Thursday, 25 April 2019

I want to earn enough so that I can donate Rs. 1 lakh to VSSM says Chatur Vansfoda

Chatur Vansfoda ,his wife and their day at work…
He might be  christened Chatur (clever, shrewd, tactful), but he is humble to the core. Hardly 28, Chatur is wise  beyond his age. His daily deeds will  make you assume that his goal in life is to serve and help others.

Chatur has had a very difficult childhood. His father was under heavy debt. After the elder brother married and setup a separate house the responsibility to paying off his father’s debt fell on his shoulders. Chatur and his wife are kind of people who  would die for the family.

VSSM provided him with a loan to buy a Chakda.

Chatur belongs to Vansfoda community, the basketmakers of the yore. Chatur never acquired  the skills to basket making hence,  it was not the profession he was vying for. Nonetheless, he began selling plasticware on  his Chakda. His wife too contributed by selling them in vicinity while Chatur set out for di
stant regions. The couple put in immense amount of hard work but the amount of debt just did not reduce. The daily amount he needed to repay his father’s debt was Rs. 1200. He needed more money to keep paying that amount and stop it from escalating.

The organisation had no doubt on Chatur’s integrity and intentions, it was 3 other individuals from Vansfoda community who intentionally defaulted VSSM’s loan that was giving the entire community a bad name. In fact,  Chatur and his brother Pratap made all efforts to convince the defaulters to pay off the loans,  but that never happened.

‘VSSM is our guardian,  how can we cheat our parent? VSSM’s money should be considered pious and we cannot cheat with it,” says Chatur. What may astonish us all is that he solely managed to pay off the Rs. 65,000 of all the 3 individuals whose intentions went kaput,  so that the Vansfoda community did not earn a bad name on the books of the organisation. It is hard to believe humans like this exist anymore. And this is the reason I have tremendous respect for Chatur.

“When I failed to pay the instalments of the private money lenders they would come searching for me, all through the night I would hide in the bushes surrounding my village. I wanted to free myself from debt. I am a self-respecting man, but people do not understand  that poor too have self-respect. VSSM  helped me live, has made me what I am today.”

VSSM’s Kanhubhai and Chhayaben talked the moneylenders out of following and harassing Chatur and helped him gradually pay off his loan.

Chatur’s business is doing well, we gave him another loan and he pays monthly Rs. 15,000 to 20,000 as instalment. A causal remark that his habit of eating gutka doesn’t suit him made him give up that too.

“I want to earn enough so that I can donate Rs. 1 lakh to VSSM,” he says. Well he already made a donation when he paid off someone else’s loans. And still to have such desire goes on to say how large hearted and giving Chatur is.

Chatur, VSSM is what it is because of individuals like you. We pray to almighty that may you flourish in life, may all your dreams come true.

In the picture – Chatur,  his wife and their day at work…

નામ એનું ચતુર પણ ખોટી ચતુરાઈ આવડે નહીં. 
બીજા માટે જાત ઘસી નાખનાર ચતુરની ઉંમર 28ની પણ નહીં હોય. છતાં સમજદારીમાં એ ભલાભલાને પાછળ પાડી દે એવો.
પરિવાર માટે મરી ફીટવાની ભાવના ચતુર અને એની ઘરવાળી બેયની.
ચતુર નાનો હતો એ વખતે ઘરમાં એકપછી એક તકલીફો આવીને એના બાપા દેવાના ડુંગરમાં દબાતા ગયા. મોટો દીકરો પ્રતાપ લગ્ન કરીને જુદો થયો. એ શક્ય મદદ કરે પણ બાપા જેની ભેગા રહ્યા એ ચતુરના માથે બાપાનું દેવું ફીંડવાની જવાબદારી આવી.

