Thursday 31 March 2016

VSSM’s Kanubhai teaches nomadic families take baby steps towards saving money….

The Gadaliya community members with their own saving banks….
VSSM has extended interest free loan to 15 Gadaliya families staying in Rajkot’s Ghanteshwar area. The families are iron smiths by profession and continue practice their traditional occupation of hand crafting iron kitchen and agricultural tools. The manner in which they conduct their business is still very traditional, making few tools and setting out to sell those. This meant they have little working capital and even less money to keep their kitchen fires burning, compelling them to buy their groceries daily,  the day money wasn't enough some members slept hungry!!! Hence,  with the extended loan the first thing the families were instructed to do was to stock up their kitchens with groceries that would  last them at least a fortnight.  This way the families will not require to go selling their stuff daily. They’ll move from daily wage earners and become proper manufacturers and traders. It did take time but the families have now got accustomed to the new way of living. 

One important habit that Kanubhai intends to inculcate in these families was of regular saving. Kanubhai tried his level best but the families more or less did not have too much of extra money to save..so how to begin was an issue!!

However, Kanubhai was able to find a solution. The idea was to save money daily. He distributed metal piggy banks to 24 individuals from the 15 families, advising  them to put all the extra money that is left with them after making the necessary expenses in the piggy bank.  The families agreed and also decided to give away the keys to the piggy bank to Kanubhai. It was unanimously decided that the box will be opened once a month and baring some emergency funds all the money will be deposited in the bank. Kanubhai was apprehensive initially but surprisingly the families have enjoyed the entire exercise. The idea of saving the coins and small change is working well. It was matter of how to begin….the families have understood the importance and the method to regular savings. 

રાજકોટના ઘંટેશ્વરમાં ૧૫ ગાડલિયા પરિવારો રહે છે. આ પરિવારો લોખંડમાંથી તવી, તાવેતા, ચીપિયા બનાવે છે. આ પરિવારોને vssmમાંથી તેમના વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવી છે. પહેલાં આ પરિવારો રોજે રોજ સામાન બનાવી વેચતા અને એમાંથી રૂ.૫નુ મરચું, રૂ.૧૦ નું તેલ એમ છુટક કરીયાણું ખરીદી જીવન વીતાવતા. vssmના કાર્યકર કનુભાઈએ આ પરિવારોને લોન આપી એમાંથી સૌથી પહેલાં મહીના કે ૧૫ દિવસનું રાશન એક સામટું ભરી દેવાનું આ પરિવારો પાસે કરાવેલું અને પછી સામટો સામાન બનાવીને સામટો વેચવા જવાનું શીખવેલું. હવે આ વ્યવસ્થા આ પરિવારોને બરાબર ફાવી ગઈ છે.
પણ હજુ બચત કરવાનું આ પરિવારો કરે નહિ. કનુભાઈ એમને સમજાવે પણ એમના મનમાં આ બધું બેસે નહિ. બચત તો વધારાના પૈસા હોય તો થાય જયારે આમની પાસે વધારાનો રૂપિયોય ના મળે આવામાં બચત ક્યાં કરવી?
પણ કનુભાઈની સતત સમજાવટથી એમણે આ દિશામાં આગળ ડગલું માંડ્યું. vssmના માસિક લોનના હપ્તાની સાથે સાથે વધારાના રૂ.૧૦૦ કે રૂ.૨૦૦ બચત પેટે એમણે બેંકમાં મુકવા કનુભાઈને આપવાનું નક્કી કર્યું. કનુભાઈએ એમને નવો રસ્તો આપ્યો. સ્ટીલના ગલ્લા ૧૫ પરિવારના ૨૪ વ્યક્તિઓ કે જેઓ બચત કરવાની ઈચ્છા રાખતાં હતાં એમને આપ્યા અને ધંધો કરીને આવ્યાં પછી પરચુરણ ખર્ચને બાકાત કરીને બાકીનું બધું ગલ્લામાં જમા કરવાનું કહ્યું. વળી ગલ્લાની ચાવી દરેકે કનુભાઈને આપી. મહિનામાં એક વાર ગલ્લો ખોલવાનો અને થયેલી બચતમાંથી ધંધા માટે અને અન્ય કામ માટે જરૂરી રકમ બાજુમાં રાખી બાકીનું બેંકમાં જમા કરાવવાનું એમણે નક્કી કર્યું...
પહેલાં લાગતું હતું આ બધું ચાલશે કે કેમ પણ આ ૯૯ના ધક્કા જેવું છે પરિવારોને પણ આમાં મજા પડી રહી છે. બચત કરવી હોય તો થાય જ એવું હવે આ પરિવારો સમજતા થયા છે. 
પોતાની હાથ વાગી બચત બેંક સાથે ગાડલિયા વ્યક્તિઓ..

