Tuesday, 24 December 2019

Kalubha Bharthari's family could get two meals with the help of VSSM...

Mittal Patel meets Bharthari families of Sutharnesdi
A meal for four in any five star hotel can cost anywhere between Rs. 10 to 12 thousand, you would be surprised to know that the same amount can change life of some of the most poor families of India.

 Kalu Ba Bharthari of Sutharnesdi had knowledge about VSSM’s interest free loan initiative but feared asking for loan.

“What if I cannot repay?”

Kalu ba Bharthari's son with the bicycle and other tools
they have purchased from the loan
 In the times when news of multi crore rupees bank frauds are frequent news,  these honest and humble humans we work with on daily basis are like a breath of fresh air.


A very apprehensive Kalu Ba requested VSSM’s Naran for a loan of Rs. 10,000 to start a microbusiness of selling balloons, hair accessories etc. 

The current living condition of nomadic families
“You should take a loan and so should both your sons Ramabhai and Shivabhai so that they too can start their independent businesses,” advised Naran.

“What if there are some hiccups and we fail to pay the instalments?” Kalu Ba had inquired.

Naran gave them some sound advice to help them  shed away their concerns. Kalu Ba took the loan and has repaid it without missing a single instalment.

The small amount they managed to save helped  with repairs of their tattered dwellings.

The positive experiences of availing loan for the first time provided strength to the trio who asked for a loan of Rs. 10,000 each after the repayment of the first one. These are the very people for whose benefit the Swavlamaban program has been designed. We provided them with second loan too. Their business is doing good, it is bringing them food at the end of the day.

For these extremely poor families finding two square meals a day is a great achievement. The next step would be to move from a saree house to a brick house. The current administration of Banaskantha has pledged to help such families hence, a house too shall happen.

We were in Sutharnesdi recently and happened to meet these families. We are grateful for your support to help us spread joy in lives of such individuals.

The bicycle and other tools why have purchased from the loan can be seen in the picture.

ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ લોકોને લઈને જમવા જઈએ તો દસ હજારની ચટણી એ એક ભાણામાં જ થઈ જાય.
ભારતમાં ગરીબી છે પણ પાંચ મીનીટમાં દસ હજારની જાયફત ઉડાનારા લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નથી.

પણ તમને જાણીને નવાઈ લાગશે કે નાની લાગતી આ દસ હજારની રકમ કોઈની જીંદગી બદલી શકે છે..

સુથારનેસડીમાં રહેતા કાળુ બા #ભરથરી સંસ્થા ધંધા હાટુ લોન દે છે એ વિગત જાણે. પણ માંગતા બીક લાગતી. રખે ને લોન લઉં ને ના ભરાય તો?કેવા ઈમાનદાર લોકો.. બેંકોમાંથી કરોડો રૃપિયા લઈને નાદારી નોંધાવનાર ઘણાના નામો આપણે દઈ શકીએ એની સામે કાળુ બા જેવા માણસો જેની પાસે રહેવા પોતાનું ઘરેય નથી પણ ઈમાનદારીની એ મિશાલ છે.

અમારા કાર્યકર નારણ પાસ કાળુબાએ ડરતાં ડરતાં ફુગ્ગા, બોરિયા, બકલ વેચવા દસ હજારની લોન માંગી.
નારણે કહ્યું, 'તમેય લ્યો અને તમારા બે દિકરા રામાભાઈ અને શિવાભાઈનેય લોન આપો. એ લોકો પણ પોતાની રીતે સ્વતંત્ર ધંધો કરે'
'પણ કાંઈ તકલીફ થશે ને લોન નહીં ભરાય તો?'

કાળુ બાની એવી બીક નારણે ભાંગી અને કાર્યકર ઈશ્વરે એમના ફોર્મ ભર્યા. લોન મળી. ધંધો શરૃ કર્યો અને એકેય હપ્તો પાડ્યા વગર આખી લોન ભરપાઈ કરી.નાનીસી બચત થઈ અને ઘર આમ તો ઘર નથી છાપરુ છે એ છાપરાંમાં થોડી સગવડેય બચતમાંથી કરી. હવે થોડી હિંમત વધી. બાપ દીકરાઓએ મળીને લીધેલી 30,000ની લોન પતાવી અને ફરી દસ - દસ હજારની ત્રણેયને લોન આપવા વિનંતી કરી. વ્યવહાર સારો હતો અને આજ લોકો અમારુ ટાર્ગેટ ગ્રુપ હતું. એટલે બીજી વાર લોન આપી. ત્રણેય જણા સરસ ધંધો કરે છે.

ભૂખ્યા સુવાનો વારો હવે નથી આવતો. બે ટંક ભરપેટ ભોજન મળવું એ સૌથી પહેલું સુખ જે એમને મળ્યું હવે બીજુ સુખ સાડીઓમાંથી પોતાના પાક્કા ઘરનું છે.

#બનાસકાંઠા વહીવટીતંત્ર હાલ તો આ પરિવારોને મદદરૃપ થવા કટીબદ્ધ છે. એટલે ઘરેય થશે..
કાળુ બા જેવા હજારો માણસોના મુખ પર સ્મિત લાવવામાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર..
#સુથારનેસડી ગયા તે વેળા તેમને મળ્યા ને એમણે કહ્યું એ બધુ લખ્યું. સાથે લોનમાંથી તેમણે વસાવેલું સાધન સાયકલ સાથે રામાભાઈ અને કાળુબાનો પરિવાર ફોટોમાં જોઈ શકાય છે.

