Jivabhai and Hirabhai doing their small business of umbrella selling & their prevailing living condition is also seen from the photos. |
Jivabhai Marwadi belongs to Vaghari community from Rajkot. Family’s living condition economically very tragic, his family earned their living from collecting scraps from homes & selling these items to scrap dealers, such livelihoods barely allow families to have a daily meal. It was an absolute poverty under which they survive. To buy scrap in bulk from houses, requires some working capital on hand & Jivabhai was struggling to meet two ends.
VSSM’s Kanubhai used to teach the children in the settlements where Jivabhai lives. Jivabhai shared his stress with Kanubhai. Kanubhai counseled Jivabhai and encouraged him for starting his own small business and referred him for an interest free loan from VSSM’s livelihood program. With a loan of Rs.10,000/- he began his small occupation of scrap trading and gradually his financial conditions started getting better.
Kanubhai made him understand the importance of savings & got opened a bank account for him. Today he is regularly depositing in his savings bank a/c.
His understanding & desire for growth now developed. He again approached VSSM for Rs.30,000/- interest free loan to help him to start a seasonal business. He started selling home decorative items. As its being monsoon season, he sells umbrella near lalbaug area in Rajkot. The positive sign is, he has saved 22,000/- in his bank a/c, till now.
Similarly, Hirabhai Marwadi Vaghari, an elder son in family. Entire responsibilities lies on his shoulder. His father was bed ridden since long due to ailment and earning sources were limited. Both husband and wife wandered from places to places to collect scrap. Sheer poverty in family, sometimes difficult to have sufficient meals for two times. However it was difficult for them to find work all the time, they need to keep wandering in search of work. A major earnings was spent on medications. Hirabhai was mentally depressed. A light behind the dark clouds was Kanubhai. Kanubhai came for his help, through VSSM’s help of interest free loan program. Hirabhai started a small business of home decorative items, he bought an old pedal rickshaw. Now moving from place to place was easy. With help of Rs.10,000/- received from VSSM, Hirabhai and his wife’s lives are accelerated & new hopes are emerging. Still today, this couple starts their day with collecting scrap from homes & then after around 10 in the morning they move from places to places in their rickshaw selling house hold & decorative items.
VSSM’s karyakar Kanubhai has also played an important role in the medical treatment of Hirabhai’s father. This family also understood the importance of saving, they have saved Rs.5000/-.
Both of these families are gradually settling down and improving their economic footing. Now they dream of their own house. Application to avail plot from govt. has also been done. If there is no chance to get plot from govt. , these families have decided to buy houses of their own. Regular savings are done, they have made resolution not to withdraw the savings under any circumstances.
We are glad to witness such changes in lives of Jivabhai & Hirabhai. May the almighty bless them and fulfill the dream of their own homes.
જીવાભાઈ મારવાડી વાઘરી રાજકોટમાં રહે. પરિસ્થિતિ અત્યંત ખરાબ. તેઓ ભંગાર ભેગો કરવાનું કરે અને તેમાંથી પરિવારનો ગુજારો કરે. ભંગાર ભેગો કરીને રોજે રોજ વેચે અને જે પૈસા ભેગા થાય તેમાંથી પાછો બીજો ભંગાર ભેગો કરવાનું કરે. તેમની પાસે મુડી નહીં એટલે સામાન રોજ વેચવો પડે પણ જો મુડી હોય તો થોડો ભંગાર એક સામટો લોકો પોતાના ઘરમાંથી કાઢી નાખે તે ખરીદી ભેગો કરી શકે અને ભેગો થયેલો સામાન એક સામટો વેચે તો પૈસા પણ સારા મળે પણ આમ કરવા માટે મૂડી જોઈએ જે નહીં એટલે તે કરી શકે નહીં.
vssmના કાર્યકર કનુભાઈ જીવાભાઈની વસાહતમાં બાળકોને ભણવવાનું કામ કરે. જીવાભાઈએ તેમને બધી વાત કરી અને કનુભાઈએ તેમને રૃા.10,000ની વગર વ્યાજની લોન vssmમાંથી અપાવી. તેમનું કામ સારુ ચાલવા માંડ્યું. કનુભાઈ પાસેથી તેઓ બચત શીખ્યા. બેંકમાં ખાતુ ખોલાવી આપ્યું. જેમાં તેઓ પૈસા જમા કરાવવા માંડ્યા.
ધંધાની સૂઝબુઝ વધી એટલે સીઝનેબલ વ્યવસાય માટે રૃા.30,000ની લોનની માંગણી તેમણે vssm પાસે કરી. જે મળતા તેઓ ઘર સુશોભનની વસ્તુઓનો વેપાર કરવા માંડ્યા. અત્યારે ચોમાસુ છે તો છત્રીઓનો વેપાર રાજકોટમાં લાલબંગલા પાસે બેસીને કરી રહ્યા છે. તેમણે બેંકમાં રૃા.22,000ની બચત પણ કરી છે.
જીવાભાઈ જેવા જ હીરાભાઈ મારવાડી વાઘરી. પરિવાર મોટો. ઘરમાં પિતાની લાંબી માંદગી. પતિ પત્ની બંને ભંગાર વીણવા જાય. પણ કમાય એટલું બિમારીમાં જાય. ખાવાનું પણ માંડ માંડ નસીબ થાય. માનસીક રીતે હીરાભાઈ ખુબ થાકી ગયેલાં. કનુભાઈ પાસે તેમણે પણ સીઝનેબલ વ્યવસાય માટે લોન માંગી. રૃા.10,000ની લોનમાંથી તેઓએ જુનામાં પેડલ રીક્ષા ખરીદી અને ઘર સુશોભનની વસ્તુઓ, અરીસા વગેરે લઈને વેચવાનું શરૃ કર્યું. હાલમાં છત્રીઓ લઈને વેચવા જાય છે. મુડી રોકાણ નાનું છે એટલે તેમનો વ્યવસાય નાનો છે. પણ પતિ પત્ની આજે પણ રોજ સવારે ભંગાર વિણવા જાય અને 10 વાગે ઘરે આવીને પછી પેડલ રીક્ષામાં ફેરી કરવાનું કરે.
તેમના પિતાને વિનામુલ્યે સારવાર કરાવવામાં પણ vssmના કાર્યકર કનુભાઈ નિમિત્ત બન્યા. આ પરિવારે પણ રૃા.5,000ની બચત કરી છે.
બંને પરિવાર પોતાના પાકા ઘરનું સ્વપ્ન સેવે છે. સરકારમાં પ્લોટ માટે અરજી કરી છે પણ સરકાર ના આપે તો સ્વબળે પણ ઘર લઈ શકાય તે માટે નિયમિત બચત કરે છે અને આ બચત કોઈ પણ સંજોગોમાં ઉપાડવી નહીં તેવા સંકલ્પ સાથે તેઓ આગળ વધી રહ્યા છે.
જીવાભાઈ, હરીભાઈ ખુબ તરક્કી કરે અને તેમનું પોતાના ઘરનું સ્વપ્ન ઝડપથી સાકાર થાય તેવી પ્રાર્થના..
ફોટોમાં જીવાભાઈ અને હરીભાઈ છત્રીઓનો વેપાર કરતા અને તેઓ જે સ્થિતિમાં રહે છે તે..