Saturday, 9 July 2016

Families from nomadic communities begin independent businesses after availing loan from VSSM..



Vashrambhai Raval with his loading AutoRickshaw
Vashrambhai Raval is a resident of Banaskantha’s Kankrej. He earned his living through selling vegetables on a camel cart. It allowed him to move two-three villages through the day and sell the vegetables. The income was just enough to meet the household expenses. If the camel fell ill Vashrambhai had to remain home for the day. To escape from such uncertainties he felt the need of buying a lorry rickshaw but finding enough funds remained a challenge. 

Since he was aware of the Swavlamban initiative by VSSM he contacted Naranbhai and requested for a loan of Rs. 30,000. On availing the loan he bought a second-hand lorry rickshaw and began selling potatoes, onions, bedsheets, blankets anything that earned him well. The rickshaw enables him to cover 5 villages in a day and the income is good as well. 

Vashrambhai has 3 sons and hopes to provide good education to all his children. 

Deepakbhai with his Octapad
Deepakbhai Bjanaiya hails from Jaaspur village of Karol block in Gandhinagar. Right from his early childhood Deepakbhai was found of playing musical instruments and with time decided to make a career out of it. He has trained himself in playing Octapad. Over the period he began receiving invitations to play Octapad at various musical gatherings. Deepakbhai needed funds to invest in an Octapad but until that could  that he performed on a hired instrument. But the rental for such instruments are so high that most of all that  Deepakbhai earned was spent on paying the rent. Deepakbhai has some amount  that he had saved over the period of time and required around Rs. 20,000 to buy a brand new Octapad. He applied to VSSM for a loan and from the amount sanctioned he bought a new Octapad. “There were times I had work but did not have the instrument cause someone else had rented it but now I have both, work and instrument.  At times I had to say no to the assignment because I did not have instrument. But now I need not have to worry about finding the instrument and work is easily flowing in and income is good as.” narrated Deepakbhai. 


Anitaben with her hand cart
Similarly, Anitaben Bajaniya also approached VSSM with a request for a loan of Rs. 30,000. Anitaben is a resident of Guptanagar in Ahmedabad. Her family of 7 can barely survive on the sole income of her husband, so she decided to work as domestic help in the bunglows located in her neighbourhood. However though she did not prefer working as a household help, she desired to have a venture where she could be her own boss. Like her fellow community members she also wanted to begin her business of selling imitation jewellery, cosmetics etc. Since  saving money from a single income was not possible she did not have necessary capital to invest and  her desires could not take wings.  

Anitaben met up with VSSM’s Ilaben with a request for loan. Once the loan was sanctioned she bought a hand-cart and the products to sell from a wholesale market. She began selling selling her products through a daily market near her home in Guptanagar. The income has been very good, along with paying the instalments regularly she is also began saving a small amount in Kalupur Bank. 

The Savlamban program has enabled hundreds of such families improve their standard of living. VSSM is extremely thankful to all of you for being instrumental in bringing such change in the lives of these poor families. 

vssmમાંથી લોન લઈને વિચરતી જાતિના પરિવારોએ શરૃ કર્યા સ્વતંત્ર વ્યવસાયો..

