Monday, 26 October 2015

VSSM’s interest free loans helps the Gadaliya families increase the scope of their business...

VSSM’s interest free loans helps the Gadaliya families 
increase the scope of their business...
"Our needs are very less, so  we do not need more money!!"

One thing we very well understand is, when it comes to small income and large family, it becomes important for both the husband and wife to earn. The Nomadic communities have very large families and sustaining even the bare necessities of raising so many children requires both husband and wife to earn living. Both working becomes challenge because there isn’t anyone to take care of the children and the household, so the kind of work that can be done from home is always the preferred option. 

Punjiram Gadaliya , a resident of Ghanteshwar in Rajkot practiced his traditional occupation of crafting iron tools. It was an occupation that required the husband-wife pair to work, but Punjiram’s wife wasn’t skilled for this job. Thus Punjiram decided to change his occupation. Thye now sell mechanical tools and apparatus. They would purchase goods worth Rs. 1,000 to 1,500 and set out to sell in Rajkot an its neighbouring regions. With such less investment the returns aren’t much encouraging. It was something that took lot of their time and energy but returned nothing much. 

In the past few months VSSM has allotted interest free loans to any of Punjiram’s fellow community men. VSSM has also been instrumental in getting all the citizenry documents of community here. Punjiram knew about this initiative and requested us for a loan of Rs. 10,000, keeping the money required for travel aside he purchased a the mechanical tools and instruments and set out to sell them to as far as Maharashtra. Every 10-15 days they returned to Rajkot, deposits the earnings, buy new stock and set off. 

“We have very little needs, we don’t spend much, its  enough if we can mange to pay the instalments, feed our family save some money. We don’t need more than that!!” is Punjiram’s  idea on the amount of money he wants as for now he earns that much and is a happy and content man.

Difficult to imagine!! These are individuals who are minimalist to the core. Its hard to imagine in today’s world where we all just keep pushing ourselves to buy and own as much as possible!!

With just Rs. 10,000 we have allowed a family to accomplish and experience so much peace…..

સંસ્થાની લોન ભરાય, ઘર ખર્ચ નીકળી જાય અને નાની બચત પણ થાય છે..

રાજકોટના ઘંટેશ્વરમાં રહેતાં પુંજીરામ ગાડલિયા આમ તો પોતાનો બાપીકો વ્યવસાય લોખંડમાંથી વિવિધ ઓજરો બનાવવાનું કરતાં પણ પરિવાર મોટો થયો, જરૂરિયાત વધી એટલે પતિ-પત્ની બન્ને કામ કરે એ અંત્યંત જરૂરી હતું. પણ પુંજીરામના પત્નીને આ કામ આવડે નહિ. એટલે પુંજીરામે વ્યવસાય જ બદલી નાખ્યો. પાના, પક્કડ, ડીસમીસ વગેરે સામાન ખરીદીને વેચવાનું ચાલુ કર્યું. રૂ.૧૦૦૦ કે રૂ.૧૫,૦૦નો સામાન લાવે થોડો વેચાય એમ બીજો ભરતાં જાય અને રાજકોટ અને એની આસપાસના વિસ્તારમાં ફરીને વેપાર કરતા જાય. 

vssm આ પરિવારો સાથે કામ કરે. સંસ્થા દ્વારા ગાડલિયા પરિવારોને એમનો વ્યવસાય વિકસાવવા વગર વ્યાજે લોન પણ આપવામાં આવેલી. પુંજીરામ બધું જાણે એટલે એમણે પણ vssm પાસેથી આ વ્યવસાય માટે રૂ.૧૦,૦૦૦ની માંગ કરી. vssm દ્વારા આ પરિવારોને મતદારકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કાઢી આપ્યા હતા. લોન આપવાની હોવાથી એમનાં બેંકમાં ખાતા પણ ખોલાવ્યાં સાથે સાથે  બેન્કમાંથી પૈસા ઉપાડવા, મુકવા વગેરે પણ સમજાવવામાં આવ્યું. 

પુંજીરામ રૂ.૧૦,૦૦૦ની લોનમાંથી પ્રવાસ ખર્ચના પૈસા હાથ પર રાખીને બાકીનાનો સામાન ખરીદ્યો અને પતિ-પત્ની બન્ને છેક મહારાષ્ટ્રના ગામડાંઓ સુધી વેપાર માટે જવા માંડ્યા છે. ૧૦ કે ૧૫ દિવસે રાજકોટ આવે બેંકમાં પૈસા જમા કરાવે અને એમાંથી જ જરૂર પડે સામાન ખરીદવા ઉપાડે. પુંજીરામ કહે છે એમ, ‘અમારી જરૂરિયાતો ખુબ ઓછી છે એટલે ઝાઝા ખર્ચનો પ્રશ્ન નથી રહેતો. સંસ્થાની લોન ભરાય, ઘર ખર્ચ નીકળી જાય અને નાની બચત પણ થાય છે અમારા માટે આ ઘણું છે. 

કેટલો સંતોષ.. રૂ.૧૦,૦૦૦માં કોઈના જીવને સાતા(શાંતિ) આપી શકાય એનાથી ઉત્તમ કામ શુ હોઈ શકે. અમે આ કરી શકીએ છીએ એનો અમને ગર્વ છે. 

VSSM’s interest free loans helps the Devipujak families increase the scope of their business...

Naranbhai Devipujak with the statues they create 
Naranbhai Devipujak stays in Rajkot along with his wife and son. Their son works in a hotel, earning Rs. 3000 a month and it is this money that maintains the family. Naranbhai is skilled at making statues but starting an independent business of making statues requires capital investment, which Naranbhai did not have. Hence, Naranbhai works as a daily labour at one of the units that makes statues, finding work only during the season rest of the year he just whiles away his time….Since VSSM has worked with these families, Naranbhai knew VSSM, he requested a loan of Rs. 20,000 for making the statues for the festival of Ganesh Chaturthi. He made statues for the festival of Ganesha Chaturthi and Navratri. 

