Friday, 25 February 2022

Govind is an example for individuals who run away from responsibilities....

Mittal Patel meets Govind during her recent visit to
Surendranagar

15 is an age when children are busy studying, forging friendships and enjoying a carefree life. But for Govind, the responsibility of tending to the needs of his three younger siblings and grandparents fell on him at the very young age of 15. 

Govind resides in Surendranagar and used to walk around to collect trash in the rucksack laden on his back.

VSSM provided him with a paddle rickshaw to increase his mobility. “His business is doing good,” Harshad informs me. I especially met him during my recent visit to Surendranagar. The rickshaw looked cared for as he had decorated it with yellow flowers.

“Are you happy,” I inquired.

“Because I have my vehicle, it is so easy to do business now,” he tells me.

“What does your father do?”

“He passed away when I was 12-13 years old.”

“And mother?”

“She remarried.”

“Didn’t she bring her with you?”

“My mother took my three younger siblings and me with her, but life was difficult there. She remained busy settling into a new life; most days, there would be no food, and we would be loitering in filth. I could not see my siblings endure such pain. One day I took them all and came to my grandparents in Surendranagar, they are old, but they take care of us. I earn whatever I can from the trash I collect. We do have food at the end of the day.”

I had goosebumps hearing  Govind talk about his struggles. He must be around 20-21 years old now. And he has already been mothering his siblings for the past five years. He is ‘the Moustached Mother,’ as Harshad calls him.

We are grateful to Mumbai based Shri Rajeshbhai Raval for his support; it helped us buy a paddle rickshaw for Govind.

I asked Govind to begin saving some money from whatever he earned. Govind does not have a roof over his head. We had helped him apply for plot allotment, and he was allotted one in Baakarthali village. Very soon, plans will be made for the construction of a house.

“If you begin saving, it will help you contribute to the construction of your house,” I advised while bidding farewell.

“I will give my savings to Harshadbhai,” he replied innocently.

Harshad will mentor him towards better financial planning.

Govind is an example for individuals who run away from responsibilities. He had no compulsion to raise his younger siblings, yet he became their mother.

Salute to Govind.

પંદર વર્ષનો ગોવિંદ મા બની ગયો...

રમવા, ભણવાની ઉંમરે આવી મોટી જવાબદારી ઉપાડવાની સમજણ એનામાં ક્યાંથી આવી?

ગોવિંદ સુરેન્દ્રનગરમાં રહે ને ખભે કોથળો લઈ પગપાળા ફરી ભંગાર ભેગો કરવાનું કામ કરે. 

તે પોતાની સાથે ત્રણ નાના ભાઈ બહેન અને દાદા દાદીને સાચવે. અમારા કાર્યકર હર્ષદે અમને આ વિગત કહી અને આપણે એને પેડલ રીક્ષા આપીએ તો એ વધારે કામ કરી શકેનું કહ્યું.

અમે પેડલ રીક્ષા આપી. એનો ધંધો સરસ ચાલે છે ના સમાચાર હર્ષદે આપ્યા. હમણાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે એને ખાસ મળવાનું થયું. પેડલ રીક્ષાની આગળ એણે સરસ પીળા ફુલો ભરાવ્યા હતા. 

રાજી છે એવું પુછ્યું તો કહે, 'હવે તો ધંધો કરવાની હોંશ થાય છે. વાહન થઈ ગ્યું ને એટલે'

'તારા પપ્પા શું કરે?' એવું પુછતા એણે કહ્યું, 'એ તો હું બાર - તેર વર્ષનો ત્યારે જ ગુજરી ગયા'

'તો મા?'

'એણે બીજે લગ્ન કરી લીધા... '

'તો એ તને લઈને ના ગઈ'

'હું ને મારાથી નાના બીજા ત્રણ ભાઈ બહેન છે. મારી માએ જ્યાં લગન કર્યા ત્યાં અમને લઈને ગઈ'તી પણ ત્યાં દુઃખ ઘણું હતું. એ એનામાં પડી'તી. અમારા ખાવા પીવાનાય કાંઈ ઠેકાણા નહીં. ગંધવેડામાં પડ્યા રેતા. મારુ તો ઠીક મારી નાની બહેન અને ભાઈને જોઈને જીવ બળતો. તે એક દિવસ એ ત્રણેય ને લઈને હું સુરેન્દ્રનગર મારા દાદા દાદી જ્યાં રહેતા ત્યાં આવી ગયો. દાદી - દાદીની ઉંંમરેય થઈ તોય એ અમને સાચવે. હું ભંગાર વીણીને જે મળે તેમાંથી બધાનું પુરુ કરુ...'

ગોવિંદ આ બધુ કહેતો હતો ત્યારે મારા રૃવાડાં ઊભા થઈ ગયા. હાલ એની ઉંમર 20 - 21ની હશે. આવડો નાનકડો ગોવિંદ હર્ષેદ કહે એમ મુછાળી મા બની ગયો.. આમ તો મુછોના દોરાય હવે ફૂટ્યા પણ એની આ નિસ્બતને પ્રણામ કરવા ઘટે.

આવા ગોવિંદને પેડલ રીક્ષા આપવામાં શ્રી રાજેશભાઈ મહેતા(મુંબઈ)એ મદદ કરી. તેમનો આભાર.

