Tuesday, 31 May 2016

VSSM’s support helps Abbasbhai Meer start his own venture….

VSSM's interest free loan helps Abbasbhai Meer to
start his independent buisness
Abbasbhai Meer and his family stay in the Lakadia village of Kuttch. The family earns their living from cattle grazing, such livelihoods barely allow families to have a  daily meal.. It is  absolute  poverty under which  they survive.  Their houses are nothing more than shanty roofs with no walls to support. VSSM’s Ishawarbhai had been instrumental in enabling this family acquire their fundamental documents  like Voter ID card, Ration Card and likes…

Along with the issue of having a permeant place for building a house the other crucial problem was of earning a decent living. Cattle grazing was not an option Abbasbhai was prepared to pursue for long time. He had seen his fellow community men start business of selling laces and borders after procuring interest free loans from VSSM. Abbasbhai also wished to start-up a  similar venture but did not have enough investment capital. So he came up to VSSM  with a request for a loan of Rs. 20,000 to help him start his own venture of retailing laces and borders. 

Abbasbhai Meer and his home...
These families consider VSSM to be their guardian and whenever in need they look up to VSSM for support. Ishwarbhai recommended the proposal to VSSM and the loan was sanctioned. The venture has helped Abbasbhai make decent living. He hopes to gradually expand his business. All we can hope for is he continues to be successful and earn a dignified living without having to depend on others for help…..

કચ્છના લાકડિયાગામમાં મીર પરિવારો રહે. આ પરિવારો ઢોર ચરાવવાનું કામ કરે અને ગુજરાન ચલાવે. છાપરાંમાં તદન ખરાબ સ્થિતિમાં રહેતા આ પરિવારોને મતદારકાર્ડ, રેશનકાર્ડ જેવા આધારો અપાવવામાં VSSMના કાર્યકર ઈશ્વર માધ્યમ બન્યા. 

રહેણાંકની કાયમી જગ્યાની સાથે સાથે રોજગારી એ તેમનો કાયમનો પ્રશ્ન હતો. આખી જીંદગી ઢોર ચરાવે તોય પોતાના નામે એક ઓરડી લઈ શકવાનું આ મીર પરિવારો કરી શકે તેમ નહોતા. તેમને પણ સામખ્યારીમાં રહેતા મીરની જેમ લેસપટ્ટી વેચવાનો વ્યવસાય કરવો હતો પણ એ માટે પાસે એક રૃપિયાનીયે બચત નહોતી. સંસ્થા તો તેમની ભાષામાં કહુ તો તેમની મા છે. એટલે વસાહતના અબ્બાસાઈએ લેસપટ્ટીના વ્યાપાર માટે રુા. 20,000ની લોન આપવા VSSMને વિનંતી કરી. 

ઈશ્વર આ પરિવારોને સતત મદદરૃપ થાય તેણે અબ્બાસભાઈને લોન અપાવી અને સુરતથી લેસપટ્ટી લાવવાની ગોઠવણમાં પણ મદદ કરી. લેસપટ્ટી વેચીને અબ્બાસભાઈ સારુ કમાય છે. ધીમે ધીમે ધંધો મોટો કરવાની તેમને આશા છે. કોઈનીયે સામે હાથ લાંબો કર્યા વગર તેઓ મહેનતથી પોતાનું ઘર ઊભું કરે તેવી બરકત કુદરત તેમને ધંધામાં આપે તેવી પ્રાર્થના..

VSSMમાંથી લોન લઈને સ્વતંત્ર વ્યવસાય કરતા અબ્બાસભાઈ મીર અને જે સ્થિતિમાં હાલ રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે.

Thursday, 26 May 2016

VSSM supports Ramilaben Devipujak to build a shop to supplement her income...

Ramilaben & Arun with the newly constructed shop..
Ramilaben was just 30 years old when all of a sudden she lost her husband. The couple has a son named Arun.  Saddened by the daughter’s fate Ramilaben’s father brought her back from her in-law’s home. The support she received from her father and brother helped Ramilaben rebuild her life once again. She decided not to remarry and single handedly raise her son. Just like her father and brother she also bought a hand-cart and began selling fresh vegetables. The income has been good allowing Ramilaben to lead a dignified life. Ramilaben’s concerned father gifted her a small piece of land so that she has something to lean on, incase things in her life went south!! Its a very small piece of land just enough to  build a small kiosk or a shop and that exactly what she planned to do. After the construction of the kiosk she plans to rent it to supplement her income. However,  the construction cost is something that is worrying her as she does not have enough reserves nor does she intend to ask for anymore help from her father.