અમે એને લોન આપી અને એ છકડો લાવ્યો. 
વાંસફોડાનો પરંપરાગત ધંધો વાંસમાંથી સૂડલાંં, ટોપલાં બનાવવાનો. પણ ચતુરને એ આવડે નહીં અગર શીખીને કરવાનું વિચારેય તોય મોંધો પડે. એટલે એણે પ્લાસ્ટીકના તબકડાં છકડાંમાં લઈને વેચવાનું શરૃ કર્યું. એની ઘરવાળી પણ માથે તગારાં લઈને વેચવા જાય.
બેય માણસ ઘણી મહેનત કરે પણ દેવાનો ડુંગર ઘટવાની જગ્યાએ વધતો જ જાય. છતાં ચતુર હિંમત હાર્યા વગર પૂરી ઘગશથી કામ કરે જાય. 
ચતુરને ધંધો વધારવા પૈસાની જરૃર હતી. જેથી વ્યાજવા લીધેલા પૈસાનો દૈનિક હપ્તો રૃા.1200 સરળતાથી ચુકવી શકે.
ચતુરની નિષ્ઠા પર કોઈ સવાલ નહોતો પણ વાંસફોડા સમાજના ત્રણ લોકો એ VSSMમાંથી લોન લીધેલી પણ થોડા હપ્તા ભર્યા પછી એ લોકોએ હપ્તા ભરવાનું બંધ કર્યું. આમ કુલ 65,000 ભરવાના બાકી હતા. 
ચતુર અને એના ભાઈ પ્રતાપ બંનેએ લોન ના ભરનાર ત્રણ વ્યક્તિને ઘણા સમજાવ્યા પણ એ ત્રણની નિયતીમાં ખોટ આવી ગઈ.

ચતુર કહે, 'સંસ્થાનો પૈસો તો પવિત્ર પૈસો અને સંસ્થાના ખાતામાં વાંસફોડા નાદારી નોંધાવે એ ના ચાલે.'
આ વાત કરનાર ચતુરે એકલા હાથે 65,000 વ્યાજવા લાવીને એ ત્રણે લોન પુરી કરી. જેથી વાંસફોડા સમાજ સંસ્થાના ચોપડે નાદાર ના દેખાય.
આવું કોઈ કરી શકે એ માનવામાં જ ના આવે એટલે ચતુર મારે મન સૌથી નોખો માણસ છે.

ગજબ સમજણ આ છોકરાંની. સંસ્થાને એ માઈ-બાપ માને. એ કહે, 'સંસ્થાએ જ મને જીવાડ્યો છે. દેણદારોને હપ્તો ના દઈ શકાય તો એ લોકો ઘેર આવીને મારી જાતા. એમનાથી બચવા હું રાતના બાર એક વાગ્યા હુદી ઝાડી, ઝાંખરામાં પડ્યો રેતો. આ બધામાંથી છૂટવું હતું. ઈજ્જતદાર માણસ છું પણ નાના માણસની ઈજ્જત કોને સમજાય?'
સંસ્થાના કાર્યકર કનુભાઈ, છાયાબહેને ચતુરના લેણદારો સાથે વાત કરી ને એને ધીમે ધીમે દેણામાંથી મુક્ત કર્યો.

સાથે છકડા પર ધંધો સરસ ચાલે એનું આયોજન ચતુરે કર્યું. અમે એને બીજી લોન આપી. ચતુરે અવેરીને ધંધો કર્યો.
હાલ ચતુર માસીક સંસ્થાને 15,000 થી 20,000 લોનના હપ્તા પેટે ભરે છે.

તમાકુ ને પાન, બીડીના વ્યસન પણ હતા પણ એક વખત ટંકારા મળ્યોને આ ના શોભે એમ કહ્યું ને એણે એ મુક્યું ત્યારથી એણે આ બદીને હાથ નથી લગાડ્યો.

ચતુર જેવા માણસો સંસ્થા સાથે છે એટલે જ સંસ્થા ઊજળી છે. 
ચતુરની ઈચ્છા ઘણું કમાઈને સંસ્થાને એક વખત તો લાખ રૃપિયાનું અનુદાન આપવાની છે. 65,000 બીજાના ભરીને એ દાતા તો થઈ જ ગયો છે છતાં લાખ આપવાની ભાવના રાખવી એ કાંઈ નાની વાત નથી..
ચતુરની મનોકામના પૂર્ણ થાય એ ખૂબ મોટો અને દિલદાર માણસ બને એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ...
ફોટોમાં ચતુર અના છકડા અને ખભેખભા મીલાવી કામ કરતી એની ઘરવાળી સાથે...

#MittalPatel #VSSM #Vansfoda #NomadicTribes #Denotified_Triebs #economic_Upliftment #econimic_condition #Finance #banking #empathy #changemaker #NomadsOfIndia #Empathy #ChangeMaker #Pathetic #OneSolution #Solutions #TheSocialWarrior #socia_

Friday, 5 April 2019

VSSM encourages and supports Chandraben to walk a different path.….

