Tuesday, 16 February 2016

VSSM enables 344 families receive livelihood loans from Kalupur Commercial Cooperative Bank..

The officials of the bank and the
community members come to the
VSSM office and finish the required
paperwork after which they
go to the settlements 
VSSM has been extending interest free loans with the purpose of  to individuals from nomadic communities however since the demand for these loans is much higher and beyond our reach, we had request The Kalupur Commercial Cooperative Bank to help us with the program. The bank agreed to extend loans at nominal interest. One should note that these individuals do not have any documents that are normally required to process the loans. Even the government officials refuse to grant them an entitlement document without these much needed proofs.. In such circumstance the office bearers of the bank agreed to our request and began extending loans with just a Voter ID card as a requirement. Respected Shri. Ambubhai Patel has highest concern for these families, he feels the families should not rely on private money lenders and fall in their debt traps.. He takes personal interest and remains abreast with the progress of the entire program and makes sure the families face no difficulty from the bank….

The entire staff of the bank is also extremely helpful, they visit the settlements  that  otherwise no one prefers to enter, and very empathetically try to explain and resolve the lending related questions the families face.  

Gradually the society has began showering warmth on the nomadic communities which comes as a great relief to us, with such institutes standing besides these extremely marginalised communities their challenges will surely subside..As the community members say, “ the society has began  accepting us, our times are changing…”

The officials of the bank and the community members come to the VSSM office and finish the required paperwork after which they go to the settlements  ( can be seen in the picture).

VSSM’s Ilaben Bajaniya and Madhuben Bajaniya are performing exceptional duty of linking the individuals interested in taking loan to the Kalupur Bank. The duo also ensure that  the relationship remains smooth. It is the dedication and efforts of this duo that has enabled us accomplish this task. 

So far the Kalupur Bank has supported 344 individuals start their independent small ventures…. 

vssmના પ્રયત્નથી કાલુપુર બેંક દ્વારા વિચરતી જાતિના ૩૪૪ પરિવારોને રોજગાર માટે લોન આપવામાં આવી..
વિચરતી અને વિમુક્ત જાતિઓને vssm દ્વારા સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે સંસ્થાગત રીતે થઇ રહેલા આ કામમાં કાલુપુર બેંક પણ જોડાઈ અને જ્યાં બેંકની શાખા હોય ત્યાં બેંક આ પરિવારોને લોન આપે એવી વ્યવસ્થા ગોઠવવાનું એમણે કર્યું. વ્યાજનો દર પ્રમાણમાં ઓછો અને આ બધામાં આ લોકોને મદદરૂપ થવાની ભાવના મોખરે.
વિચરતી જાતિઓમાંના જેમની પાસે પોતાની ઓળખના આધારો હતાં એમનેય લોન આપવામાં અન્ય આનાકાની કરે ત્યારે ફક્ત મતદારકાર્ડના આધારે પણ એમને લોન આપવાનું બેંકે કર્યું. બેંકના અગ્રણી આદરણીય અંબુભાઈ પટેલને તો આ સમુદાયના મહત્તમ લોકો નાના ના


ના વ્યવસાય સ્વતંત્ર રીતે કરતાં થાય કોઈને તગડા વ્યાજે પૈસા લાવવા ના પડે એ માટે ખુબ ચિંતા. અવાર નવાર બેંક તરફથી કોઈ મૂશ્કેલી નથી પડી રહી એ અંગે પૂછે અને આ આખા કાર્યક્રમનું પોતે જ ધ્યાન રાખે..
તો બેંકનો સ્ટાફ પણ એવો જ સરસ. vssmના કાર્યકરો કહે છે એમ, ‘આપણી કેટલીક વસાહતમાં તો પગ મુકવો પણ ના ગમે એવી સાંકળી ગલી, એક છાપરામાં ચાર કુટુંબ રહેતાં હોય અને બધું વેરવિખેર હોય ક્યાંક તો ગંદકી પણ ઘણીહોય છતાં બેંકના કર્મચારી આવે અને લોકો સાથે પ્રેમથી વાત કરે સમજાવે..’
વિચરતા પરિવારોને સમાજની હૂફ મળવા માંડી છે.. બેંક પણ હવે પડખે ઉભી છે. સમુદાયના લોકો કહે છે એમ, ‘અમારો ટેમ હવે બદલાવવા માંડ્યો છે. સમાજ અમને અપનાવતો થયો છે.’
vssm ઓફિસની નજીકના વિસ્તારમાં રહેતાં પરિવારોના ફોર્મ ભરવા અને દસ્તાવેજોની ચકાસણી કરવા માટે બેંકના કર્મચારી vssm ઓફિસમાં આવે અને ત્યાં જ બેસીને કામ કરે છે અને પછી કાર્યકરો સાથે વસાહતોમાં મુલાકાત માટે જાય. (ફોટોમાં જોઈ શકાય છે)
vssmમાંથી ઇલાબહેન બજાણિયા અને મધુબહેન બજાણિયા અમદાવાદમાં રહેતાં અને લોન વાન્છુઓને બેંક સાથે જોડવાનું અને સાથે સાથે પરિવારો બચત કરે અને બેંક સાથે એમનો વ્યવહાર બરાબર રહે એ જોવાનું કરે... બંને બહેનોની લગન અને લાગણી અદભુત અને એટલે જ આ કામો થઇ રહ્યા છે. 
કાલુપુર બેંકમાંથી ૩૪૪ પરિવારોને નાના વ્યવસાય માટે લોન આપવામાં vssm નિમિત્ત બની છે..