Ramilaben was aware of VSSM’s activities in the region and its interest free loan program.  She approached VSSM’s team member Mahesh and requested for a loan of Rs. 40,000. Mahesh understood her situation and her plan to rent the premises. On being asked why would she want to rent it and not use it for herself, Ramilaben had an answer that quick and well thought of, “ My business is very well settled, I would stand to loose around 2000 to 4000 if I give up my vegetable vending business. The income from the rent will supplement my income and I’ll have a small property for my son, we also have an option, just in case in future if he might want to use it to start his own business!!”

The Devipujak community is believed to be extremely enterprising and blessed with a very sharp business acumen, Ramilaben’s vision and plans for a secured future proved the popular belief for this community. The construction work has completed and Ramilaben is regular in paying the monthly instalment of Rs. 4000 as she intends to be debt free as soon as possible..

In the picture- Ramilaben and Arun with the newly constructed shop….

30 વર્ષીય રમીલાબહેન દેવીપૂજક નાની ઉંમરમાં વિધવા થયા. દીકરા અરુણ સાથે તેમના પિતા તેમને સાસરીમાંથી પિયર લઈ આવ્યા. બીજી વાર લગ્ન નહીં કરવાનો રમીલાબેનનો નિર્ણય પણ સાથેસાથે અરુણની જવાબદારીની ચિંતા પણ ખરી. પિયરમાં પિતા અને ભાઈઓનો સહકાર ખુબ સરસ એટલે એમણે ઘરે બેસી રહેવા કરતા ભાઈ અને પિતાની જેમ જ કામ કરવાનું નક્કી કર્યું અને શાકભાજીની લારી શરૃ કરી અને તેમાંથી સારી એવી આવક થવા માંડી.

રમીલાબેનના પિતાને પણ રમીલાબેનની ચિંતા તેમણે પોતાની નાનકડી જગ્યા રમીલાબેનને ભેટમાં આપી. આ જગ્યા પર શું કરવું તે રમીલાબેનને મૂંઝવે. તેમણે એક દુકાન-ગલ્લો કરવાનું વિચાર્યું પણ પાસે એટલા બધા પૈસા નહોતા. શું કરવું. પિતા પાસે માંગવાનું એમને ઉચીત ના લાગ્યું. પણ દુકાન થાય તો આ દુકાન ભાડે આપી શકાય અને પોતે લારી લઈને શાકભાજીનો ધંધો કરી શકે આમ આવક બેવડી થાય તો ભવિષ્યમાં પોતાનું ઘર પણ ખરીદી શકે. આવી મનોકામના રાખતા રમીલાબેન vssmની પ્રવૃતિને બરાબર જાણે. ડીસામાં કેટલાય લોકોને સંસ્થા દ્વારા વગર વ્યાજની લોન વિવિધ ધંધાકીય પ્રવૃતિ અર્થે મળેલી એટલે એમણે vssmના કાર્યકર મહેશને પોતાને દુકાન બાંધવા માટે રુ.40,000ની લોન આપવા વિનંતી કરી. દુકાન કરીને પોતે દુકાન પર નથી બેસવાના પણ એને ભાડે આપવાના છે તેવું મહેશે જાણ્યા પછી આવું કરવાનું કારણ પુછ્યું જેના જવાબમાં તેમણે કહ્યું, ‘મારો શાકભાજીનો ધંધો સારો ચાલે છે. જો દુકાન લઈને બેસી જવું તો મારે મહિને 2000 થી 4000નો વકરો થાય. પણ શાકભાજીનો મારો ધંધો બરાબર ચાલે છે તેમાં વકરો પણ સારો થાય છે અને દુકાન 2000ના ભાડે આપું તો મારી આવક બમણી થઈ જાય અને ભવિષ્યમાં અરુણ મોટો થાય અને દુકાન પર એને બેસવું હોય તો વિકલ્પ ખુલ્લો રહે.’

