Friday 5 April 2019

VSSM encourages and supports Chandraben to walk a different path.….

Mittal Patel with Chandraben Saraniya
Chandraben Saraniya and her daughter-in law showing their
buffaloes
Vadia, one village, one  community but 100 different interpretations. Each individual coming into contact of this village perceive it differently. So far, most have chosen to stay away from this village and its community because of  the stigma it holds. Some like us (VSSM) decided to tackle the ground realities of this village, find solutions to their complex issues and help them lead a better and peaceful life. VSSM has received positive support from many of the families living in this village who also desire to erase the stigma Vadia holds.

Amongst these families is Chandraben Saraniya. In fact it was her mother Sheni-ma, who had warmed up to me and began talking to VSSM when it first reached the village in 2005. Chandraben would always avoid coming face to face with me. I know she had reasons to do so but  never probed. Once when I was visiting Shenima’s place I bumped into Chandraben for the very first time. Chandraben is a powerful woman back then, she was into many things, she herself was a  prostitute, trading girls to the pimps from outside and all the other stuff that is involved with the trade of prostitution. Her daughter Lakshmi, is  a very beautiful girl. I know what happens to beautiful girls in this village. Every time I would see a girl child in Vadia my heart would tremble from inside. Since I knew their fate, my heart would silently ask  God why does she birth girls into Vadia?? We all know nature seldom refuses, it just gives!! It is for us the humans to understand. 

Chandraben Saraniya bought buffaloes with the
help of VSSM's interest free loan
While working in Vadia I have never questioned or preached. It was a decision I had made to not give unsolicited advice or judge their choices in Vadia. However, that day I couldn’t stop myself from telling Chandraben, “Don’t push you daughter into  this life of hell!!” and Chandraben replied, “I will not!!”  However, for  Chandraben, it was easier said than done. There were numerous lucrative offers but she remained strong in her resolve. She did not force her into prostitution but decided to commit her to one man. Not something we would approve but that it what she did then.  

Once again when I happened to  meet Chandraben and got talking to her I made an observation, “It is good you did not push your daughter into hell, you know the pain of being into this trade so why be instrumental in pushing other girls into this life of pain and trauma, why not give it all up.” There was a message that Chandraben absorbed very well. She decided to give it all up and so did her son who was involved in fetching customers from other towns to the girls of Vadia.

That day she did not even think twice before uttering, “Henceforth, I will never engage in any unlawful and immoral activities.” It was hard to trust her, but the human Chandraben is “I can never lie after promising you, I will die if I broke my promise, you are away but my God is near me, he can see everything…” all this she said  with her hands on her heart.

“Ben, I do not want to involve in any sinful activities. Will prefer being content in whatever my hard work brings me. We have learnt that money earned from hurting others does not last long…. It fades away as fast as it comes.’ After giving up all the wrongful activities, Chandraben turned to farming, she first repaired her farm, began buying water from the nearby borewell. The income from agriculture was insufficient to meet the needs of the family. The family continued to pour-in hard work and some prayers but an economic activity that would  increase the family’s income remained elusive.

One day Chandraben accompanied by her son came over to our office in Ahmedabad. “Ben, I want to buy buffaloes, loan me some money please. I cannot promise about the entire village, but I will not allow any daughter of my family to enter prostitution. Also I guarantee no member of my family will be ever  involved in any unlawful activities.” I had never asked for such guarantee or commitment but Chandraben continued to speak.

VSSM sanctioned loan to Chandraben and 3 of her extended families with an objective of buying buffaloes.  I was in Vadia a month after the  loans were sanctioned. What I saw in front of her house brought a sense of delight. 5 buffaloes in her front yard was a fantastic sight. “I still have to buy a cow and some more buffaloes. I will not break the trust you have put in me.” Chandraben was all smiles while saying this.  