Tuesday 29 March 2016

Jeevabhai Marwari devipujak expands his business with VSSM’s support……


Jeevabhia Marwari Vaghri’s typical day at work… 


Jeevabhai Marwari devipujak resides in Vadvdi village of Rajkot. He is blessed with acute business sense but lack of capital fetched poor returns to his efforts. The money he earned was invested back in the business. Rs. 1000 to 1500 was the maximum he could spare on purchasing goods for retail sells. He always felt the need of some substantial capital that could enable him to buy good from wholesale market at cheaper prices. 


Jeevanbhai knew about the interest-free loan program of VSSM and his situation was also known to VSSM’s Kanubhai who teaches the children from the settlement. He requested Kanubhai for a VSSM loan of Rs. 10,000. The support was for rotation  capital to help him stock goods. VSSM extended the requested amount and this has enabled him to purchase goods in bulk at wholesale rate. This has increased his returns and cash on hand as a result he saves and regularly pays back his installment to the loan.  His 3 kids study with VSSM’s Doliya hostel and life seems to be improving for better now. He is hopeful of making some good progress with the support VSSM has provided him. 

We wish him all the very best in his future endeavours….

vssm માંથી લોન લઈને જીવાભાઈ મારવાડી દેવીપૂજકે પોતાનો વ્યવસાય વિસ્તાર્યો.
રાજકોટના વાવડીમાં જીવાભાઈ મારવાડી વાઘરી રહે. વેપાર કરવાની આવડત પહેલેથી પણ પાસે એવી કોઈ મૂડી નહિ કે ઝાઝું રોકાણ કરી શકે એટલે રૂ.૧૦૦૦ કે ૧૫૦૦નો સામાન લાવે અને એ વેચે એમાંથી ઘર માટે સામાન ખરીદે અને બાકીનાનો પાછો સામાન લાવે.

વધારે પૈસા હોય તો જથ્થાબંધ સામાન લાવવાની લાગણી ઘણી પણ કાયમી સરનામું ના ધરાવતા આમને પૈસા કોણ ધીરે. vssmના કાર્યકર કનુભાઈ આ વસાહતમાં બાળકોને ભણાવે એમનાં ધ્યાને જીવાભાઈની સ્થિતિ આવી તો સાથે સાથે જીવાભાઇને પણ vssmમાંથી વગર વ્યાજે વ્યવસાય કરવા માટે લોન આપતાં હોવાનો ખ્યાલ હતો. એમણે કનુભાઈને નવો સામાન ખરીદવા માટે રૂ. ૧૦,૦૦૦ની લોન આપવા વિનંતી કરી અને vssmમાંથી જીવાભાઇને લોન મળી.
તેઓ જથ્થાબંધમાં સામાન લાવે છે અને લારીમાં લઈને વેચવા જાય છે. vssmનો લોનનો હપ્તો પણ નિયમિત ભરે છે. એમનાં ૩ બાળકોને એમણે vssm સંચાલિત ડોળિયા હોસ્ટેલમાં ભણવા પણ મુક્યા છે. જીવન થોડું બદલાયું છે પણ હજુ પ્રગતિની એમને આશા છે.
જીવાભાઈ ખુબ પ્રગતી કરે એવી અમારી શુભેચ્છા. 
ફોટોમાં vssmમાંથી લોન લઈને વ્યવસાય કરતા જીવાભાઈ મારવાડી વાઘરી

Monday 28 March 2016

VSSM helps Meer family for livelihood


Popatbhai meer with his camel cart
ON the threshold of  poverty free life….

The Meer - we have kept writing about this community - the collapse of traditional occupations, nomadic lifestyles, no benefits from government welfare schemes because they do not feature on  government list of the poor and marginalised communities. The Meer traditionally played ’Dafli’ a musical instrument played during  festivals and special occasions. Now the community plays Dafli only during the festival Holi. In some parts of Rajasthan and Gujarat the festival of Holi is celebrated for a week or more when communities have from house to house singing-dancing and are given money in exchange. Rest of the year they have no work, so they turn to work as daily wage earners.  During the rest of the year many of the Meer families engage themselves in shared farming, where they have to pay a certain fixed amount to land owner. The income isn’t much and the work they put in is really tough. The income is so low that it would hardly sustain they during any emergency situation.

