Monday, 2 November 2015

The interest free loans encourage families from nomadic communities start their independent ventures..

VSSM’s interest free loans helps the Gadaliya familiesincrease the scope of their business...
A kind of support that reduces not just reduces financial but marital issues as well…..

Suvaben Dilawarbhai and her family of seven stay in Rajkot’s Ghanteshwar. An alcoholic husband meant Suvaben had to work very hard to feed the family. She makes kitchen tools like tongs, spatula, serrated spoons, large pans, tin stoves, etc by hand and sells them in neighbouring villages. Her husband does help in making these goods but a substantial part of their earning goes in his alcohol.

VSSM works in the region and Kanubhai knew the family well. One day Suvaben shared her pain and issues with Kanubhai requesting him for a loan from VSSM as she needed more money to increase her work. She needed money to buy raw material so as to increase the manufacturing. However there as one catch, loan from VSSM meant commitment to give up and abstain from addictions of alcohol, tobacco, smoking etc.  So Dilawarbhai was sensitised and convinced to give up his alcohol habit, he was required to take a pledge to abstain from alcohol. Subsequently,  Suvaben was given a loan of Rs. 10,000. The couple bought raw materials and began making tools. Once enough was manufactured the couple set out to sell to as far as Mumbai. Previously this wasn’t possible since money was scarce, manufacturing in bulk was unthinkable so all they did was make little, sell it in the neighbouring villages and Dilawarbhai  spending on his drinking. Whenever time permits from their studying their children also lend a hand with certain easy tasks.

The family is on its way to enjoying financial security they never experienced. Dilawarbhai has kept his pledge and remained clean from drinking, the everyday quarrels between this couple are now thing of past, profits are good and  the instalments are paid on time as well…..


VSSMની વગર વ્યાજની લોનથી ગાડલિયા સુવાબહેન સરસ વ્યવસાય કરતા થયા..
રાજકોટ નજીક આવેલા ઘંટેશ્વરમાં વિચરતી જાતિ વસાહતમાં ગાડલિયા લુહાર સમુદાયનાં સુવાબેન દિલાવરભાઈ પોતાનાં પરિવાર સાથે રહે. સાત જણનાં પરિવારનું ગુજરાન લોખંડનો માલ-સામાન બનાવી કરે. સુવાબહેન ચીપીયા, ઝારા, સાણસી, તાવેતા, પતરાનાં ચૂલા, તબકડા વગેરે જેવા સાધનો બનાવીને આજુબાજુનાં ગામોમાં ફરીને વેચે અને આજીવિકા રળે.
પતિ દિલાવરભાઈને દારૂનું વ્યસન ખૂબ. સુવાબહેન સાથે એ પોતે પણ સામાન બનાવે પણ કમાણીનો ઘણો હિસ્સો દારૂમાં નાખે. ઘરમાં ઝઘડાં કરે. આ વિસ્તારમાં vssm કામ કરે. vssmના કાર્યકર કનુભાઈ બજાણીયાના પરિચયમાં આ પરિવાર આવ્યો. કનુભાઈને સુવાબહેને પરિવારની તકલીફોની વાત કરી. સાથે સાથે ધંધા માટે થોડી વધારે મૂડી મળે તો ઘણું કામ થઇ શકે એમ જણાવ્યું,
સંસ્થા તરફથી સુવાબહેનને રૂI ૧૦,૦૦૦/- ની વગર વ્યાજની લોન આપવામાં આવી પણ લોન આપતા પહેલાં દિલાવરભાઈને સમજાવી દારૂ પીવાનું બંધ કરવા પ્રતિજ્ઞા લેવડાવી.
સંસ્થાની લોન મળતાં જરૂરી કાચો માલ ખરીદી ઘરે સામાન બનાવવાનું પતિ-પત્નીએ શરૂ કર્યું. માલ તૈયાર થતાં પતિ-પત્ની મુંબઈ વેચવા જાય. પહેલાં એક સામટો વેચી શકાય એટલો સામાન તૈયાર થતો જ નહિ કારણ બચત પણ થતી નહિ. બે-ચાર દિવસ કામ કરીને જે સામાન ભેગો થાય એ લઈને ફરજીયાત રાજકોટમાં જ વેચવો પડે એવી હાલત હતી. પણ હવે સ્થિતિ બદલાઈ છે. તેમના બાળકો પણ સામાન તૈયાર કરવાનાં હળવા કામો જેવાં કે ઝારાને લાકડાનાં હાથા બેસાડવા, હોલ પાડવા જેવા કામો નવરાશનાં સમયમાં કરી માં- બાપને ભણતરની સાથે સાથે મદદરૂપ પણ થાય છે.
આજે દિલાવરભાઈ પોતે લીધેલી પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરી રહ્યા છે. આજે ધંધામાં પણ સારો એવો નફો થાય છે. સંસ્થાની લોન પણ નિયમિત ભરપાઈ કરે છે.
સુવાબેનનાં પરિવારમાં આજે સુખ-સમૃધ્ધિ આવ્યા છે. વ્યસનો, કંકાસ દૂર થયા છે. VSSM સંસ્થાના કાર્યકરોની સાદી સૂઝબૂઝથી આ પરિવારો સાચ્ચા અર્થમાં સુખી થયાં છે.
ફોટોમાં સુવાબહેન પતરામાંથી ઓજારો બનાવી રહ્યા છે.

No comments:

Post a Comment