#MittalPatel #VSSM #NomadsOfIndia #Bharthari #Interest_free_loans #empowerment #financial_inclusion #condition_of_nomads_in_financial_inclusion #Banaskantha #financial_condition_of_nomadic_Tribes #livelihood #Swavlamban #development

Saturday, 7 December 2019

Lakhabhai Dafer's life got Transformed with the help of VSSM Interest Free Loans...

Mittal Patel visits Lakhabhai Dafer at his kiosk
‘Ben, this is Lakho speaking. Since you have been telling us to walk the right path and give up our rogue behaviour I have  decided to do just that. But I need your support, I need some loan for that.”
“What do you plan to do with the loan you take?”
“The place where I stay not only has houses of people like me but some factories as well. If I start selling vegetables, snacks, groceries the income will be enough to sustain us.”
Lakhabhai Dafer sharing his journey to Mittal Patel
“But you have no experience of the working or doing any business in the past, will you know how to run a business?”
“ No one arrives in this world learning anything in his mother’s womb, we all learn as we grow, I too shall learn!!”
“Ok. Get Tohid to fill up your application form. Do not borrow large amount in the beginning. It is better to start small and gradually increase the amount.”
“Rest assured, Ben! But do sanction my application at the earliest.”
“Sure!”

Lakhabhai Dafer selling vegetables
We sanctioned a loan of Rs. 30,000/- to Lakhabhai. Although he has never gone to school and does not even know how to read or write, he successfully manages his kiosk. The daily income of Rs. 600-700 helped him save enough to build a decent house. Recently, when I met him I was given a tour of his neatly decorated house.  Lakhabhai shared his journey, which we have captured and shared in the attached video. As the family stays of government wasteland we have asked him not to  build a pucca house. Although his savings are enough to  help him build a one room house. He repaid the entire loan amount of Rs. 30k without missing an instalment. Lakhabhai intends to upscale his business now for which he needs bigger amount from VSSM.

VSSM’s has envisaged to provide dignified living to the marginalised nomadic  communities and the interest free loans are doing just that.  Also the Dafer community he belongs to needs our trust and support. Our policies need to be more inclusive for communities like these. This helps ensure  they improve their image amongst the police and administration. The unwarranted  police harassment of Dafers will stop  when they see the Dafer individuals working and earning rightful incomes like so.

'બુન લાખો બોલુ સુ. તમે ક્યો સો ને કે હવે આડા અવળા રસ્તા મેલી સીધા રસ્તે ચડી જાવ તે ઈ હાટુ મારે લોણ જોવે સે'
'લોન લઈને શું કરવા ના?'
'મુ જ્યાં રઉં સુ ન્યાં અમારા તો ઘર સે જ પણ બાજુમાં ફકેટરીએ સે. શાકબકાલુ, નાસ્તાના પડીકા અન થોડો કરિયાણાનો સોમાન એવું બધુ થોડ થોડું રાખુ તોય મારા જોગુ નેહરી જાય'
'પણ તમે પહેલાં કોઈ દિવસ ધંધો કર્યો નથી તો આવડશે?'
'આ દુનિયામાં કોઈ ક્યાં એની માના પેટમાંથી શીખીને બારો આયો તો બધાય શીખ્યા તો અમે ચમ નઈ શીખીએ?'
'સારુ તોહીદ પાહે ફોમ ભરાવી દેજો અને બહુ મોટી રકમનું સાહસ નો કરતા બધુ ધીમે ધીમે કરવું સારુ'
'ઈ નો કેવું પડે બુન. ફારમ ભરી મેલુ પહી ઝટ કરી દેજો'
'હા'
અમે લાખાભાઈને ત્રીસ હજારની લોન આપી. એમણે ફોટોમાં દેખાય એવો સરસ ગલ્લો કર્યો. લાખાભાઈ એક ચોપડી ભણ્યા નથી. પણ વ્યવહાર બરાબર આવડે. ગલ્લામાંથી રોજની છસો - સાતસોની આવક થાય છે એમાંથી એમણે પોતાનું સરસ ઘર પણ બનાવ્યું. લાખાભાઈના ઘરનાએ મને એમણે બાંધેલું અને સજાવેલું ઘર બતાવ્યું જે ફોટોમાં જોઈ શકાય છે. પોતાના ધંધાની વાત પણ લાખાભાઈએ આ સાથેના વિડીયોમાં કરી છે.

સરકારી ખરાબાની જમીનમાં રહે છે એટલે પાકુ ઘર બાંધવાની અમે ના પાડી, નહીં તો થોડી બચત કરીને એક રૃમનું ઘર બાંધવાની ક્ષમતા તો હવે થઈ ગઈ છે.
તેમણે લીધેલી લોન એક હપ્તો ચુક્યા વગર એમણે ભરપાઈ પણ કરી દીધી. હવે મોટો ધંધો કરવા બીજી લોન આપવા તેમણે કહ્યું.

બીજી લોન પણ આપીશું. મૂળ તો લાખાભાઈ જેવા સૌ તકવંચિતો બે પાંદડે થાય એ તો ઉદૃશ્ય છે અમારો..
વળી એ જે સમાજમાંથી છે એ ડફેર સમાજના સૌ મહેનત કરી રોજી રોટી રળતા થાય, પોલીસ એમને પજવે નહીં ને સમાજ એમને માનભેર જુએ એ સ્વપ્ન પણ અમે સેવ્યું છે..એટલે આ સમાજનો દરેક માણસ સ્વતંત્ર ધંધો કરીને આર્થિક રીતે સ્વતંત્ર થાય તે જરૃરી..
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat #livelihood #helpforlivelihood