VSSM’s interest free loans helps the Devipujak families
increase the scope of their business...
Normally, one has to start making the statues before almost 4 months but Naranbhai requested for loan quite late and he just had one and half months of time left. But he still managed to make profit of Rs. 10,000!! What to do with the money was the question he asked VSSM’s Kanubhai. Money management is not a subject the nomads are comfortable with. Since he also is skilled at hand making various knotted ropes for cattle he was advised to do so. With Rs. 10,000 he bought threads and strings to make ropes. He now works from home earning Rs. 50 to Rs. 150 everyday. He is delighted with this new found financial freedom. “ You don’t just help us start a business, but also on how to do good in business. We will never forget your help and support in this life,” say a rather relieved and happy Naranbhai. 

VSSM is glad to be instrumental is helping people realise their potential…

In the picture Naranbhai busy doing what he knows the best….

નારણભાઈ મારવાડી દેવીપૂજક પત્ની અને એક દીકરા સાથે રાજકોટમાં રહે. દીકરો હોટલમાં કામ કરવા જાય અને મહીને રૂ.૩,૦૦૦ પગાર આવે એમાંથી એમનું ઘર ચાલે. નારણભાઈ મૂર્તિ બનાવવાનું કામ જાણે પણ એમાં મૂડી રોકાણ જોઈએ. એ નહોવાથી બીજા લોકો મૂર્તિ બનાવે એમના ત્યાં દાળિયા મજૂર તરીકે મૂર્તિની સિઝનમાં કામે જાય. બાકીના સમયમાં એમની ભાષામાં કહીએ તો ‘નવરાં’. રાજકોટમાં રહેતાં આ પરિવારો સાથે vssm કામ કરે. નારણભાઈએ આ વખતે ગણેશ ચતુર્થી પહેલાં મૂર્તિ બનાવવા vssm પાસેથી લોનની માંગણી કરી અને આપણે વગર વ્યાજે રૂ.૨૦,૦૦૦ની લોન આપી. જેમાંથી એમણે ગણેશ અને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતાજીની મૂર્તિ બનાવવાનું કર્યું.

આમ તો લોન માટે એમણે ખુબ મોડેથી અરજી કરી. દોઢ જ મહિનો સીઝનમાં બાકી હતો છતાં એમણે જૂની મૂર્તિ લાવીને એના ઉપર કામ કરીને રૂ.૧૦,૦૦૦નો ચોખ્ખો નફો કર્યો. આ પૈસાનું શુ કરવું એ પાછું એમણે vssmના કાર્યકર અને એમના પ્રશ્નો સંદર્ભે કામ કરતાં કનુભાઈને પૂછ્યું. નારણભાઈ દોરડામાંથી રાંઢવા, બળદ અને ભેંસ માટે મોયડા, જોતર બનાવવાનું જાણે અને ક્યારેક ક્યારેક એ આ કામ કરી પણ લે. કનુભાઈએ રૂ.૧૦,૦૦૦ માંથી દોરી લાવીને ઘેર બેઠા આ કામ શરુ કરવા કહ્યું અને નારણભાઈએ આ કામ આરંભ્યું.. એમની આવડત એટલી સરસ છે અને એમને મજા પણ પડે છે. રોજના રૂ.૫૦ થી લઈને રૂ.૧૫૦ સુધીનું કામ એ કરવા માંડ્યા છે. એ ખુબ રાજી છે એ કહે છે, ‘તમે ધંધો કરવામાં તો મદદ કરો જ છો પણ એ ધંધામાં આગળ કેમ અવાય એ પણ શીખવાડો છો. અમે જીવશું ત્યાં લગણ તમારો ઉપકાર નહિ ભૂલીએ અને અમે ખુબ કામ કરીશું.’ 

દરેક પરિવારો પોતાની ક્ષમતા પ્રમાણે સદ્ધર થઈ રહ્યાં છે જેનો આનંદ છે. 
ફોટોમાં પહેલાં મૂર્તિનું અને હવે દોરડાં પર રાંઢવા વગેરે બનાવવાનું કામ કરતાં નારણભાઈ


Saturday, 10 October 2015

A meeting with the nomadic families from Saurashtra who have taken interest free loans from VSSM.

A meeting with the nomadic families from Saurashtra
who have taken interest free loans from VSSM. 
The collapse of rural economies have triggered the most profound and yet largely unrecognised rural-urban migration in our country. Amongst many other poor and marginalised  communities also present are the nomadic communities, whose traditional occupations gradually became obsolete and they have no other means but to work as labourers or resort to begging. The nomadic communities as such do not belong to any village but their occupation largely depended on rural communities  so with the rural population moving towards the cities the nomadic communities also turned towards the urban regions and  settled in the various slums and ghettoes or makeshift shanties on the roadsides. In cities also these communities struggle to find work on daily basis and sustaining a family is a challenge.

Recently we happened to visit such families living in Rajkot and Morbi.  These families are struggling with their lives, making numerous rounds to the government offices for getting power, water, ration cards and various other entitlements. But as it happens no one listens to the pleas of the poor and powerless. When there are no guarantees of their where about who is going to hold their hands and help them earn a decent living, who loans money to such individuals and communities?

