Mittal Patel with Govindbhai |
There are numerous individuals around us to who do not have material comforts yet they manage to live their life with joy and contentment. It is as if the mantra of their life is to find happiness in little things. It is when we meet people like these that we too find humble reasons to lead a joyous life.
Govindbhai resides in Delwada village in Gandhinagar, his economic condition is pathetic, even the place where his straw-mud house is built does not belong to him. The means of earning are ‘whatever available’ yet life goes on most importantly without any complaints!!
Whilst working with deprived families, we motivate them to work and earn their living with honesty so that they are equipped to resolve their own issues in future. They are empowered enough to resolve the difficulties they face, and do not have to depend on others to address their challenges be it government or society.
VSSM’s Rizwan works with the families of Govindbhai’s settlement, we have been trying to help these families obtain residential plots. Rizwan also talks about the various efforts VSSM does to elevate these families from the cycle of poverty. “I know a little about buffalo trade. If I get small capital, I could buy a buffalo calf, care for her, raise her and sell once she is fully grown. This way I will earn a decent amount.” Govindbhai had shared with Rizwan.
If people like Govindbhai aspire to improve their economic well-being half our goal is achieved. We provided a loan to Govinndbhai. He bought a buffalo calf and raised it for one and a half year, she has matured now and Govindbbhai plans to sell her, from which he will buy 2-3 calves.
Govindbhai has also repaid the VSSM loan and he has the capital to buy more calves. If a person is powered by enthusiasm and zeal he/she can move mountains and this has been proved to be true by Govindbhai, who as mentioned has lived his life with contentment.
Rizwan is an honest and meticulous fellow team member, it is because of him we met Govindbhai. Glad that he has been instrumental in identifying the right kind of people to support.
And our deepest gratitude to our well-wishers who have supported our endeavours. It is your trust and contribution that powers VSSM’s initiatives.
કેટલા માણસો એવા હોય છે જેમની પાસે ભૌતિક દૃષ્ટિએ બહુ બધુ નથી હોતું છતાં જીવન આનંદથી જીવતા હોય છે. નાની નાની વાતોમાં ખુશ રહેવાનું એ જાણે એમનો જીનવમંત્ર..
આવા લોકોને મળીએ ત્યારે આપણનેય આનંદીત જીવન જીવવાના કારણો જડી જાય..
ગાંધીનગરના દેલવાડાગામમાં ગોવિંદભાઈ રહે. આર્થિક સ્થિતિ અત્યંત નબળી. જે જગ્યા પર ગાર માટીનું છાપરુ બાંધ્યું એ જગ્યા પણ પોતાની નહીં. આજીવિકા માટે જે મળે તે કામ કરે ને એમ જીવન હખેડખે પણ સૌથી અગત્યનું કોઈ ફરિયાદ વગર ચાલે ...
અમે વંચિત પરિવારો સાથે કાર્ય કરીએ તે સૌને સારા માર્ગે પૈસા કમાવવા પ્રેરીત કરીએ જેથી ભવિષ્યમાં પોતાની તકલીફોનો નિવેડો એ પોતે જ લાવી શકે. મૂળ વાત આધારિતતા ખતમ કરવાની છે. પછી એ આધારિતતા સરકાર કે સમાજની જ કેમ નહોય...
ગોવિંદભાઈની વસાહતમાં રહેતા વંચિત પરિવારોને રહેવા પોતાની જગ્યા મળે તે માટે અમે કોશીશ કરીએ. અમારા કાર્યકર રીઝવાન આ પરિવારોની વચમાં સતત જાય ત્યારે સંસ્થાની આ ભાવનાની વાત એ સહજ કહે.
એક દિવસ ગોવિંદભાઈએ કહ્યું, મને ભેંસોના વેપારની સમજણ છે. જો મને નાની મૂડી મળે તો હું ભેંસની પાડી લાવું ને એની ચાકરી કરી એને ઉછેરુ ને એ જ્યારે ભેંસ થાય ત્યારે એને વેચુ તો મને સારી આવક થાય.
ગોવિંદભાઈ જેવા માણસો આર્થિક સમૃદ્ધિની એશણા રાખે એ તો અમારુ લક્ષ્ય છે અમે ગોવિંદભાઈને લોન આપી ને એ એક પાડી લાવ્યા. દોઢ વર્ષ પાડીની ચાકરી કરી. હવે એ વિયાવાની છે. ગોવિંદભાઈ હવે એને વેચશે. એમના મતે એની સારી કિંમત નીપજશે.. જેમાંથી એ બે થી ત્રણ પાડી લાવી શકશે..
VSSMમાંથી લીધેલી લોન તો મજૂરી કરીને એમણે પુરી પણ કરી દીધી. પણ વેપારમાં કરવાનું રોકાણ હવે એમની પાસે છે.. સમજણ અને ઘગશ હોય તો માણસ પથ્થર કે પાણીમાંથીયે પૈસા પેદા કરી દે આ કહેવત ગોવિદભાઈના કિસ્સામાં સાચી ઠરી છે. વળી પાછુ ગોવિંદભાઈ ઉપર જણાવ્યું એમ આનંદીત જીવ.
કાર્યકર રીઝવાન નિષ્ઠાવાન ને સૌથી અગત્યનું ચોક્કસાઈવાળો.. એની આંગળીએ ગોવિંદભાઈ અમારા સુધી આવ્યા. રીઝવાન આવા સરસ માણસોને યોગ્ય મદદ પહોંચાડવામાં નિમિત્ત બન્યો એનો રાજીપો..
ને સૌથી અગત્યનું આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર.. તેમણે સહયોગ ન કર્યો હોત તો આ બધુયે થવું અશક્ય...
#MittalPate #vssm #livelihood
#employment #Swavlamban
#dream #nomadicfamiles
#animalhusbandry #gandhinagar
Govindbhai bought buffalo calf with the help of interest free loan from VSSM |