બનાસકાંઠના કાંકરેજ તાલુકના તેરવાડાગામમાં વશરામભાઈ રાવળ રહે. ઊંટલારી પર શાકભાજી વેચવાનું કામ કરતા વશરામભાઈ લારીમાં શાકભાજી લઈને બે –ગામ ફરે અને વેપાર કરે. ઘરનું ગાડુ ઠીક ઠીક ગબડ્યા કરે. પણ આવામાં ક્યારેક ઊંટ માંદો પડી જાય ત્યારે ધંધા માટે જવાનું મુશ્કેલ બની જાય. તેમને સતત લોડીંગ રીક્ષા લાવવાની ઈચ્છા. પણ એટલા પૈસા તેમની પાસે નહીં. 
vssmમાંથી ધંધા વ્યવસાય માટે વગર વ્યાજની લોન મળે છે તે અંગે વશરામભાઈ બરાબર જાણે આથી તેમણે રુા.30,000ની લોન માટે કાર્યકર નારણનો સંપર્ક કર્યો અને અરજી કરી. vssmમાંથી 30,000 મળ્યા પછી તેમણે જુનામાં લોડીંગ રીક્ષા ખરીદી અને ડુંગળી બટેકા વેચવાનું, ચાદરો, બેડશીટ, ધાબળા ટૂંકમાં તેમને જેમાં મળતર મળે તે પ્રકારના વ્યવસાય તેઓ કરવા લાગ્યા. આજે તેઓ પાંચેક ગામ આરામથી ફરી શકે છે.
તેમના ત્રણ દીકરા છે. તેમની ઈચ્છા બાળકોને ખુબ ભણાવવાની છે અને તે માટે ખુબ મહેનત કરવાની છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુરગામના દીપકભાઈ બજાણિયા નાનપણથી વાજીંત્રો વગાડે અને આગળની કારકીર્દી પણ તેમાં જ બનાવવાનું તેમણે નક્કી કર્યું. ઓક્ટોપેડ ખુબ સરસ વગાડતા શીખ્યા. વિવિધ સંગીત કાર્યક્રમોમાં તેમને ઓર્ડર મળતા પણ થયા પણ ઓક્ટોપેટ ખરીદવાના પાસે પૈસા નહીં શું કરવું. પણ કામ મળવાનો અને પોતાની આવડતની કદર થઈ રહ્યાનો તેમને આનંદ હતો શરૃઆતમાં ભાડેથી ઓક્ટોપેડ લઈને વગાડવા જવા માંડ્યા પણ આ રીતે ભાડાના પૈસા કાઢી તો સરવાળે તેમને વળતર ખુબ ઓછુ મળવા માંડ્યું. પણ પાસે પૈસા પણ ક્યાં હતા તે નવું અને પોતાનું ઓક્ટોપેડ ખરીદી. થોડી બચત કરેલી પણ રુા.20,000ની જરૃર હતી. તેમણે પણ vssmમાં લોન માટે અરજી કરી અને લોન અને પોતાની બચતમાંથી તેઓ નવું ઓક્ટોપેડ લઈ આવ્યા. હવે ભાડે લેવાની માથાકુટમાંથી તેઓ મુક્ત થયા. તેઓ કહે છે, ‘પહેલાં ભાડેથી સાધન લેવા જવું તો પણ દર વખતે મળે તેવું ના બને, મારા જેમ કોઈ બીજુ પણ ભાડાથી સાધન લઈ જાય તેમ થતું. આવા વખતે પાસે કામ હોવા છતાં સાધન ના હોવાના કારણે બેકાર બેસી રહેવું પડતું પણ પોતાનું સાધન થતા હવે ચિંતા નથી. અને પહેલાં કરતા કામ પણ વધારે થાય છે.’

અમદાવાદના ગુપ્તાનગરમાં રહેતા અનીતાબેન બજાણિયા(નાયક)ની વાત પણ એવી જ હતી. પરિવારમાં સાત સભ્યો તેમના પતિની કમાઈ પર આખુ ઘર ચાલે નહીં. પોતે બંગલામાં કામે જવા માંડ્યા પણ મનથી બંગલાનું કામ ગમે નહીં. કટલરીનો વેપાર બજાણિયા જાતિમાં ઘણા કરે તેમને પણ સતત પોતે વેપાર કરે તેવી ઈચ્છા થાય પણ પાસે પૈસા નહીં. બચતનો તો પ્રશ્ન જ નહોતો થતો. માંડ માંડ ઘરનું પુરુ થતું આવામાં તેમણે vssmના કાર્યકર ઈલાબહેનનો સંપર્ક કર્યો અને પોતે કટલરી વેચવાનું કામ કરવા ઈચ્છે અને તે માટે રુા.30,000ની લોન આપવા કહ્યું. લોન લઈને તેમણે લારી ખરીદી અને તેમાં કટલરીનો સામાન લઈને ગુપ્તાનગર વાસણા નજીક ભરાતા બજારમાં ઊભા રહેવાનું શરૃ કર્યું . ધીમે ધીમે કમાણી વધવા માંડી. vssmની લોનનો નિયમિત હપ્તો ભરવાની સાથે સાથે કાલુપુર બેંકમાં નાની બચત પણ તેમણે શરૃ કરી છે. 

આવા જરૃરિયાતમંદ વ્યક્તિઓને મદદ કરીને તેમને પગભર કરવામાં નિમિત્ત બનનાર સૌનો સ્વજનોના અમે આભારી છીએ. તેમની મદદથી જ  આ વંચિતોના જીવનમાં બદલાવ આવ્યો છે.

ફોટોમાં ઊંટલારી સાથે વશરામભાઈ રાવળ, ઓક્ટોપેડ સાથે દીપકભાઈ બજાણિયા અને શૃંગાર પ્રસાધનોની લારી સાથે અનીતાબેન નાયક

No comments:

Post a Comment