Tuesday, 19 May 2015

VSSM's Dream To Make Meer Community Self Reliant

Our  dream to make the Meer community self-reliant...

A Meer Communty Male in front of his House with items he makes with livelihood help from VSSM
Imaambhai A Meer Communty Male in front of his House
with items he makes with livelihood help from VSSM
The Meer families of Jantanagar Ahmedabad, extremely  hard working yet unable to break free of the cycle of poverty. These Meer Communities Families earn living by making and selling decorative and enhancements articles  for trucks. When the days  aren’t good and business is hard these families sell the stuff at very low prices often incurring losses. Imaambhai suffered losses doing just that. Completely broke he had no money on hand  to buy raw materials required to make  new articles, he did not know his neighbours well enough to ask their financial help while the other Meer families around him were sailing on the same boat hence asking their help was absolutely out of question. Running out of options  he decided to make trip to Rajasthan and borrow Rs. 5000 from a relative there. 

VSSM’s  Chayaben got to know about this development. Chayaben is a teacher at one of the VSSM Bridge School in the area. She spoke to Imaambhai and convinced him that it was illogical to go all the way to Rajasthan for a mere Rs. 5000, spending Rs. 1000  on travelling that distance. She recommended Imaambhai takes a loan of Rs. 5000 from VSSM which he can gradually pay back. Imaambhai accepted the recommendation and took a loan from VSSM. The money helped him buy raw material to make new set of decorative articles. A new rhythm of selling new articles and buying raw material is in place now, the money keeps rotating, the EMIs are paid regularly with just the last one remaining.  

Chayaben has worked very closely with these Meer Families, she has experienced their pain and cheer hence feels, “these Meers A Nomadic Community need to change their business, making and selling such decorative articles cannot take them further in life, its just enough to sustain them not take them forward.” She spoke her heart to the community,  Imaambhai’s son Farookbhai and Bhurabhai  also from the settlement  understood the intent of Chayaben’s concern. They picked up new trades - we shall write on that in detail in future posts. Its the mutual faith and trust that is working wonders here. To trust them, loan them money when others shy away from them and be part of their progress ….. is how VSSM chooses to work with these nomadic communities, a strategy that is bringing some brilliant results. It is truly an achievement for all associated with Vicharta Samuday Samarthan Manch - VSSM

In the picture - Imaambhai in front of his house, with the items he makes..


મીર પરિવારોને પગભર કરવાનું સ્વપ્ન...

જનતાનગર – અમદાવાદમાં રહેતાં મીર પરિવારો ટ્રક શણગારવાનો સામાન બનાવીને વેચે. મહેનત ખુબ અને મળતર ઝાઝું નહિ.. ક્યારેક સાંજ સુધી ધંધો ના થાય તો ખોટ ખાઈને પણ સાંજનો ચૂલો સળગે એટલો સામાન વેચી દે. આવામાં ઈમામભાઈને ખોટ આવી ગઈ. પાસે પૈસા પણ ખાસ ના રહ્યા કે, જેને લઈને નવો સામાન લાવે.. જ્યાં રહે ત્યાં કોઈ ઓળખે નહિ કે એની પાસેથી પૈસા મળે.. અન્ય મીર પરિવારોની હાલત પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવી આમ કોઈ પાસે મદદ પણ કેમ મંગાય? છેવટે રાજસ્થાનમાં એમના સગાવહાલાં રહે છે એમની પાસે રૂ.૫,૦૦૦ વ્યાજવા લેવા જવાનું નક્કી કર્યું.. 

મીર પરિવારોના બાળકોને ભણાવવાનું કામ કરતા છાયા બહેનને ઈમામભાઈની આ સ્થિતિનો ખ્યાલ આવ્યો એમણે ઈમામભાઈને રૂ.૫૦૦૦ લેવા રાજસ્થાન ના જવા સમજાવ્યા.. એમણે કહ્યું, ‘રાજસ્થાન જવાનાં ભાડામાં જ રૂ.૧૦૦0 જતા રહેશે. એના કરતાં vssm તમને રૂ.૫૦૦૦ લોન પેટે આપશે તમે ધીમે ધીમે પરત કરજો..’ અને આપણે રૂ.૫૦૦૦ની લોન ઈમામભાઈને આપી જેમાંથી ટ્રક શણગારવાનું રો મટીરીયલ એ લાવ્યાં. ઘરે બેસીને એમાંથી બધી વસ્તુ બનાવી અને વેચવાનું કરવા માંડ્યા.. પછી તો સામાન લાવે, વસ્તુ બનાવે અને વેચે.. ઘર ચાલી જાય અમે vssmની લોનના હપ્તા પણ ભરાય હવે તો છેલ્લો એક જ હપ્તો બાકી છે..
પણ છાયાબહેન આ બધા મીર પરિવારોની સતત ચિંતા એ કહે છે એમ, ‘રેડીયમના ધંધામાં મળતર ખાસ નથી રોજે રોજના રોટલા નીકળે બાકી આગળ ના વધાય. મીર પરિવારોએ ધંધા બદલવા પડે..’ અને છાયાબહેન એમની આ હકીકતોની ગણતરી કરીને એમને સમજાવવામાં લાગી ગયાં. વસાહતમાંથી ઈમામભાઈના દીકરા ફારુકભાઈએ અને વસાહતમાં રહેતાં ભુરાભાઈએ છાયાબહેનની વાતમાં શ્રધ્ધા દાખવી નવા વ્યવસાય કર્યા સારું કમાય છે એમની વાત આગળ જણાવીશું.

No comments:

Post a Comment