Mittal Patel with Chandraben Saraniya
Chandraben Saraniya and her daughter-in law showing their
buffaloes
Vadia, one village, one  community but 100 different interpretations. Each individual coming into contact of this village perceive it differently. So far, most have chosen to stay away from this village and its community because of  the stigma it holds. Some like us (VSSM) decided to tackle the ground realities of this village, find solutions to their complex issues and help them lead a better and peaceful life. VSSM has received positive support from many of the families living in this village who also desire to erase the stigma Vadia holds.

Amongst these families is Chandraben Saraniya. In fact it was her mother Sheni-ma, who had warmed up to me and began talking to VSSM when it first reached the village in 2005. Chandraben would always avoid coming face to face with me. I know she had reasons to do so but  never probed. Once when I was visiting Shenima’s place I bumped into Chandraben for the very first time. Chandraben is a powerful woman back then, she was into many things, she herself was a  prostitute, trading girls to the pimps from outside and all the other stuff that is involved with the trade of prostitution. Her daughter Lakshmi, is  a very beautiful girl. I know what happens to beautiful girls in this village. Every time I would see a girl child in Vadia my heart would tremble from inside. Since I knew their fate, my heart would silently ask  God why does she birth girls into Vadia?? We all know nature seldom refuses, it just gives!! It is for us the humans to understand. 

Chandraben Saraniya bought buffaloes with the
help of VSSM's interest free loan
While working in Vadia I have never questioned or preached. It was a decision I had made to not give unsolicited advice or judge their choices in Vadia. However, that day I couldn’t stop myself from telling Chandraben, “Don’t push you daughter into  this life of hell!!” and Chandraben replied, “I will not!!”  However, for  Chandraben, it was easier said than done. There were numerous lucrative offers but she remained strong in her resolve. She did not force her into prostitution but decided to commit her to one man. Not something we would approve but that it what she did then.  

Once again when I happened to  meet Chandraben and got talking to her I made an observation, “It is good you did not push your daughter into hell, you know the pain of being into this trade so why be instrumental in pushing other girls into this life of pain and trauma, why not give it all up.” There was a message that Chandraben absorbed very well. She decided to give it all up and so did her son who was involved in fetching customers from other towns to the girls of Vadia.

That day she did not even think twice before uttering, “Henceforth, I will never engage in any unlawful and immoral activities.” It was hard to trust her, but the human Chandraben is “I can never lie after promising you, I will die if I broke my promise, you are away but my God is near me, he can see everything…” all this she said  with her hands on her heart.

“Ben, I do not want to involve in any sinful activities. Will prefer being content in whatever my hard work brings me. We have learnt that money earned from hurting others does not last long…. It fades away as fast as it comes.’ After giving up all the wrongful activities, Chandraben turned to farming, she first repaired her farm, began buying water from the nearby borewell. The income from agriculture was insufficient to meet the needs of the family. The family continued to pour-in hard work and some prayers but an economic activity that would  increase the family’s income remained elusive.

One day Chandraben accompanied by her son came over to our office in Ahmedabad. “Ben, I want to buy buffaloes, loan me some money please. I cannot promise about the entire village, but I will not allow any daughter of my family to enter prostitution. Also I guarantee no member of my family will be ever  involved in any unlawful activities.” I had never asked for such guarantee or commitment but Chandraben continued to speak.

VSSM sanctioned loan to Chandraben and 3 of her extended families with an objective of buying buffaloes.  I was in Vadia a month after the  loans were sanctioned. What I saw in front of her house brought a sense of delight. 5 buffaloes in her front yard was a fantastic sight. “I still have to buy a cow and some more buffaloes. I will not break the trust you have put in me.” Chandraben was all smiles while saying this.  

Chandraben is not alone in her venture, her entire family including her son and daughter-in-law work equally hard. The loan instalment reaches our account before  5th of every month. There is a sense of disciple in their attitude and behaviour.  These are the  winds of change we were so looking forward to… Yes, there are  many like Chandraben whom we would like to stand besides us after  giving  up their  immoral involvements. That too shall  happen soon. We are hopeful. And that feeling of  hope is becoming stronger  on  each passing day.

Chandraben asked me to write her story so that others can draw inspiration from it. So here is her story,  hope her efforts to live a rightful life motivates others in her vicinity to do so….

