Tuesday, 29 December 2020

Aaryan Devipujak's desire to become a doctor gets fulfilled with the help of VSSM...

Mittal Patel with Aaryan Devipujak

Aaryan Devipujak resides in Surendranagar, his father Anilbhai runs a small independent venture. Aaryan is very good at academics hence, Anilbhai had always hope for him to become a doctor and be of some help to the society.  Aaryan also persevered had to turn his father's dream into a reality. However, the exam results were not as good as expected. Securing admission into government college was not possible.

Anil was determined to ensure his son becomes a doctor. The business was doing good, managing funds was not an issue for him so he got Aaryn into a private medical college. He managed to pay fees for three semesters but later the business suffered and managing fees became a challenge. Anilbhai called up and came over to meet us. We decided to provide them with an, interest-free loan for the payment of fees.

"If it was not for the support from VSSM, we would not have managed to pay the fees and accomplish our dream of making our son a doctor. We are so grateful to VSSM for the support it has provided us," an overwhelmed Anilbhai told us when he was at the office to meet us.

 Aaryan too talked about his desire to pay it forward to society once he becomes a doctor. "Didi, I will remain associated with VSSM all my life."

Aaryan wants to be an Orthopaedic Surgeon, he is working very hard to accomplish his goal. Our best wishes and prayers are always with him. Also, the loan will be repaid once he begins to earn.

We are grateful to all who have helped us reach such individuals and families in need. Gratified that we could be our help.   

આર્યન દેવીપૂજક
સુરેન્દ્રનગરમાં રહે, પિતા અનીલભાઈ નાનકડો સ્વતંત્ર વ્યવસાય કરે. આર્યન ભણવામાં હોંશિયાર. અનીલભાઈની ઈચ્છા દીકરો ડોક્ટર બને અને સમાજ ઉપયોગી કાર્ય કરે તેવી. આર્યનની મહેનત પણ ખરી. પણ 12 સાયન્સમાં ટકા ધાર્યા કરતા થોડા ઓછા આવ્યા ને એને સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળ્યો.
અનીલભાઈએ દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન આર્યન નાનો હતો ત્યારથી જોયેલું. એ આમ ભાંગી પડે એ એમને માન્ય નહીં. ધંધો ઠીકઠાક ચાલતો એટલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી ભરીને પણ દીકરાને ડોકટર બનાવીશ એમ વિચારી કોલેજમાં એડમીશન લીધું.
ત્રણેક સેમીસ્ટરની ફી મહેનત કરીને તો ક્યાંક દેવું કરીને અનીલભાઈએ ભરી પણ પછી સ્થિતિ એકદમ કથળી. એમનો વેપાર બંધ થયો. 
આર્યનની ફી ભરવામાં તકલીફ ઊભી થઈ. એક દિવસ અનીલભાઈનો ફોન આવ્યો ને એ મળવા આવ્યા. 
અમે વગર વ્યાજે લોન આપવાનું નક્કી કર્યું અને આર્યનની ફી ભરાઈ. 
અનીલભાઈએ કહ્યું, 'VSSM ન હોત તો મારા દીકરાને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ ન થાત. અમે આખો પરિવાર સંસ્થાની આ ભાવનાના ઋણી રહીશું.'
તો આર્યને મેડીકલ પુરુ થાય પછી સમાજ ઉપયોગી કાર્યમાં પોતાની સેવા આપવાની ભાવના વ્યક્ત કરી. 
આર્યન કહે, 'દીદી હું આજીવન તમારી સાથે જોડાયેલો'
આર્યનને ઓર્થોપેડીક સર્જન થવું છે. એ માટે એ મહેનત પણ કરે છે. એનું સ્વપ્ન સાકાર થાય એ માટે એને ઘણી શુભેચ્છા.. 
સાથે આર્યનને લોન રૃપે ફી ભરવામાં મદદ કરનાર સ્વજનોનો આભાર.. એની લોન તો એ ડોક્ટર બન્યા પછી કમાઈને જ એ પૂર્ણ કરશે. 
પણ આવા સતકાર્યોમાં નિમિત્ત બન્યાનો રાજીપો..

#MittalPatel #vssm #humanity
#humanrights #dream #generation
#youngergeneration #Gujarat

Tuesday, 1 December 2020

Greetings to the loved ones who helped the gadaliya families when they were in trouble.

The happiness of these families 

 Greetings to the loved ones who helped the families like Navghanbhai, Karashanbhai, Gelabhai when they were in trouble. 


