Wednesday 24 May 2017

“To teach them a lesson, we are prepared to outcaste them!”

The nomads we work for are generally very righteous communities. They abide by the human values we all have grown up with, but somehow choose to unfollow at times!! Sometime back VSSM sanctioned interest free loans to two Devipujak families, for a while they remained regular in paying back the monthly instalments. But as time passed they decided to stop paying their installments. This was quite disturbing for VSSM’s Kanubhai who had recommended these individuals to VSSM management and to us too. Since we always vouch for the integrity of these families, we felt let down by the behavior we had encountered.  There was a sense of betrayal we were experiencing.

VSSM team at Rajkot with Marvadi Devipujak Community
The issue of non-repayment of loan was taken up to the Marwadi Devipujak community leaders from Rajkot. The leadership was astonished by the offence. They failed to understand how can someone ditch their own people; this organization (VSSM) was their own.

“No one should point finger on our organization!! This act will give a bad name to our community too, we can never tolerate this. The community cannot allow to break the trust the organization has put in us!!” The leaders of the Marwari Devipujak community decided to collectively pay the remaining installments. Every month they raise contribution to be sent as installment.

“We will be teaching these two individuals a lesson, let there be a right occasion, a proper opportunity. If required, we will outcaste them!” said the leaders.

Hope these otherwise simple and humble communities can hold their values intact from the bitter external influences!

લોનનો હપ્તો ના ભર એ નાત બારો
મારવાડી દેવીપૂજકના બે પરિવારોને વગર વ્યાજની લોન ધંધા માટે આપી. થોડા હપ્તા સમયસર આવ્યા અને પછી હપ્તા આપવાનું બંધ કર્યું. 
પરિવારનું કોઈ ખરાબ રવાડે ચડી ગ્યાનું સાંભળીએ ને જે દુ:ખ થાય તેવું થ્યું. નૈતિકતા કાયમ જળવાવી જોઈએ એવું અમે સૌ માનીએ ત્યારે પરિવારનું કોઈ અવળે રસ્તે જાય તે કેમ કરી સાંખી શકાય? VSSM ના કાર્યકર કનુભાઈ પણ દુઃખી.
રાજકોટના મારવાડી દેવીપૂજક સમાજના લોકોએ આ જાણ્યું. લોન લેનારને સમજાવ્યો. આપણી સંસ્થા સાથે દગો કરીએ તો કુદરત ના છોડે વગેરે... પણ.. પેલા ભાઈની નિયતમાં ખોટ આવી ગઈ હતી.
આખરે મારવાડી દેવીપૂજક સમાજે બાકી રહેલી લોન સમાજ તરીકે ભરવાનું નક્કી કર્યું. દર મહિને ઉધરાણું થાય અને લોન ભરાય. 
‘અમારી સંસ્થાને કોઈ કહી જાય એ નો પાલવે, બાવરીઓનું હોત નામ ખરાબ થાય... તમે ભરોષો મુક્યો અમારાથી એને ના તોડાય. પેલો ભલે હાલ લોન ના ભરે પણ નાતમાં તો બેહવાનું થાશેને? પ્રસંગ આવવા દો.. એવું ઉદાહરણ બેહાડીશું કે દગો કરવાનો બીજોય કોઈ વિચાર નઈ કરે. જરૃર પડે નાત બારો કાઢશું’  
મૂલ્યો સાથે જીવનારા આ સમાજને કહેવાતા ભદ્ર સમાજની ગંદકી અડકી ના જાય તે જોવું રહ્યું..

Monday 22 May 2017

We wish they Earn well & Live well...