VSSM has supported such families in Rajkot and Morbi and we recently has a meeting with them. During the meeting they talked about the change they are experiencing in their lives because of their new business initiatives and what are their plans for future. The community here have a special liking for VSSM’s Kanubhai. They say " no one cares for them more than him, he is the one who stands by them in times of need. After he came to our settlements there has been 70% change in our standard of living, our addictions have also reduced, we are experiences new possibilities in life.”   Such honest feedbacks delights us. We feel, as an organisation we are inching closer to our goals.

ગામડાં ભાંગતા જાય છે. લોકોએ રોજગારીની શોધમાં શહેરોની વાટ પકડી છે. આવામાં વિચરતી જાતિના પરિવારો કે જેઓ પોતાનાં પરંપરાગત વ્યવસાય અર્થે સદીઓથી ફરતા રહ્યા છે. જેમના વ્યવસાયો પણ સમાજ આધારિત હતા જે હવે પડી ભાંગ્યા છે, એમણે પણ શહેરોમાં આવીને વસવાટ કર્યો છે. આમ તો એમના કોઈ ગામ જ નથી અને વિચરણ એજ એમનું જીવન હતું એમાં શહેરોમાં હવે થોડા ઘણા અંશે એ સ્થાઈ થવાની કોશિશ કરે છે. આર્થિક સ્થિતિ નાજુક છે. માંડ માંડ ગુજારો કરતાં આ પરિવારો પાસે બે ટંકનું ભેગું કરવું પણ મુશ્કેલ હોય છે આવામાં પોતાનું આવાસ તો કાયથી હોવાનું.. સડકો ઉપર, ગટરની બાજુમાં કે જ્યાં સામાન્ય રીતે કોઈને નડે નહી એવી જગ્યા પર આ પરિવારોએ પોતાના ડેરા-તંબુ નાખ્યાં છે.

આ દેશમાં આવા લાખો પરિવારો વસે છે. તાજેતરમાં રાજકોટ અને મોરબી શહેર અને તેના તાલુકા મથકોમાં રહેતાં આવા પરિવારો વચ્ચે જવાનું થયું. આ પરિવારો જીવવા માટે મહેનત કરે છે. વિવિધ સરકારી કચેરીમાં વીજળી, પાણી, રેશનકાર્ડ વગેરે જેવા પ્રશ્નો સાથે કેટલીયેવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આવામાં સ્વબળે ઉભા થવા આ પરિવારોએ બેંક પાસે જઈને ધિરાણ માંગ્યું કે, જેમાંથી નાનું – મોટુ પોતાને ગમતું કામ કરી આજીવિકા મેળવી શકાય પણ જેની પાસે પોતાની ઓળખના આધારો જ નથી અથવા આધારો છે પણ સરનામુ નથી - આજે અહિયાં તો કાલે બીજે ક્યાંય ડંગા સાથે ફર્યા કરવાનું એમને લોન કોણ આપે?
vssmએ આવા પરિવારોને વગર વ્યાજની લોન આપીને સ્વમાનભેર જીવન જીવી શકે એ માટે મદદરૂપ થવાનું કર્યું છે. હમણાં રાજકોટ જવાનું થયું એ વખતે લોન લીધેલા પરિવારો સાથે એક બેઠક થઇ(ફોટોમાં જોઈ શકાય છે) જેમાં એમણે લોન લીધા પછી જીવનમાં આવેલા હકારાત્મક ફેરફારની સાથે સાથે ભવિષ્યના આયોજનો સંદર્ભે વાત કરી...
vssmના એ વિસ્તારના કાર્યકર કનુભાઈ માટે આ પરિવારોને અનહદ પ્રેમ છે. એ લોકો કહે છે એમ, કનુભાઈ અમારી વસ્તીમાં જે રીતે ફરે છે અમારા સુખ દુઃખમાં સાથે ઉભા રહે છે એ રીતે કોઈ ઉભું રહ્યું નથી. ના કોઈએ મદદ કરી છે. એમના આવવાથી અમારામાં ૭૦ ટકા ફેર પડી ગયો છે. વ્યસનપણ અમે બંધ કર્યા છે.. આ સાંભળ્યું ત્યારે ખુબ આનંદ થયો. vssmની સ્થાપનાના મૂળમાં આ વિગતો હતી જે સાકાર થઇ રહી છે.

Friday, 9 October 2015

A joint meeting between the officials of Kalupur Bank and the women of nomadic communities for better financial management..

Shri. Himmatbhai Shah addressing the women of
nomadic communities,  who have taken loans from
The Kalupur Cooperative Bank. 
In last couple of years VSSM has taken up one mammoth task and i.e to create an environment for the nomadic communities to earn a dignified living and thus break from the shekels of poverty and exploitation. VSSM has been providing small loans to the individuals willing to start their own venture, purchase means to earn living etc. As an organisation, we are trying our level best to reach to as many individuals possible but being an organisation with limited resources we have our limitations. We can’t match the ability of any bank or financial organisation. There are many banks but the question is of providing loans to nomads who do not have all the required documents!! no bank agrees to venture in such territories. Absence of the necessary documents  and other processing requirements like a guarantor etc. means such families are refused access to funds from formal financial institutes. Under such circumstances we found the understanding and sympathetic approach of The Kalupur Commercial Cooperative Bank. The office bearers of this institute could grasp the ground realities of these families, they made some amends in the rules by relaxing them a bit  and  agreed to extend financial support to the nomadic families.  As a result 208 individuals, of which women are more, have been granted loans for livelihood in the past 6 months. The loans have also been extended to 132 individuals for construction of homes.

On 24th September 215 we had a meeting at the Sadvichar Campus, for  the women who have taken livelihood loans from the bank. The meeting was primarily to brief them about the nitty-gritties of banking and how to maintain a healthy relationship with the  bank, the talks focused on timely repayment of instalments, savings etc. On behalf of the bank Shri. Himmatbhai Shah remained present and from VSSM Ilaben, Chayaben, Madhuben, Amiben all of whom are actively engaged in tackling the issues of thees families remained present in this session.

