Thursday 6 October 2016

VSSM help a few more business ventures amongst the nomadic communities...

Mukeshbhai Kangsiya selling imitation jewellery &
Cosmetic products
Mukeshbhai Kangasiya  is a resident of Maninagar area of Bhachau town. VSSM helped him secure his Voter ID card and a job. However, being uneducated meant he was assigned menial labour and such unskilled jobs not fetch good remuneration at the end of the day. The money earned from the job was little while the family was large hence it was difficult to sustain them on such meagre income. 

As most of the members of the Kangasiya community do Mukeshbhai’s family was also engaged with selling of imitation jewellery and cosmetic products,  but since Mukeshbhai did not have sufficient cash on hand he could not commence such business. It was VSSM’s Ishwarbahi who recommended Mukeshbhai to VSSM for a Rs. 10,000 loan under its Swavlamban program. The loan served as seed capital to help him initiate into the business of selling imitation jewellery, cosmetics and gift articles. Mukeshbhai has also bought a hand cart and now functions from Bhachau’s main market. The income is enough to help him sustain his family, pay the monthly instalment of Rs. 1000 and make a monthly saving of  Rs. 500. 

Dharmabhai Devipujak with his new venture
Similarly, Dharmabhai Devipujak also intended to begin his venture of selling imitation jewellery as his similar initiative on much smaller scale wasn’t rewarding at all. The struggle for him was to mobilise resources to begin the business. In the past VSSM had helped him acquire identity documents. He got in touch with our team member  Ishwarbhai and proposed for a loan of Rs. 10,000 under the Swavlamban program. The money lent by VSSM has helped him procure enough material and begin selling it in Bhacahu bazar as well as neighbouring villages. Dharmabhai’s wife helps him with sales as well. The result has been increase in sale and profits. 

The small loans by VSSM are triggering small yet impactful changes in the lives of these and many such  families supported by VSSM. It is providing the family food security and ability to save little that can eventually become their emergency fund. 

We are grateful to all those who have played vital role in supporting the Swavlamban initiative….

vssm ની લોન લઈને સ્વતંત્ર વ્યવસાય શરૃ કર્યો.

ભચાઉના મણીનગરમાં રહેતા મુકેશભાઈ કાંગસિયા પાસે પોતાની ઓળખના આધારો નહીં એટલે ભચાઉની કંપનીઓ નોકરી મળે નહીં. vssmની મદદથી તેમને મતદારકાર્ડ મળ્યું અને પછી નોકરી પણ. પણ નોકરીમાં મળતર ખાસ મળે નહીં. મૂળ ભણેલા નહોના કારણે સ્કીલ વર્કરમાં તેમની ગણતરી ના થાય. પરિવાર મોટો જેમનું પુરુ કરવામાં તકલીફ પડવા માંડી. 

કાંગસિયા સમાજના મોટભાગના કટલરી વેચવાનું કામ કરે. મુકેશભાઈના કુટુંબીજનો પણ આ કરે પણ મુકેશભાઈ પાસે કોઈ બચત નહીં એટલે આગળ વધી ના શકાય. આવામાં vssmના કાર્યકર ઈશ્વરનો સંપર્ક થતા રૃા.10,000ની લોન vssmથી મુકેશભાઈને અપાવી. જેમાંથી તેઓ કટલરીનો સામાન લાવ્યો અને લારી લઈને ભચાઉની બજારમાં ઊભા રહેવાનું શરૃ કર્યું. આવક પણ સારી થાય છે. vssmની લોનનો માસીક રૃા.1000નો હપ્તો ઉપરાંત માસીક 500 રૃપિયાની બચત તેઓ કરે છે. 

આવા જ ભચાઉમાં રહેતા ધરમાભાઈ દેવીપૂજક. ફુગ્ગા, બોરિયા, બક્કલ ખબે લઈને ગામડાંઓમાં ફેરી કરે પણ તેમાં ખાસ કાંઈ મળતર મળે નહીં. કટલરી વેચવાનો વેચવાનો વિચાર ખૂબ આવે પણ તે માટે રોકણ કરવું પડે જેની સગવડ તેમની પાસે નહીં. 