રાપરથી કરશનકાકા દેવીપૂજકનો ફોન આવ્યો.  
બેન ટેટી ખૂબ થઈસે, ખાવા આવો.
મે કહ્યું, રાપર ટેટી ખાવા આવવું મોંધુ પડે કાકા, પણ યાદ કર્યા એ માટે આભાર.
બેન ગાડીના તેલના પૈસા દઈ દઈશું પણ તમે આવો.
મે ના પાડી અને સરસ ઉપજ અને સારા પૈસા મળે તેવી શુભેચ્છા પાઠવી.
આજે ઓફિસ પહોંચી તો વાલજીભાઈ ટેટીના થેલા સાથે રાહ જોતા હતા. કરશનકાકાએ તેમને ખાસ મોકલ્યા હતા.
આ ફેરા માલ ખુબ થ્યોને એટલે ટેટીનો ભાવ બહુ ના મળ્યો. ખોટ ગઈ બેન. એવું કરશનકાકાએ કહ્યું.
કરશનકાકાએ 20 વિઘા જમીન ભાગવી રાખી, તેમાં ટેટીની ખેતી કરેલી. પરિવારના 14 વ્યક્તિઓએ 4 મહિના દિવસ - રાત મહેનત કરેલી તોય, એક રૃપિયાનોય નફો ના થ્યો.
Valjibhai Devipujak with "Sakkarteti"
લારીમાંથી શાકભાજી ખરીદતી વખતે આપણે ભાવતાલ કર્યા વગર તો રહીએ જ નહીં. બે રૃપિયા ઓછા કરી ઉપર મરચાં અને કોથમીર મફત માંગીએ અને એ મળે એટલે જગ જીત્યા. પણ આપણે રકઝક કરીને બચાવેલા બે રૃપિયામાંથી આપણા બંગલા બંધાવાના હતા? તે આપણે વિચારવું જ રહ્યું...
જો કે, કાકા અમને બધાને વહાલા. એમના છાપરે જઈએ તો જમ્યા વગર ના મોકલે. બાજરીનો રોટલો મને ભાવે એવી ખબર એટલે જ્યારે પણ VSSMની ઓફિસ આવે ત્યારે રોટલો અને રીંગણનું ભડથું મારી માટે બાંધતા આવે..
      બસ તેઓ સારુ કમાતા થાય, બચત કરતા થાય અને સરસ જીંદગી જીવતા થાય તે અમારે કરવું છે...

Saturday 13 May 2017

Zebarben Raval loves to buy gold from her newly formed habit of saving money…..

Zebarben Raval at her vegetable shop
So, how is business?” I inquired.

“Very good, both the boys have really worked hard.  They haven’t purchased even a single clothing for themselves. Ben, if you had not helped us when their father suffered a stroke we would have been ruined. The boys had fallen into bad company, but all that is a past now. The loan of Rs. 20,000 you gave has helped us a lot. We used it to set up this kiosk and bay back a small amount that was due on the rickshaw.”

“Do you save?”

“Of course, I don’t give money to anyone but spend on things I like. Who does not like to wear gold? Now I save and buy gold, have stopped wearing weathered clothes. Ben, I manage to save Rs. 50 every day. The accumulated savings of Rs. 18,000 helped me buy these gold earrings a while ago and recently I bought this golden pendant from another Rs. 7,000 I had managed to save. After all these laborious years, the almighty has now showered us with his blessings!” Zebarben was elated when she proudly showed us the gifts to herself.

There was a gas stove in the kiosk which attracted my attention and before I could ask Zebarben was quick to reply, “I do not waste time, any guests and visitors who come to meet me are served tea here, sometimes if I am very busy I cook here too.”

It brings us immense pleasure to hear such honest account from Deesa’s Zebarben Raval. It makes us utterly proud of her, for her accomplishing her dreams and desires all through her sheer hard work and determination.

We weren’t hoping that such small support will help in achieving such wonders, it is a delight to watch such amazing miracles unfold.

To all those who have stood by us in changing the lives of thousands of nomadic individuals, a loud ‘Jai’ (as the nomadic communities would reciprocate.)

