Mittal Patel meets Hansaben and asked her of the benefit she got out of the first loan |
How can one do a business in Sarees for a mere Rs 10,000/- ? Isn't it surprising to know this? Even I was surprised. How many sarees & of what quality can be bought/sold in this amount. We had lots of questions. However, our associate Shankarbhai had a lot of faith in Hansaben who wanted to do this business in sarees.
We gave her a loan of Rs 10,000.
Hansaben would purchase Sarees from some lady in Radhanpur. She would put the same in a bag and go to nearby villages to sell. We were worried whether she would be making profit in this. To our surprise Hansaben did not default on a single instalment of her loan & repaid the entire loan.She asked for another loan. When I went to Radhanpur , I met Hansaben & asked her of the benefit she got out of the first loan. She said "I could save small amounts from selling sarees. My husband had purchased a second hand Rickshaw by making a down payment. I gave him Rs 9,000 which I saved for making the down payment. Earlier we used to be labourers but now we both have our own businesses. From the loan that you will give now, I will buy little more expensive sarees. However you please give a loan of Rs 30,000 instead of Rs 10,000." Hansaben requested this with a smile and also with a lot of confidence.
We support 7000 such people in their business by giving loans. Respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation has been a big supporter in this mission. We are extremely thankful to him for his generous contribution to this cause.
10,000 રૃપિયામાં સાડીઓનો ધંધો?
સાંભળીને નવાઈ લાગે ને? મનેય લાગી. આટલી નાની રકમમાંથી કેટલી સાડી આવે એ પણ કેવી ગુણવત્તાવાળી ને કોણ ખરીદે?
ઢગલો પ્રશ્નો થયા. પણ અમારા કાર્યકર શંકરભાઈને સાડીનો ધંધો કરવાની હોંશ રાખનાર હંસાબહેન પર ભરોષો હતો.
અમે લોન પેટે પૈસા આપ્યા.
હંસાબહેન રાધનપુરમાંથી જ કોઈ બહેન પાસેથી સાડી ખરીદે અને થેલામાં ભરી ગામડાંઓમાં વેચવા જાય. આ બધુ સાંભળી ખરેખર નફાકારક વેપાર થતો હશે એ પ્રશ્ન થતો. પણ હંસાબહેને લોનનો એક પણ હપ્તો પાડ્યો નહીં. એમની લોન ભરપાઈ થઈ ગઈ.
એમણે બીજી લોન માંગી. રાધનપુર જવાનું થયું ત્યારે એમને મળી અને પહેલી લોનથી શું ફાયદો થયો એવું પુછ્યું તો એમણે કહ્યું.
‘ધંધો કરતા કરતા થોડી બચત કરતી ગઈ. મારા ઘરવાળાએ હમણાં જૂની રીક્ષા ડાઉનપેમેન્ટ ભરીને લીધી. ડાઉનપેમેન્ટ ભરવા મે 9000 સાડીઓના ધંધામાંથી બચત કરીને આપ્યા. પહેલાં એ મજૂરી કરતા હવે અમે બેય ધંધાવાળા થઈ ગયા.તમે બીજી લોન આપશો તો હાલ જે સાડીઓ લાવુ છું એના કરતા થોડી મોંધી સાડીઓ લાવી શકીશ પણ હા તમે હવે 10ની જગ્યા એ 30,000ની લોન કરજો’ એવું હસતા હસતા પૂરા આત્મવિશ્વાસ સાથે હંસાબહેને કહ્યું...
આવા 7000 થી વધારે વ્યક્તિઓને અત્યાર સુધી અમે લોન આપી ધંધો કરતા કર્યા છે. ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફનો આમાં ઘણો મોટો સહયોગ એમના અમે ઘણા આભારી...
Mittal Patel meets our loanee Hansaben |
Hansaben took interest free loan from VSSM and started doing independent buisness |
Hansaben helped his husband to buy autorickshaw from her savings |