Wednesday, 30 September 2020

The honour of these families has remained intact because of your thoughtful and compassionate gesture...



The nomadic families who have benefited
Individuals and families who do not have savings to fall back on or cannot manage to save money are required to borrow money to fund their businesses, medical emergencies or social spending. A marginalised family cannot survive without not borrowing. If the businesses do well, timely payment of the loan instalments is easy,  but if things go south, payment of the loan instalments does not happen. The communities we work with would never declare bankruptcy, to them, honour takes precedence before anything else.

VSSM offers interest-free loans to nomadic and de-notified families to start their ventures or restore their tattered livelihoods. Most of the loanees are regular with the payment of instalments. The pandemic has severely impacted their ability to earn a living and pay the instalments. It has shattered them.

The nomadic families who have benefited

“We have had to use our savings, our ability to step out and do business is impacted, we barely manage to earn enough for a daily meal!” most of them revealed... I had shared through one of my Facebook posts that many of these families were prepared to sell their jewellery to pay off the loans.   

Our well-wishing friends from Baroda, Ahmedabad, Nadiad and Surat happen to read it and decided to support these families. The appealed to their friends and families, Shri Bharatbhai coordinated the entire effort and within no time collected Rs. 1,27,656. It was an overwhelming response and we will always remain grateful for the same.

The nomadic families who have benefited

The honour of these families has remained intact because of your thoughtful and compassionate gesture.

The images shared here are for reference, these are some of the families who have benefited from your compassion.

લોન..

બહુ વજનવાળો શબ્દ....

સ્વતંત્ર રીતે વ્યવસાય કરવા, પરિવારીક પ્રસંગ પૂર્ણ કરવા કે પ્રિયજન બિમારીમાં સપડાયું હોય તેને ફેર બેઠા કરવા જેની પાસે પોતાની બચત નહોય તેમને આ લોનનો સહારો લેવો પડે..

લોન લીધા પછી વ્યવસાય સરખા ચાલે તો લોનના હપ્તા સમયસર ભરાય પણ એમાં કાંઈ તકલીફ આવે તો પછી હાલત ખરાબ..પાછુ નાદારી નોંધાવાનું અમે જેમની સાથે કામ કરીએ છીએ તે બધા તો ક્યારેય ના કરે.. ઈજ્જત હું રે બેન એવું એ દુઃખી ૃહૃદયે બોલે..

સંસ્થાગત રીતે અમે ઘણા પરિવારોને વગર વ્યાજે લોન એમને સ્વતંત્ર વ્યવસાય કરવા કે અન્ય વિવિધ કારણો સર આપીએ.. મોટાભાગના લોકો લોનના નિયમીત હપ્તા ભરે... પણ કોરાનાની મહામારીએ આ બધાની કમર તોડી નાખી..

પોતાની પાસેની બચતો ખતમ થઈ ગઈ. જે વ્યવસાય થકી એ નભતા એમાં પણ કસ ન રહ્યો. માંડ પેટ જોગું નીકળે એવું ઘણા કહે, આવા આ પરિવારોમાંથી કેટલાકે દાગીના વેચીને સંસ્થામાંથી લીધેલી લોન પૂર્ણ કરવા કહ્યું ને એ વાત ફેસબુક પર અહીંયા લખી...

વડોદરા, અમદાવાદ, નડિયાદ અને સુરતના મિત્રોએ આ વાંચ્યું અને પછી તકલીફમાં આવી પડેલા પ્રિયજનોને મદદ કરવાનું એમણે નક્કી કર્યું..પોતાની રીતે જ મિત્રોએ અપીલ કરી સંકલન પ્રિય ભરતભાઈએ કર્યું ને જોત જોતામાં 1,27,656 ભેગા થઈ ગયા.. મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર.. 

સંસ્થામાં અમારી ઈજ્જત જળવાઈ રહે એવી લાગણી રાખવાવાળાની ઈજ્જત મદદ કરનાર આપ સૌ પ્રિયજનોના કારણે એકબંધ છે..આપ સૌની ભાવનાને પ્રણામ....

સંસ્થામાંથી લોન લીધેલા પરિવારોનો ફોટો પ્રતિકાત્મક, આવા બધાની ઈજ્જત આપ સૌએ કરેલી મદદથી સચવાશે..

#MittalPatel #VSSM #NomadicTribes





Tuesday, 29 September 2020

VSSM handed over ration kits to 200 needy families in Rajkot and Morbi district...