‘બેન રોજન 50 રૃપિયા બચાવુંસું અન ઈમોંથી જ રૃપિયા અઢાર હજારની હોનાની બુટ્ટી અને કોનની હેરો કરાઈ. હમણાં પાસા બીજા હાત હજાર ભેગા થ્યા તે ઈમોંથી હોનાનું લોકેટ કરાયું.’ એમ કહીને ઝેબરબેને કાનની બુટ્ટી અને ગળામાં પહેરેલું લોકેટ હરખથી બતાવ્યું.
‘ધંધો કેવો થાય છે?’
હસીને ‘ખુબ હારો, છોકરાં બલ્લે ખુબ મેનત કરી. કોય દાડો હારા લૂગડાંય નહીં પેરયા. ઈના બાપાન અટક આયુ તે તાકડે તમે મદદ ના કરી હોત ન તો.... એ બીજી લાઈને ચડી ગ્યા તા પણ હવ બધુ હારુ સ્. રીક્ષા બલ્લે તમે લોણ(loan) આલી ન તારથી એય હારો ધંધ કરહ. તમે વીહ હજાર આલ્યા ઈમોંથી આ દુકોન હરખી કરાઈ અને ઈમન રીક્ષાના કોક ભરવાના બાચી હતા તે આલ્યા.’
‘બચત કરો છો?’
‘હકન, પણ હવ કોઈન પૈસો નહીં આલતી, મન ગમ ન ઈમાં વાપરુ, હોનું પેરવાનું કુન મન ના હોય? હવ પૈસા ભેગા કરીન હોનું લઉસુ અન હવ એકેય લુગડુ ફાટેલું નહીં પેરતી. ખુબ ઢહેડા કર્યા પણ ભગવોને હવ હોમુ તાચ્યું.’
દુકાનમાં ગેસ પડેલો જોઈન હું કાંઈક પુછુ એની પહેલાં જ એ મારો પ્રશ્ન જાણે સમજી ગયા હોય તેમ બોલ્યા. ‘મેમોન પરુણાન ઓયકણ જ ચા પીવડાઈ દઉ. વેપારમોંથી વખત ના મલ તો ઓયકણ જ રોંધીયે દઉ સું.’
ઝેબરબેન રાવળ ડીસામાં રહે. સારા કપડાં અને ઘરેણાં પહેરવાની ઈચ્છા દરેક સ્ત્રીને હોય, પણ દુનિયાની ઘણીએ સ્ત્રીઓની આ ઈચ્છા એ ખાલી ઈચ્છા જ રહી જાય ત્યારે ઝેબરબેને પોતાનો વિચાર કર્યો. તે અદભૂત છે...
આપેલું આવું ઊગી નીકળશે તેની તો કલ્પનાયે નહોતી.. પણ આનંદ... અને આ કામમાં મદદ કરનાર સૌની વિચરતી જાતિની ભાષામાં કહુ તો... “ જે...”

VSSM’s small loans prove to be big help to nomadic communities…

Dakhiben Gavariya with her Business

“Our business has really flourished after availing a loan from VSSM, the good income means timely payment of installments. I have been doing this business of selling imitation jewelry and everyday items for many years now. But I never had working capital, from whatever little I earned I would buy food and products for selling. Since we buy in small amounts we are never given wholesale rates, we buy from merchants at a very high price hence the profit always remains low. Now, if I ask for goods worth 20,000 the merchant is prepared to give me products worth Rs. 30,000!! My husband works as manual laborer. The children have holidays so they also come and help me. I make a profit of Rs. 200-300 daily.”


Dakhiben Gavariya has could expand her business after taking a loan from VSSM. The access to working capital means she now has bargaining power and increased returns. The improved income helps her make regular saving as well.

“લોન લીધા પસી ઘણો ફાયદો રયો સે, ધંધો હારી રીતે થાય સે... હવ અમોન બીજી કોઈ તકલીફ નથી રેતી પૈસા ટેમે ટેમ ભરાય સે... પેલાથી જ કટલરીનો ધંધો કરું સુ... લોન લીધા પસી હવે જો હામે 20 હજારનો માલ માંગુ તો 30 હજારનો માલ પણ મલી જાય સે.. આના પપ્પા મજૂરી એ જાય સે ને સોકરાઓ ભણે સે અતાર વેકેસન ચાલ સ તો સોકરાઓ કોક દાડો આઈ જાય સે ઓય બેહવા પણ પસી હું એમને ઘેર મેકલી દઉ સુ... હવે તો ધંધામો નફો રે સે, પેલા થોડું લાવતા ને થોડું વેચતા એમાં કોઈ ખાસ નફો નતો થતો... પણ લોન લીધા પસી હવે માલ વધારે લઉ સુ ને વેચાણ પણ હારું થાય સે... લોન લીધા પસી ઘણો ફાયદો થ્યો સે... માલ બધો ભેગો લઈએ સીએ હવે રોજનો 200-300 નફો થઈ જાય સે...”

