Tuesday, 14 November 2017

Ramaben Chuvadiya's daughters Kinjal wishes to join police force while 6 year old Vandan wants to fly aircrafts!!

Ramaben Chuvadiya with Mittal Patel and her daughters
at our Unnati Hostel
“My Kinjal wants to join police force when she grows up, seriously!!” she said with a smirk. “He has been drinking a lot. And this leads to daily quarrels. Unfortunately, my daughters have to witness  all such fights. I could not send my elder daughters Anju and Kajal to school because we never had enough money. I am so happy  now that my Kinjal and Poonam are studying with you. Last year Poori also joined her two elder sisters. I haven’t studied much hence, earn living doing all sort of random labour works like working on farm or work at coal making. My elder daughters also join me and help earn for the family. Their father has injured his back in an accident and hence cannot work, leaving  the responsibility of earning for the family on us. We have a small piece of land but, this year’s rain washed away our land. The well also needs to be repaired. We do not have money to get such jobs done. If you could give us some loan we can repair the land and the well and cultivate it to earn a little extra.”

Extremely upfront Ramaben Chuvadiya is from Tarkiya village and stays in a hut made of mud and cow dung. She comes to drop her daughters twice a year and visits them whenever she feels like seeing them. “Ben, you please take care of my daughters. They are my future!” Her daughters too are extremely hardworking and polite. Very nice daughters, indeed.

Three years ago, Ramaben borrowed Rs. 500 to send Kinjal to VSSM operated hostel. The money was to buy things that she might need at the hostel. Few days into the hostel life Kinjal began feeling lonely and complained of not liking it here and wanting to quit studying. This saddened Ramaben. “I went against your father’s wish, have spent Rs. 500 to bring you here, the community had laughed at me and now if you do not complete your studies people will make fun of me.” This was the only time Ramaben was required to talk like this with Kinjal. After this episode, Kinjal has never complained and puts hard work in studies. If she does not get into police force she wishes to be a lawyer.

Ramaben has six daughters. The youngest Vandan who just turned 6 will also be in our hostel next year. And she wishes to be a pilot someday!!!

“Ramaben, may all the daughters of this land be fortunate enough to have a mother like you. We salute your spirit, resolve and commitment. You are an inspiration to many and a living example of inherent power that women possess…”

We have decided to extend Rs. 50,000 as interest free loan to Ramaben, will be giving her the cheque within two days. The money will be utilized to repair the land and the well.

We wish you mental peace and prosperity always!!

In the picture - The beautiful moments we get to spend with some fiery human begins!! That is us Ramaben, her daughters and I….

‘લો હાસુ કઉં મારી કિંજલને પોલીસ થાવું સે ઈના બાપાને થોડા ઠીક કરવા સે ને એટલે’...આવું કહીને એ થોડુ હસ્યા પછી કહ્યું, ‘એ દારૃની લતે ચડી ગ્યા સે તે નીત ઝઘડા થાય ઈમની હારે. મારી દીકરીયુ આ બધુ જુએ ને એટલે. મોટી અંજુ ને કાજલને નો ભણાવી હકી. પાહે પૈસા નહીં એટલે. પણ કિંજલ ને પૂનમને તમારી હોસ્ટેલમાં મુક્યા પસી હવે નિરાંત સે. ગઈ સાલ પુરીનેય મૂકી દીધી. હું તો ચાર ચોપડી ભણી. કોલસા પાડવા, નીંદવા ને ખેતરમાં બકાલુ ઉતારવા હું ને મારી બે દીકરીઓ જઈએ. ઈના બાપાને એકસીડન થ્યો ને કમરના મણકામાં ફાટ પડી ગઈ તે ઈ કાંઈ કામ નથ કરતા. ઘરનો બધો ભાર અમાર મા- દીકરીઓ ઉપર. અમાર નાની જમીન સે. ઓણ વરસાદ આયો ન ઈમાં જમીન ધોવાઈ ગઈ ને કુવો કર્યો સે એને ફરી સારવો જોશે. અમારી પાહે પૈસાની સગવડ નથ. તમે લોન દયો તો આ બધુ કરાવી દઈએ ને અમારી જમીનમાં અમે ખેતીએ કરીએ.’
ગાર માટીના ઘરમાં રહેતા તરકિયાગામના રમાબહેન #ચુંવાળિયા_કોળી નિયમિત વેકેશનમાં દીકરીઓને લેવા ને વચમાં ક્યારેય ક્યારેક મળવા આવી જાય. ‘બેન તમે ધાન દેજો હો દીકરીઓના ભણવા માથે... મારે ઈમનો જ આશરો સે.’ એવી વાત કરે ને સામે દીકરીઓય એવી સરસ. ખુબ મહેનત કરે.
ત્રણ વર્ષ પહેલાં કિંજલને #હોસ્ટેલમાં રુ. પાંચસો ઉછીના લઈને થોડી ઘણી વસ્તુઓ સાથે ભણવા મોકલેલી. કિંજલે થોડા દિવસમાં જ નથી ફાવતું. નથી ભણવું એવું રમાબહેનને કહ્યું ત્યારે રમાબહેન સાવ હતાશ થઈ ગયેલા. ‘પાંચસો ખર્ચીને તને આંય મુકી સે ને તારા બાપાની ઉપરવટ જઈને તુ ભણે એવો હરખ મે રાખ્યો ને તુ પાસી આવે તો ઈ બધા માથે પાણી ફરી વળે. ગામનાય મારી મજાક કરશે. જબરી આઈ છોકરી ભણાવવાવાળી... ’
કિંજલને રમાબહેને આ વાત એક જ વખત કહી. ને ડાહી કિંજલે એ પછી કોઈ દિવસ ભણવામાં પાછુ વળીને જોયું નથી. ખુબ મહેનત કરે. #પોલીસ થવાની તમન્ના પહેલી ને એ ના થાય તો વકીલ...
રમાબહેનને છ દિકરીઓ. નાની વંદન છ વર્ષની થઈ. આવતા વર્ષે એય હોસ્ટેલમાં ભણવા આવશે. એને તો પાયલોટ થવું છે. 
રમાબહેન જેવી ‘મા’ દરેક દીકરીની હોય તો આ દેશની એકેય દીકરી #ભણ્યા વગર નહીં રહે એ વાત સો ટકાની.... એમની મહેનત અને અત્યાર સુધી કરેલા સંઘર્ષને સલામ..ને #સ્ત્રીશક્તિનું રમાબહેન જીવતું ઉદાહરણ... 
અમે #લોન માટેની પ્રક્રિયા કરી દીધી. બે દિવસમાં વગર વ્યાજે ખેતીની જમીન ઠીક કરવાને કુવો સારવા રુ. પચાસ હજાર VSSMમાંથી આપીશું. માનસીક અને આર્થિક રીતે સુખી થાવ એ ભાવના અમારી.....
રમાબહેનને બધી દીકરો સાથે મજાની પળો... ઘણું તો આજે પહેલીવાર એમણે કહ્યું જે દરેક સ્ત્રી જાણે તો હિંમત આવી જાય. લખીશ એના વિષેય નિરાંતે....

#Education for all #Girls_Education #Mittal_Patel #nomadicgirls#nomadsofgujarat #nomadsofindia , #RightToEducation #VSSM#VSSM_for_Education #ChuwaliaKoli #Dream #InterestfreeloanforNomads



No comments:

Post a Comment