Thursday, 8 June 2023

Families from nomadic communities begin independent businesses after availing loan from VSSM..

Mittal Patel meets Prakashbhai
in Surendranagar

 ‘I want to expand my business; however, I need capital to do that!’

Surendranagar’s Prakashbhai tells me. When I had met him last, some 1.5 years ago, he used to walk around to collect trash in an oversized shoulder bag, and now he aspired to expand his business. I was a little surprised at his plans!

Last year we gave Prakashbhai and other Nathbawa families who collected trash on their shoulders paddle rickshaws as part of our tool/livelihood support initiative. The amount of junk they can carry in a rickshaw is much more than they can lug over their shoulders. In fact,  the paddle rickshaw proved to be a game-changer.

These families could cover 3-4 kilometers on foot, but the paddle rickshaw enabled them to travel across 10-12 kilometers to gather trash. The increase in collected trash means their income also increased. Many families then bought an auto-rickshaw so that they could travel even farther. Prakashbhai also bought a rickshaw and got his house repaired. The economics of scale works well for these small-income earners. With more trash on hand, they could wait and let the pile grow and sell in bulk and earn more income.

Prakashbhai is a fast learner and quickly understands the tricks of the trade. This business promises a good income, but I need to be capable of holding the stock; if the need arises, I also should be able to loan money to people I buy trash from, and selling it all to an appropriate place will only ensure a good income.

I was thrilled to listen to Prakashbhai’s informed talks; he, too, had begun to dream big to broaden his horizon.

It may seem insignificant, but it helped us learn the importance of small support and the dreams it can inspire.

Of course, we want Prakashbhai’s dreams to come true, and we will support to make that happen.

'ભંગારનો ધંધો મોટો કરવો છે.. પણ એ માટે રોકાણ વાઘેર જોઈએ.'

સુરેન્દ્રનગરમાં રહેતા પ્રકાશભાઈએ આ કહ્યું. આમ તો એકાદ દોઢ વર્ષ પહેલાં એ મળ્યા ત્યારે તો એ ખભા પર કોથળો લઈને ભંગાર ભેગુ કરતા. એમાંથી સીધા ભંગારનો ડેલો કરવાનો વિચાર!

વાત જાણે એમ બની...પ્રકાશભાઈ જેવા કેટલાક નાથબાવા પરિવારો કે જેઓ ખભા પર કોથળો લઈ ભંગાર ભેગુ કરવાનું કરે તેમને અમે પેડલ રીક્ષા આપી. પેડલ પર ભંગાર વધારે ભેગું થઈ શકે. ખભા પર કોથળો લઈને ભેગુ કરવામાં મર્યાદા આવી જાય માટે. 

પણ આ પેડલે તો કમાલ કરી દીધી. પગે ચાલીને બે ચાર કિ.મી. ફરી શકાય પણ પેડલ આવતા ભંગાર બેગુ કરવા દસ બાર કી.મી. દૂર જઈ શકાય. વળી ભેગુ પણ વધારે થાય આમ આવક ઘણી વધી. લોકો વધારે દૂર જઈ શકાય એ માટે જૂનામાંથી રીક્ષા લાવ્યા. પ્રકાશભાઈ પણ રીક્ષા લાવ્યા. ઘર પણ ઠીક ઠાક કરાવ્યું.

પહેલાં જે ભંગાર ભેગો થતો તે ઘર ચલાવવા સંદર્ભે વેચી દેવો પડતો હવે ભંગાર વધારે પ્રમાણમાં ભેગો કરીને પછી વેચે છે જેથી એમને વધારે સારો ભાવ મળે છે.

આમ પ્રકાશભાઈને હવે ઘંઘો સમજાઈ રહ્યો છે એમણે કહ્યું, 'આમાં આવક છે. પણ બસ ભંગાર ઝાઝો ભેગો કરીને રાખી શકવાની ક્ષમતા જોઈએ સાથે જેમની પાસેથી આપણે ભંગાર લઈએ એમને ઉપાડ આપવો પડે અને ભંગારની વસ્તુઓના જ્યાં સારા ભાવ મળે ત્યાં એ આપવાનું કરીએ તો પૈસા સારા મળે.'

પ્રકાશભાઈની વાત સાંભળી રાજી થવાયું. એમની આંખો સ્વપ્ન જોતી થઈ એ પણ ગમ્યું. 

આમ તો વાત નાનકડી છે. પણ કોઈને નાનકડી મદદ કરીએ તો એ કેવા સ્વપ્ન જુએ એ પ્રકાશભાઈના કિસ્સામાં સમજાયું. 

બસ એમનું સ્વપ્ન ફળે તે માટે પણ મદદ કરીશું.

#MittalPatel #vssm #livelyhood #loan #interestingfacts #loantolive



VSSM provided paddle rickshaw to prakashbhai under its
tool support program

Mittal Patel thrilled to listen to Prakshbhai's informed talks

Prakashbhai bought auto-rickshaw so that he could travel 
more and collect more trash

The current living condiition of nomadic families


No comments:

Post a Comment