Mittal Patel meets Mukeshbhai |
"My parents used to sell "Datun" sticks (teeth cleaning twigs) . Many years ago they settled in Bidaj village. From then on have stayed back at the same place.They are not educated but understand its importance. So they put me in a school and I passed 10th Standard. After that they didn't have the money for me to study further. I started a job. However, I was not very keen on it. I always thought that If I could do my own business, I could progress faster. However, I did not have funds to do business. Yet started trading in textiles. With my income I was able to run my household. I always felt that if I put more money in my business, I will be able to earn more.
If I borrow from a third party, the interest would be very high. During that time I got acquainted with Shri Rajnibhai of VSSM. I know VSSM helps people like me by giving loans. I was hesitant to ask for a loan but Rajnibhai encouraged me to borrow. I took a loan and bought more goods. I would spread my clothes near Dholka, Kalikund and sell them. My profit increased. I repaid my loan within scheduled time. Took another loan. The income was bound to increase. I bought a rickshaw which helped save the transport cost of my goods.
Now I earn monthly Rs 25,000 to Rs 30,000. I would have earned something similar in job too but would not have got the independence that I now have. I can go anywhere I want to and do not need to take permission from anyone.. My wife would also take care of my stock & business"
This is the life story of Mukeshbhai staying in Bidaj village of Kheda. The son of parents who sold "datun" sticks is now a businessman. His face reflected the joy of success. His wish was to have his own shop one day. We wish Mukeshbhai more success in the coming years.
'મારા બાપા દાતણ વેચતા. વર્ષો પહેલાં એમણે બીડજમાં આવીને ડેરા નાખેલા. પછી અહીંયા જ રહી પડ્યા. એ પોતે નહોતા ભણ્યા પણ ભણતરનું મહત્વ એમને ખબર એટલે એમણે મને નિશાળમાં બેસાડ્યો. હું 10 પાસ થયો. પછી આગળ ભણાવવાની મા-બાપની તાકાત નહોતી. મે નોકરી શરૃ કરી. પણ નોકરીમાં ઝાઝુ મન ન લાગે. પોતાનો ધંધો હોય તો આગળ જવાય એવો વિચાર આવે પણ પાસે ઝાઝા પૈસા નહીં.. છતાં પણ કપડાંનો વેપાર શરૃ કર્યો. કમાણી થાય. ઘર ચાલે. પણ વધારે પૈસા ધંધામાં નાખુ તો આવક સારી થાય એવું સતત થયા કરે.
બહારના કોઈ પાસેથી પૈસા લઉં તો વ્યાજ ઘણું થાય. ત્યાં VSSMના રજનીભાઈ સાથે પરિચય થયો. સંસ્થા અમારા માટે કાર્ય કરે એ વાત જાણું પણ પૈસા માંગવામાં જરા મન પાછુ પડતું પણ રજનીભાઈએ હિંમત આપી ને મે લોન લીધી. લોનથી હું વધારે સામાન લાવ્યો. ધોળકા કલીકુંડ પાસે પથારો કરીને ડ્રેસ વેચું. નફો વધ્યો.
લોન સમયસર ભરપાઈ કરી. એ પછી બીજી લોન લીધી. આવક તો વધવાની જ હતી. મે રીક્ષા લીધી. જેથી સામાન લાવવા લઈ જવાનું ભાડુ બચ્યું.
હાલ મહિને 25,000 થી 30,000 કમાઈ લઉ છું. નોકરીમાં એટલું તો મેળવી લેત. પણ સ્વતંત્રતા ન મળત. મારે ક્યાંય જવું આવવું હોય તો પોતાનો ધંધો હોય તો રોકટોક ન રહે. મારી પત્ની પણ પથરો સાચવે..'
ખેડાના બીડજગામમાં રહેતા મુકેશભાઈની આ પ્રગતિ. એ કહે, 'એક દાતણ વેચરનારનો દિકરો ધંધાદારી બની ગયો.'
એમના મોંઢા પર પ્રગતિનો આનંદ હતો. તેમની ઈચ્છા પોતાની દુકાન કરવાની. મુકેશભાઈ ખુબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા...
#MittalPatel #vssm #loanservices #Swavlamban #AatmanirbharBharat #selfmade #bussinessmindset #bussinessmind #bussinessowner
Mukeshbhai bought autorickshaw with the help from VSSM's swavlamban inititative |
Mittal Patel meets mukeshbhai and his wife near dholka |
Mukeshbhai spread his clothes near Dholka, Kalikund and sell them |
Mittal Patel with Mukeshbhai and Rajnibhai who encouraged mukeshbhai to took loan from VSSM to do buisness |