Chandraben is not alone in her venture, her entire family including her son and daughter-in-law work equally hard. The loan instalment reaches our account before  5th of every month. There is a sense of disciple in their attitude and behaviour.  These are the  winds of change we were so looking forward to… Yes, there are  many like Chandraben whom we would like to stand besides us after  giving  up their  immoral involvements. That too shall  happen soon. We are hopeful. And that feeling of  hope is becoming stronger  on  each passing day.

Chandraben asked me to write her story so that others can draw inspiration from it. So here is her story,  hope her efforts to live a rightful life motivates others in her vicinity to do so….

We pray to Almighty to continue showering his blessings on Chandraben and her family.

Hoping that this family helps others in their community to choose an ethical path.

In the picture – Chandraben, her daughter-in-law showing their buffaloes.  

વાડિયા...
નામ હી કાફી હૈ એવી આ ગામની જરા જુદી અને સામાન્ય રીતે ના ગમે તેવી ઓળખ ભૂંસવા માટે અમે અને વાડિયાના કેટલાક પરિવારો કોશીશ કરી રહ્યા છીએ.

આવા કેટલાકમાંના એક ચંદ્રાબહેન સરાણિયા.
2005થી વાડિયામાં જવું. પણ એ વરસોમાં ચંદ્રાબહેન ક્યારેય મારી સામે ના આવે. ચંદ્રાબહેનના મા શેણીમાં સાથે મારે સારી દોસ્તી. એમની સાથે અલક મલકની વાતો થાય. એક દિવસ શેણીમાંના ઘરે જવાનું થયું ને ચંદ્રાબહેન મળ્યા. પહેલીવાર એમને મળી. એમને એક દિકરી લક્ષ્મી. લક્ષ્મી દેખાવે ખુબ સુંદર.

એ વખતે વાડિયામાં દીકરીઓને જોતી ને મારુ મન અંદરથી દુઃખી થઈ જતું. ભગવાનને કહેતી આ ગામમાં દીકરીને જનમ શું કામ આપે છે? પણ કુદરત તો કુદરત છે. સમજવાનું કાળા માથાના માણસે છે. 
હું કોઈને તેઓ શું કરે તેવું ક્યારેય પુછુ નહીં. ના તમે આ કરો આ ના કરો તેવું વણ માંગ્યું જ્ઞાન આપુ.

પણ ચંદ્રાબહેને એમના ઘરે મને બેસાડી એ વખતે વાત વાતમાં કોણ જાણે કેમ પણ મારાથી એમને કહેવાઈ ગયું કે, દીકરીને આ નર્કાગારમાં ના નાખતા.
ને ચંદ્રાબહેને કહી દીધું, ‘નહીં નાખુ.’
બોલવું સહેલું પણ અમલમાં મુકવું અઘરુ હતું. નજર સામે કેટલીયે લાલચો પણ તેઓ અડગ રહ્યા.

એક દિવસ ચંદ્રાબહેનને પાછુ મળવાનું થયું ને વાતમાંથી વાત નીકળતા, 
આપણી દીકરીને નર્કમાં ના ઘકેલી પણ કોઈ બીજાની દીકરીને નર્કમાં ઘકેલવામાં નિમિત્ત ના બની જવાય એ જોજો.. એવી મીઠી ટકોર અમારા કાર્યકર શારદાબહેન સાથે રહી કરી ને ચંદ્રાબહેન મોઘમ સમજી ગયા.
એ પછી એક મીનીટનોય વિચાર કર્યા વગર એમણે ‘એવું ખોટું કોમ એકેય નહીં કરુ’ એવું કહી દીધું. 
ફરી કહુ તો વિશ્વાસ મુકવો અઘરો હતો. પણ ચંદ્રાબહેન તો ચંદ્રાબહેન..
ખુબ ગભરુ ને ‘તમન વચન આલ્યું પછી જુઠ સીદને બોલાય. મુ તો ગભરઈ ન મરી જવું. તમે સેટા સો પણ ભગવોન તો બધુય જુઅ.’ એવું એ ગળા પર હાથ મુકીને કહે.