Sunday, 7 February 2016

Karsanbhai Raval starts Animal Farming after procuring interest free loan from VSSM……

Karsanbhai Raval with their round possession,
their cow...
Mangabhia Raval had no money so to marry his young son Karsanbhai he was need to take a loan of Rs. 15,000 from a farmer. In return Karsanbhai became a bonded farm labourer with the farmer. Karsanbhai Raval stays and works on a farm  in Vadgaum’s  Thur village. The entire family worked on the farm and received their share of income by the end of the annual seasons but the money was never enough to pay of a mere  Rs 15,00o loan. Hence the family took another loan to free Karsanbhai, this time from another private money lender, within a year Karsanbhai repaid this loan by working as a manual labourer. Karsanbhai is debt free but the money is never enough to sustain the family. 

Karsanbhai always wanted to own a cow and sell the milk but, he never had funds to accomplish his desire. Karsanbhai’s nephew Paresh is a VSSM team member so Karsanbhai was aware of the ‘Swavalamban’ initiative by VSSM. He requested for a loan of Rs. 45,000 under the program because that was the amount required to buy a cow. Paresh said Rs, 45,000 won’t be possible but he can apply for Rs. 30,000 loan the remaining amount he would have to manage. Farsanbhai managed Rs 15,000 from his family members and bought a cow.

Karsanbhai has begun earning by selling the milk, even his children get to drink milk now. He is happy with the increased income. “I am glad the organisation stood by us, our living conditions are improving gradually, I will be taking another loan once I pay back this amount and buy another cow. We can’t thank VSSM enough for holding hand of poor people like us,” expressed Karsanbhai. 

Such expressions makes the entire effort worthwhile, hope VSSM is able to spread light in the lives of thousands of poor and marginalised nomadic families. 

vssmમાંથી લોન લઈને રાવળ પરિવારે પશુપાલનનું કામ શરુ કર્યું.

વડગામ તાલુકાના થુર ગામમાં રહેતા કરશનભાઈ રાવળ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા. પિતા મંગાભાઈએ કરશનભાઈના લગ્ન કરાવવા માટે એક ખેડૂત પાસેથી રૂ. ૧૫,૦૦૦/-ની લોન લીધેલી અને તેના બદલે કરશનભાઈને તેના ખેતરમાં ભાગિયા તરીકે રાખેલા. લગભગ ૬ થી ૭ વર્ષ ભાગિયાતરીકે કામ કરવા છતાં લોનની રકમ ભરપાઈ ના થવાથી કરશનભાઈના પરિવારે બહારથી રૂ. ૧૫,૦૦૦/- વ્યાજે લાવી ખેડૂતને ત્યાંથી કરશનભાઈને મુક્ત કરાવ્યા અને છૂટક મજૂરી કરી ધીમે ધીમે ૧ વર્ષમાં વ્યાજે લીધેલી રકમ મુદ્દલ સાથે ભરપાઈ કરી દીધી. કરશનભાઈ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે પણ મજૂરીમાં બે પાંદળે ક્યારે થવાય? ક્યારેક વિચારેય આવતો કે ઘરમાં એક ગાય હોય તો દૂધ વેચીને પણ થોડી આવક ઉભી કરી શકાય.  પણ ગાય ખરીદવા માટે મૂડી કેવી રીતે કાઢવી તે સમજાય નહીં.

