Sunday, 17 March 2024

VSSM's swavlamban initiative helps vershibhai to grew his income and savings

Mittal Patel meets Vershibhai and his wife at his farm

I used to lift & arrange gunny bags in the godown. For each bag that I lifted & arranged, I used to get one rupee.

In my youth I could do this type of work. .Now I get tired though I am not very old. My body is now tired since I have been working from a very young age. I was staying in a temporary shed in Sector 13 of Gandhinagar. However all sheds were demolished. Everything was haywire. With my earnings of Rs200-Rs 250 per day it was not possible to have my own house.

Vershibhai narrated this sad story of his life  Sanjaybhai staying in Gandhinagar helps VSSM in its  various activities. He asked Vershibhai to become a vegetable vendor. Vershibhai thought about it and decided to rent a small farm at Uvarsad to plant vegetables. But he did not have the capital to pay a deposit for the farm land. VSSM decided to help him by giving a soft loan. After that his life was on track.

On the rented land that he got, he built a temporary house  Though the land was not his, he at least got a house to stay for which Vershibhai was happy. From the loan given by VSSM he increased the crop production. His income grew and so did his savings. We wish & pray that Velshibhai attains success & becomes independent in his life. We are thankful to all our wellwishers. It is with their help that we are able to help almost 7000 families with loans. it is our desire to help more such families.

ગોદામમાં કોથળા ઉપાડી ગોઠવવાનું કમ હું કરતો. 1 કોથળો ખબા ઉપર ઉપાડી થપ્પીમાં ગોઠવું તેનો 1 રૂપિયો મળતો. જુવાનીમાં આ બધુ કામ મારાથી થતું. પણ હવે થાક લાગે. ઉંમર કાઈ બહુ મોટી નથી પણ નાનપણથી ધંધે લાગ્યો એટલે શરીર થાક્યું. ગાંધીનગર માં સેક્ટર -13 માં છાપરા આવેલા ત્યાં રહેતો.પણ અમારા છાપરા બે વર્ષ પેહેલા તૂટયાં. બધુ વેર વિખેર થઈ ગયું. કોથળા ઉપાડીને રોજના 200 થી 250 કમાતો. આવામાં પોતાનું ઘર તો ક્યાંથી થાય?

વેરશીભાઈએ ભારે વેદના સાથે પોતાની વેદના વર્ઠાવી. ગાંધીનગર માં રહેતા સંજયભાઈ VSSM દ્વારા થઈ રહેલા સમાજકર્યો માં મદદ કરે તેમને વેરશીભાઈ ને શાકભાજી નો ધંધો કરવા સમજાવ્યા. વેરશીભાઈએ પણ ગાંધીનગર પાસે આવેલા ઉવારસદમાં ભાગવી ખેતી રાખવાનું નક્કી કર્યું. જ્યાં એ શાકભાજી વાવી શકે. પણ ભાગવી જમીન રાખવા તેમની પાસે મૂડી નહી અમે એમને નાનકડી લોન આપી ને વેરશીભાઈ ની જિંદગી પાટે ચડી.

ઘર તૂટ્યું હતું તે ભાગવી જમીન મળતા ત્યાં છાપરું કરીને રહેવા મળ્યું આમ ભલે પારકી પણ છત થઈ તેનો વેરશીભાઈને આનંદ બાકી VSSMમાંથી આપેલી લોનમાંથી એમણે સારો વેપાર વધાર્યો આવક ની સાથે સાથે બચત પણ કરે છે ખૂબ એમને પાક્કું પોતાનું ઘર કરે એ માટે વેરશીભાઈ તેમના કાર્ય મા સફળ થાય તેમ ઈછીએ છીએ સ્વાવલંબન આમરા કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોના અમે આભરી છીએ અત્યાર સુધી 7000થી વધુ પરીવારોને લોન આપી પગભર કર્યા છે વધુ લોકોને પગભર કરવાની નેમ

#MittalPatel #businessloans #interestfreeloans #gandhinagar #vssm #gujarat #livelihoodprogram

Vershibhai narrates his story of transformation to Mittal Patel

Vershibhai also sells vegetables

From the loan given by VSSM, vershibhai increased crop 
production











VSSM holds Lalabhai's hand in his rough times...

Mittal Patel meets Lalabhai

Is it not risky to give a loan to a person who has gone bankrupt.?

It is risky but I did not find Lalabhai cunning. We have been helping such families for many years. Then why not Lalabhai ?

Our associate Paresh, young & enthusiastic, has been with us since he was 18-19 years old. He told us about Lalabhai and we could feel that Paresh has imbibed the culture of service.

Lalabhai stays in Ghodiyal village of Banaskantha. He became a graduate. However he had immense love for Cows.. It was his desire to build a cowshed. He borrowed money and bought four cows. The place where he used to tie the cows caught fire and all the cows were killed.  Paresh realised this and extended a loan of Rs 40,000. Lalabhai bought a cow out of this. This cow was grazing in the field. It did not see the well in the middle and fell in it and drowned & died. Our loan instalments got stalled. Moreover he was also not able to pay the private lender. 