"This year the flash foods of northern Gujarat ravaged the crops of these families. The crops and the land have been washed out. The  families have been left with absolutely nothing, there is no top soil on which they can begin farming again!! There is noway even the land owning farmer could help. So how do we earn to feed our children??” was the challenge Popatbhai Meer and many others like him faced.

“VSSM’s Naranbhai comes to our settlement, he teaches our children and helps us with many things. I spoke to Naranbhai about our damage and need for some support. I requested him to help me with a loan of Rs. 30,000 to buy a camel cart. On my request VSSM has supported me with a loan and I brought Rs. 10,000 from a relative - to buy a second had came-cart that costs Rs.  40,000. I an d my wife both work. The season is good and I get enough work to ferry manure and soil to the farms. When we did farming we took credit of Rs. 700 to 1000 from the land owning farmer. At the end of the season he would deduct the money and all we were left with was 3-4 bags of wheat or bajra!! It was difficult to sustain with such low returns. Now  I earn Rs. 300 to 400 every day, I get money at the end of the day, no credits is the best part. I really want to work hard and educate my children, am glad VSSM is with us to provide help and guidance whenever required. We are extremely grateful for your support.” Popatbhai narrated.

Rs. 30,000 isn’t a big amount however for families like Popatbhai’s its a huge amount. With the increasing income all they need is proper guidance to manage their money. VSSM’s team members are always prepared to guide these families on such matters. Hopefully Popatbhai will soon break free from the clutches of extreme poverty.

દરિદ્રતામાંથી ઝટ મુક્તિ મળશે એવી અમને આશા છે..
અમે મીર. આમ તો અમારા ઘૈડીયા ડફલી વગાડે, નાચે અને માંગીને ખાય. અમે હવે ફક્ત હોળીના સમયમાં આવી રીતે ફાગ ગાવા જઈએ બાકીના સમયમાં છૂટક મજૂરી, ખેત મજૂરી કરીએ. હું પણ ખેડૂતના ખેતરમાં ચોથાભાગે જમીન રાખું છું. મારો આખો પરિવાર આ જમીન પર ખુબ મહેનત કરે. આમ તો આખી સીઝનની મહેનતમાં રોટલો મળે એટલું. બાકી બચત - બચત ના થાય. સારો ખોટો પ્રસંગ પણ ના નીકળી શકે. ગાડું ગબડ્યા કરે એટલું જ. પણ આ વખતે દુકાળમાં અધિકમાસ જેવી હાલત થઇ આ ચોમાસે આવેલા પૂરે બધું ખલાશ કરી નાખ્યું. ખેડૂતની જમીન ધોવાઇ ગઈ ખુબ નુકશાન થયું. મારો ભાગ પણ છૂટો થયો ખેતી કરવા જેવી જ ના રહી એમાં એમનો પણ શુ વાંક કાઢું. નારણભાઈ (vssmના કાર્યકર) રોજ અમારી વસાહતમાં બાળકોને ભણાવવા આવે અને અમારી તકલીફોમાં ઘણી મદદ કરે. નારણભાઈને મે ખેતરોનો ભાગ છૂટી ગયાની વાત કરી. સાથે સાથે ઊંટલારી માટે લોન માટે પણ કહ્યું. રૂ.૩૦,૦૦૦ની મને vssmમાંથી વગર વ્યાજે લોન મળી અને મારા કુટુંબીજનો પાસેથી ઉછીના રૂ.૧૦,૦૦૦ લઈને જૂનામાંથી લારી ખરીદી અને ઊંટ લાવ્યો. હાલ ખેતીની સિઝન છે એટલે ખેતરમાં ખાતર નાખવાનું રેતી ભરવાનું કામ મળે છે. સારું કામ થાય છે. હું અને મારી ઘરવાળી બંને કામ કરીએ છીએ. ખેતીમાં ભાગ રાખતાં એ વખતે ઉપાડ પેટે દર મહિનાની ખર્ચી રૂ.૭૦૦ થી રૂ.૧,૦૦૦ ખેડૂત પાસેથી લેતો અને સિઝનમાં અમને મળતાં દાણામાંથી ઉપાડને વળાવી લેતો. એટલે સિઝનના અંતે બે- ચાર બોરી બાજરી કે ઘઉં સિવાય ઝાઝું કશું મળતું નહિ. પણ ઊંટલારીમાં સારું મળતર છે. રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ નું કામ થઇ જાય છે અને સૌથી સારું રોજે રોજ પૈસા મળી જાય છે. મારે ખુબ કામ કરવું છે મારા બાળકોને પણ ભણાવવા છે. સંસ્થા અમારી સાથે છે અમને સાચો મારગ બતાડે છે એને ધન્યવાદ છે.’
બનાસકાંઠાના દિયોદરમાં મીર વસાહતમાં રહેતાં પોપટભાઈ મીરે ઉપરની વાત જણાવી ત્યારે રાજી થવાયું. રૂ.૩૦,૦૦૦ એટલી મોટી રકમ નથી પણ આવા વંચિત અને વિચરતા પરિવાર માટે આ રકમ લાખો રૂપિયા સામાન છે. હવે આવક વધી છે. બસ આયોજન શીખવવાનું છે અને એ થશે તો આ દરિદ્રતામાંથી ઝટ મુક્તિ મળશે એવી અમને આશા છે.


