Friday 5 February 2021

Small loans by VSSM are working wonders to provide much need financial stability and independence to these very poor families...

Govindbhai sharing his success story to Mittal Patel

The rich and the privileged will find it difficult to comprehend the power of small loans and support. The Swavlamaban initiative has woken us up to the massive positive impact of the small loans/support. And by small we mean Rs. 10k or 20k. While we might contemplate the benefits of such small loans, it has changed the lives of many impoverished families. But, when the money is loaned with good intention,  the loanees have managed to multiply it 100 times.  One such beneficiary is Govindbhai from Gandhinagar’s Delwada.

Govindbhai and his family live in a mud house, they earn their living from selling vegetables. He had a second-hand chakdo automobile that required repairs before it could become worthy of use. VSSM is striving to enable the families of Delwada to obtain residential plots. Our Rizwan would watch the chakdo lying ideal in from of Govindbhai’s house, on inquiring he learnt about the reason for it not being in use. VSSM recommended Govindbhai for a loan of Rs. 10,000. The loan amount  enabled Govindbhai to repair the chakdo and also rent a small piece of farmland where he began growing vegetables.

VSSM shares regular updates on its social media handles of success stories and learnings of individuals and families whose lives have been positively transformed because of VSSM’s interest-free loans. Govindbhai would regularly read these updates and understand the essence of the loans which is not just revival of their traditional occupations but practising financial prudence as well. 

“Ben, because of the understanding you always give, I have managed to save Rs. 90,000. I was to build a good house hence have saved Rs. 70,000 for the same and Rs. 20,000 is rotating capital for my business. I also purchased a second-hand motorbike. Life would have been much better if you had met us before !!!” Govindbhai shared when I was in Delwada recently.

‘It is never too late to do the right thing…” I replied as I was leaving.

The free food and money is not a long term option for poverty elevation, the poor families need permanent and sustainable remedies that can help them earn their living with dignity. It is here that small loans by VSSM are working wonders to provide much need financial stability and independence to these very poor families.

And it is all because of you that we can become instrumental in heralding this change.  Gratitude always!!

દસ - વીસ  હજાર રૃપિયા કોઈની જિંદગી બદલી શકે? પ્રથમ તો આટલી રકમમાંથી તે વળી શું થાય? એવું આપણે માનીએ. પણ સાચી સમજણ અને પવિત્રભાવ સાથે કોઈને મદદ કરીએ તો એકમાંથી હજાર થઈ શકે એ #ગાંધીનગરના #દેલવાડામાં રહેતા ગોવિંદભાઈને મળીએ તો સમજાય.

ઈંટ માટીથી બનાવેલા છાપરાંમાં ગોવિંદભાઈનો પરિવાર રહે ને શાકભાજીનો વેપાર કરે. જુનામાં છકડો રીક્ષા લીધી. પણ રીપેરીંગ કરાવ્યા વગર એ ચલાવી શકાય એમ નહોતી. અમે દેલવાડામાં રહેતા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે પ્રયત્ન કરીએ. ગોવિંદભાઈના ઘર આંગણે પડેલી રીક્ષા અમારા કાર્યકર રીઝવાન જુએ. એક વખત પુછતા સ્થિતિનો ખ્યાલ આવ્યો. VSSMમાંથી દસ હજારની લોન આપી. જેમાંથી એમણે એન્જીન બંધાવ્યું ને થોડી રકમ બચી તેમાં કાંઈક એમણે ઉમેર્યા અને જમીનનો નાનકડો ટુકડો ઉધેડ રાખ્યો. ને એમાં વાવી શાકભાજી..

સંસ્થામાંથી લોન લઈને સફળ થયેલા લોકોની વાતો અમે યુ ટ્યુબ કે ફેસબુક પર લખીએ. આ બધુ ગોવિંદભાઈ વાંચે ને જુએ. અમે દરેક લખાણમાં - વાતમાં આર્થિક સદ્ધરતાની, બચતની વાત ભારપૂર્વક કહીએ. ગોવિંદભાઈ આ વાત બરાબર સમજ્યા.

હમણાં દેલવાડા જવાનું થયું ત્યારે એ મળ્યા ને ખાસ કહ્યં, 'બેન તમે સમજણ આપી તે હાલ મારી પાસે નેવું હજારની બચત છે. સારુ ઘર બનાવવું છે તે સીત્તેર હજાર બેંકમાં મુક્યા છે ને ધંધા માટે વીસ હજાર હાથ પર છે. જુનામાંથી બાઈક લીધું છે. તમે પહેલાં મળ્યા હોત તો અવેરવાનું અમે વહેલાથી શરૃ કરી દીધુ હોત..'

જાગ્યા ત્યારથી સવાર ગોવિંદભાઈ એવુ કહીને ત્યાંથી નીકળી...

આર્થિક સ્થિતિ નબળી હોય તે માણસને ખાવાનું કે અન્ય મદદ એક કે બે વખત માટે આપણે કરી શકીએ. આખી જીંદગી આપણે એને પોષી ન શકીએ. આવામાં તેને પગભર કરીએ તો એ પોતાનું જાતે કરતો થઈ જશે.

આવા વંચિતોના કલ્યાણમાં નિમિત્ત બનવા માટે મદદ કરનાર સૌ સ્નેહીજનોનો આભાર... આપની મદદથી જ આ બધુ શક્ય બન્યું...

#mittalpate #VSSM #livelihood

#gandhinagar #nomadicfamiles

#employment #business #dream

#humanity #humanrights

No comments:

Post a Comment