એ પછી શરૃઆત થઈ ખેતીના કામથી મહેનતની.
‘બહેન ખરાબ ધંધા એકેય નથી કરવા. કુદરત મેનતનું ખરાવે ઈમોં જ રાજી રેવું સે. ખરાબ રસ્તે આયેલું બધું ઈમોં જ જાય. એ હવે હજમી ગ્યા સીએ.’
એવું કહેતા ચંદ્રાબહેને પ્રથમ તો ગામમાં આવેલું પોતાનું ખેતર સાર્યું ને એમાં ખેતી કરવાની શરૃઆત કરી. ખેતીમાં પિયત થઈ શકે એ માટે બોરવેલમાં ભાગ રાખ્યો.
ખેતીમાં મહેનત કરે પણ પનો થોડો ટૂંકો પડે. નક્કી કર્યુ હતું મેનતથી કમાવવાનું એટલે હવે આડાઅવળા એકેય રસ્તા ભગવાન ના સુઝાડે એવું આ પરિવાર મનથી પ્રાર્થે. સારા માર્ગે પૈસા કમાવવાની હોંશ ચંદ્રાબહેનને ખરી પણ એ માટે શું કરવું એ ખાસ ના સુઝે.

એક દિવસ ચંદ્રાબહેન મોટા દિકરા શૈલેષ સાથે ઓફીસ પર આવ્યા ને કહ્યું,
‘મારે ભેંહો લાબ્બી સે લોણ આલો. ગામની ખાત્રી નહીં આલતી પણ મારા પરિવારની એકેય દીકરીન આડા અવળા માર્ગે નહીં મુકુ. પાસુ મારા કટંબના કોઈનુંય નોમ ખરાબ બાબતોમાં નઈ હોય ઈની ખાત્રી આલુ સુ.’
મે ક્યાં ખાત્રી માંગી હતી. છતાં ચંદ્રાબહેને આપી. 
ચંદ્રાબહેન સાથે મળીને તેમના કુલ ચાર પરિવારને ભેંસો ખરીદવા માટે લોન આપી. લોન આપ્યાના મહિના પછી વાડિયા જવાનું થયું ને ચંદ્રાબહેનના આંગણે પાંચ ભેંસો બાંધેલી જોઈ. 
‘હજુ ગા(ગાય) અને બીજી ભેંસો લાબ્બાની બાકી સે બેન. તમે ભરોષો મેલ્યો ઈન નઈ તોડું.’ એવું ચંદ્રાબહેને હસતા હસતા કહ્યું.

તેમના દીકરા, દીકરા વહુ ને દીકરી ચંદ્રાબહેન સાથે ખડે પગે છે. લોનનો હપ્તો પાંચ તારીખ પહેલાં અમારા ખાતામાં જમા થઈ જાય છે.
એક જુદી શીસ્ત પણ દેખાઈ રહી છે. 
ગામમાં બદલાવ આવી રહ્યો છે.

મન રાજી થઈ રહ્યું છે. છતાં હજુ ચંદ્રાબહેનની જેમ અમારી હરોળમાં ઘણાને ઊભા કરવાના છે એ નક્કી જોકે એય થશે એવો ભરોષો હવે વધી રહ્યો છે.. ચંદ્રાબહેને કહેલું મારી વાત લખજો, મારી વાત હોભળીન બીજાન અમારી જેમ કોકો કરવાનું મન થઈ જાય તો કરેલું લેખે લાગશે.

ચંદ્રાબહેન અને તેમના પરિવાર પર ઈશ્વર મહેરબાન રહેજે એવી પ્રાર્થના... 
સાથે ચંદ્રાબહેન, શૈલેષમાંથી ગામના અન્ય યુવાનો શીખે એવી હોંશ..
ફોટોમાં ચંદ્રાબહેન તેમની દીકરાવહુ એમની ભેંસો બતાવતા..

#MittalPatel #VSSM #NomadicTribes #NomadsOfIndia

No comments:

Post a Comment