 - ડાખીબેન ગવારીયા VSSM પાસેથી 20 હજારની લોન લીધા પછી ડાખીબેનનો કટલરીનો વ્યવસાય વધુ ફાલ્યો છે. હવે તેઓ વ્યવસાયમાં નફો થાય છે અને તેમાં પણ બચત કરતા થયા છે. પહેલાથી જ કટલરીનો વ્યવસાય કરી રહ્યાં હતા પણ લોન લીધા પછી હવે માલ સામાન વધારે ભરાવી શકે છે અને વધારે વેચાણ પણ કરી શકે છે જેના લીધે વકરો પણ વધ્યો છે.

Friday 12 May 2017

VSSM helps Dariyaben Raval find elusive happiness!!!

An elated and relaxed Dariyaben Raval at work….
“My husband died very early, at that time our son was very young and hadn’t yet acquired the skills to our traditional profession as ironsmith. It was after my husband’s death that my son learnt the skills, he now works at an iron workshop, I have single-handedly raised him, got him married and helped him settle in life. My husband was an alcoholic and never contributed to running the household. I began working in the kitchens of professional caterers but it was not very rewarding.  I took this loan from Mittalben to begin this business of selling utensils.  The business has done well, helping us improve our standard of living. This initial capital has increased my capacity to procure more items to trade, I make a profit of Rs.20 per piece, by the end of the day I take home Rs. 400-500. I am here for the entire day only than I earn Rs. 10 to 12,000 a month!!”

VSSM supported Dariyaben with a loan of Rs. 10,000, which she has almost repaid. The business has done well and Dariyaben is in a happy state right now….

"પેલા લુહારી કોમ કરતા તાં. પણ આના પપ્પા મરી ગ્યા પસી સોકરાને લુહારી કામ શીખડાયુ. સોકરો હાલ લોખંડનાં કારખાનામાં જાય સે. મે સોકરાને પૈણાયો ને એને એકલા હાથે મોટો કર્યો. આના પપ્પા દારુ ખૂબ પીતા પીને ધમાલ કરતા એક રુપિયો ય કમાતા નઈ... એમના મરી ગ્યા પસી મે રસોડાના કામ કરવાના ચાલું કર્યાં પણ એમો કોઈ ખાસ મજૂરી મલતી નઈ પણ મિત્તલબેન પાસેથી લોન લઈને આ વાસણનો ધંધો ચાલુ કર્યો સે તો હાલ પરિસ્થિતિ સુધરી સે... હાલ થોડો માલ લાઉ સુ ને વેચુ સુ એક નંગ ચેડે 20 રુપિયા મલે સે ને દિવસે 400-500 રુપિયાનો નફો થઈ જાય સે... આખો દિવસ ઓય ઉભી રઉ ત્યારે મહિને દસ બાર હજાર રુપિયા રળી લઉ સુ..."


- દરિયાબેન રાવળને વાસણની લારી કરવા માટે 10,000ની લોન આપી. દરિયાબેને લીધેલી આ લોન પૂરી પણ થવા આવી છે. એકલે હાથે છોકરાને મોટો કરીને તેના લગ્ન કરાવ્યાને હાલ VSSM પાસેથી લોન લઈને વાસણની લારી કરીને દરિયાબેન દિવસે સારો નફો કરી લે છે.


- ફોટોમાં વાસણનાં વ્યવસાય સાથે રાજી દેખાતા દરિયાબેન રાવળ.

Wednesday 10 May 2017

Increasing number of women seeking loans from VSSM, a new reality we are loving so much.….