You refused to say anything about it, not to give names. Of these, we abide by the fact of not giving a name. I am writing the rest of this incident because some of the helpers ask so many questions that we get tired. And you did not ask any question to our worker Kanubhai.


Gelabhai with his wife who have availed loan from VSSM

A few days ago, I wrote on Facebook that Gadlia families living in Harbatiyali like Navghanbhai, Gelabhai were having difficulty in repaying the loan taken from VSSM.


Somewhere he said that these families are in trouble. Kanubhai, our worker called to get the loan installment and he said, “I will come to Rajkot tomorrow”.



Kanubhai said, “I am in your area. I can come and get it so that you need not have to come to me.”

But he refused. After lots of arguments, it finally came out of his mouth that tomorrow he will have to sell jewelry or place a mortgage to Rajkot jewellers and pay the loan installment.

We told him not to do that but here he was worried about his reputation. VSSM gave the money with trust, if he misses the installment, it will not look good. I wrote about the feelings of poor people here and some friends whom I have never met talked to our worker Kanubhai to pay the loan installment of these families.

We collected Rs. 12,500 and gave it.

The only true religion as a human being is to help those in distress.

You all did your part well and trusted us. Bow to you.

The happiness of these families can be seen in the photo clearly. 

નવઘણભાઈ, કરશનભાઈ, ગેલાભાઈ  જેવા આફતમાં આવી પડેલા પરિવારોને મદદ કરનાર પ્રિયજનો આપને પ્રણામ...

આપે આ વિષે કશું કહેવાની, નામ ન આપવાની ના પાડેલી. એમાંથી નામ ન આપવાની વાતને અકબંધ પાળીએ છીએ.. બાકી આ ઘટના એટલા માટે લખુ છુ કારણ મદદ કરવાવાળા કેટલાક એટલા પ્રશ્નો પૂછે કે થાકી જવાય. ત્યારે તમે આડો અવળો એકેય પ્રશ્ન અમારા કાર્યકર કનુભાઈને નથી પૂછ્યો..

થોડા દિવસ પહેલાં ફેસબુક પર મે નવઘણભાઈ, ગેલાભાઈ જેવા હરબટિયાળીમાં રહેતા ગાડલિયા પરિવારોને VSSM પાસેથી લીધેલી લોન ભરવામાં તકલીફ પડી રહ્યાની વાત લખી હતી. 

આ પરિવારોએ તો તકલીફ પડે છે એવુંયે ક્યાંક કહ્યું હતું, કનુભાઈ અમારા કાર્યકરે લોનનો હપ્તો લેવા માટે ફોન કર્યો ને એમણે કહ્યું, 'કાલે રાજકોટ દેવા આવશું..'

કનુભાઈએ કહ્યું, 'હું તમારા વિસ્તારમાં છું. તમારે ધક્કો ન ખાવો પડે એટલે આવીને લઈ જાવ'

પણ એમણે ના પાડી. ઘણી રકઝક ચાલી છેવટે એમના મોંઢામાંથી નીકળી ગયું કે કાલે રાજકોટ હોનીને ત્યાં દાગીના વેચી કે ગીરો મૂકીને લોનના હપ્તા ભરવાના છે..

અમે એમ ન કરવા કહ્યું પણ અહીંયા એમને એમની શાખની ચિંતા હતી. કેટલા ભરોષે પૈસા આપ્યા છે હપ્તા ચુકીએ તો હારુ નો લાગે...ગરીબ માણસોની ભાવનાની વાત અહીંયા લખી ને કેટલાક મિત્રો જેમને હું ક્યારેય મળી નથી તેમણે આ પરિવારોનો લોનનો હપ્તો ભરવા પૈસા ભેગા કરવાનું અમારા કાર્યકર કનુભાઈ સાથે વાત કરીને કર્યું.

12,500 એમણે ભેગા કરીને આપી દીધા... 

માણસ તરીકેનો ખરો ધર્મ જ આફતમાં આવી પડેલાને મદદ કરવાનો.. 

આપ સૌએ આ ધર્મ બરાબર નિભાવ્યો.. અમારા પર ભરોષો કર્યો...

આપને પ્રણામ

આ પરિવારોએ પણ હરખ દેખાડ્યો...જે ફોટોમાં જોઈ શકાય છે...

#MittalPatel #VSSM #Livelihood

#Supportfrompeople #helpinghand

#Nomadicfamalies #lockdowneffect

#Supportnomadicanddenotifiedtribe

#Rajkot #Gujarat #ntdntcommunities gadaliya