Sunday, 3 March 2024

VSSM wishes more prosperity to Bhagatbhai...

Mittal Patel visits Bhagatbhai's farm

In Gujarat a straight forward gentleman is known as  "Bhagat". In Dabhan village in Kheda district we met a gentleman by the name "Bhagat".

He requested me to come & see his farm when we had gone to our associate Rajnibhai's house for lunch. Before I could ask him why he wanted us to come & see his farm, he said that it was VSSM which gave him a loan of Rs 50,000 and the farming that he has done is because of that. Now I understand the reason for Bhagat's invitation to see his farm.We reached Bhagatbhai's farm passing through a tobacco farm for which kheda is famous. He had planted brinjals. 

I asked Bhagatbhai that these days most people do not like farming. Why do you like it ? He said that he is not much educated and he has a good grip on farming as compared to other vocations.  I was happy when I heard Bhagatbhai's answer. Many feel ashamed to admit that they do farming for living. There was a time when farming was considered to be the best vocation compared to other businesses and jobs. However today people prefer to take up any jobs even if it requires them to go to cities. Villages have become desolate.

Bhagatbhai said that if VSSM had not given him the loan, then he would have borrowed at a very high rate of interest. It would have been very difficult to save after paying such high interest. Since the VSSM loan is interest free, he could save. Earlier too he had taken a loan from VSSM which had benefited him a lot.

Shri Pratulbhai from Dr K R Shroff Foundation has supported us a lot in our loan program. KRSF & VSSM with their associates have so far reached out to more than 8,000 individuals and made them independent. The feeling that you all are with us is a source of joy for me. Bhagatbhai's feelings are nice and we wish more prosperity to him.

આપણા ત્યાં આમ તો સજ્જન લાગતા માણસને સૌ ભગતના ઉપનામથી ઓળખે. પણ ખેડાના ડભાણમાં અમને ભગતભાઈ નામવાળા વ્યક્તિ મળ્યા.

મારી ખેતી જોવા આવો બેન એવું અમારા કાર્યકર રજનીભાઈના ઘરે અમે જમવા ગયા ત્યારે એ કહેવા આવ્યા. ભગતભાઈ ખેતી જોવા આવવાનું કેમ કહે છે એ વિષે સવાલ પુછુ એ પહેલાં જ એમણે કહ્યું,

'મને VSSM એ ભાગવું ખેતર રાખવા 50,000ની લોન આપી એમાંથી ખેતી કરી છે માટે.'

હવે ખેતી જોવા આવવાનું આમંત્રણ મળ્યાનું કારણ સમજાયું. 

અમે જમીને પહોંચ્યા ભગતભાઈના ખેતરે. તમાકુની ખેતી માટે ખેડા જાણીતું. તે તમાકુના ખેતર વટાવતા અમે ભગતભાઈના ખેતરે પહોંચ્યા. એમણે રીંગણાની ખેતી કરેલી. 

'આજે લોકોને ખેતી ગમતી નથી ત્યારે તમે ખેતી કેમ પસંદ કરી?'

'હું ઝાઝુ ભણ્યો નથી વળી બીજા વ્યવસાય કરતા મને ખેતીમાં ફાવટ છે એટલે..'

સાંભળીને રાજી થવાયું. આજે ખેતી કરુ છુ એવું કહેવામાં લોકો શરમ અનુભવે. 

એક સમય હતો જયારે ખેતીને ઉત્તમ, મધ્યમ વેપાર અને નોકરીને કનિષ્ક માનવામાં આવતી એની જગ્યાએ આજે લોકોને નોકરી એ પણ શહેરમાં હોય એવી ગમે..એટલે ગામડાં ભાંગી રહ્યા છે..

ભગતભાઈએ કહ્યું, 'તમે પૈસા ન આપ્યા હોત તો મારે વ્યાજવા લેવા પડત. એમાં સરવાળે કશું બચત નહીં. પણ આ લોન મળી જેમાં વ્યાજ નથી એટલે બચત થવાની. અગાઉ પણ મે લોન લીધી હતી તેમાં પણ મને સારી એવી બરકત થઈ.'

KRSF ના આદરણીય પ્રતુલભાઈનો સ્વાવલંબન કાર્યક્રમમાં અમને ઘણો સહયોગ. KRSF અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોએ મળીને 8000 થી વધારે લોકોને અત્યાર સુધી લોન આપીને પગભર કર્યા છે. આપ સૌ પ્રિયજનો સાથે છો એનો રાજીપો વ્યક્ત કરુ છું. 

ભગતભાઈની ભાવના સારી છે માટે બરકત થાય છે. ભગતભાઈ બે પાંદડે થાય તેવી શુભેચ્છાઓ... 

#MittalPatel #vssm #loanservices #Swavlamban #rojgari #farmerlife





No comments:

Post a Comment