The nomadic communities follow a very different value system, ones privileged sections of the society might fail to comprehend.  In most aspects they act wisely and practically. The gender roles aren’t defined the way they are in other societies, with men and women both pitching in,  to keep the kitchen fires burning.  In the Nat community, it is a practice for women to step out of the house to earn living while the husbands take care of the household.

Dahiben Marvadi has began her new business with 30,000 interest free loan.
“Ben, in our settlements when the men set out to work the women do not remain idle. They also manage to find some work to supplement the family’s income,” shared Madhuben, one of our team members.  In so called progressive sections of the society there are numerous restrictions levied upon the women, one of them is the denial to venture out of the house to pursue a career or become financially independent but in nomadic communities earning for self is a norm. The women play an equal role in managing the finances of their family. So, when an increasing number of women from various nomadic communities seek support under VSSM’s interest free loans program to begin their own ventures, we celebrate the new beginning as much as they do, just as Dahiben Marwadi did when we sanctioned a loan of Rs. 30,000 for her to begin a new business.

‘બેન આપણી વસાહતોમાં ભાઈઓ કામ કરે પણ બહેનો તો એકેય બેસી ના રહે. નાનુ મોટુ એની ત્રેવડનું કામ શોધી જ લે.’ અમારા કાર્યકર મધુબહેનની આ વાત સો ટકા સાચી. કહેવાતા ભદ્ર સમાજમાં સ્ત્રીઓને એકલા ઘર બહાર જવા દેવા પર રોકટોક હતી, ત્યારથી #વિચરતી જાતિઓમાંની કેટલીક જાતિઓની સ્ત્રીઓ તો ઘરના આર્થિક કારભારમાં મદદરૃપ થતી આવી છે. નટડા સમાજમાં તો સ્ત્રીઓ જ કમાવવા જતી અને પુરુષ ઘર સંભાળતા.

વિચરતી જાતિઓને સ્વતંત્ર ધંધા માટે વગર વ્યાજે લોન આપીએ તેમાં સ્ત્રીઓનું લોન લેવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે...

સુરેન્દ્રનગરના દૂધરેજમાં ડાહીબેન #મારવાડી વાઘરીને ધંધા માટે સામાન ખરીદવા અમે રૃા.30,000 આપ્યા. તેઓ રાજી અને અમે પણ...

Monday 1 May 2017

Gadaliya families hopeful of a better tomorrow after VSSM’s intervention…


“There is a pre-condition to sanctioning loan, you must stop buying your ration daily!!”

ગાડલિયા પરિવાર તેમના પરંપરાગત વ્યવસાય સાથે 
“But, we do not have enough money to buy our food and groceries in bulk like the moneyed do!! We earn daily hence we need to buy food on daily basis. This is what we have done all our life.”

“We can sanction loan of Rs. 10,000, you will have to buy raw material from Rs. 6,000 to make your iron tools  and groceries worth Rs. 2000 and keep Rs. 2000 on hand.  We will give loan to 10 Gadaliya and all of you should be prepared to work collectively, buy raw material in bulk, groceries in bulk. Let us know if you can agree to this precondition!!”

“Ok, we will try doing that.”

The Gadaliya are the ironsmiths, they make kitchen tools from iron, sell the stuff they have made daily and buy their food daily. The daily selling does not fetch good price for the products and buying raw material in small quantity proves to be expensive. This is not just the Gadaliya but all daily wage earners function in this manner.  VSSM Kanubhai has been mentoring the families in managing their finances, business and daily lives to help them stretch their rupee a bit further!! He is helping them increase their productivity. As instructed, the Gadaliyaa bought their raw material and groceries in bulk, and when they went to sell their products they did manage to fetch good prices.

VSSMમાંથી લોન લઈને સ્વતંત્ર ધંધો કરનાર પરિવારો સાથે...
On a recent visit to Rajkot, I happen to meet these families. The 5 families who were given loans of Rs. 10,000 each were earning good profits. Inspired from their experiences more loan of Rs. 20,000 was requested by 10 individuals. Together they managed loan of RS. 2 lakhs.