Apart from supporting them with small loans we are also guiding them on managing their finances better with emphasising on inculcating the habit of regular savings. Most of the time these families work when they have need for money if on some days they earn enough to last for a couple of days, they wouldn’t go to work until they had that money. This is a habit they have formed and may be following from their past generations. VSSM is staving to change such inherent practices and free them from the dependence of money lenders and churning in the cycle of debt and poverty.

vssmની મદદથી કાલુપુરબેન્કમાંથી લઘુ ધિરાણ લઈને વ્યવસાય કરતી વિચરતી જાતિની બહેનો સાથે ધિરાણ, બચત વગેરે સંદર્ભે બેઠક યોજાઈ

વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપીને આ પરિવારોને આર્થિક રીતે સક્ષમ કરવાનું કામ vssm કરે જ છે પણ નાણાંકીય રીતે બહોળા સમાજ સુધી પહોચવામાં સંસ્થાગત રીતે આમારી મર્યાદા આવી જાય. પણ જો બેંક આ પરિવારોને ધિરાણ કરવા આગળ આવે તો ઘણું કામ થઇ શકે. જોકે બેંકો ઘણી છે પણ વિચરતી જાતી પાસે પોતાના ઓળખના આધારો ના હોય ક્યાંક આધારો હોય તો ઘર પાકું ના હોય, એમની બાહેંધરી લેનાર બીજું કોઈ ના હોય. આ સ્થિતિમાં એમને સમજી એમના માટે સહાનુભુતિ દર્શાવી એમને ધિરાણ કરવાનું થોડું મુશ્કેલ લાગતું. પણ કાલુપુર બેંક અને બેંક સાથે જોડાયેલા હોદ્દેદારો આ બાબતે આગળ આવ્યાં અને એમણે આ પરિવારોને ધિરાણ માટે તૈયારી દર્શાવી. લોન માટે જરૂરી દસ્તાવેજો માટે એમણે થોડા નિયમ હળવા કર્યા અને એના કારણે vssmની મદદથી છેલ્લા ૬ મહિનામાં ૨૦૮ વ્યક્તિઓ જેમાં બહેનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે એમને લઘુ ધિરાણ આપ્યું. બેંક દ્વારા વિચરતી જાતિને ફક્ત વ્યવસાય માટે જ નહિ પણ એમનું ઘર બાંધવા માટે પણ ઓછા વ્યાજે ૧૩૨ વ્યક્તિઓને લોન આપવામાં આવી.

વ્યવસાય માટે જેમણે લોન લીધી છે એવી બહેનોની એક બેઠક તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ સદવિચાર પરિવાર કેમ્પસમાં આયોજિત કરી. જેમાં તમામ બહેનો હાજર રહી. આ બેઠકમાં બેંક સાથેનો વ્યવહાર, બચત, લોનના હપ્તાની સમયસર ચુકવણી વગેરે બાબતે વિગતે વાત કરી.. બેકમાંથી આદરણીય શ્રી હિમ્મતભાઈ શાહ અને બેન્ક્નો અન્ય સ્ટાફ સાથે vssmની અમદાવાદની ટીમ કે જેઓ સક્રિય રીતે આ કામમાં કરી રહ્યા છે એવા ઇલાબહેન, છાયાબહેન, મધુબહેન, અમીબહેન પણ ઉપસ્થિત રહ્યા અને સૌ બહેનોને માર્ગદર્શન આપ્યું..

વિચરતી જાતિના લોકો મહેનતુ છે પણ પૈસાનું આયોજન આવડતું નથી એટલે ગરીબીમાંથી બહાર આવી શકતા નથી.. દા.ત. સરાણીયા છરી ચપ્પુની ધાર કાઢે. રોજ સરણ લઈને કામે નીકળે અને રૂ.૫૦- ૬૦ કે રૂ.૧૦૦ નું કામ કરે ક્યારેક નસીબ સારું હોય તો વધારે કામ થાય.. આ આવકમાંથી થોડી પણ બચત આ પરિવારો ના કરે. કરવું નથી એમ નથી પણ એ સમજણ જ નથી... ઉલટાનું જે કમાયા છે એ જ્યાં સુધી ખૂટે નહિ ત્યાં સુધી કામે ના જાય.. આ સમજણ એમના કોઠે પડી ગઈ છે એમાંથી એમને બહાર લાવવાનું પ્રથમ કરવાનું છે.. અને આ વિગતો આ પરિવારો સમજતા થશે તો નાના ટેકાથી પણ તેઓ ઘણું કરી શકશે..
vssmની મદદથી કાલુપુરબેન્કમાંથી લઘુ ધિરાણ લઈને વ્યવસાય કરતી વિચરતી જાતિની બહેનોને સંબોધતા બેંકના કર્મચારી શ્રી હિમ્મતભાઈ શાહ

VSSM convinces Devnath Vadee to start his own venture and be an example for his community ….

VSSM convinces Devnath Vadee  to start his own
venture and be an example for his community ….
In the picture- Devnath preparing tea at his tea stall.
The Vadee (Snake Charmer) community or the iconic ‘shake-charmers’ were the face of India. India was know as a land of snake charmers. But with the implementation of the Wildlife Protection Act rendered them jobless. Suddenly the occupation that they had been engaged with all their lives and past generations became illegal,  practicing it meant inviting legal action and fines. The Vadee community mostly lived isolated in the woods, the effect of the new law was the community turning into beggars as they did not have any other skills to earn living and there were no measures by the government to rehabilitate such a huge community. Today we can find many Vadee families including young children  roaming around and  begging as a means to earning, while some hone costumes of sadhus and wander waiting for people to give some alms. Every one tell them to work and earn their living, but the community is clueless. The have no answers to the hows and whats??