We pray to Almighty to continue showering his blessings on Chandraben and her family.

Hoping that this family helps others in their community to choose an ethical path.

In the picture – Chandraben, her daughter-in-law showing their buffaloes.  

વાડિયા...
નામ હી કાફી હૈ એવી આ ગામની જરા જુદી અને સામાન્ય રીતે ના ગમે તેવી ઓળખ ભૂંસવા માટે અમે અને વાડિયાના કેટલાક પરિવારો કોશીશ કરી રહ્યા છીએ.

આવા કેટલાકમાંના એક ચંદ્રાબહેન સરાણિયા.
2005થી વાડિયામાં જવું. પણ એ વરસોમાં ચંદ્રાબહેન ક્યારેય મારી સામે ના આવે. ચંદ્રાબહેનના મા શેણીમાં સાથે મારે સારી દોસ્તી. એમની સાથે અલક મલકની વાતો થાય. એક દિવસ શેણીમાંના ઘરે જવાનું થયું ને ચંદ્રાબહેન મળ્યા. પહેલીવાર એમને મળી. એમને એક દિકરી લક્ષ્મી. લક્ષ્મી દેખાવે ખુબ સુંદર.

એ વખતે વાડિયામાં દીકરીઓને જોતી ને મારુ મન અંદરથી દુઃખી થઈ જતું. ભગવાનને કહેતી આ ગામમાં દીકરીને જનમ શું કામ આપે છે? પણ કુદરત તો કુદરત છે. સમજવાનું કાળા માથાના માણસે છે. 
હું કોઈને તેઓ શું કરે તેવું ક્યારેય પુછુ નહીં. ના તમે આ કરો આ ના કરો તેવું વણ માંગ્યું જ્ઞાન આપુ.

પણ ચંદ્રાબહેને એમના ઘરે મને બેસાડી એ વખતે વાત વાતમાં કોણ જાણે કેમ પણ મારાથી એમને કહેવાઈ ગયું કે, દીકરીને આ નર્કાગારમાં ના નાખતા.
ને ચંદ્રાબહેને કહી દીધું, ‘નહીં નાખુ.’
બોલવું સહેલું પણ અમલમાં મુકવું અઘરુ હતું. નજર સામે કેટલીયે લાલચો પણ તેઓ અડગ રહ્યા.

એક દિવસ ચંદ્રાબહેનને પાછુ મળવાનું થયું ને વાતમાંથી વાત નીકળતા, 
આપણી દીકરીને નર્કમાં ના ઘકેલી પણ કોઈ બીજાની દીકરીને નર્કમાં ઘકેલવામાં નિમિત્ત ના બની જવાય એ જોજો.. એવી મીઠી ટકોર અમારા કાર્યકર શારદાબહેન સાથે રહી કરી ને ચંદ્રાબહેન મોઘમ સમજી ગયા.
એ પછી એક મીનીટનોય વિચાર કર્યા વગર એમણે ‘એવું ખોટું કોમ એકેય નહીં કરુ’ એવું કહી દીધું. 
ફરી કહુ તો વિશ્વાસ મુકવો અઘરો હતો. પણ ચંદ્રાબહેન તો ચંદ્રાબહેન..
ખુબ ગભરુ ને ‘તમન વચન આલ્યું પછી જુઠ સીદને બોલાય. મુ તો ગભરઈ ન મરી જવું. તમે સેટા સો પણ ભગવોન તો બધુય જુઅ.’ એવું એ ગળા પર હાથ મુકીને કહે.

એ પછી શરૃઆત થઈ ખેતીના કામથી મહેનતની.
‘બહેન ખરાબ ધંધા એકેય નથી કરવા. કુદરત મેનતનું ખરાવે ઈમોં જ રાજી રેવું સે. ખરાબ રસ્તે આયેલું બધું ઈમોં જ જાય. એ હવે હજમી ગ્યા સીએ.’
એવું કહેતા ચંદ્રાબહેને પ્રથમ તો ગામમાં આવેલું પોતાનું ખેતર સાર્યું ને એમાં ખેતી કરવાની શરૃઆત કરી. ખેતીમાં પિયત થઈ શકે એ માટે બોરવેલમાં ભાગ રાખ્યો.
ખેતીમાં મહેનત કરે પણ પનો થોડો ટૂંકો પડે. નક્કી કર્યુ હતું મેનતથી કમાવવાનું એટલે હવે આડાઅવળા એકેય રસ્તા ભગવાન ના સુઝાડે એવું આ પરિવાર મનથી પ્રાર્થે. સારા માર્ગે પૈસા કમાવવાની હોંશ ચંદ્રાબહેનને ખરી પણ એ માટે શું કરવું એ ખાસ ના સુઝે.