ભત્રીજો પરેશ VSSMમાં કામ કરે અને vssm વંચિત લોકોને સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપે તેવો કરશનભાઈને ખ્યાલ હતો તેથી પરેશને vssmમાંથી લોન આપવા કહ્યું.  એક ગાય ખરીદવા રૂ. ૪૫,૦૦૦/- જેટલી મૂડી જોઈએ. તેથી પરેશે કરશનભાઈને કહ્યું, “રૂ. ૪૫,૦૦૦ પૂરેપૂરા તો ન આપી શકીએ પણ રૂ. ૩૦,૦૦૦/-ની લોન માટે હું vssmમાં અરજી કરું પણ બાકીની વ્યવસ્થા તમારે કરવાની થાય. એમના પરિવારના સૌએ રૂ.૧૫,૦૦૦ ઉછીના આપ્યા અને vssmમાંથી લોન લઈને તેઓ ગાય લાવ્યા.

ગાય લાવ્યા પછી કરસનભાઈના બાળકો પણ દૂધ પીતા થયા સાથે સાથે દૂધ વેચીને કરસનભાઈ કમાણી પણ કરવા માંડ્યા છે. કરશનભાઈ પોતાના વ્યવસાયથી ખુબ રાજી છે તેઓ કહે છે, “સંસ્થા (vssm) ની મદદથી આજે અમારી સ્થિતિ બદલાઈ રહી છે. માથેથી દેવું ઉતારીને ફરી લોન લઈને બીજી ગાય લાવવી છે. અમારા જેવા ગરીબ માણસોનો આધાર સંસ્થા બની છે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે'
કરશનભાઈના આ શબ્દો સાંભળી સંસ્થાગત રીતે આપણે કરેલા કામો લેખે લાગ્યાનો અહેસાસ થાય છે. વધુને વધુ વંચિત વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરવામાં vssm નિમિત્ત બને એવી પ્રાર્થના સાથે...

ફોટામાં કરશનભાઈ તેમને ખરીદેલી ગાય સાથે જોઈ શકાય છે.

Friday, 5 February 2016

VSSM helps Dafda family For Livelihood

VSSM’s interest free loans helps the Dafda
family 
increase the scope of their business..
Jitubhai Govindbhai Dafda is a native of Saurashtra but now lives in Bhacahu’s Mansarovar area. Not being educated meant he had to work as a manual labour. He took up a job at garage. The family stayed in a rented house and hence managing the family expenses in Rs. 8000 was a challenge..

VSSM Ishwarbhai Raval knew Jitubhai, so to help him overcome his financial challenges he proposed VSSM to sanction Jitubhai a loan of Rs. 30,000. Jitubhai has rented a commercial property for Rs. 2000 a month, and has started a garage there. He manages to earn Rs. 500 daily and is thankful for the support VSSM has extended to him. 

ભચાઉ માનસરોવર વિસ્તારમાં રહેતાં જીતુભાઈ ગોવિંદભાઈ દાફડા મૂળ સૌરાષ્ટ્રનાં પણ ૨૦ વર્ષથી ભચાઉ ભાડાનાં મકાનમાં પરિવાર સાથે રહે. જાજુ ભણતર નહિ. અગાઉ ગેરેજની દુકાન માં પગાર તરીકે મજૂરી કરતા. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ૮૦૦૦ નાં પગારમાં પૂરું ન પડે.
vssmના કાર્યકર ઈશ્વરભાઈ રાવળના પરિચયમાં જીતુભાઈ આવ્યા. vssm માંથી ૩૦,૦૦૦ ની વગર વ્યાજની લોન આપવામાં આવી. હાલમાં ૨૦૦૦ નાં ભાડે પેટે દુકાન લઈ અલગ ગેરેજની દુકાન કરી દરરોજ નાં ૫૦૦ કમાઈ લે છે જે ફોટો માં જોઈ શકાય છે. આથી જીતુભાઈ vssm નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Thankyou VSSM for standing besides us……..

Sitaben selling her plasticware…..
6 Vadee families practicing their traditional occupation of basketry reside in the village of Uun. The occupation isn’t rewarding enough to help  sustain themselves. One of the members Sitaben widowed long back. Her elder son stayed along with his family while her younger son still studies in 5th grade. With the elder son walking out on his mother the responsibly of running the household was solely Sitaben’s. She went in search of work every morning but finding work as manual labour wasn’t necessary. The income of a daily wage earning manual labourers isn’t enough to sustain self and children. Sitaben found it extremely difficult to make ends meet. Under such circumstances VSSM offered a Rs. 20,000 interest free loan to her. The loan has helped Sitaben start her business of selling household plasticware. She has procured the material at wholesale rate and travels  from village to village to sell them. 