VSSM has been striving to create livelihood opportunities for this community. It has made numerous presentations to the government for making some rehabilitation plans for such communities, but have not yielded any positive results. We understand  that this community has to give up begging as occupation and earn a more dignified living, we had initiated the process of identifying youth from the communities willing to put in hard work and prepare them for some profession and  extend  them interest free loans. Everything was to be done by us identify the youth, identify a profession,  train them, link them with the market etc. yet no one was ready to come forth.

This experience made us contemplate further as to how do we make the Vadee youth work and earn living. One thing struck us then.. The Vadee are fond of tea and numerous cups of tea in a day, they do not like to make tea at home, instead would prefer a cup of this beverage from a tea  stall nearby. So we decided to prepare a Vadee gentleman to start a tea stall. Bhacahu has a big Vadee settlement and VSSM has been working with these families for a while, the Bal Dost  Ishwarbhai  talked and  prepared Devnath to start a tea stall with some snacks. So will he be successful was the big question but we had to take this calculated risk if we had to set an example before the community. But Devnath worked hard and succeeded. The hotel and tea stall both are doing good business. The instalments to Rs. 30,000 loan we had sanctioned are also paid regularly while he still manages to save some amount. Devnath’s son studies from Ishwar at the  Balghar support by Aarti Foundation.

“ its enough, I do not  desire to lead a wandering life anymore, when begging people are not happy to give us money and it does take an effort to persuade them, that is hard work too but more than that I would prefer to do this work more, this work is pleasure rather than pain!!!” confesses Devnath.

Gujarat has a huge population of Vadee community. VSSM is trying its level best to provide decent employment opportunities to these families but, its impossible to reach to such vast number alone and we would appreciate if there is some government support in rehabilitation these community.

વાદી – મદારી સાપના ખેલ દર્શાવીને લોકોનું મનોરંજન કરતાં અને આજીવિકા રળતાં. પરંતુ ‘વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ’ અંતર્ગત સાપના ખેલ કરવાં પર પ્રતિબંધ આવ્યો અને આ પરિવારો પાસે અન્ય વિકલ્પ ના બચતાં મોટાભાગના ભીખ માંગીને કે સાધુ બાવાના વેશ ધારણ કરીને ગુજારો કરવા માંડ્યા. vssm આ પરિવારો સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે પ્રયત્નશીલ છે. સરકારમાં આ સમુદાયના પુન:વસન માટે પણ ખુબ રજૂઆતો કરી છે પણ એ દિશામાં નક્કર આયોજન થયું નથી. શુ કરવું? આ સમુદાયના લોકોને ભીખ માંગવાનું છોડીને મહેનત કરવાનું અમે કહીએ છીએ પણ એ સૌથી અઘરું છે. જો કે એ કરવાનું તો છે જ. અમે વસાહતોમાંથી જ મહેનત કરવા માટે તૈયાર હોય એવાં યુવાનોને વ્યવસાય માટે વગર વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું. કયું કામ એ લોકો કરશે એ પણ આપણે જ નક્કી કરીને એની ગોઠવણ પણ આપણે કરીને આપવાની હતી. એક વર્ષથી મહેનત કરી પણ કોઈ તૈયાર ના થાય.


વાદી ચા પીવાના ખુબ શોખીન અને એમની વસાહતની પાસે વાદી સિવાયના કોઈની ચાની હોટલ હોય જ અને એ ધમધોકાર ચાલે.. કારણ વાદી ઘરે ચા પીવા કરતા હોટલની ચા પીવાનું વધારે પસંદ કરે.. અમે વસાહતમાં ચાની હોટલ કરી શકે એવા એક વાદીભાઈને તૈયાર કરવાનું નક્કી કર્યું. ભચાઉમાં વાદીની ખુબ મોટી વસાહત અને એમાંથી દેવનાથને ચાની હોટલ અને સાથે સાથે નાની દુકાન જેમાં વેફર, બિસ્કીટ વગેરે વેચવાનું કરવા માટે vssmના કાર્યકર ઈશ્વરે તૈયાર કર્યો. શુ થશે? દેવનાથ બરાબર કામ કરશે? ઘણા પ્રશ્નો હતાં પણ દેવનાથ ગોઠવાઈ ગયો. હોટલ અને ગલ્લો બંને બરાબર ચાલે છે. અમે ૩૦,૦૦૦ ની લોન આપી છે જેના હપ્તા પણ નિયમિત ભરે છે અને બેંકમાં બચત પણ કરે છે. દેવનાથનો એક દીકરો ઈશ્વર પાસે જ આરતી ફાઉન્ડેશનની મદદથી ચાલતા vssmના સત્યમ બાલઘરમાં ભણે છે. દેવનાથ કહે છે, ‘બસ હવે રખડવું નથી. માંગવા જઈએ તો કોઈ સામેથી દેવા રાજી ના હોય એમાંય મહેનત પડે છે પણ એ મહેનત કરતા આ મહેનતમાં વધારે આનંદ છે.’

ગુજરાતમાં વાદીની વસ્તી ઘણી વધારે છે બધાને કામે વળગાડવા જરૂરી છે vssm એનાથી થાય એ પ્રયત્ન કરશે પણ સરકાર વાદીની કુશળતા જોઇને એમનું પુન:વસન કરે તો ઉત્તમ કામ થાય.
ફોટોમાં vssmની મદદથી લોન લઈને કરેલી હોટેલ અને ગલ્લામાં ચા બનાવી રહેલાં દેવનાથભાઈ વાદી

Tuesday, 6 October 2015

The interest free loans encourage families from nomadic communities start their independent ventures..