Wednesday 9 March 2016

The interest free loan from VSSM helps Sharifbhai restart his work…..


Sharifbhai Dafer with his camel cart
Dafer (Sanghi) Sharifbhai is a resident of Vijapur in Mehsana. Until his camel died three months ago, Sharifbhai earned his living from ferrying goods on his came cart. The death of his old camel came as a big blow to Sharifbhai. The income from this occupation was enough to meet the needs of his family. Since he hadn’t saved enough buying a new camel was difficult proposition for him, so he began working as a labourer to earn his living and keep the kitchen fires burning.The cart he owned was rendered useless unless someone helped him buy camel!!! 

Since VSSM works with these families, our team member Tohid knew Sharifbhai.  A proposal from Sharifbhai to help him buy a camel was referred for consideration by Tohid. VSSM approved an interest free loan of Rs. 30,000 to Sharifbhai. 


Sharifbhai managed the balance funds that were required and bought a camel. Once again its  business as usual  for Sharifbhai. ‘I now understand the importance of saving regularly!!” is one important lesson he has learnt from the entire episode. Sharifbhai has formed a new habit of regular saving from his income. 


vssmમાંથી લોન લઈને શરીફભાઈ ડફેરે ફરી વ્યવસાય શરુ કર્યો.

મહેસાણાના વિજાપુરમાં રહેતાં ડફેર(સંધી) શરીફભાઈ ઊંટ લારીના ફેરા કરીને ધંધો કરે. પણ એમના ઊંટની ઉંમર થતાં ત્રણેક મહિના પહેલાં એ મરી ગયું. બચત કરેલી નહિ કે નવું ઊંટ લાવે. ત્રણ મહિના ઊંટના અભાવે છૂટક મજૂરી કરી પણ ઊંટલારીમાં મળતર સારું હતું. ઘરે લારી તો હતી પણ ઊંટ ખરીદવાનાં પૈસા નહોતા એની વ્યવસ્થા થાય તો પહેલાની જેમ કામ કરી શકાય. 

vssm આ પરીવારો સાથે કામ કરે. કાર્યકર તોહીદ સાથે શરીફભાઈએ લોન માટે વાત કરી અને તોહીદે એમને રૂ.૩૦,૦૦૦ ની વગર વ્યાજની લોન vssmમાંથી અપાવી. ઊંટની બાકીની રકમ શરીફભાઈએ પોતે કાઢી. 

ઊંટ ખરીદાઈ જતા હવે ફરીથી માલસામાનના ફેરા કરવાનું એમણે શરુ કર્યું છે સાથે સાથે અગાઉ ધંધામાંથી ના કરેલી બચતનો બોધપાઠ શીખીને નાની નાની બચત પણ તેઓ કરે છે.
ફોટોમાં ઊંટલારીના ફેરા કરતાં શરીફભાઈ ડફેર

VSSM facilitates applications for 6 Vansfoda families to procure aid to buy livelihood kits …

Vansfoda families with their applications...

The efforts led by VSSM have enabled 10 families belonging to Vansfoda community and living in Patan’s Ranuj village acquire residential plots. For the families to receive government aid for the construction of their homes it is necessary that the applications are attached with a consent letter from the Panchayat ‘permitting these families to build homes’ on the allotted plots. Since we do not like the families face any complications in future,  the team of VSSM makes sure all the necessary permits are taken and procedures are completed. Our team member Mohanbhai applied for these permits and along with that he also applied for assistance for purchasing livelihood aids  from Jilla Udhyog Bhavan. 

