Friday 20 September 2024

We wish for Harshadbhai and Ramilaben to be happy and successful...

Mittal Patel at Ramilaben's shop

 "I want to become a Collector," said little Ananya. She doesn’t fully understand what a Collector is, but her father, Harshadbhai, has planted this dream in her.

When asked why he wants her to become a Collector, Harshadbhai, our borrower, replied, "I want to be an ideal father for my daughter. I want her to be able to say with pride that her father worked hard for her."

Harshadbhai is not very educated. He works in a private company, but his income from the job is not enough. So, he decided to open a small shop in front of his house. He had faith that his wife, Ramilaben, would manage the shop. But they didn’t have the money to stock the shop.

They live in Dabhan, Kheda. Our worker, Rajnibhai, also lives in Dabhan. Harshadbhai discussed his business plans with Rajnibhai, who knew about his lack of capital. Eventually, Rajnibhai recommended that they seek financial assistance from VSSM, KRSF. We provided them with a loan of ₹50,000, which they used to set up a nice shop.

Ramilaben manages the shop, and their income has improved significantly. Ramilaben says, "When both of us earn, it makes a difference."

Through VSSM, KRSF, and Vimukta Foundation, we have provided loans to over 8,000 families, helping them start their own businesses. We wish for Harshadbhai and Ramilaben to be happy and successful.

'મારે કલેક્ટર થવું છે.'

નાનકડી અનન્યાયે આ કહ્યું.. કલેક્ટર એટલે કોણ એવી એને ઝાઝી ખબર ન પડે પણ એના પપ્પાએ એનામાં આ સ્વપ્ન રોપ્યું.

કલેક્ટર કેમ બનાવવી છે? એના જવાબમાં અનન્યાના પપ્પા એટલે કે અમારા લોનધારક હર્ષદભાઈએ કહ્યું, 'મારે મારી દીકરી માટે આદર્શ પિતા બનવું છે. મોટી થઈને એ ગર્વ સાથે કહી શકે કે મારા પિતાએ મારા માટે ખુબ મહેનત કરી..'

હર્ષદભાઈ ભણ્યા ઓછુ. ખાનગી કંપનીમાં નોકરી કરે પણ નોકરીની આવકમાં પુરુ ન થાય. એમણે ઘર આગળ નાનકડી દુકાન નાખવાનું નક્કી કર્યું. દુકાન સંભાળવાનું એમના પત્ની રમીલાબેન કરી લેશે એવો વિશ્વાસ. પણ દુકાનમાં સામાન લાવવા પૈસા નહીં. 

ખેડાના ડભાણમાં એ રહે. અમારા કાર્યકર રજનીભાઈ પણ ડભાણમાં રહે. રજનીભાઈ સાથે ધંધો કરવાની વાતો પણ થાય. મૂડી નથી એ રજનીભાઈ જાણે. આખરે રજનીભાઈએ જ  VSSM, KRSFમાંથી તમને પૈસા આપવાની ભલામણ કરી. અમે એમને લોન પેટે 50,000 આપ્યા. જેમાંથી એમણે સરસ દુકાન કરી.. 

રમીલાબેન દુકાન સંભાળે. આવક પણ સારી થઈ રહી છે.. રમીલાબેન કહે, 'બે જણા કમાય તો ફરક તો પડે જ..'

VSSM, KRSF અને વિમુક્ત ફાઉન્ડેશન થકી 8000 થી વધારે પરિવારોને લોન આપી એમને સ્વતંત્ર ધંધો કરતા કર્યા છે... 

હર્ષદભાઈ અને રમીલાબેન સુખી થાય એવી શુભભાવના...

#MittalPatel #vssm #loanservices #annya #collector #mydadmyhero

Rajnibhai works in private company but he wants to open
small shop near his house who will manage by her wife
ramila and he gets loan for the same from VSSM



Rajnibhai's daughter Ananya tells Mittal Patel that she
wants to become Collector

Mittal Patel meets Ramilaben and Rajnibhai and her daughter
Ananya at their shop


VSSM’s support helps Rajubhai to expand his own buisness…

Mittal Patel meets Rajubhai in Mahisagar village

 Rajubhai used to sell flowers and flower garlands on retail basis in Jetpurgaam, Mahisagar.