Miteshbhai with his rickshaw. 
Miteshbhai Chauhan and his family stay in Tatanagar locality of Bhachau in Kutchh. After completing his education till 12th grade he joined a private company for his first job, but did not like his job a lot. He too wanted to drive an auto rickshaw like his father. But buying a rickshaw required money, which he did not have. A second hand chakdo rickshaw costs around Rs. 80,000. The activities of VSSM in the region were known to Miteshbhai so he approached Ishwarbhai with a request of loan to buy a rickshaw. VSSM sanctioned a loan of Rs. 30,000 and Miteshbhai managed Rs. 50,000 with the help of his family, to buy an auto rickshaw. 

Miteshbhai is now a ‘school-rickshaw wala.’ He now ferries children to and from school. In spare time he uses his vehicle to ferry other passengers. His earnings have increased considerably. There is a continuous flow of income because of the nature of his job. 

"Until now I did not enjoy what I did to earn living, this is a work I love. I am glad I am contributing well to raise my family,” says a rather relaxed Miteshbhai. 

Such stories of content and joy families wouldn’t have been possible without the generous contribution of the well-wishers of VSSM. We thank you all for the support you have extended in helping people like Miteshbhai and numerous others earn a decent living with their dignity intact. 

In the picture- Miteshbhai with his rickshaw. 

vssmમાંથી વગર વ્યાજની લોન લઈને વિચરતા પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થયા છે..

કચ્છના ભચાઉના ટાટાનગરમાં મીતેશભાઇ ચૌહાણ પરિવાર સાથે રહે. ધો.૧૨ સુધી ભણ્યા પછી ભચાઉ સ્થિત કંપનીમાં નોકરી શરુ કરી પણ નોકરી ગમે નહિ. મિતેશભાઈના પિતા રીક્ષા ચલાવે. મીતેશભાઇનું મન પણ રીક્ષા ચલાવવાનું પણ નવી રીક્ષા ખરીદવાનાં પૈસા એમની પાસે નહિ. જૂનામાં છકડો રીક્ષા ખરીદવાનું મન પણ એ માટે રૂ.૮૦,૦૦૦ જોઈએ. 

ભચાઉમાં vssmની કામગીરીને વંચિત અને વિચરતી જાતિના પરિવારો જાણે. એટલે vssmના કાર્યકર ઈશ્વર પાસે મીતેશભાઇએ રીક્ષા માટે લોન આપવા વિનંતી કરી. ઈશ્વરે રૂ.૩૦,૦૦૦ની મર્યાદામાં વગર વ્યાજની લોન vssmમાંથી આપવા વિનંતી કરી. મીતેશભાઇ અને એમના પરિવારે બાકીના રૂ.૫૦,૦૦૦ની વ્યવસ્થા કરી અને રીક્ષા લાવ્યા. 

હાલમાં મીતેશભાઇ બાળકોને સ્કુલે લઇ જવાના અને લાવવાના ફીક્ષ ભાડા બાંધી દિધા છે. જેના કારણે એમને મહીને નક્કી કર્યા મુજબની ચોક્કસ રકમ આવકના રૂપમાં મળવા માંડી છે. સ્કૂલ સિવાયના સમયમાં એ ફેરા કરવાનું કામ કરે છે. આમ સારી એવી આવક ઉભી થઇ છે. 

vssmમાંથી મળેલી મદદ માટે મિતેશભાઈ આભાર વ્યક્ત કરતાં કહે છે, ‘અત્યાર સુધી હું એવું કામ કરતો જેમાં મને જરાય રસ નહોતો પણ હવે મને ગમતું કામ કરું છું અને ઘરમાં વધારે ઉપયોગી બનું છું’

વિચરતી જાતિઓની સતત ચિંતા કરતા vssm સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓની મદદથી આ બધું શક્ય બન્યું છે જે માટે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ.. 

ફોટોમાં vssmમાંથી વગર વ્યાજની લોનથી લીધેલી રીક્ષા સાથે મીતેશભાઇ

VSSM’s interest free loans helps the Gadaliya families increase the scope of their business...


VSSM’s interest free loans helps the Gadaliya families
increase the scope of their business...
The Ghanteshawar area near Rajkot has a sizeable population of nomadic families.  When VSSM began woking here some time ago the conditions of the families here was similar to elsewhere in the state. Gradually the citizenry documents were processed and families began receiving their entitlements. Livelihood of the families here still remains a major issue as most are small time workers who find difficult sustaining of their limited means of income.

One such family is of Leelaben and Devjibhai Gadaliya.  The couple makes house hold and kitchen tools from tin sheets. Leelaben hand crafts the tools Devjibhai goes out to sell them. Sometimes the continuity of work gets affected because of unavailability of raw material as there are times they do not have enough savings to purchase raw material i.e. the tin sheets. In such times the couple was required to work as manual labourers.  Similar to them was the condition of  Ehsanben, a widowed lady who also earned her living by making kitchen tools etc. But Ehsanben had other issues as she did not have any one to sell her products, she just had to sell them to the wholesale merchant at the prices he offered. She wants abel to demand better prices for her products and make enough profit.

Kanubhai, VSSM’s team member in  the region was familiar with the economic issues of these families, so he recommended Leelaben and Ehsanben to VSSM for an interest free loan. The loan was to act as a  seed capital for these families. Now because of the loan the cycle of production-sale-procurement-production continues. The money they earn also helps in paying back the instalments of the loan. They are also able to save some of their earnings now!!!

