Mittal Patel meets Hamirbhai in Surendranagar |
Hamirbhai resides in Surendranagar. He travels across the villages in his region to collect and trade junk; the chakda he owns enables him to cover multiple towns in a day. The income from his business has remained good, and so have the savings; this financial prudence helped Hamirbhai build a pucca house. However, the construction cost of the home of his dreams ate away all his savings.
Hamirbhai’s occupation requires capital on hand; this helps him collect/buy more junk and sell only when substantial kilos are collected. Selling junk in bulk gives him better bargaining capacity and fetches more money. But Hamirbhai had spent all his savings on the house and needed financial support.
Since Hamirbhai has been associated with us through our activities, he spoke to our team member Harshadbhai about the financial crunch. As a result, VSSM sanctioned a loan of Rs. 30,000. The funds helped him return to business, with profits and savings returning to normal. Hamirbhai has almost paid off his loan. We recently had a meeting with such families of Surendranagar. We were happy to learn about the progress and well-being of these families, more importantly, to know that individuals like Hamirbhai have remained punctual in their financial relationship with us.
We wish Hamirbhai all the very best in his future endeavors.
હમીરભાઈ સુરેન્દ્રનગરમાં રહે. છકડામાં એ ભંગાર ભેગુ કરવાનું કામ આસપાસના ગામોમાં ફરીને કરે. આવક પ્રમાણમાં સારી અને બચતની એમની સમજણ પણ ખરી. એટલે છાપરાંમાંથી પાક્કુ મજાનું ઘર એમણે બાંધી દીધું. પણ ઘર એ કૂવો, નાખવું હોય એટલું એમાં નંખાય. બસ હમીરભાઈએ પણ નાખ્યું ને એમાં એમની બચત ખતમ થઈ ગઈ.
ભંગાર ભેગુ કરવાના ધંધામાં એમને થોડી ઘણી મુડી હાથ પર જોઈએ એ હોય તો વધારે ભંગાર ભેગું કરી સામટુ વેચવા જઈ શકાય. વધારે સામાન હોય તો પૈસા પણ સારા મળે. પણ ઘર બનાવવામાં હાથવગી બધી મૂડી ખતમ થઈ.
અમારા સાથે એ વર્ષોથી સંકળાયેલા. અમારા કાર્યકર હર્ષદભાઈને એમણે ધંધો કરવામાં પડી રહેલી ભીંસની વાત કરી. અમે 30,000ની લોન આપી. હાથમાં મૂડી આવતા પાછી ગાડી પાટે ચડી ગઈ. હવે તો એમની લોનના હપ્તા પણ ભરાઈ ગયા. લોનથી ધંધામાં પણ નફો પણ પહેલાં જેવો થવા માંડ્યો. હમણાં સુરેન્દ્રનગરમાં અમારા આ બધા પરિવારો સાથે બેઠક થઈ એમાં હમીરભાઈ મળ્યા ને એમણે બધી વાત કરી. એમને થયેલી બરકત વિષે સાંભળી રાજી થવાયું. પણ અગત્યનું એમણે વ્યવહાર જાળવ્યો એ છે.
હમીરભાઈ ખુબ સુખી થાય એવી શુભભાવના. VSSM આવા શુભમાં નિમિત્ત બની શકે એનો રાજીપો..
#MittalPatel #VSSM #loanservices #upliftlifestyle #home #surendranagar #surendranagar_offical #surendranagarnews #nomads #scrap #scrapbusiness #smallbusinessbigdreams #સુરેન્દ્રનગર