Sitaben travels 29 kms. to pay her monthly instalment,  such is her dedication that  whenever  coms to VSSM’s Naranbhai’s home to deposit her instalment she brings along her plasticware so that it can be sold in the society where Naranbhai lives. Sitaben manages to earn Rs. 300 to 400 daily…..

VSSMનું ભલું થાજો જે અમારી વ્હારે ઉભી છે...

ઊંણ ગામમાં ૬ વાદી પરિવારો રહે છે. આ પરિવારોનો વંશ પરંપરાત વ્યવસાય વાસમાંથી ટોપલા બનાવવાનો પરંતુ હવે આ વ્યવસાયમાં તેમનું ગુજરાન ચાલતું નથી. વસાહતમાં જ રહેતા સીતાબેન દેવાભાઈ વાદી આમ પણ વિધવા હતા અને તેમાં તેમનો મોટો દીકરો લગ્ન બાદ પરિવારથી અલગ થઇ ગયો. નાનો દીકરો હજુ ધોરણ ૫માં અભ્યાસ કરે તેથી ઘરના ગુજરાનની સમગ્ર જવાબદારી હાલ સીતાબેન પર છે. સીતાબેન આસપાસના વિસ્તારમાં છુટક મજૂરી કરીને પોતાનું અને નાના દીકરાનું માંડમાંડ ગુજરાન ચલાવે છે પણ પાંચેય આંગળીઓ સરખી ન હોય તેમ રોજ તેમને ચોક્કસ મજૂરી મળે તેવું નથી હોતું. આવી અવઢવ વચ્ચે તેમણે VSSM પાસેથી રૂ. ૨૦,૦૦૦/-ની વગર વ્યાજની લોન લીધી અને પ્લાસ્ટીકની સાધન સામગ્રી જથ્થાબંધ ભાવે ખરીદી લાવી તેની છૂટકમાં ફેરી કરવાનું શરૂ કર્યું.

એટલું જ નહિ પોતાના ગામથી ૨૯ કિમી દૂર દિયોદર લોનના હપ્તાની રકમ VSSM કાર્યકર નારણભાઈ રાવળને આપવા તેમની સોસાયટીમાં આવે ત્યારે તેઓ સાથે સાથે સોસાયટીની બહેનોને પોતાનો માલ પણ વેચતા જાય.. તેમની આવી વ્યવહારિક બુદ્ધિ અને નિષ્ઠાને જેટલી સલામ આપીએ એટલી ઓછી છે. હાલ તેઓ આ નવા વ્યવસાયમાંથી દૈનિક રૂ. ૩૦૦/- થી રૂ. ૪૦૦/-ની આવક મેળવે છે.
ફોટામાં સીતાબેન પ્લાસ્ટીકના ટબ વેચતા જોઈ શકાય છે... 

Thursday, 4 February 2016

VSSM helps Meramabhai start his business

Meramanbhai Devipujak selling onion and garlic
through the chakda he owned...
Meramanbhai Devipujak  stays in Batiya area of Kutchh’s Bhachau city, along with his four sons. Meramanbhai’s sons help run the household by working as manual labourers. Since Meramabhai cannot do manual labour he is left with no option but to  remain at home. Inspite of his desire to contribute to the family income, he helplessly remained at home. The family owned a Chakda (a carrier auto indigenous to Gujarat) but was not used for any activity. Carrying our any economic activity required initial capital investment which, he did not have. 

Since VSSM works in the region, our team member Ishwarbhai Raval had come into contact with this family. Meramabhai talked about the financial difficulties his family faced, he requested for capital to help him start his own business. 

VSSM supported Meramabhai with an interest free loan of Rs. 20,000, with the money Meramabhai procured stock of onion and garlic from Rajkot and started selling it in Bhacahu town. The family income is increasing gradually. He is abel to pay the instalment  as well as save some. 