Ehsanben Gadaliya working on their growing business..
“You are like God to us, we were clueless on how to go about in life, numerous people have come promised us the sky, taken money from us  and later never showed up. You have got us ration cards Adhaar cards, voter ID cards and now you are concerned about our livelihoods too…” says Devjibhai..and Ehsanben resonates similar feelings too…

VSSM has been instrumental in giving the nomadic families an identity, an address and is nurturing their livelihood dreams. The families are realising a new found financial liberation both from the debt and a continued income. There is a new found happiness amongst them .. and we at VSSM are happy because they are happy….

In the picture Leelaben Gadaliya and Ehsanben Gadaliya working on their growing business..


રાજકોટ નજીક આવેલા ઘંટેશ્વરમાં વિચરતી જાતિની વસાહતમાં લીલાબેન અને દેવજીભાઈ ગાડલીયા પરિવાર સાથે કાચા ઝુંપડામાં રહે. પતિ - પત્ની બંને શહેરમાંથી થોડાંક પતરા લાવીને ઝુંપડામાં તબકડા, ઝારા, સાણસી, ચીપીયા, તાવેતા, પતરાના ચૂલા બનાવે. લીલાબહેન ઘરે સામાન બનાવે અને દેવજીભાઈ ગામેગામ વેચવા જાય. ક્યારેક માલસામાન ન હોય ત્યારે નિરાશ થઇ બેસી રહે અને છુટક મજૂરીએ જાય.


આજ વસાહતમાં એસાનબહેન પણ રહે. વિધવા એસાનબહેન પરિવારનો ગુજારો લોખંડમાંથી વિવિધ વસ્તુ બનાવીને કરે. આમ તો એમની હાલત પણ લીલાબહેનના પરિવાર જેવી જ. પણ લીલાબહેનના પતિ સામાન વેચવા જાય પણ એસાનબહેનના ઘરમાં તો એવું કોઈ નહિ કે જે સામાન વેચવા જાય.. એટલે એ સામાન સ્થાનિક વેપારીને વેપારી કહે એ ભાવે વેચી દે છે. 

vssmના કાર્યકર કનુભાઈ બજાણીયાનો આ પરિવારોને સંપર્ક થયો. કનુભાઈએ આ પરિવારોની તકલીફ જાણી અને સારી રીતે વ્યવસાય કરી શકે એ માટે VSSM મારફન લોન અપાવી. કાચી સામગ્રી મળતાં આજે આ પરિવારનું આજીવિકા ચક્ર અખંડ ચાલે છે. માલસામાન વેચવાથી મળતા નાણાંમાંથી વગર વ્યાજની vssmની લોનનો હપ્તો ભરાય છે. સાથે જ બચત પણ થાય છે.

દેવજીભાઈ કહે છે “ તુમ હમારે ભગવાન કે સામાન હો, પતા નહિ થા ક્યાં કરના હૈ, લોગ આતે થે, પૈસે લે જાતે થે પર ઉન્હોને હમારે લિયે કુછ નહિ કિયા, તુમને હમારા રાશનકાર્ડ, આધારકાર્ડ, મતદારકાર્ડ બનવાકે દિયા ઔર હમારે ધંધે કી ભી આપ ચિંતા કરતે હો.” એસાનબહેનની લાગણી પણ કંઇક આવી જ છે.

વિચરતા સમુદાયને ઓળખ અને સરનામું અપાવવાનું, સ્વરોજગારમાં સહાય કરવાનું કાર્ય vssm થકી વસાહતોમાં થાય છે. આ પરિવારો સુખી થાય છે. એનો અમને આનંદ છે.

ફોટોમાં લીલાબહેન અને એસાનબહેન ગાડલિયા vssmની મદદથી પોતાનાં વિસ્તારેલા વ્યવસાય સાથે..

VSSM’s support helps Pinkubhai extend his business…

Pinkubhai Devipujak busy at work..
Pinkubhai Devipujak is a resident of Bhachau town in Kutchh. He and his family have been in the town for many years. Pinkubhai is physically challenged so his education got restricted and the opportunities of work aren’t many either. He earns his living by selling second hand clothes, clothes he purchases on credit  from Bhachau market. The income wasn’t decent but the could manage to sustain the family in limited means.

Pinkubhai’s elder son is a student of Satyam Balghar, so somedays as a parent he would visit the center to learn more on his son’s progress. During one such general interaction with Baldost Ishwarbhai he shared his occupational woes. “It would be more profitable if the clothes were purchased from Surat rather than Bhachau, but all that would require lot of capital investment and hence can’t do much about it,” he lamented.

Ishwarbhai requested VSSM to support Pinkubhai with an interest free loan of Rs. 15,000. The loan was sanctioned and Pinkubhai brought lots and lots of clothes from Surat. Since his clothes were different from the ones sold in the Bhachau his sales grew and income increased, profits increased.

Such financial support from VSSM is helping families build a sound financial future and nurture their dreams of a secured tomorrow.

કચ્છના ભચાઉમાં દેવીપૂજક પીન્કુભાઈ પરિવાર સાથે રહે. પીન્કુભાઈ પગે અપંગ છે. ઝાઝું ભણતર નહિ અને અપંગ હોવાના કારણે ભારે કામ કરી શકે નહિ. એટલે ભુજથી જુના કપડાં લાવીને બજારમાં વેચાવનું કામ કરે. આર્થિક હાલત એટલી સારી નહિ એટલે ઉધારમાં સામાન લાવે અને વેચે. વેપારી પણ ઉધાર માલ ઝાઝો આપે નહિ પણ ઘરનું ગાબડું ચાલ્યા કરતુ કરતુ.