What to do now ? When Lalabhai was asked this question, he asked for a loan. to buy a cow. The cow business was not very favourable to Lalabhai. So he decided to do something else. He challenged nature that you give me troubles I will not lose my hope  & my strength.

Lalabhai had gone bankrupt and in such a condition, Paresh had faith in Lalabhai and gave him a loan again. Again Lalabhai got a cow. He paid off one loan and he again got another loan and bought another cow. Today he has three cows. Apart from this he gives milk to the dairy collection and from whatever profit he makes he buys & sells cows out of it. Gradually his loan also got repaid.      

People normally get dejected if they do not succeed. and gives up the work he was good at. But if he persists he may succeed 

Lalabhai persisted. His intentions were good. He succeeded. 

We can learn from Lalabhai how to fight against failures and win.

'દેવાળિયું ફૂક્યું હોય એવા વ્યક્તિને લોન આપવાનું સાહસ કરવું જોખમી ન ગણાય?'

'જોખમી તો ગણાય. પણ મને લાલાભાઈ લુચ્ચા ન લાગ્યા અને આપણે આવા પરિવારોને બેઠા કરવાનું વર્ષોથી કરીએ તો લાલાભાઈને કેમ નહીં?'

કાર્યકર પરેશ.. યુવાન અને ઉત્સાહી.. એ 18-19 વર્ષનો હતો ત્યારેથી અમારી સાથે જોડાયેલો. એણે આ વાત કરી એનાથી સેવાના સંસ્કાર એનામાં બરાબર ઉતર્યાનું લાગ્યું.

લાલાભાઈ બનાસકાંઠાના ઘોડિયાલમાં રહે. સ્નાતક થયા. પણ એમને ગાયો માટે ઘણો પ્રેમ. એમની ઈચ્છા ગાયોનો તબેલો કરવાની. એમણે વ્યાજવા પૈસા લઈને ચાર ગાય લાવ્યા. જે વાડામાં ગાયો બાંધતા ત્યાં આગ લાગીને લાલાભાઈ ત્યાં પહોંચી બધુ થાળે પાડે તે પહેલાં ગાયો ભસ્મીભૂત થઈ ગઈ. 

અમારા પરેશને આ ખ્યાલ આવ્યો એણે લાલાભાઈને 40,000ની લોન VSSM માંથી અપાવી. લાલાભાઈ એમાંથી ગાય લાવ્યા.

આ ગાય ખેતરમાં ચરિયાણ કરી રહી હતી. ખેતરમાં કૂવો દેખાયો નહીં એ એમાં પડી ને મૃત્યુ પામી. 

અમારી લોનના હપ્તા તો ખોટકાયા. પણ જેમની પાસેથી એમણે વ્યાજવા પૈસા લીધા હતા તેના પણ હપ્તા ન ભરી શકાય.

હવે શું કરવું છે? એવું લાલાભાઈને પુછ્યું ને એમણે કહ્યું લોન આપો ગાય લાવવી છે..

લાલાભાઈએ ગાયોના ધંધામાં બરકત નથી. લાવ બીજુ અજમાવું એવું ન વિચાર્યું. એમણે જાણે કુદરતને પડકારી કે તુ દુઃખ આપ હું હિંમત નહીં હારુ.

લાલાભાઈએ દેવાળુ ફૂંકેલું. આવામાં નવી લોન અપાય કે નહીં તે મૂંઝવણ વચ્ચે VSSM ના કાર્યકર પરેશે ભરોષો કરી લોન આપી. ફરી ગાય લાવ્યા. એક લોન પતી ને બીજી લીધી ને ફરી ગાય લાવ્યા. આજે એમની પાસે ત્રણ ગાયો છે. એ સિવાય ડેરીમાં દૂધ ભરાવી જે નફો થાય એમાંથી એ ગાયો લે વેચનું કામ પણ કરવા માંડ્યા.

દેવું પણ ધીમે ધીમે ઉતરી રહ્યું છે..

માણસો નિષ્ફળતામાં હતાશ થઈ જઈને જે કામમાં તેમણે હાથ અજમાવ્યો હોય એ છોડી દેવાનું કરે. પણ કદાચ ટકી રહે તો એ નિષ્ફળતા પછી તુરત સફળતા મળી શકે..મુદ્દો ખાલી ટકવાનો ને હિંમત ન હારવાનો છે.. 

લાલાભાઈ ટકી રહ્યા.. વળી એમની નિષ્ઠા પાક્કી હતી એટલે એ સફળ પણ થયા..

લાલાભાઈ પાસેથી આપણે સૌએ મુશ્કેલીમાં પણ ટકી રહેવાની વાત શીખવા જેવી...

