Manish Oad Purchased Tampo from VSSM laon |
Chayaben has been working with these families since last few years and was aware of their daily struggles to earn a decent living, she recommended Manish’s proposal to VSSM. The loan was sanctioned and Manish is now a Tempo goods carrier owner.
Manish is working hard, earning well and has began construction of his own home. “The efforts am putting in is rewarding well, my earning has gone up, my standard of living has improved considerably, I want to keep working hard and improve my fortune…” said Manish while sharing his future plans. Manish has already repaid Rs. 21,000 from the loan of Rs. 30,000.
VSSM, through its initiative of extending interest free loans, has been instrumental in heralding a new and promising future for number of nomadic families. Its an initiative that has been possible as a result of contributions of our donors and well-wishers. Our gratitude for your never ending support….
vssmની મદદથી ઓડ મનીષભાઈએ પોતાનું સ્વતંત્ર કામ શરુ કર્યું
અમદાવાદના રાજીવનગર રામોલમાં ઓડ પરિવારો રહે. મનીષભાઈ ઓડ પણ પરિવાર સાથે રહે. ધો.૧૦ સુધી ભણેલો મનીષ ભાડેથી રીક્ષા ચલાવે. પણ રોજના રૂ.૨૦૦ તો રીક્ષાભાડામાં જતા રહે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય થાય તો સારી કમાણી થાય એવું મનીષને લાગે પણ પાસે નાણા ના હોવાના કારણે એ નવું કશું વિચારી ના શકે. એના પિતા ટેમ્પો ચલાવે અને એમની આવક પણ સારી. મનીષે પણ ટેમ્પો ખરીદવાની ઈચ્છા vssmના કાર્યકર છાયાબહેન સમક્ષ વ્યક્ત કરી. ડાઉન પેમેન્ટ ભરવાના પૈસા vssmમાંથી લોન સ્વરૂપે મળે તો બાકીના પૈસાની લોન ફાઈનાન્સમાંથી કરાવે.
છાયાબહેન આ પરિવારો સાથે છેલ્લા બે વર્ષથી સંકળાયેલા. એમની મહેનતને પણ એ નજરે જુએ એમણે ભલામણ કરી અને મનીષને રૂ.૩૦,૦૦૦ ની વગર વ્યાજે લોન vssm માંથી આપી અને મનીષે ટેમ્પો ખરીદ્યો.
ખુબ મહેનતુ મનીષે પોતાનું નાનું મકાન બનાવવાનું પણ શરુ કર્યું છે. પરિવારમાં પતિ-પત્ની જ છે. મનીષ કહે છે એમ ‘ખુબ મહેનત કરવી છે પહેલાં કરતા જીવન ધોરણ બદલાયું છે પણ હજુ ઘણી મહેનત કરવી છે.’ મનીષે vssmમાંથી લીધેલી લોનમાંથી રૂ.૨૧,૦૦૦ ભરી પણ દીધા છે.
vssm આવા ઘણા પરિવારોના જીવનમાં વગર વ્યાજની લોન થકી ઉજાશ પાથરવામાં નિમિત બન્યું છે. vssmને આવા શુભકાર્યમાં નિમિત્ત બનાવનાર vssmસાથે સંકળાયેલા શુભેચ્છક સ્વજનોનો અમે આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.