Thursday, 29 March 2018

VSSM helps Lalabhai Raval escape his misery...

Mittal Patel visits Lalabhai Raval's home at Umbari
“Misery gives courage” this proverb got fulfilled in Lalabhai’s story. Floods of July 2017, they lost their house and household chattels. Not even a spoon was left. 3-acres of land of land washed away. He had a big family, how can they manage? We gave loan for cow and from that they did some savings. Later he bought second cow but it died.” 

Lalabhai And Shantaben Raval at their Cow-Shed
What nature has decided? The question occured. At that time the idea of making a cowshed struck his mind. But there was no money, still was passionate to do hard work. Three brother’s family asked for help to have stables. We gave 2 lakhs and slowly from that income we talked about having new cow. For stable we need lot of money, which organization can’t give. Then they told us that they brought cows and invited us to their house at Umbari.

Two days before we went to Umbari and reached at lalbhai’s home, and there we saw around twelve cows tied. It was such a wonder!! He said your money gave us courage. He had a thought in mind and knew some farmers from Rajasthan, they gave cows on condition to pay 50,000 installment each month.  
The situation of Shatabahen Raval and her family
during Flood
“Good income it is. Ben now there is no worry. In a year debt from those farmers would be also paid.”

Lalabhai Raval pays Rs. 6000/- as installment of the loan he has taken from organization. He gives Rs. 2000/- as donation to the organization.

See! How wonderful is Lalabhai’s sense of gratitude! 

Lalabhai says, “Floods took all from us but left giving us courage.” And see, from that courage what they could do…

Greetings to Lalabhai, Do great progress, stay happy and make others happy too.

During floods we had met Lalabhai’s mother Shantabahen during the floods. The situation of this family, living under a plastic shed has now changed.

Yes, he still doesn’t have his own pucca house but that too will happen by the time… We wish him that “All of them stay happy, stay immortal and ageless…”

આફત હિંમત આપી ગઈ એ વાત લાલભાઈના કિસ્સામાં સો ટકા ચરિતાર્થ થઈ.
જુલાઈ 2017ના પુરમાં ઘરને ઘરવખરી બધુયે ગયું એક ચમચી નહોતી રહી એમની પાસે. જમીન ધોવાઈ ગઈ. ત્રણ વિધા જમીન. કુટુંબ કબીલો મોટો કેમનું નભાય. ગાય માટે અમે લોન આપી. ને એમાંથી બચત કરી બીજી ગાય લાવ્યા પણ એ મરી ગઈ. 
કુદરત શું કરવા ધારે છે તેવો પ્રશ્ન તે વખતે થયો. ને આજ વખતે તબેલાનો વિચારેય જન્મ્યો. પણ મૂડી ક્યાં હતી. 
મહેનત કરવાની ધગશ હતી. ત્રણ ભાઈઓના પરિવારે તબેલો કરવા માટે મદદ માંગી. અમે બે લાખ આપ્યા ને ધીમે ધીમે આવકમાંથી નવી ગાય લાવવા વાત કરી. તબેલા માટે ઘણા પૈસા જોઈએ જે સંસ્થા ના આપી શકે. એ પછી ગાયો લાવ્યાનું એમણે કહ્યું ને ઉમરી આવવા આમંત્રણ પણ આપ્યું.
બે દિવસ પહેલાં ઉમરી ગયા ને લાલાભાઈના ઘરે પહોંચ્યા તો ખેતરમાં લગભગ બાર ગાયો બાંધી હતી. નવાઈ લાગી.
એમણે કહ્યું, તમારા પૈસાએ હિંમત આપી. મનમાં વિચાર હતો ને રાજસ્થાનના કેટલાક ખેડુને ઓળખતો એમણે ઉધારીમાં મહિને 50,000 હપ્તો ભરવાની શરતે ગાયો આપી. સારી આવક છે બેન હવે ચિંતા નથી. વરસમાં પેલા ખેડુતોનું દેવુંયે ભરપાઈ થઈ જશે. 
લાલાભાઈ સંસ્થાની લોનનો માસીક હપ્તો 6000 ભરે છે ને 2000 સંસ્થામાં અનુદાન પેટે આપે છે.
બોલો છે ને મજાની વાત. આ લાલાભાઈનો કૃતજ્ઞતા ભાવ.
લાલાભાઈ કહે છે, પુર બધુ લઈ ગયું પણ હિંમત આપીને ગયું. અને એ હિંમતથી શું થઈ શક્યું જુઓ...
ખુબ શુભેચ્છાઓ લાલભાઈ પ્રગતિ કરો સુખી થાવ ને સુખી કરો...
લાલાભાઈના મા શાંતાબહેનને પુર વખતે મળ્યા હતા. પ્લાસ્ટીકના મીણિયા નીચે રહી રહેતા આ પરિવારની દશા હવે બદલાઈ છે.. 
હા પાકુ ઘર નથી પણ હવે તો એય થવાનું.... સૌ સુખી થવાની ભાવના અજર અમર રહો....
#VSSM #MittalPatel #storiesofcourage #happiness #interestfreeloans #gratitude #banaskanthafloods #flashfloods #umarivillage #banaskantha #entrepreneurship #vssmloanproject #vssmlivelihoodprogramme