The nomadic families received their ration kits

Each one of us is fighting and tackling the situation that has emerged as a result of the current pandemic, it is a fact that the condition is grim. When the businesses of the economically sound families are struggling to remain afloat, those of the  poor families VSSM supports have very little chance of fighting it out.


The nomadic families with their ration kits

The nomadic families who have been independent business owners, who have received interest-free loans from VSSM have been finding it difficult to repay the loan instalments under the current situation. Recently, I had shared about the challenges they are dealing with these days.

After reading the post Vadodara’s Bharatbhai and other well-wishers undertook a campaign to pay instalments for such families while Yuva Unstoppable’s Pawanbhai came forward to provide ration to these families. 

The nomadic families with their ration kits

Amitabh and Pawan are an enthusiastic duo, proactively choosing to be part of many of VSSM’s endeavours. As a result of their efforts, 200 families of Rajkot and Morbi received ration kits. The families expressed their gratitude, “this surely will ease our burden for a couple of weeks!!”


Our very own Kanubhai and Chayaben remain constantly worried about the welfare of these families. They work hard to ensure the families face minimum difficulties.

We are grateful for the extremely dedicated team we are so blessed with and our large-hearted well-wishers who enable us to provide a better life to these families.

Heartfelt gratitude to Yuva team!! 

The nomadic families with their ration kits

 કોરોનાની આ મહામારીમાં સૌ પોત પોતાની રીતે ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યા છે.. પણ સ્થિતિ થોડી તકલીફ વાળી છે.

આર્થિક રીતે સુખ સંપન્ન માણસોના વ્યવસાયો ઠપ્પ થઈ ગયા છે ત્યાં નાના માણસોની દશા તો શું થાય?

વિચરતી જાતિના આવા પરિવારો કે જેઓ સ્વતંત્ર વ્યવસાય કરીને રોજી રળતા. જેમને તેમનો વ્યવસાય સરસ રીતે આગળ વધારવા VSSMમાંથી વગર વ્યાજે લોન આપેલી તે પરિવારોને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહ્યાની વાત અહીંયા લખેલી.

વાત વાંચીને વડોદરાના ભરતભાઈ અને અન્ય સ્વજનોએ આવા પરિવારોના હપ્તા ભરવાનું અભીયાન ચલાવ્યું તો, યુવા અનસ્ટોપેબલના પવનભાઈએ આ પરિવારોને રાશન આપવાની વાત કરી. 

અમીતાભ અને પવન બંને બહુ ઉત્સાહી યુવાનો.. અમારા કાર્યોમાં સતત મદદ કરતા રહે..એમની મદદથી રાજકોટ અને મોરબીમાં રહેતા તકવંચિત વિચરતી જાતિના 200 પરિવારોને રાશન મળ્યું. આ પરિવારોએ આભાર માન્યો અને થોડા દિવસ ટૂંકા થશેની વાત કહી.. 

અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન આ પરિવારોની સતત ચિંતા કરે દિવસ રાત તેમના કલ્યાણ માટે તત્પર..

અમારા કાર્યો અમારી આવી મજબૂત ટીમ અને મદદ કરનાર સ્નેહીજનોથી જ થઈ રહ્યા છે.. આપ સૌનો આભાર... યુવાની ટીમને નમન...

#MittalPatel #VSSM #Yuvaunstoppable

#livelihood #humanrigts #humanity

#survival #youngster #youthsupport

#helpinghand #smallbusiness #help

#morbi #rajkot #gujarat #ntdntcommunity

#nomadictribe #denotifiedtribe #india



Monday, 28 September 2020

Janakbhai could set his buisness well with the help of VSSM...

Mittal Patel meets Janakbhai in Chattar



Janak

"Didi, we need to meet Janakbhai whenever we visit Chatar village in Tankara, he always remembers you!" Chayaben would always remind me.

The time to visit Chattar arrives. Janakbhai has opened a nice store for mobile repairs and selling mobile accessories. A generous smile appeared on Janakbhai’s face after he saw us.

"How is the business doing?” I inquired.

“There was no way my 10th-grade education was to give me any job. I tried working with my parents, doing the labour they did, but within a short time, I realized I couldn't put in such intense hard labour. I enrolled myself in a mobile repair course. After the completion of the course I had to set up a repair centre, but I did not have funds to make that possible.