VSSM tries to be helpful to the nomadic families for the entire gamut of  challenges they face and the settlements in Jesda, Deesa, Ranuj, Vijapur etc are examples of VSSM’s holistic efforts.

વાંસફોડા પરિવારોને સાધનિક સહાય મળે એ માટે vssm દ્વારા ૬ પરિવારોની અરજી કરવામાં આવી.

પાટણ જીલ્લાના રણુંજ ગામમાં રહેતાં વાંસફોડા સમુદાયના ૧૦ પરિવારોને vssmના પ્રયત્નથી રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા. આ પરિવારોને મકાન સહાય મળે એ માટે ગ્રામપંચાયતની બાંધકામ માટેની પરવાનગીની ચિઠ્ઠી અરજી સાથે જોડવી ફરજીયાત છે. vssmના કાર્યકરો તમામ કામ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરે જેથી આ પરિવારોને ભવિષ્યમાં પણ કોઈ તકલીફ ના પડે. કાર્યકર મોહનભાઈએ પરવાનગી ચિઠ્ઠી માટે અરજી કરી સાથે સાથે આ પરિવારો હાથલારી પર વ્યવસાય કરી શકે એ માટે એમણે ૬ પરિવારોની જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી સાધનિક સહાય મળે એ માટે પણ અરજી કરી. એક પરિવાર vssmના સંપર્કમાં આવે તો એ પરિવારને સંપૂર્ણ રીતે મદદરૂપ થવાનું vssmના કાર્યકરો કરે. જેસડા, ડીસા, રણુજ, વિજાપુર વગેરે જેવી કેટલીયે વસાહતો એનું ઉદાહરણ છે. 

ફોટોમાં વાંસફોડા પરિવારો સાધનિક સહાય મેળવવાની અરજી સાથે.. 

Wednesday 2 March 2016

Women from nomadic communities taking baby steps towards banking…..

Nomadic women completing their own
banking transactions
With the mission to free the nomadic communities from the debt bondage of private money lenders and enable them to launch their own small ventures VSSM launched the ‘Swavlamaban’ program in 2014. VSSM has been providing interest free loans to the individuals of nomadic communities while it has also linked families to the Kalupur Commercial Bank which has committed to provide loans to these families at a very nominal rate of interest. The communities living in and around Ahmedabad have been linked with the bank. Our team members Madhuben and Ilaben are dedicated to the cause to improve the financial conditions of these communities. 

Recently, 8  women from the Marwari Devipujak families availed loans of Rs. 20,000 each from the bank  to start their business of selling imitation jewellery,  cosmetics and brocade lace….Not only are they facilitated to start their ventures and give them a sustainable livelihood option but our team members also tries to inculcate the habit of saving and teach them financial management. These are some small steps we take towards eradicating poverty and brining financial independence in these families. Teaching them to complete their own banking transactions is one to lessons they are taught…..


બેંકમાંથી લોન લઈને બેન્કિંગ શીખી રહેલી વિચરતી જાતિની બહેનો
પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા ઇચ્છતા વ્યક્તિઓને vssm વગર વ્યાજની લોન આપે છે જયારે કાલુપુર બેંક પણ ખુબ ઓછા વ્યાજદરે આ પરિવારોને લોન આપે છે. અમદાવાદમાં રહેતા અને પોતાનો વ્યવસાય કરવા ઇચ્છતા વિચરતા પરિવારોને અમે કાલુપુર બેંક સાથે જોડીને એમને લોન અપાવવાનું કરીએ છીએ. કાર્યકર મધુબહેન અને ઇલાબહેન આ કામમાં ખુબ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. 
તાજેતરમાં જ એમણે ૮ મારવાડી દેવીપૂજક બહેનોને કટલરીનો સામાન તથા લેસ પટ્ટી વેચવા માટે રૂ.૨૦,૦૦૦ ની પ્રત્યેક બહેનને બેંકમાંથી લોન અપાવી જે ફોટોમાં જોઈ શકાય છે. આ પરિવારો લોન લઈને સરસ વ્યવસાય કરે એની સાથે સાથે તેઓ નાની નાની બચત કરતાં થાય તે જોવાનું પણ કાર્યકર દ્વારા થાય છે. આમ તો ગરીબીનું નિવારણ આર્થિક સદ્ધરતા જ છે અને એ દિશામાં આ પરિવારોને લઇ જવાની અમારી ખેવના છે. સાથે સાથે તેઓ બેંકના વ્યવહાર સમજે એ પણ ખુબ અગત્યનું છે.