Wednesday, 6 January 2016

Bajania Babiben started her independent profession through VSSM

Babiben Bajania with her small shop,
set up with help of vssm’s loan.     
Bajania Babiben lived in Khathigam (village) of Sami Taluka of Patan district. She had a brain disease and hence could not lift weight or do any physical work. Her husband Mansinghbhai did brick-masonry and agriculture and farm labour. One young son also did casual labour. Babiben had lot of time available after doing her household work and before her brain disorder, was keeping herself constantly busy. Therefore she was in search of work that could be performed at home.


Babiben came to know that through vssm, Nomadic Tribes were allotted interest free loans to set up their own independent profession. Therefore she contacted vssm’s worker Mohanbhai of this area and requested him to allot her loan of Rs 20,000 for establishing  a small shop outside her habitat where the village begins. Because we knew these families well enough, we allotted loan to her.

The income is very good in this shop, as informed by her. ‘The large number of customers buy in good quantity as my shop is on the entrance of the village. I want to expand business in future and open a big grocery shop’. Smilingly adds also, ‘after sickness there was no work but now no spare time is available’ Babiben repays Rs. 2000 every month for the vssm’s loan and simultaneously saves a tiny amount also. We wish and hope that all Nomadic Tribes people achieve economical and financial  independence with their entrepreneurial talents.

પાટણ જીલ્લાના સમી તાલુકાના કાઠીગામમાં બજાણીયા બબીબહેન રહે. બબીબહેનને મગજની બીમારી એટલે વજન ઉપાડવાનું કે શારીરિક શ્રમ વાળું કામ એ કરી ના શકે. પતિ માનસિંગભાઈ કડીયાકામ અને ખેતમજૂરી કરે. એક જુવાન દીકરો પણ છૂટક મજૂરી કરે. બબીબહેનને ઘરકામ કર્યા પછી ઘણો સમય મળતો અલબત મગજની બીમારી નહોતી તે પહેલાં તો તેઓ સતત કાર્યરત રહેતાં. એટલે ઘેર બેઠા કોઈ કામ થાય એની એ શોધમાં હતાં.

vssm દ્વારા વિચરતા પરિવારોને સ્વતંત્ર વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે એ અંગે બબીબહેને જાણ્યું. એમણે vssmના આ વિસ્તારના કાર્યકર મોહનભાઈ સાથે સંપર્ક કર્યો અને પોતાની વસાહત બહાર કે જ્યાંથી ગામની શરૂઆત થાય છે ત્યાં નાની દુકાન નાખવા રૂ.૨૦,૦૦૦ ની લોન આપવા કહ્યું. આ પરિવારોને જાણતા હોવાના કારણે આપણે એમને લોન આપી.

દુકાનમાં વકરો ખુબ સારો થાય છે. એમના કહેવા પ્રમાણે, ‘ગામમાં પેસતા જ મારી દુકાન આવે છે એટલે ઘરાગી સારી રહે છે. ભવિષ્યમાં મારે કરીયાણાની મોટી દુકાન કરવી છે.’ વળી હસતા હસતા ઉમેરે છે, ‘ બીમાર થયા પછી કોઈ કામ નહોતું અને હવે સમય નથી.’ બબીબહેન દર મહીને vssmની લોનના હપ્તા પેટે રૂ.૨,૦૦૦ ભરે છે સાથે સાથે નાની બચત પણ કરે છે.

વિચરતા તમામ લોકો આર્થિક રીતે સ્વતંત્ર થાય એવી અભ્યર્થના..
બબીબહેન બજાણીયા vssm પાસેથી લોન લઈને કરેલી પોતાની નાનકડી દુકાન સાથે..

Friday, 1 January 2016

A formal gathering of beneficiaries of VSSM livelihood program for Nomadic Tribes

A  discussion forum between VSSM and the interest free
loan receivers (Nomadic and Denotified tribes) on better 
planning and management of their funds and earnings...

A  discussion forum between VSSM and the interest free loan receivers (Nomadic and Denotified tribes) on better planning and management of their funds and earnings...

For centuries the nomadic communities have lived and earned on their own terms. The traditional occupations they practiced allowed them to be their own boss,  but the collapse of these occupations have robbed them of their pride. The nomads of today neither have alternate skills or education or funds to venture into other occupations. If one has to work towards the rehabilitation the occupations of these communities, it is crucial to mentor and guide them towards adapting alternate livelihoods.