Life is gradually changing for better, the increased and well managed earnings means they can now save which is increasing at a regular pace. They can now dream of contributing this savings to build a home. Mausamben, Panetarben, Pujiram, Sevakram, Ehsanben have given up their addiction to alcohol, the rituals of feeding meat and alcohol to guests have stopped completely instead the community has made a rule to offer meal to their guests. The community itself is positive about coming times and feels tomorrow is going to be good for them!!

We are grateful to all of you to have supported this cause.

The picture is of families who have benefited from this program…..


 ‘પાંચ રૃપિયાનું મરચુ, પાંચનું તેલ આ બધુ રોજ રોજ લાવીને ખાવાનું બંધ કરવું હોય અને અમે કહીએ એમ ચાલવું હોય તો લોન આપું.’
‘પણ સાહેબ અમારી પાહે પૈસા જ નથ હોતા કે શાહુકાર લોકની જેમ હામટુ કરિયાણું ભરાવી હકીએ. રોજ ધંધા કરીએ અને કમાઈએ એમાંથી જ જીંદગી ચાલે.’
‘અમે તમને 10,000ની લોન આપીએ એમાંથી તમારે 2000નું કરિયાણુ ભરાવવાનું અને 6000નો સામાન લોખંડમાંથી તવી,તાવેતા,જારા બનાવવા લાવવાનો અને 2000 ખર્ચી માટે હાથ પર રાખવાના. વળી દસે ગાડલિયાને લોન આપીએ એ દસે સામટા જ કરિયાણું અને ધંધો કરવાનો સામાન લાવશે. અમે સાથે રહીશું મંજુર હોય તો બોલો.’
‘હા સાહેબ એમ કરો.’
ગાડલિયા રોજ 200 કે 300નું લોખંડ લાવીને સામાન બનાવે અને રોજ વેપારીને વેચે. જે આવક થાય તેમાંથી નવું લોખંડ ખરીદે અને બે ટંક ચાલે એટલું કરિયાણું લાવે. આમ તો દરેક ગરીબ અને વંચિતોનું જીવન આવું જ હોય..
પણ vssmના કાર્યકર કનુભાઈએ હોલસેલમાં કરિયાણું ખરીદાવાનું અને લોખંડનો સામાન ખરીદવાનું કર્યું. સામટો સામાન દસ દિવસે બધા પરિવારોનો વેચવાનો એટલે ભાવ પણ સરસ મળે.
રાજકોટ જવાનું થયું ત્યારે ગાડલિયા મળવા આવ્યા શરૃ પાંચ વ્યક્તિને 10,000ની મળીને કુલ 50,000 આપેલા એમાંથી સરસ નફો થયો એટલે ફરી રૃા.૨૦,૦૦૦ની લોન દસ વ્યક્તિઓએ માંગી. બે લાખની લોનનો વ્યવહાર ઉપર જણાવ્યા પ્રમાણે કર્યો.
 જીવનમાં ઘણો ફરક પડ્યો. ઘર બનાવવા પૈસા  ભેગા કરી રહ્યા છે. કોઈએ પાંચ તો કોઈએ સાત  હજાર સુધીની બચત કરી છે. જે ઉત્તરોત્તર વધી  રહી છે. જીંદગી બદલાઈ રહી છે. મોસમબેન, પાનેતરબેન, એહસાનબેન, પુંજીરામ, સેવકરામ  વગેરે સૌએ દારૃના વ્યસનને ત્યજ્યું છે અને મહેમાન આવતા ત્યારે માંસાહાર અને દારૃ પાછળ થનાર ખોટા ખર્ચને તેમણે બંધ કર્યો છે. મહેમાનોને મીઠા ભોજન મળશે તેવું ગાડલિયા નાતમાં તેમણે જાહેર કરી દીધુ છે. બદલાવ આવી રહ્યો છે હવે અમારા દિ વળ્યા તેવું તેઓ હસતા મોંઢે કહે છે.
સ્વતંત્ર ધંધા માટે વગર વ્યાજની લોન આપનાર સૌ સ્વજનોનો આભાર...