કચ્છનાં ભચાઉનાં બટીયા વિસ્તારમાં દેવીપૂજક મેરામણભાઈ તેમના ૪ દીકરા સાથે રહે. મેરામનભાઈનાં દીકરા છુટકમજૂરી કરી ગુજરાન ચલાવે અને મેરામનભાઈ ઘરે બેસી રહે. ભારે કામ કરવાનું એમને ફાવે નહિ એટલે. પણ ઘરે આમ કામ વગર બેસી રહેવું એમને યોગ્ય ન લાગે. તેમની પાસે છકડો ખરો પણ છકડામાં સામાન ભરીને વેચવા જવા માટેનું મૂડી રોકાણ થઇ શકે એવી વ્યવસ્થા નહિ.
આ વિસ્તારમાં vssm કામ કરે. vssmના કાર્યકર ઈશ્વરભાઈ રાવળના પરિચયમાં મેરામણભાઈ આવ્યા. ઈશ્વરભાઈને મેરામણભાઈએ પરિવારની તકલીફોની વાત કરી સાથે સાથે ધંધા માટે થોડી મૂડી મળે તો ઘણું કામ થઇ શકે એમ જણાવ્યું.
સંસ્થા તરફથી મેરામણભાઈને  રૂI ૨૦,૦૦૦/- ની વગર વ્યાજની લોન આપવામાં આવી. સંસ્થાની લોન મળતાં મેરામનભાઈ રાજકોટથી ડુંગળી અને લસણનો જથ્થાબંધ સ્ટોક લાવ્યા અને ભચાઉનાં ગામડામાં ફરી ડુંગળી લસણ વેચવાં માંડ્યા. ધીમે ધીમે આવક થવા માંડી. 
મેરામણભાઈની ઘરની આવક વધી છે. vssmનો લોનનો હપ્તો કાઢતા નાની બચત કરવાનું પણ એમણે શરુ કર્યું છે.  
ફોટોમાં : પોતાના છકડામાં ડુંગળી અને લસણ જથ્થાબંધમાં ખરીદી લાવીને વેચવા જતા મેરામણભાઈ

VSSM helps Devipujak families For Livelihood

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
Earning well, saving well and working towards increasing their productivity and profit margins!!!!

The Aadinath, Odhav suburb of Ahmedabad has makeshift homes of around 20 Devipujak families. These families earn their living by making brooms. Highly skilled in their craft,  each family can easily make as many are 1,500 brooms a month.  It does not end at making they also manage to sell everything they make. 

Whenever they have balance of Rs. 6,000 to 7,000, they bring the required raw material, a special type of grass of which brooms are made. In cases when they do not have cash reserves they take loan from some one on very high rate of interest. Everything they earned ends up in supporting the family and paying high interest rate on the loan. Saving even little was always out of question. 

A year ago these families came to VSSM office in Ahmedabad. The reason for the visit was basically to find support and solution to the basic amenities issues and applications for ration card, voter ID cards etc. There was discussion about their livelihood, what is that they do to earn, do they save money etc.? The answer to savings question was a ‘No.’ We explained to them about opening an account with some bank and begin saving. We also helped them with the Voter ID cards

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
After almost 6 months all these families once again came to VSSM office. This time they came with their bank pass books. Most of them had managed to save more than Rs. 5,000/-. They had listened to what we had asked them to do. 

While talking to them we could understand the issues they were facing with their livelihood. The grass they were buying to make brooms was turning out to be expensive purchase because they could buy only one stack. If all of them bought it together in bulk it comes out to be a cheaper option. It would also give them liberty to make enough stock first and go for selling later. It isn’t difficult if the making and selling rhythm is maintained. But it becomes challenging when they run out of money to buy further stocks the required raw material. 

VSSM’s interest free loans helps the Devipujak family increase the scope of their business...
They requested for a loan from VSSM as taking money from private moneylenders proves to be very expensive. The interest rates are so high that it eats away their profits. VSSM decided to give 3 individuals from the community an interest free loan of Rs. 30,000 each. On getting the money they purchased grass in bulk, made enough brooms and went for selling only after that. Such judicious planning helped them to earn and save well. 

Bhalabhai and Chaganbhai even bought a moped to increase their productivity. Now they no longer go for selling on a bicycle. But use the moped, which enables them to cover more areas and increase sales. “Now earning isn’t an issue, managing the money is a challenge, but we have VSSM team member Chayaben guiding us on how to manage our savings. We are planning to buy the grass directly from Assam. If we can do that our profits will increase tremendously. If you can help us in this matter and find some suppliers in Assam things will become easier for us.” requested the duo.  We are sure with such zeal and optimism the future sure looks brighter and better for them..

vssmની લોનથી વેપાર વિસ્તાર્યો અને બચતની સાથે સાથે લ્યુના પણ ખરીદ્યું..