એક દિવસ ચંદ્રાબહેન મોટા દિકરા શૈલેષ સાથે ઓફીસ પર આવ્યા ને કહ્યું,
‘મારે ભેંહો લાબ્બી સે લોણ આલો. ગામની ખાત્રી નહીં આલતી પણ મારા પરિવારની એકેય દીકરીન આડા અવળા માર્ગે નહીં મુકુ. પાસુ મારા કટંબના કોઈનુંય નોમ ખરાબ બાબતોમાં નઈ હોય ઈની ખાત્રી આલુ સુ.’
મે ક્યાં ખાત્રી માંગી હતી. છતાં ચંદ્રાબહેને આપી. 
ચંદ્રાબહેન સાથે મળીને તેમના કુલ ચાર પરિવારને ભેંસો ખરીદવા માટે લોન આપી. લોન આપ્યાના મહિના પછી વાડિયા જવાનું થયું ને ચંદ્રાબહેનના આંગણે પાંચ ભેંસો બાંધેલી જોઈ. 
‘હજુ ગા(ગાય) અને બીજી ભેંસો લાબ્બાની બાકી સે બેન. તમે ભરોષો મેલ્યો ઈન નઈ તોડું.’ એવું ચંદ્રાબહેને હસતા હસતા કહ્યું.

તેમના દીકરા, દીકરા વહુ ને દીકરી ચંદ્રાબહેન સાથે ખડે પગે છે. લોનનો હપ્તો પાંચ તારીખ પહેલાં અમારા ખાતામાં જમા થઈ જાય છે.
એક જુદી શીસ્ત પણ દેખાઈ રહી છે. 
ગામમાં બદલાવ આવી રહ્યો છે.

મન રાજી થઈ રહ્યું છે. છતાં હજુ ચંદ્રાબહેનની જેમ અમારી હરોળમાં ઘણાને ઊભા કરવાના છે એ નક્કી જોકે એય થશે એવો ભરોષો હવે વધી રહ્યો છે.. ચંદ્રાબહેને કહેલું મારી વાત લખજો, મારી વાત હોભળીન બીજાન અમારી જેમ કોકો કરવાનું મન થઈ જાય તો કરેલું લેખે લાગશે.

ચંદ્રાબહેન અને તેમના પરિવાર પર ઈશ્વર મહેરબાન રહેજે એવી પ્રાર્થના... 
સાથે ચંદ્રાબહેન, શૈલેષમાંથી ગામના અન્ય યુવાનો શીખે એવી હોંશ..
ફોટોમાં ચંદ્રાબહેન તેમની દીકરાવહુ એમની ભેંસો બતાવતા..

#MittalPatel #VSSM #NomadicTribes #NomadsOfIndia

Tuesday, 2 April 2019

WE TOO HAD A DREAM….

Mittal Patel addresing the nomads during Swawlamban
program
Nomadic women accepting the cheque for
interest free loan
We, at VSSM have always dreamt of families belonging to nomadic and de-notified communities being financially independent and practicing thriving occupations. To ensure that our collective dream becomes a reality we initiated Swavlamban, an interest free micro finance program to support individuals from these extremely marginalised communities begin their independent business ventures or to help revitalize their existing occupations. Under the program VSSM has supported 2400 individuals till date. The overall amount of revolving loans extended as of now stands at Rs. 6 crores. This program has injected a new kind of hope amongst these hard working communities who until now remained engulfed in the debt traps of private money lenders. It should be noted that these communities who do not possess any permanent residential proofs or other required support documents cannot manage to acquire financial assistance from organised sector, this requires them to remain dependent on the private or unorganised sector for their emergency financial needs.

Nomadic women accepting the letter of honour
VSSM, through a special event organised on March 25th 2019, decided to applaud the loanees who never missed their instalment dates or managed to finish their loans even while surrounded by difficult times. It came as a surprise to the members of civil society when they learnt that these very poor people who do not even have a decent roof on their head have been regular with their loan repayment.