Mittal Patel with Lalabhai and our coordinator Paresh Raval

VSSM's swavlamban initiative helps lalabhai to buy cow

Lalabhai took loan from VSSM and gradually his loan 
also gets repaid











Sunday, 3 March 2024

VSSM wishes more prosperity to Bhagatbhai...

Mittal Patel visits Bhagatbhai's farm

In Gujarat a straight forward gentleman is known as  "Bhagat". In Dabhan village in Kheda district we met a gentleman by the name "Bhagat".

He requested me to come & see his farm when we had gone to our associate Rajnibhai's house for lunch. Before I could ask him why he wanted us to come & see his farm, he said that it was VSSM which gave him a loan of Rs 50,000 and the farming that he has done is because of that. Now I understand the reason for Bhagat's invitation to see his farm.We reached Bhagatbhai's farm passing through a tobacco farm for which kheda is famous. He had planted brinjals. 

I asked Bhagatbhai that these days most people do not like farming. Why do you like it ? He said that he is not much educated and he has a good grip on farming as compared to other vocations.  I was happy when I heard Bhagatbhai's answer. Many feel ashamed to admit that they do farming for living. There was a time when farming was considered to be the best vocation compared to other businesses and jobs. However today people prefer to take up any jobs even if it requires them to go to cities. Villages have become desolate.

Bhagatbhai said that if VSSM had not given him the loan, then he would have borrowed at a very high rate of interest. It would have been very difficult to save after paying such high interest. Since the VSSM loan is interest free, he could save. Earlier too he had taken a loan from VSSM which had benefited him a lot.

Shri Pratulbhai from Dr K R Shroff Foundation has supported us a lot in our loan program. KRSF & VSSM with their associates have so far reached out to more than 8,000 individuals and made them independent. The feeling that you all are with us is a source of joy for me. Bhagatbhai's feelings are nice and we wish more prosperity to him.

આપણા ત્યાં આમ તો સજ્જન લાગતા માણસને સૌ ભગતના ઉપનામથી ઓળખે. પણ ખેડાના ડભાણમાં અમને ભગતભાઈ નામવાળા વ્યક્તિ મળ્યા.

મારી ખેતી જોવા આવો બેન એવું અમારા કાર્યકર રજનીભાઈના ઘરે અમે જમવા ગયા ત્યારે એ કહેવા આવ્યા. ભગતભાઈ ખેતી જોવા આવવાનું કેમ કહે છે એ વિષે સવાલ પુછુ એ પહેલાં જ એમણે કહ્યું,

'મને VSSM એ ભાગવું ખેતર રાખવા 50,000ની લોન આપી એમાંથી ખેતી કરી છે માટે.'

હવે ખેતી જોવા આવવાનું આમંત્રણ મળ્યાનું કારણ સમજાયું. 

અમે જમીને પહોંચ્યા ભગતભાઈના ખેતરે. તમાકુની ખેતી માટે ખેડા જાણીતું. તે તમાકુના ખેતર વટાવતા અમે ભગતભાઈના ખેતરે પહોંચ્યા. એમણે રીંગણાની ખેતી કરેલી. 

'આજે લોકોને ખેતી ગમતી નથી ત્યારે તમે ખેતી કેમ પસંદ કરી?'

'હું ઝાઝુ ભણ્યો નથી વળી બીજા વ્યવસાય કરતા મને ખેતીમાં ફાવટ છે એટલે..'

સાંભળીને રાજી થવાયું. આજે ખેતી કરુ છુ એવું કહેવામાં લોકો શરમ અનુભવે. 

એક સમય હતો જયારે ખેતીને ઉત્તમ, મધ્યમ વેપાર અને નોકરીને કનિષ્ક માનવામાં આવતી એની જગ્યાએ આજે લોકોને નોકરી એ પણ શહેરમાં હોય એવી ગમે..એટલે ગામડાં ભાંગી રહ્યા છે..

ભગતભાઈએ કહ્યું, 'તમે પૈસા ન આપ્યા હોત તો મારે વ્યાજવા લેવા પડત. એમાં સરવાળે કશું બચત નહીં. પણ આ લોન મળી જેમાં વ્યાજ નથી એટલે બચત થવાની. અગાઉ પણ મે લોન લીધી હતી તેમાં પણ મને સારી એવી બરકત થઈ.'

KRSF ના આદરણીય પ્રતુલભાઈનો સ્વાવલંબન કાર્યક્રમમાં અમને ઘણો સહયોગ. KRSF અને VSSM સાથે સંકળાયેલા સ્વજનોએ મળીને 8000 થી વધારે લોકોને અત્યાર સુધી લોન આપીને પગભર કર્યા છે. આપ સૌ પ્રિયજનો સાથે છો એનો રાજીપો વ્યક્ત કરુ છું. 

ભગતભાઈની ભાવના સારી છે માટે બરકત થાય છે. ભગતભાઈ બે પાંદડે થાય તેવી શુભેચ્છાઓ... 

#MittalPatel #vssm #loanservices #Swavlamban #rojgari #farmerlife