પીન્કુભાઈનો મોટો દીકરો vssm સંચાલિત અને આરતી ફાઉન્ડેશનની મદદથી ચાલતા સત્યમ બાલઘરમાં ભણવા માટે આવે. ક્યારેક બાળકો બરાબર ભણે છે કે નહી એની તપાસમાં પીન્કુભાઈ પણ આવે. vssm ના કાર્યકર અને બાળકોના બાલદોસ્ત ઈશ્વર સાથે વાત કરે. એમાં એક વખત ધંધામાં ઝાઝું મળતર નથી મળતું એ અંગે વાત થઇ. ભુજ કરતા સુરતથી માલ લાવીને વેચે તો વધારે ફાયદો થાય એવું પીન્કુભાઈએ કહ્યું પણ મૂડી રોકાણ માટે પાસે પૈસા નહોવાથી આ બાબતે કશું કરી શકાતું નહોતું.

ઈશ્વરે પીંકુભાઈને રૂ.૧૫,૦૦૦ની લોન આપવા vssmમાં ભલામણ કરી અને એ લોનમાંથી એ સુરત જઈને સામાન લાવ્યા.. વધારે સામાન અને વેરાયટી ઘણી મળી એટલે ઘરાકી વધી.. નફો પણ સારો થાય છે.

vssm પાસેથી વગર વ્યાજની લોન લઈને પરિવારો સ્વતંત્ર વ્યવસાય કરતા થઇ ગયા છે.. બસ સૌ સારું કમાય અને આર્થિક રીતે સદ્ધર બને કોઈ પાસે એમણે હાથ લાંબા ના કરવા પડે એવી સ્થિતિ પર કુદરત એમને ઝડપથી લઇ આવે એવી પ્રાર્થના સાથે...

ફોટોમાં vssmની મદદથી વગર વ્યાજની લોન લઈને કપડાનો વેપાર કરતાં પીન્કુભાઈ

Dariyaben Gadaliya buys a hand cart from VSSM’s interest free loan...

Dariyaben Gadaliya with the hand cart she 
bought from VSSM’s support. 

Dariyaben Gadaliya and her son stay in Deesa town of Banaskantha. The responsibility of running the house was on the son, who earned living by working as a manual labourers. The son got married, had a family of his own and sustain the growing family on a single income was getting difficult. Dariyaben decided to take up some work and  once her got married and the financial requirement of the house increased. She decided to sell kitchen tool made of iron. This as such was their traditional occupation and Dariyaben had the necessary skill to conduct the business. She would buy the products from Deesa market, sit on a roadside to sell them and in the evening bring the unsold stuff back home. The issue she had was carrying all the goods back home and sitting on a roadside to sell the stuff.

Dariyaben, who is aware of the activities of VSSM in the region approached Maheshbhai, VSSM’s team member in the region with a request for an interest free loan of Rs. 5,000 to buy a hand cart. She felt buying a hand cart wold ease her problem of carrying the goods. With the loan from VSSM Dariyaben purchased a hand cart. Her business is doing good. Her loan was entirely repaid this month (October 2015). When she had come to repay the last instalment she told Maheshbhai..”I plan to expand my business…i want to sell more products…VSSM will have to give me a loan of Rs. 10,000 once I have planned the expansion.”

Such assertive statements show the ownership the communities have towards VSSM. Its their organisation, working for their betterment. Such small loans have helped numerous families rebuild their living. When women like Dariyaben thank the organisation and value the efforts it makes us take a sigh of relief….afterall everything was worth it….

બનાસકાંઠાના ડીસામાં દરીયાબહેન ગાડલિયા પોતાના દીકરા સાથે રહે. દીકરો છૂટક મજૂરી કરે. એના પણ લગ્ન થયા અને એનો પરિવાર પણ મોટો થતો ચાલ્યો. દરિયાબહેને દીકરાને મદદરુપ થવા માટે લોખંડના ઓજારો વેચવાનું નક્કી કર્યું. આમ પણ એ બાપીકો વ્યવસાય હતો અને એમાં એમને ફાવટ પણ હતી.. લોખંડના ઓજારો ખરીદ્યા પછી એ વેચવા ડીસા બજારમાં બેસવાનું એમણે શરુ કર્યું પણ સાંજે પથારાનો સામાન ભેગો કરીને ઘરે લઇ જવો મુશ્કેલ પડે.

vssm દ્વારા ડીસામાં રહેતાં વિચરતા પરિવારો સાથે થઇ રહેલાં કામને દરીયાબહેન જાણે.. એમને vssm દ્વારા નાના વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે એ અંગે ખબર. હાથલારી મળે તો સામાન વેચવામાં ઘણી સરળતા પડે એવું દરિયાબહેનને લાગે પણ એટલી મૂડી નહિ.. vssmના કાર્યકર મહેશ સાથે એમણે લારી માટે રૂ.૫,૦૦૦ની લોન આપવા વિનંતી કરી. લોનથી એ લારી લાવ્યાં. આજે સરસ વેપાર કરે છે. એમની લોન આ મહીને (ઓક્ટોબર -૧૫) પૂરી થઇ. લોનનો છેલ્લો આપતાં એમણે vssmઅન કાર્યકર મહેશને કહ્યું, ‘મારે હજુ વધારે સામાન વસાવવો છે એનું આયોજન થાય પછી vssmમાંથી મને બીજી રૂ.૧૦,૦૦૦ લોન આપવાની છે..’ vssm પર એમનો કેટલો હક છે એ એમની વાત પરથી સમજી શકાય છે.. vssmની નાનકડી મદદથી લોકો પગભર થઇ રહ્યાં છે. દરીયાબહેન જેવા બહેનો જયારે સંસ્થાનો આભાર માનતા હોય ત્યારે ખુબ સુખ અનુભવાય છે..

vssmની વગર વ્યાજની લોનથી દરીયાબેન ગાડલિયાએ હાથલારી ખરીદી છે એ જોઈ શકાય છે