The following were the benchmarks based on which the beneficiaries/loanees were commended:

Individuals who never missed an instalment in spite of struggling with serious medical emergencies like cancer or death of the sole bread earner of the family.
Individuals or communities who collectively repaid the loans of those who had dishonest intentions and purposely decided to not pay their loan back.
Elders ranging from 70 to 85 years who had obtained loans and always paid their instalments before time.
Nomads accepting the letter of honour
Community fellows who volunteered to recover loans from their respective communities. We are extremely sorry to have missed out honouring our trusted and humble Kanubhai Raval from Umri. The honesty Kanubhai practices is worth saluting.
Individuals who not only paid off their loans but also thought about their fellow community people by deciding to donate to the organisation so that others like them can benefit from this program.
Loanees who literally journeyed from rags to riches as a result of the Swavlamaban program. There are examples of individuals who did not have a single penny but with their sheer hard work now earn in lacs.
Nomadic women accepting the letter of honour
Lastly, individuals who have begun earning well and are able to live decently but cannot manage to save , who still need money to build their own house. To these individuals we sanctioned loans to invest as fixed deposit in the bank, a fairly new initiative we are testing. If we succeed in achieving desired results we will take a call to increase its span.

Apart from honouring individuals based on above mentioned categories we also offered loans to 150 new applicants to help them start their own ventures.

Maulik Patel addressing the nomads during swawlamban
program
The entire event was graced by organisation’s trustees Shri Madhav Ramanuj, Shri Pravinbhai Laheri, Shri Pragnesh Desai, Shri Parul Dandikar, Shri Gita Gala and Shri Maulik Patel. We were honoured to have our well wishing friends Respected Shri Bhagwanbhai Panchal whom we call Kaka, Shri Narendra Jani, Director, Developing Communities Welfare Board, Shri Kiritbhai Shah, Shri Surekhaben Shah, Shri Chauhansaheb and all who have shown tremendous compassion towards these communities. Thank you all for gracing the occasion marked to honour the honest and hard working.

Yes, there were few challenges because the turn up of invitees was more than we expected, as a result there were difficulties in serving the meal. However, your patience and support helped us address it well.

Nomadic men accepting the letter of honour
Sharing some images to give you all a glimpse of this memorable event.

વિચરતી વિમુક્ત જાતિઓ આર્થિક રીતે પગભર થાય તે સ્વપ્ન અમે જોયું અને એ માટે વગર વ્યાજે લોન આપવાનું અમે શરૃ કર્યું.

અત્યાર સુધી 2400 ઉપરાંત વ્યક્તિઓને કુલ 6 કરોડ લોન પેટે મળ્યા ને લોકો બે પાંદડે થયા.

આ લોનધારકોમાંથી વિશિષ્ટ પ્રદર્શન કરનાર લોન ધારકોના સન્માનનો કાર્યક્રમમાં તા.25 માર્ચ 2019ના રોજ અમદાવાદ મુકામે આયોજીત કર્યો.
છાપરામાં રહેતા જેના પોતાના સરનામાના ખાસ ઠેકાણા નથી તેવા લોકો લોન લઈને નિયમિત હપ્તા ભરે એ વાત બાહ્રય સમાજમાંથી ઉપસ્થિત રહેલા સૌ માટે આશ્ચર્યજનક હતી.

આવા આ લોન ધારકોમાંથી નીચેની ગુણવત્તાવાળા લોનધારકોનું સન્માન થયું,

Kishanbhai Nat accepting the letter of honour
(1) જેમના ઘરમાં સખત મુશ્કેલીઓ આવી કેન્સર જેવી બિમારીનો ભોગ બન્યા. અથવા ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયું હોય છતાં લોન ભરવાની તારીખ ચુક્યા વગર જેમણે લોન ભરી તેવા લોનધારકોનું સન્માન થયું
(2) એવા લોન ધારકો કે જેમણે લોન લીધી પછી મનમાં ખોટ આવી. લોન ભરવાનું ચુક્યા. આવા લોનધારકોની લોન ચુકવવા સમાજના લોકો ભેગા થયા અને લોન ચુકવી તેવા સમાજોનું કે વ્યક્તિઓનું સન્માન થયું

(3) એવા વ્યક્તિઓ કે જેમની ઉંમેર 70 થી લઈને 85 વર્ષની છે તેવા વડિલોએ લોન લીધી અને તારીખ પહેેલાં એ લોનના હપ્તા ભર્યા તેવા લોકોનું સન્માન થયું