I had heard about VSSM providing interest-free loans to many individuals in my region, such funds have enabled them to improve their income and living. I decided to go to Rajkot and meet  Kanubhai (VSSM’s team member). He patiently listened to me and advised me to apply for a loan. Subsequently a loan of Rs. 30,000 was approved. The funds helped me set up this shop. The pandemic did impact the business for a few months. However, work is picking up now and I earn Rs. 8,000 to 10,000 every month.”

Not only is Janakbhai punctual with the payment of instalment but he also makes a small contribution to VSSM every month.

“What do you wish to do, what are your dreams?

“Chattar does not have much scope for expansion of the business. If GIDC happens, the business might grow a little and I will improvise my shop. Otherwise, I will have to move to a smaller town or city. Urban areas have a better potential for such businesses!!”

Economic well-being brings answers to a lot of questions in an individual’s life, it gives them the ability to find answers to their challenges. We pray to almighty to grant this ability to all.

We wished Janakbhai all the very best for his future endeavours, assuring him of our support whenever needed.

The video and images capture Janakbhai’s narrative 

નામ એમનું જનક...

મોરબીના ટંકારાના છત્તરગામમાં એ રહે. અમારા કાર્યકર છાયાબહેન હંમેશાં કહે, 'દીદી છત્તર જઈએ ત્યારે જનકભાઈને મળવાનું છે એ તમને નિયમીત યાદ કરે..'

તે વખત આવ્યો ને હું છત્તર ગઈ. હાઈવે પર જનકભાઈએ મોબાઈલ રીપેરીંગ અને એની એસેસરીઝ વેચવાની સરસ દુકાન કરેલી.

અમને જોઈને એ રાજી થયા. દુકાન કેવી ચાલે છે એવું પુછ્યું ને એમણે વિગતે જણાવ્યું.

'દસ ધોરણ ભણ્યો. પણ એમ કાંઈ નોકરી થોડી જડે. મા-બાપ ભેરો મજૂરીએ ગ્યો. પણ થોડા દીમાં હમજાઈ ગયું કે, આપણાથી કાળી મજૂરી નહીં થાય. મે મોબાઈલ રીપેરીંગનો કોર્સ કર્યો. પણ દુકાન નાખવા ફદિયા જોઈએ. જે મારી પાહે નહોતા.

VSSMના કાર્યકર કનુભાઈ થકી આ વિસ્તારમાં ઘણા વ્યક્તિઓને લોન મળેલી ને સૌ પોત પોતાની રીતે સરસ વ્યવસ્યા કરે. તે હુંયે કનુભાઈને રાજકોટ જઈને મળી આવ્યો. એમણે મારી વાત સાંભળી લોન માટે અરજી કરવા કહ્યું. ને મને 30,000ની લોન સંસ્થામાંથી મળી.

એમાંથી મે આ દુકાન નાખી. કોરાનાના લીધે લોકડાઉન થયું ને ધંધો મંદો થયો પણ હવે આઠ - દસ હજાર કમાઈ લઉ છું'

જનકભાઈ લોનનો નિયમીત હપ્તો ભરે અને સાથે નાનક઼ડુ અનુદાન પણ આપે..  

મે પુછ્યું આગળ શું કરવું છે? સ્વપ્ન શું છે?

એમણે કહ્યું, 'છત્તરમાં બહુ મોટો ધંધો નો થાય, અહીંયા GIDC બને છે GIDC આવ્યા પછી ધંધો બરાબર ચાલશે તો અહીંયા જ દુકાનને થોડી સરખી કરીશ. નહીં તો નાના શહેરમાં દુકાન કરવાનો વિચાર છે. શહેરમાં ધંધો થોડો હારો થાય ને માટે...'

માણસ આર્થિક રીતે સદ્ધર થાય તો જીંદગીના ઘણા પ્રશ્નોનું સમાધાન પોત મેળે આવી જાય.. બસ સૌ સુખી થાય તેવું ઈશ્વરને પ્રાર્થીએ...

સાથે.. જનકભાઈને પ્રગતિની શુભેચ્છા પાઠવી અને જ્યાં જરૃર પડે અમે સાથે હોવાનું કહ્યું...

બાકી જનકભાઈએ જે કહ્યું એ વિડીયોમાં ... ને બાકીનું ફોટોમાં..

Janakbhai has opened a nice store for mobile repairs
and selling mobile accessories.