There was no much demand of flowers in the village, so he used to go to Lunawada market with a rented cart carrying flowers.

He used to earn just enough to live from day to day. He knew that if he could get a work order to decorate wedding mandap and cars, the income will be good. But how would he get such big orders while working from just a cart?

We work to change the lives of acrobat families living in Jetpur. Our associate Vinodbhai regularly goes to Jetpur. Many families living in the village took loans from us and made good money.

Rajubhai also asked for a loan and we lent him a loan of Rs. 30,000. With this money, he rented a shop and bought more quantity of flowers. Resultantly, he started getting bigger orders to deliver flowers to weddings.

After that he took another loan of 50,000. That helped him generate more income. He bought Ecko car. If and when he gets an order in surrounding villages of Lunawada, he goes to fullfill orders there too. The car helped him to increase scope of his work.

Rajubhai's wife also helps him making flower garlands sitting home. Rajubhai dreams big. Because he is diligent, we are sure his dreams surely will materialize. 

Respected Pratulbhai Shroff and his Dr. K. R. Foundation are also now involved in self-reliance activities with VSSM. We are sure  that thousands of families will be helped by this association...

We wish everyone happiness and prosperity...

ફુલોના હાર ને છુટક ફુલ વેચવાનું કામ કરતા રાજુભાઈ મહિસાગરના જેતપુરગામના.

ગામમાં તો ફુલોનો એવો કોઈ વેપાર થાય નહીં એટલે લુણવાડાની બજારમાં ભાડાની લારી લઈને એ ફુલો લઈને ઊભા રહે.

રોજ જીવાય એટલું કમાય. લગ્ન મંડપ અને ગાડીઓ શણગારવાનું કામ મળે તો આવક સારી થાય એવું એ જાણે પણ લારી પર કામ કરનારને આવા ઓર્ડર ક્યાંથી મળે?

જેતપુરમાં રહેતા બજાણિયા પરિવારોની જિંદગી બદલાય એ માટે અમે કામ કરીએ. અમારા કાર્યકર વિનોદભાઈ નિયમીત જેતપુર જાય. ગામમાં રહેતા ઘણા પરિવારોએ અમારી પાસે લોન લીધી ને બે પાંદડે થયા.

રાજુભાઈએ પણ લોન માંગી અમે 30,000 લોન પેટે આપ્યા. એમાંથી એમણે એક દુકાન ભાડે લીધી ને વધારે ફુલો લાવ્યા. એમને લગ્નમાં ફુલો પહોંચાડવાના ઓર્ડર મળવા લાગ્યા.

એ પછી એમણે બીજી 50,000ની લોન લીધી. આવક પણ વધવા માંડી. ઈકો ગાડી લીધી ને હવે લુણાવાડા આસપાસના ગામોમાં ઓર્ડર મળે તો ત્યાં જઈને એ કામ કરવા માંડ્યા. ગાડી આવવાથી એમના કામનો વ્યાપ વધ્યો..

રાજુભાઈના પત્ની પણ ઘેર બેઠા ફુલોના હાર બનાવવામાં મદદ કરે.. રાજુભાઈના સપના મોટા. પણ એ મહેનતુ છે એટલે એ સાકાર પણ થશે..

વળી આદરણીય પ્રતુલભાઈ શ્રોફ - ડો.કે.આર.ફાઉન્ડેશન હવે VSSM ની સાથે સ્વાવલંબન પ્રવૃતિમાં સાથે.. એમના સંગાથથી હજારો પરિવારોને મદદરૃપ થઈ શકાશે એ ચોક્કસ...

સૌ સુખી થાય તેવી શુભભાવના...

#krsf #vssm #MittalPatel #mahisagar



Mittal Patel with Rajubhai

Rajubhai's wife also helps him making flower garlands