ધરમાભાઈ અગાઉ સૌરાષ્ટ્રમાં ફરતા રહેતા. તેમની પાસે પોતાની ઓળખના આધારો નહોતા. પણ vssmના પ્રયત્નોથી તેમને તે મળ્યા હતા. તેઓ vssmના સંપર્કમાં અને સંસ્થા દ્વારા વગર વ્યાજની લોન આપવામાં આવે છે તે પણ તે બરાબર જાણે આથી તેમણે કાર્યકર ઈશ્વરને લોન માટે મદદરૃપ થવા વિનંતી કરી. રૃા.10,000ની લોન vssmમાંથી મળતા તેઓ કટલરીનો સામાન લાવ્યા અને પતિ પત્ની બંને ભચાઉ આસપાસના ગામડાં તથા ભચાઉ શહેરમાં ફરીને વેચે. આવક પણ સારી એવી થઈ રહી છે. 

10,000ની લોન લઈને ધંધો કરનાર વિચરતી જાતિના આ પરિવારોના જીવનમાં એક વર્ષમાં કાંઈ એવડો મોટો ફરક નથી પડવાનો પણ હા તેઓ બે ટંક પેટ ભરીને ખાઈ શકે અને નાની બચત કરી શકે તેવું તો થયું જ છે. આજ નાની બચતમાંથી તેઓ કાલ મોટા ધંધામાં ઝંપલાવશે તેવી અમને આશા છે..
આ કાર્યમાં મદદરૃપ થનાર સૌનૌ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ફોટોમાં મુકેશભાઈ કાંગસિયા અને ધરમાભાઈ પોતે શરૃ કરેલા નવા વ્યવસાય સાથે..



Saturday 1 October 2016

The recently published story in Gujarat Guardian reflects the contradiction to our popular belief that nomads are corrupt, they are thieves and dacoits….

Recently Published Story in Gujarat Guardian...
Neniben is a very dignified woman. Widowed at the  young age of 25 she was left with the responsibility of single handedly raising her 3 children. “When Jago (her husband) left, I inherited the responsibility of our  3 kids and no roof to shelter the family!!” said Neniben on her financial condition then. Today Neniben has built a house of her own and married off her children well. But somewhere during this time she went through lot of ups and downs.. moments when she felt like ending her life as  she incurred losses in her business. ‘I cannot run away from the people who have lent me money. If I do not repay the money I owe them my conscience will punish me, I will be termed guilty by the one who is watching us from above!! Help me get out of this debt!!” So how does Neniben find her way out??

The recently published story in Gujarat Guardian reflects the contradiction to our popular belief that nomads are corrupt, they are thieves and dacoits….

નેનીબહેન ખુદ્દાર સ્ત્રી 25વર્ષની ઉંમરે વિધવા થયા. ત્રણ નાના બાળકોને મોટા કરવાની જવાબદારી અને એ પણ કારમી ગરીબીમાં. એમની ભાષામાં કહું તો ‘જગો ગ્યો ત્યાર વારસામાં તૈઈણ છોકરાં અને માથુ ઘાલવા એક છાપરુ આલીન જ્યો તો’ આજે પોતાનું અને તે પાણ પાકુ ઘર સાથે મોટા દીકરા- દીકરીના  લગ્ન પણ નેનીબહેન કરાવ્યા. પણ ધંધામાં ખોટ ગઈ અને ઝેર પીવાનો વારો આવશે તેવું કહેનારા નેનીબહેનની જીવનમાં ઘણી મૂંઝવણો શરૃ થઈ. પણ વિજય માલ્યાની જેમ ભાગી જવાના બદલે મને આમાંથી કાઢો હું કોઈનું દેણું લઉં અને ના ચૂકવું તો કુદરતની ગુનેગાર ગણાવું તેવી ભાવના રાખવાવાળા નેનીબહેનની જીવની અને આવી પડેલી આફતમાંથી કેમ નીકળાશે તે અંગેની મૂંઝવણ ગુજરાત ગાર્ડિયનમાં પ્રસિદ્ધ થતી વિચરતી જાતિ કોલમમાં લખી છે.

વિચરતી જાતિઓને સમાજ ચોર લૂંટારુ સમજે છે તેની ખુદ્દારી નેનીબહેન વિષે વાંચીએ તો ખ્યાલ આવે..