Nomadic women accepting the letter of honour
(4) લોનની ઉઘરાણીની જવાબદારી પોતાની વસાહત કે સમાજ પ્રમાણે જેમણે સ્વેચ્છાએ સ્વીકારી તેવા વ્યક્તિઓનું સન્માન આ કેટેગરીમાં થયું.
હા આમાં અમારા બનાસકાંઠાના ઉમરીમાં રહેતા કનુભાઈ રાવળનું સન્માન રહ્યું પણ આગામી કાર્યક્રમમાં એ પણ કરીશું. બાકી કનુભાઈની સંસ્થા માટેની નિષ્ઠાને તો પ્રણામ જ કરવા પડે. અને અમારાથી તમારુ નામ રહી ગયાની માફી પણ માંગીએ.

(5) લોનધારકે લોન લીધી અને લોનના હપ્તા ભર્યા પણ એ હપ્તા સાથે જેમણે પોતાની રીતે સ્વેચ્છાએ સંસ્થાને ઉદારદીલે અનુદાન આપ્યું, ધર્માદુ કર્યું તેવા લોનધારકોનું સન્માન પણ કરવામાં આવ્યું

(6) એવા લોન ધારકો કે જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું. સાવ કશું નહોતું એમાંથી લાખો કમાતા થયા એવા લોન ધારકોનું સન્માન કરવામાં આવ્યું
The event was graced by organisation's trustees and
well-wishers

અને છેલ્લે

(7) એવા લોનધારકો કે જેઓ લોન લઈને સુખેથી જીવતા થયા પણ બચત થતી નથી. હજુ પોતાનું ઘર કરવાનું છે એવા લોનધારકોને એફ.ડી.માટે લોન આપવાનું કર્યું. 
આ છેલ્લી કેટેગરી એ પ્રયોગ છે. એ પ્રયોગના ઈચ્છીત પરિણામ આવે તો આ વિષે જુદો વિચાર કરવાનું કરીશું.
Nomadic men accepting the letter of honour

ટૂંકમાં વિવિધ કેટેગરીમાં લોકોને સન્માનવાની સાથે સાથે 150 ઉપરાંત પરિવારોને નવા વ્યવસ્યા માટે લોન પણ આપવામાં આવી. 
કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી માધવ રામાનુજ, શ્રી પ્રવિણભાઈ લહેરી, શ્રી પ્રજ્ઞેશ દેસાઈ, શ્રી પારૃલ દાંડીકર, શ્રી ગીતા ગાલા, શ્રી મૌલિક પટેલ ઉપસ્થિત રહ્યા.

આ સિવાય સંસ્થાના શુભેચ્છકોમાંથી આદરણીય શ્રી ભગવાનભાઈ પંચાલ જેમને અમે કાકા કહીએ, શ્રી નરેન્દ્ર જાની - નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, શ્રી કીરીટભાઈ શાહ, શ્રી સુરેખાબહેન શાહ, શ્રી ચૌહાણ સાહેબ વગેરે જેવા આ સમુદાયો માટે લાગણી રાખનાર સૌ પ્રિયજનો પણ ઉપસ્થિત રહ્યા અને આ સમુદાયોને અભીવાનદ પત્રથી સન્માન્યા.

આભાર આ સન્માન સ્વીકારના આપ સૌ પ્રિયજનોનો....
Nomadic men accepting the letter of honourધાર્યા કરતા સંખ્યા વધી એટલે જમવામાં અગવડ પડી પણ એ બધાની વચ્ચે તમે સૌએ શાંતિ જાળવી અને કાર્યક્રમ વધુ સુંદર બનાવ્યો.
કાર્યક્રમની સઘળી ઝલક ફોટોમાં...

Maulik Patel addressing the nomads
#VSSM #NomadsOfIndia #NomadicTribes #Banking #EconomicUpliftment #socioEconomicUpliftment #EconomicCondition


Karshanbhai Devipujak accepting
the letter of honour



Nomadic women accepting the letter of honour





Nomadic men accepting the letter of honour


Mittal Patel giving the letter of honour to
Dharunath Vadi





Nomadic women accepting
the letter of honour






VSSM Team


Lalabhai Raval accepting the letter
of honour