ગોવિંદને મળીને નીકળતા મે એને નાની રકમની બચત કરવા કહ્યું. મૂળ એની પાસે રહેવા પોતાનું ઘર નહીં. અમે એને રહેવા પ્લોટ મળે તે માટે સરકારમાં લખ્યું ને એને બાકરથળીગામમાં પ્લોટ મળ્યો. બસ ત્યાં એનું ઘર થવાનું. જો બચત કરીશ તો થોડા ઘણા ઘર બાંધવામાં તુ નાખી શકીશનું કહ્યું ને એણે તુરત કહ્યું, હું બચત હર્ષદભાઈને આપી દઈશ..

સાવ નીખાલશ.. હર્ષદ એને બચતના પાઠ શીખવશે...પણ ગોવિંદ જવાબદારીમાંથી મોંઢુ ફેરવાનાર વ્યક્તિઓ માટે ઉ.દા.રૃપ લાગ્યો. આમ તો એની ક્યાં કશીયે જવાબદરી હતી છતાં એણે સ્વેચ્છાએ મા બનવાનું સ્વીકાર્યું..

આવા ગોવિંદને પ્રણામ...

#MittalPatel #VSSM

VSSM provided Govind a paddle rickshaw to increase
 his mobility

Mittal  Patel asked Govind to begin saving some money from
whatever he earned.

Monday, 14 February 2022

VSSM helped 7 families of Patdi and change their lives for better....

VSSM gave paddle rickshaw

“We cannot collect much junk in the gunny bag lugged on our shoulder,, we also cannot walk far from our settlement. It is tough to walk the distance back if the load is heavy. If we have a tool of our own we can collect more plastic bags and junk. But we do not have money to buy a vehicle for ourselves. We are trash collectors, who would loan us money. We might also not be able to repay it back. Our families are big, we barely manage to feed them all.

You thought of us and gave us this paddle rickshaw. We have nothing to worry now. It will be easy for us to cycle through and collect the junk. We collected junk worth Rs. 150-200 earlier, the mobility due to paddle rickshaw will help us double the amount.” Patdi’s Jagdishbhai shared this while expressing his gratitude for the paddle rickshaw we provided.

Infact, we should be grateful to individuals like Jagdishbhai for collecting the trashed plastic bags, water bottles and pouches and  the irreversible damage to environment it has caused. These families collect the plastic that would otherwise fly around or litter our open spaces. I wonder if these families need to encouraged to collect the trash or we as consumers need to make mindful choices and refuse using plastic.

We all know that the ideal situation would be reducing the use of plastic. But until that happens the paddle rickshaw we have provided will increase the efficiency and provide more opportunities families who survive on trash.

We are grateful to the donors who helped us support these  7 families of Patdi and change their lives for better.

‘ખભે કોથળો લઈ ભંગાર ભેગો કરવા ફરીએ તે એમાં કેટલું ભેગું થાય? પાસુ વસાહતથી ઘણે છેટે નો જવાય. નહીં તો ભેગુ કરેલું લઈને પાસા આવતા દમ નીહરી જાય. ઘરનું સાધન હોય તો ઘણા કાગરિયા(પ્લાસ્ટીક) વીણી હકાય. પણ એ સાધન ખરીદવા ફદિયા ક્યાંથી લાબ્બા. અમે રીયા ભંગારિયા અમને પાસુ પૈસા કોણ ધીરે ને ધીરે તોય અમે પાસા નો દઈ હકીએ.અમારી હોજવેણ જ કેવડી મોટી. બધાનું પેટ જોગુ આમાં માંડ નીહરે...

આ તો તમને અમારો વિચાર આઈવો તે આ પેડલ દીધી. હવે અમને કોઈ વાતે ચિંતા નહીં. હેય ને બે માણસ એમાં બેહી ભંગાર ભેરો કરવા જઈ હકશું. 

પગે ચાલી દોઢસો બસોનો ભંગાર ભેગો કરતા હવે પડેલ આવ્યું તો દોઢસો બસો બીજા ઉમેરાશે..’

સુરેન્દ્રનગરના પાટડીમાં રહેતા જગદીશભાઈએ બહુ લાગણીથી આભાર માનતા આ બધુ કહ્યું..

આપણે સૌ પડીકા ખાઈને કે પાણી પીને જ્યાં ત્યાં પ્લાસ્ટીકની બોટલ કે ઝભલા નાખી દઈએ ને પર્યાવરણને નુકશાન પહોંચાડીએ. પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટીક ભેગુ કરનારા આ પરિવારો. તેમને તો આપણે જેટલું પ્રોત્સાહન આપીએ તેટલુ ઓછુ. 

જો કે આદર્શ સ્થિતિ પ્લાસ્ટીકનો વપરાશ આપણે ઘટાડીયે તે. ખેર એ બધું તો જ્યારે થાય ત્યારે પણ ત્યાં સુધી આ પરિવારો આ ભંગાર કે કચરા પર જ નભે.. તેમની આર્થિક ક્ષમતા અમે પેડલ આપી એનાથી વધશે.. પેડલ આપનાર VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનોનો આભાર..

તમે આપેલી નાની મદદથી પાટડીમાં રહેતા 9 લોકોની જીંદગીમાં સુધારો આવશે..

#mittalpatel #vssm 



VSSM provided paddle rickshaw under its tool support
program

Trashcollectors collect junk in the gunny bag