Mittal Patel with Pratapbhai and his wife |
"Ben, please take care of us like you do now."
"Why? How did I take care of you?"
"Arre, Ben. You don’t know! You gave 30,000/- at such a fortunate moment that the entire picture changed. I earned a lot and we are living happily. You actually help the most starved progress in their lives. Now not even police harass us. You exposed nomadic tribes to the entire world."
Pratapbhai Vansfoda called me today and when I asked her how I took care of him and he spoke everything he wanted to share. But I am glad he did.
They became stable. Thirty Thousand is not a big amount. But he saved some bit out of it. He told on the phone only, “I got some silver jewellery, like the one you like, made for my daughter. I saved some money too.”
When we went to Pratapbhai's house four months ago, we had made a small video. I am uploading it here hoping that you all will like it. (https://www.youtube.com/watch?v=H2qica8BBG4)
He offered the food with same pleasure as he eats his meals. Let’s believe that the food he offered us was the same as he eats every day. But now he doesn’t have to sleep empty stomach.
VSSM workers Kanubhai, Chhayaben and Mahesh have become helpful to these families while being with them every time. Thank you to them! We express our gratitude to all dear ones who gave us money for loans…
'બેન હાલ જેવું ધ્યાન રાખો સો એવું કાયમ રાખજો.'
'કેમ મે શું ધ્યાન રાખ્યું?'
Mittal Patel and guests relishing food at Pratapbhai's house |
'અરે બેન તમને ખબર નથ પણ 30,000/- તમે ક્યા શકનના આલ્યાતા તે આ તીસ મલ્યા પસી આખી શીકલ જ બદલાઈ ગઈ. હું ઘણું કમાણો ખુશ સીએ અન મોજથી ખઈએ સીએ. હાચેન ભૂખ્યા માણહને તમે આગળ લાવો સો. હવે તો પોલીસેય હેરાન નથ કરતી. વિચરતી જાતિને તમે દુનિયામાં બાર પાડી દીધી. આભાર બેન...'
પ્રતાપભાઈ વાંસફોડાનો આજે ફોન આવ્યો ને એમને મે ધ્યાન કેમ રાખવાનું એવું પુછ્યુું ને સામે એમણે જેટલું બોલવું હતું એ બધુંએ બોલી નાખ્યું. પણ સાંભળીને આનંદ થયો.
તેઓ બે પાંદડે થયા. ત્રીસ હજાર કાંઈ બહુ મોટી રકમ નથી પણ એમાંથી થોડો અવેર કર્યો ને ફોન પર જ કહ્યું, મારી દીકરી હાટુ ચાંદીનું ઘરેણું તમને ગમે એવું લીધુ છે ને થોડી ઘણી બચેતેય કરી છે.
પ્રતાપભાઈના ઘરે ચારેક મહિના પહેલાં ગયેલા ત્યારે તેમનો નાનો વિડીયો લીધેલો આપને સાંભળવો ગમશે એ આશાએ અહીંયા મુકુ છું. (https://www.youtube.com/watch?v=H2qica8BBG4)
અને જે મોજથી એ ખાય છે એવું મોજથી અમનેય જમાડ્યું. રખેને માનતા એ રોજ અમને જમાડ્યા એવું જમે છે. પણ હવે પાણી પીને સુવાનો વારો નથી આવતો.
સંસ્થાના કાર્યકર કનુભાઈ, છાયાબહેન અને મહેશ આપણા આ પરિવારોની સતત સાથે રહીને તેમને આગળ લઈ જવામાં મદદરૃપ થાય છે. તેમનો આભાર ને લોનરૃપી રકમ આપનાર સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા..
No comments:
Post a Comment