Monday 2 November 2015

VSSM helps Devipujak Virambhai For Livelihood

Virambhai Devipujak with the statues they create 
All these years in business and I have never known what ‘Profit’ is, until now!!

The marginalised, vulnerable and needy families are most prone to fall in the debt traps of private money lenders. The nomadic families fall under all the mentioned categories, hence most of them could be found reeling under the never ending cycle of debt and poverty. 

Recently, we had an opportunity to support one such individual who for decades, has been in the business of making Ganesha statues from POP (plaster of paris) but has never ever had surplus money that would allow him to tame his poverty. Virambhai Marwari Devipujak is a resident of Rajkot. His family is large and sustaining it on limited resources has always been very difficult for him. 

“Every year few months before the festival of Ganesh Chaturthi I borrow Rs. 50,000 from a private money lender and start making Ganesh statues. During these 3-4 months I also need to borrow money from my relatives to keep the household running. I have never kept track of the earning, I just keep making and selling the statues and from the earnings of it  I prfioritize to repay the money to the money lender first, because the interest rates are ruthless. After that money is repaid I start paying back to the relatives, at the end of everything I am left with no extra money. That means I make no profit. But never have I kept a note of profit and loss and hence I have never understood that math. The Rs. 25, 000 as interest required me to pay Rs. 33,000 in a month and that was too much of money and mental stress to be endured. Fed up with all this trouble I decided to stop making statues this year. The work just gave me a satisfaction of doing something creative for two months. That’s it nothing else - no profits, no savings and no assurance that next year would be better!!! VSSM’s Kanubhai keeps a track of our efforts and troubles, our debts and issues with money lenders, so he somehow gauged my problems. This year he referred me for an interest free loan from VSSM. I was given Rs. 20,000 just a month before Ganesh Utsav. Kanubhai asked me to make as many statues I can from this amount. I was like what can I do with just Rs. 20,000??   ‘I’ll teach you how to do business and will not allow you to suffer losses,' he asked me to trust his guidance and go ahead with the work. I kept my faith in his assurance and care for us and went ahead with the business of making statues. I could not neither buy not rent the spray machine for colouring the statues yet I made a profit of Rs. 15,000 in a month. I have never made such profit in my entire life. Kanubhai taught me how to calculate earnings, when I suggested I pay back my loan from the profit I made, he said no..why take money on high interest rates from private money lenders when you have option of VSSM’s interest free loan.  Instead he asked me to prepare for upcoming festival of Diwali, buy decorative  items for home and start selling it.  This is what I am doing at the moment. This is good business, I am enjoying the work as well as the returns. Previously we were under tremendous pressure of returning the money we borrowed from private money lenders. With VSSM’s money we do not say stressed as there isn’t any interest we are paying. People like us who have no documents, no guarantors do not get money from banks, it is very thoughtful of you to trust us and lend us money….” narrated Virambhai on his experiences and life after receiving financial support from VSSM. There is a new found hope in his life now, hope to have a better and brighter future for his family….