દેવીપૂજક સમુદાયની ધંધાની સમજણ માટે તો એમને હંમેશાં સલામ કરવાનું મન થાય. અહીંયા પણ રમીલાબેનની દુરંદેશી જોઈને તેમને પણ સલામ કરવાનું મન થાય. ખુદ્દારી પુર્વક જીવતા રમીલાબેન દર મહિને vssmમાંથી લીધેલી લોનનો રૃા.4000નો હપ્તો ભરે છે.તેમની ભાષામાં કહીએ તો તેમને ઝટ દેવામાંથી મુક્તી જોઈએ છે.

vssmમાંથી લોન લઈને બાંધેલી દુકાન સાથે રમીલાબેન અને અરુણ

Wednesday, 11 May 2016

A loan from VSSM allows Pravinbhai to initiate a daily saving of Rs. 200..


Pravinbhai with his old Tea-Stall
Pravinbhai Bajaniya resides in Gujarwada village of Sami block in Patan. Pravinbhai operates  a tea-stall on the outskirts of his village. Money is scarce hence the need to repair his cart and upgrade to a gas stove remained a distant dream for Pravinbhai. 

Pravinbhai had been aware of the ‘interest-free loan program’ by VSSM, he also was in touch with our teammate  Mohanbhai. He requested  a loan of Rs. 20,000 to enable him carry out the repairs of his tea stall and purchase an LPG connection. With the loan Pravinbhai  undertook the necessary repairs of his tea-cart and improvised the services at his tea-stall with installing some benches and tables for his customers. Now with the access  of LPG the soaring expense  of kerosene has come down,  allowing Pravinbhai to save Rs. 200 (a good amount of his earnings) daily. The amount is deposited in the bank near his place of work. This is a decent sum for someone belonging to such marginalised community. 
Pravinbhai with his new Tea-stall

We are extremely grateful to the individuals and institutions who have been instrumental in bringing such change in the lives of these extremely poor families. Its a daily joy we experience as we witness the positive changes in the lives of these families with loan amounts as less as Rs. 5,000… 

In the picture- the before and after pictures of Pravinbhai’s tea stall...

vssmમાંથી લોન લઈને પ્રવિણભાઈ બજાણિયા દૈનિય રુા.200ની બચત કરતા થયા.
પાટણના સમી તાલુકાના ગુજરવાડાગામમાં રહેતા પ્રવિણભાઈ બજાણિયા સમીમાં ચાની લારી ચલાવે. આર્થિક સગવડ એટલી નહીં એટલે કેરોસીનવાળા સ્ટવ પર ચા બનાવે. વળી લારીની મરમ્મત કરવાનો વિચાર આવે પણ કરી શકાય તેવી સગવડ નહોતી.

vssmના કાર્યકર મોહનભાઈના પરિચયમાં પ્રવિણભાઈ ખરા. વળી સંસ્થા દ્વારા વગર વ્યાજની લોન મળે છે તે વિગતોની માહિતી પણ પ્રવિણભાઈને ખરી. એમણે લારીમાં થોડો સુધારો કરવા તથા ગેસ સીલીન્ડર ખરીદવા માટે સંસ્થામાંથી રુા. 20,000ની લોન આપવા કહ્યું. લોન લઈને પ્રવિણભાઈએ લારીમાં સુધારો કર્યો. સાથે સાથે ગ્રાહકોને બેસવા માટે ટેબલ, ખુરશીની વ્યવસ્થા પણ કરી. કેરોસીનનો ખર્ચ ખૂબ થતો ગેસના કારણે તેમાં ઘડાટો થયો. લારીમાં સુધારો કર્યો એટલે તેમાં નાસ્તો પણ રાખવાનું થવા માંડ્યું. હવે આવક સારી થાય છે. 
પ્રવિણભાઈની લારીની બાજુમાં જ બેંક છે. જેમાં પ્રવિણભાઈ દરરોજના રુા.200 જમા કરાવતા થયા છે. આમ બચત પણ સારી એવી થવા માંડી છે. 

ખુબ નાની નાની રકમની લોનથી લોકોના જીવનમાં કેવો સરસ બદલાવ આવી શકે છે તે અમે દરરોજ અનુભવીએ છે. આવા સરસ કામમાં મદદરૃપ થવા માટે સંસ્થા સાથે સંકળાયેલા સૌ શુભેચ્છકોના માધ્યમથી નિમિત્ત બનવાનું થયું તે માટે સૌના આભારી છીએ.

ફોટોમાં પ્રવિણભાઈ પોતાની જુની અને vssmમાંથી લોન લઈને કરેલી નવી લારી અને અન્ય વ્યવસ્થા સાથે..