Nomadic women holding thier cheques which is given to store grains |
Non-Possession is one of the elevens vows Gandhiji practised and preached. The nomads who reel under severe economic insufficiencies practice this principle to the core. Even someone like our Doodhabhai, who earns a decent salary from his job at ISRO has never stocked basic grains, something that most Gujarati do. Individuals like Doodhabhai who have access to continuous income also fail to plan their expenses wisely. For those who might be unaware, Gujarati families practice the ritual of storing grains, spices, oil for their annual consumption. This wise old tradition helped them sail through natural calamities, economic uncertainties and much more.
Nomadic families who received cheques in Rajkot |
Since last year and more, we have been trying to explain to these families the importance of storing grains and oil. We have also offered to provide a loan for the same, as it is hard for such poor families to Rs. 10 to 15 thousand in one go. They were to advised drop the daily amount they spend to buy their groceries into a piggy bank and pay the loan instalment through that savings. The advantages of storing were explained, we told them they will have minimum food even in dire circumstances. However, they had found it hard to comprehend.
A little before the corona induced lockdown was implemented we had managed to convince around 150 families, that too with great difficulty. The cheques for the loan amount were ready but couldn’t be handed over when the lockdown was announced. The daily wage-earning families have been badly battered by the pandemic induced crisis. With no money or food, they have been vulnerable to starvation.
Nomadic woman with her cheque |
It is often said the mistakes and challenges are best teachers. These families too have understood the significance of our continuous requests.
“You were trying to convince us about storing grains, we did not listen to you then. We have learnt our lesson now!!”
Offering interest-free loan to store grains is a ‘first-ever’ for VSSM. We hope to witness some favourable lifestyle changes in these families.
Shared here are the images of the families who received cheques in Rajkot. The families who stay in shanties will be first given containers to store these grains.
VSSM’s Chayaben and Kanubhai pour their heart into these efforts, they take utmost care in educating the families they choose to offer a loan. There hasn't been a single defaulter from numerous families they have offered loans to.
ગાંધીજી અપરિગ્રહ શીખવતા..
વિચરતી જાતિઓ આ સિદ્ધાંત બરાબર પાળે. મૂળ તો આર્થિક સ્થિતિ સારી નહીં એટલે. પણ અમારા દૂધાભાઈ જેવા ઈસરોમાં કામ કરતા પગારેય સારો હોતો છતાં વાર્ષિક અનાજ ભરાવવાનું તેમણે કોઈ દિવસ કર્યું જ નહીં. મૂળ ટેવ નહીં એટલે.
આમ સારી આવક થાય તો આમ તેમ ચપટીમાં ખર્ચાઈ જાય.
અમે છેલ્લા એકાદ વર્ષથી આ પરિવારોને વરસનું અનાજ ભરવા સૌને સમજાવી રહ્યા હતા. પાસે સામટા દસ પંદર હજાર ન હોય એ સમજાય એટલે કહ્યું લોન આપીશું.
તમે દરરોજ લોટ કે ચોખા, દાળ લાવવા જે પૈસા ખર્ચો એ ગલ્લામાં નાખવાને એ પૈસા મહિનાના અંતે અમને પાછા આપી દેવાના..
તમને ફાયદો થશે અને સૌથી અગત્યનું કોઈ પણ તકલીફ આવે તો પણ રોટલો, મરચુ તો ખાઈ જ શકશો..
પણ ગળે નહોતું ઉતરતુ આ બધુ..
કોરોનાના કારણે લોકડાઉન આવ્યું. એ પહેલાં લગભગ દોઢસો પરિવારોને આ માટે સહમત કરેલા. એ પણ માંડ માંડ..
ચેક તૈયાર થયા ને લોકડાઉન આવ્યું. એટલે ચેક આપી ન શક્યા.. ને આ પરિવારોને ધોળે દિવસે તારા દેખાયા.. મૂળ તો રોજે રોજ કમાઈને ખાવાનું લાવનાર આ પરિવારોને બે ટંકના ફાંફા પડ્યા..
ભૂલોમાંથી અથવા વિકટ સ્થિતિમાંથી માણસ શીખવું જોઈએ એવું આપણે કહીએ.. આ પરિવારો પણ શીખ્યા અને સમજ્યા.
સામેથી ડુંગરભાઈ,જીવણભાઈ, નેનીબહેને કહ્યું,
'તમે અનાજ ભરાવવા હાટુ હજમાવતા'તા પણ એ વખતે મતી નહોતી આવી પણ હવે હજમાઈ ગ્યું'
એક પ્રયોગ તરીકે અનાજ ભરાવવા વગર વ્યાજે લોન આપવાનું કર્યું છે. સુખદ પરિણામની આશા રાખીએ..
રાજકોટમાં કેટલાક પરિવારોને ચેક આપ્યા તેની તસવીરો.. ઝૂંપડાંમાં રહેતા આ પરિવારોને અનાજ પહેલાં પીપડા ખરીદીને આપીશું
કાર્યકર છાયાબહેન અને કનુભાઈની આમાં સખત મહેનત અને સમજણ.. છાપરાંમાં રહેતા આ પરિવારોને વિવિધ વ્યવસાય માટે પણ લોન આપી છે પણ આનંદ એક પણ પરિવાર ડીફોલ્ટર નથી એનો..