથી ખુબ રાજી છે તેઓ કહે છે, “સંસ્થા (vssm) ની મદદથી આજે અમારી સ્થિતિ બદલાઈ રહી છે. માથેથી દેવું ઉતારીને ફરી લોન લઈને બીજી ગાય લાવવી છે. અમારા જેવા ગરીબ માણસોનો આધાર સંસ્થા બની છે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે'
કરશનભાઈના આ શબ્દો સાંભળી સંસ્થાગત રીતે આપણે કરેલા કામો લેખે લાગ્યાનો અહેસાસ થાય છે. વધુને વધુ વંચિત વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરવામાં vssm નિમિત્ત બને એવી પ્રાર્થના સાથે...
ફોટામાં કરશનભાઈ તેમને ખરીદેલી ગાય સાથે જોઈ શકાય છે.
No comments:
Post a Comment