Wednesday 24 January 2018

Our motto of giving interest free loans to nomads make us feel successful whenever we see the people like Vishalbhai Bhavaya...

Mittal Patel at Vishalbhai Bhavaya's Mobile Shop
“Ben, one of our loan borrower has started a Mobile shop at Chotila at Surendranagar District. Let’s meet him.” Said Harshad and took me to the shop of Vishalbhai Bhavaya(Vaghela)’s shop. He is the worshipper of Mahakali Devi so his family gave the shop’s name “New Mahakali Mobile Shop”. Even poor can buy the mobiles from his shop because he has kept the collection of good quality mobiles with cheaper prize in his shop. 

He expressed happiness to see us and offered tea or cold drink.

Vishalbhai Bhavaya explained about the products he is
selling in his shop.
We asked, “first tell us, how your business is going on? Rest later on…”

Vishalbhai said, “very good now.” I took that loan of Rs. 30,000, which I used for my business of selling cloths.  I used to move around the villages and sell some cloths. That was not much profitable business. I had little bit skill about mobile repairing. I could not re-pay the loan I took so I was feeling shy to ask for another loan but Harshadbhai said, “We see your hard work and that inspires us to give you another loan because you have an attitude to re-pay it. Please don’t worry.”
That gave me courage to ask for another loan of Rs. 50,000/-. Thanks to VSSM that my loan was approved and I could start this new business of Mobile phones. 
We too expressed happiness for his progress. 
Vishalbhai explained about the products he is selling in his shop. 

I asked, “ Bhavai Artists like to play Bhavai, don’t you want to play Bhavai?” 
Vishalbhai replied, “I like to play Bhavai too much but others are not interested and there is no earning in doing that nowadays. May play in future if everything is ok.”

He took us to one Kathiyavadi hotel and hosted us the excellent food. 
If our request to government to open the Bhavai School for Bhavai Artist, becomes successful, there is no doubt about getting the learned Bhavai Artists for it. 
Our motto of giving interest free loans make us feel successful whenever we see the people like Vishalbhai. Vishalbhai is happy mentally but we wish his wishes to earn more and have worldly comforts may get fulfilled by his hard work. 

VSSM is grateful to all those who are the co-traveller in the journey of VSSM 

‘બેન આપણા એક લોનધારકે ચોટીલામાં મોબાઈલની દુકાન કરી છે. એમને મળીએ?’ આવું કહીને હર્ષદ વિશાલભાઈ ભવાયા(વાઘેલા)ની દુકાને લઈ ગયા. મહાકાળી માને પુજનાર વિશાલભાઈના પરિવારે દુકાનનું નામ પણ ‘ન્યુ મહાકાળી મોબાઈલ શોપ’ આપ્યું હતું. ગરીબ પણ ખરીદી શકે તેટલી કિંમતના અફલાતૂન મોબાઈલ વિશાલભાઈની દુકાનમાં મળે.

અમને જોઈને એ રાજી થઈ ગયા. ‘બેન ચા- ઠંડુ શું મંગાવું.’

‘ધંધો કેવો ચાલે છે એ ક્યો બાકી બધુ પછી.’

‘હવે ખુબ હારુ. મે પેલી લોન તીસ હજારની લીધીને કપડાંની ફેરી ગામડાંમાં કરતો પણ ઈનાથી બહુ ફાયદો નો થ્યો. મોબાઈલમાં થોડી આવડત હતી. પેલી લોનના હપ્તાય ટેમસર નોતા ભરાતા એટલે બીજી લોન માંગવામાં થોડી શરમેય લાગી. પણ હર્ષદેભાઈ કહ્યું, તમારી ધગશ સે ને લોન ભરવાની દાનતેય સે. ચિંતા કરો મા આપીશું. ને બીજા પચાસ મળ્યા એમાંથી દુકાન ભાડે લીધી. મહિને ભાડાનો ને બીજો ખર્ચ કાઢતા આઠ થી દસ હજાર મળે છે.’

‘વાહ રાજી. ચા નથી પીવી પણ તમારી પ્રગતિથી આનંદ.’

એ પછી વિશાલભાઈએ જે વસ્તુઓ વેચે છે તે બધી બતાવી. 

‘ભવાયાને ભવાઈ ગમે તમને ભવાઈ નથી કરવી?’

‘મને તો ભવાઈ ખુબ ગમે પણ બીજાને રસ નથી, મળતરેય બહુ નથી પણ ભવિષ્યમાં ઠીક રે તો ભજવીશું.’
પછી તો વિશાલભાઈએ સરસ હોટલમાં અમને - તમને પણ ઈર્ષા આવે એવું કાઠીયાવાડી જમાડ્યું. ભવિષ્યમાં ભવાયા માટે ભવાઈ શાળા થાય તે માટે સરકારમાં કરેલી રજૂઆતો સફળ થાય તો ભવાયા સમાજમાંથી જ અદભૂત કલાકારો આપણને મળવાના એમાં કોઈ શંકા નહીં. 

વગર વ્યાજે લોન આપવાનું VSSMનું કાર્ય આવા લોકોને બેઠા થયેલા જોઈને સફળ થયાનું લાગે. 

માનસીક રીતે વિશાલભાઈ સુખી છે પણ ભૌતિક સુખ કમાવવાની તેમની ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના ને આ કાર્યમાં મદદ કરનાર સૌ પ્રત્યે કૃતજ્ઞતા.

Loan ID 186 and 1022

No comments:

Post a Comment