‘૫૦,૦૦૦ વ્યાજવા લાવીને ગણેશની મૂર્તિ બનાવવાનું હું દરેક ગણેશની સિઝનમાં વર્ષના ત્રણ મહિના કરું. મૂર્તિ બનાવતો હોઉં એ વખતે ઘર ખર્ચી માટે સગાવહાલાં પાસેથી ઉછીના પૈસા લાવું અને સિઝનમાં ૫૦,૦૦૦ માંથી બનાવેલી મૂર્તિ વેચું. કેટલાની મૂર્તિ વેચું એનો હિસાબ ના હોય પણ મૂર્તિ વેચાતી જાય, પૈસા આવતાં જાય એમ એમ જેમની પાસેથી ઉછીના પૈસા લીધા હોય એમને ચૂકવતો જાઉં. વ્યાજવા પૈસા પહેલાં ચૂકવું અને પછી સગાવહાલાઓના. સરવાળે કશું બચે નહિ. પણ કોઈ દિવસ ધંધાની ગણતરી જ ના કરેલી એટલે નફા નુકશાનની સમજ જ ના પડે. આ વખતે કંટાળીને મૂર્તિનું કામ નહિ કરવાનું જ નક્કી કરેલું. કેમ કે રૂ.૨૫,૦૦૦ના વ્યાજ સહીત એક મહિનામાં રૂ.૩૩,૦૦૦ ચૂકવવાના. આ બધી ગણતરી સમજાય નહિ. નફો શુ મળે એ પણ ખ્યાલ ના આવે. પણ હા બે મહિના કામ કર્યું એમ લાગે. અમારી આ વ્યાજવા પૈસાની માથાકૂટ સંસ્થાના(vssm) ના કાર્યકર કનુભાઈ બરાબર જાણે એટલે એમણે આ વખતે ગણેશ ચતુર્થીનો એક જ મહિનો બાકી હતો એ વખતે રૂ.૨૦,૦૦૦ લોન પેટે આપીને આ રકમમાંથી થાય એ કામ કરવાં જણાવ્યું. પહેલાં તો રૂ.૨૦,૦૦૦માં શુ થાય એમ થયું પણ પછી કનુભાઈએ કહ્યું એમ, ‘અમારામાં શ્રદ્ધા રાખો તમને ખોટ નહિ થવા દઉં. પણ ધંધો બરાબર શીખવાડીશ.’ કનુભાઈ અમારી દિવસ રાત ચિંતા કરે એટલે એમના ભરોશે કામ શરુ કર્યું. પાસે ઝાઝી મૂડી નહોતી મૂર્તિને સ્પ્રેથી કલર કરવાનું મશીન ના વસાવી શક્યો ના ભાડેથી લાવી શક્યો છતાં એક મહિનામાં રૂ.૧૫,૦૦૦નો નફો કર્યો. આવો નફો આખી જિંદગીમાં ક્યારેય ગણ્યો નહોતો. પહેલીવાર કનુભાઈએ ગણતા શીખવાડ્યું. રૂ.૧૫,૦૦૦ નું શુ કરું? લોન પાછી ભરી દઉં? પણ કનુભાઈએ ના પાડી અને દિવાળીને ધ્યાનમાં રાખીને ઘર શુસોભનનો સામાન લાવીને વેચવાનું (ફેરી) શરુ કરવા કહ્યું. હાલ એ કામ કરું છું. હવે સરસ લાઈન જડી ગઈ છે અને કામમાં મજા પણ આવે છે. પહેલાં વ્યાજવા પૈસા લાવતા તો માથે ભાર રહેતો પણ સંસ્થાના (vssm)ના વગર વ્યાજના પૈસાનો ભાર નથી. અમારા જેવી વિચરતી જાતિ જેનું પોતાનું કોઈ સરનામું નથી. ઓળખ નથી એમના પર ભરોષો કરીને પૈસા આપવા આ બહુ મોટી વાત છે. અમે તો એમ કહીએ છીએ કે, અમારા જેવા જેનું કોઈ ધણી નથી એની સંસ્થા બેંક છે’  

ઉપરોકત વિગતો રાજકોટના વિરમભાઇ મારવાડી દેવીપૂજકની છે. એમનો પરિવાર ઘણો મોટો છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી એમની હાલતમાં vssm એમના માટે આશાનું કિરણ બની. આ બધું vssmના કામોમાં મદદરૂપ થતાં સૌ સ્વજનોના સહયોગથી શક્ય બન્યું સૌના અમે આભારી છીએ સાથે સાથે વિરમભાઇ ખુબ તરક્કી કરે અને પોતાનું પાકું ઘર ઝટ મેળવે એવી આશા રાખીએ છીએ..
ફોટોમાં મૂર્તિનું કામ કરતાં વિરમભાઇ મારવાડી દેવીપૂજક

The interest free loans encourage families from nomadic communities start their independent ventures..

VSSM’s interest free loans helps the Gadaliya familiesincrease the scope of their business...
A kind of support that reduces not just reduces financial but marital issues as well…..

Suvaben Dilawarbhai and her family of seven stay in Rajkot’s Ghanteshwar. An alcoholic husband meant Suvaben had to work very hard to feed the family. She makes kitchen tools like tongs, spatula, serrated spoons, large pans, tin stoves, etc by hand and sells them in neighbouring villages. Her husband does help in making these goods but a substantial part of their earning goes in his alcohol.