અમદાવાદના આદિનાથ, ઓઢવમાં છાપરાં બાંધીને દેવીપૂજક પરિવારો રહે અને સાવરણી બનાવવાનું કામ કરે. આ પરિવારોની સાવરણી બનાવવાની ઝડપ એટલી કે એક મહિનામાં એક પરિવાર ૧૫૦૦ જેટલી સાવરણી આરામથી બનાવી લે અને વેચી પણ શકે. 

સાવરણી બનાવવા એ પાસે રૂ. ૬૦૦૦ કે ૭૦૦૦ ભેગા થાય એટલે ઘાસની ગાંસડી ખરીદે અને એમાંથી સાવરણી બનાવે અને વેચે. ક્યાયેક સગવડ ના હોય તો વ્યાજવા પૈસા લાવે. આમ કમાય ખરા પણ વ્યાજ અને એની માથાકુટના કારણે આર્થિક સ્વતંત્રતા ના આવે.

એક વર્ષ પહેલાં આ પરિવારોને vssmના કામો અંગે માહિતી મળી એટલે મળવા માટે કાર્યાલય પર આવ્યાં. મૂળ તો પીવાનું પાણી, લાઈટ, મતદારકાર્ડ, રેશનકાર્ડ નહોવાના એમના પ્રશ્નો હતાં પણ વાત વાતમાં એમના કામો અંગે વાત થઇ અને બચત કરો છો એવું પૂછ્યું? એમણે ના પાડી. આપણે બચત વિષે એમને સમજાવ્યું અને બેંકમાં ખાતું ખોલાવવા આગ્રહ કર્યો. એમના મતદાર પણ કાઢવી આપ્યા. 

 લગભગ છ મહિના પછી એ લોકો ફરી ઓફીસ પર આવ્યાં સાથે પાસ બુક હતી અને એમાં ૫,૦૦૦ ઉપરની રકમની બચત હતી. લગભગ ૨૦ પરિવારો છે પણ બધાએ આપણે કહેલી વાતને અમલી બનાવી હતી. 
એમની સાથે વાત કરતાં ખબર પડી કે ઘાસની ગાંસડી અત્યારે એ જે ભાવે લાવે છે એ એમને મોંઘી પડે છે પણ જો એક સામટી પાંચ કે એનાથી વધારે ગાંસડી ખરીદે તો ઘાસ સસ્તુ પડે અને એક સાથે માલ બનાવી એક સાથે વેચવાનું થઇ શકે. હાલ તો એક બાજુ સાવરણી બનતી જાય એમ એમ વેચવી જ પડે નહિ તો ઘરનું ગાડું અને સાવરણી માટેનું ઘાસ ના ખરીદી શકાય. 

vssm પાસે એમણે લોનની માંગણી કરી વ્યાજવા પૈસામાં તો બધું સરખું જ થઇ જાય છે એવું એમનું કહેવું હતું. આપણે શરૂઆતમાં વસાહતમાંથી ત્રણ વ્યક્તિને રૂ.૩૦,૦૦૦ લેખે પ્રત્યેકને લોન આપી. લોન પછી એ લોકો સામટું ઘાસ લાવ્યાં, એક સાથે સાવરણી બનાવી અને એક સાથે વેચાવાનું કર્યું. ખુબ સારો નફો થવા માંડ્યો. 
ભલાભાઈ અને છગનભાઈએ તો રોકડા પૈસા આપીને બે નવા લ્યુના ખરીદ્યા એ કહે છે એમ, ‘હવે માથે મુકીને સાવરણી વેચવાનું બંધ કર્યું.  હવે લ્યુના લઈને જ જાઉં છું અને વધારે ફરું છું. વેપાર પણ સારો થાય છે. બચત તો થવા જ માંડી છે આયોજન પણ vssm ના કાર્યકર છાયાબેને શીખવાડ્યું. હજુ આસામથી સીધું ઘાસ ખરીદીને લાવીએ તો વધારે નફો થાય. અમે એ બાજુ થોડું વિચારીએ છીએ. સંસ્થા ત્યાંના વેપારીને શોધવામાં મદદ કરે તો અમને ઘણો ફાયદો થાય.’

ફોટોમાં vssmની વગર વ્યાજની લોન લઈને સાવરણીનો વ્યવસાય વિસ્તારનાર ભલાભાઈ દેવીપૂજક, મનજીભાઈ દેવીપૂજક, છગનભાઈ દેવીપૂજક