Our puzzle to find a solution to the chronic issue of rebuilding the  livelihoods of the nomads, one important suggestion we received from the nomadic communities was to lend them small funds that enable them to begin their own ventures. The request in a  sense reaffirmed the fact that these communities prefer to be their own boss instead of working for others or as labourers. VSSM pondered over the proposal and agreed to do so. We approached our well wishers who readily  accepted our request for funds. As the funds kept pouring in the outreach  kept increasing as well   In the past one and half years we have extended interest free loans amounting to Rs. 67 lakhs to 416  individuals from various nomadic communities. The support has proven to be life changing for the benefiting families, it has kindled their age old passion for doing their independent business. And 'once you love the job you do the passion and hard work you pour in is of a different nature.’ All these individuals are making tremendous efforts to make their businesses successful.
Media coverage about VSSM livelihood program (interest free loan)

The hard work has managed to improve their earning capabilities but these communities aren’t good at managing their earnings. Our ultimate goal is to free them from debt bondage and to achieve this we need to make them better managers of their earnings, install the habit of regular saving. VSSM conducts regular meetings with the intention to educate on this concerns. On 22nd December 2015 a similar meeting was organised in Tharad with the financial assistance of Action Aid. Inder Modi, an IIM graduate and businessman, Mardaviben Patel, who resides in the US and is a businesswoman, Sushilaben, Nagin and Siyon from Action Aid and Ishwarbhai, Naran, Mahesh and Paresh from VSSM and around 150 individuals who had taken interest free loan from VSSM participated in the meeting.

The beneficiaries talked about their experiences and the scope of their enterprise. VSSM is determined to extend interest free loans to as many deserving individuals as possible. We are thankful for the whole hearted support of our donors to enable this dream come true…..

In the picture- meeting in progress

સદીઓથી પોતાના પરંપરાગત વ્યવસાયના આધારે નભતા વિચરતા પરિવારોના વ્યવસાય હવે પડી ભાંગ્યા છે. નવા વ્યવસાય માટે આર્થિક સગવડ નથી. શિક્ષણ તો છે જ નહિ. વળી કોઈના ત્યાં મજૂરી કરવાનું પણ આ સમુદાયની ઘણી જાતિઓએ કર્યું નથી. પોતાના સ્વતંત્ર વ્યવસાય થકી જ આ પરિવારો જીવ્યા છે. ત્યારે એમનું પુન:વસન થવું અથવા એમને નવી દિશા ચીંધવાનું કરવું અત્યંત જરૂરી છે.

આ પરિવારોએ રોજગારીના ઉકેલ રૂપે સ્વતંત્ર વ્યવસાય કરવાનું જ વધારે પસંદ હોવાનું કહ્યું અને એ માટે લોનની માંગ કરી. vssm દ્વારા વગર વ્યાજની લોન આપવાનું નક્કી થયું. દાતાઓનો સહયોગ મળતો ગયો અને કામ આગળ વધતું ગયું. છેલા દોઢ વર્ષમાં આપણે ૪૧૬ લોકોને ૬૭ લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપી અને સૌ ખુબ સુંદર રીતે પોતાનો વ્યવસાય આગળ ધપાવી રહ્યાં છે.

આ પરિવારો લોન લઈને વ્યવસાય તો કરે છે પણ આયોજન અને બચત કરવાનું તેઓ કરતાં નથી. આમ વખતો વખત એમના વ્યવસાયને સમજી એમને ઈનપુટ આપવાનું કામ vssm દ્વારા બેઠકો કરીને કરવામાં આવે છે. તા.૨૨ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ આવી એક શિબિર એક્શન એઇડ સંસ્થાના આર્થિક સહયોગથી થરાદમાં યોજાઈ ગઈ. જેમાં IIMમાંથી મેનેજમેન્ટ ભણેલા અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરતા ઇન્દ્ર મોદી, USAમાં રહેતાં અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ધરાવતાં શ્રી માર્દવીબેન પટેલ, એક્શન એઇડ સંસ્થામાંથી સુશીલાબેન, નગીન અને સીયોન તથા vssmની બનાસકાંઠા જીલ્લાની ટીમ શારદાબેન, ઈશ્વરભાઈ, નારણ, મહેશ અને પરેશ સાથે વિચરતી જાતિના અને vssmમાંથી લોન લઈને સ્વતંત્ર વ્યવસાય કરનાર ૧૫૦ ઉપરાંત લોન ધારકો ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકમાં સૌએ પોત પોતાના અનુભવો. પોતાના વ્યવસાયમાં સ્કોપ વગેરે બાબતે વિગતે વાત કરી હતી. vssm નવા વ્યવસાય શોધી હજુ વધારે લોકોને પગભર કરી શકે એ માટે પ્રયત્નશીલ છે. ૪૧૬ લોકોને પગભર કરવામાં મદદરૂપ થનાર સૌ દાતાઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.
લોન ધારકો સાથે થયેલી બેઠક ફોટોમાં જોઈ શકાય છે.