VSSM works in the region and Kanubhai knew the family well. One day Suvaben shared her pain and issues with Kanubhai requesting him for a loan from VSSM as she needed more money to increase her work. She needed money to buy raw material so as to increase the manufacturing. However there as one catch, loan from VSSM meant commitment to give up and abstain from addictions of alcohol, tobacco, smoking etc.  So Dilawarbhai was sensitised and convinced to give up his alcohol habit, he was required to take a pledge to abstain from alcohol. Subsequently,  Suvaben was given a loan of Rs. 10,000. The couple bought raw materials and began making tools. Once enough was manufactured the couple set out to sell to as far as Mumbai. Previously this wasn’t possible since money was scarce, manufacturing in bulk was unthinkable so all they did was make little, sell it in the neighbouring villages and Dilawarbhai  spending on his drinking. Whenever time permits from their studying their children also lend a hand with certain easy tasks.

The family is on its way to enjoying financial security they never experienced. Dilawarbhai has kept his pledge and remained clean from drinking, the everyday quarrels between this couple are now thing of past, profits are good and  the instalments are paid on time as well…..


VSSMની વગર વ્યાજની લોનથી ગાડલિયા સુવાબહેન સરસ વ્યવસાય કરતા થયા..
રાજકોટ નજીક આવેલા ઘંટેશ્વરમાં વિચરતી જાતિ વસાહતમાં ગાડલિયા લુહાર સમુદાયનાં સુવાબેન દિલાવરભાઈ પોતાનાં પરિવાર સાથે રહે. સાત જણનાં પરિવારનું ગુજરાન લોખંડનો માલ-સામાન બનાવી કરે. સુવાબહેન ચીપીયા, ઝારા, સાણસી, તાવેતા, પતરાનાં ચૂલા, તબકડા વગેરે જેવા સાધનો બનાવીને આજુબાજુનાં ગામોમાં ફરીને વેચે અને આજીવિકા રળે.
પતિ દિલાવરભાઈને દારૂનું વ્યસન ખૂબ. સુવાબહેન સાથે એ પોતે પણ સામાન બનાવે પણ કમાણીનો ઘણો હિસ્સો દારૂમાં નાખે. ઘરમાં ઝઘડાં કરે. આ વિસ્તારમાં vssm કામ કરે. vssmના કાર્યકર કનુભાઈ બજાણીયાના પરિચયમાં આ પરિવાર આવ્યો. કનુભાઈને સુવાબહેને પરિવારની તકલીફોની વાત કરી. સાથે સાથે ધંધા માટે થોડી વધારે મૂડી મળે તો ઘણું કામ થઇ શકે એમ જણાવ્યું,
સંસ્થા તરફથી સુવાબહેનને રૂI ૧૦,૦૦૦/- ની વગર વ્યાજની લોન આપવામાં આવી પણ લોન આપતા પહેલાં દિલાવરભાઈને સમજાવી દારૂ પીવાનું બંધ કરવા પ્રતિજ્ઞા લેવડાવી.
સંસ્થાની લોન મળતાં જરૂરી કાચો માલ ખરીદી ઘરે સામાન બનાવવાનું પતિ-પત્નીએ શરૂ કર્યું. માલ તૈયાર થતાં પતિ-પત્ની મુંબઈ વેચવા જાય. પહેલાં એક સામટો વેચી શકાય એટલો સામાન તૈયાર થતો જ નહિ કારણ બચત પણ થતી નહિ. બે-ચાર દિવસ કામ કરીને જે સામાન ભેગો થાય એ લઈને ફરજીયાત રાજકોટમાં જ વેચવો પડે એવી હાલત હતી. પણ હવે સ્થિતિ બદલાઈ છે. તેમના બાળકો પણ સામાન તૈયાર કરવાનાં હળવા કામો જેવાં કે ઝારાને લાકડાનાં હાથા બેસાડવા, હોલ પાડવા જેવા કામો નવરાશનાં સમયમાં કરી માં- બાપને ભણતરની સાથે સાથે મદદરૂપ પણ થાય છે.
આજે દિલાવરભાઈ પોતે લીધેલી પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરી રહ્યા છે. આજે ધંધામાં પણ સારો એવો નફો થાય છે. સંસ્થાની લોન પણ નિયમિત ભરપાઈ કરે છે.
સુવાબેનનાં પરિવારમાં આજે સુખ-સમૃધ્ધિ આવ્યા છે. વ્યસનો, કંકાસ દૂર થયા છે. VSSM સંસ્થાના કાર્યકરોની સાદી સૂઝબૂઝથી આ પરિવારો સાચ્ચા અર્થમાં સુખી થયાં છે.
ફોટોમાં સુવાબહેન પતરામાંથી ઓજારો બનાવી રહ્યા છે.