Tuesday 24 December 2019

Kalubha Bharthari's family could get two meals with the help of VSSM...

Mittal Patel meets Bharthari families of Sutharnesdi
A meal for four in any five star hotel can cost anywhere between Rs. 10 to 12 thousand, you would be surprised to know that the same amount can change life of some of the most poor families of India.

 Kalu Ba Bharthari of Sutharnesdi had knowledge about VSSM’s interest free loan initiative but feared asking for loan.

“What if I cannot repay?”

Kalu ba Bharthari's son with the bicycle and other tools
they have purchased from the loan
 In the times when news of multi crore rupees bank frauds are frequent news,  these honest and humble humans we work with on daily basis are like a breath of fresh air.


A very apprehensive Kalu Ba requested VSSM’s Naran for a loan of Rs. 10,000 to start a microbusiness of selling balloons, hair accessories etc. 

The current living condition of nomadic families
“You should take a loan and so should both your sons Ramabhai and Shivabhai so that they too can start their independent businesses,” advised Naran.

“What if there are some hiccups and we fail to pay the instalments?” Kalu Ba had inquired.

Naran gave them some sound advice to help them  shed away their concerns. Kalu Ba took the loan and has repaid it without missing a single instalment.

The small amount they managed to save helped  with repairs of their tattered dwellings.

The positive experiences of availing loan for the first time provided strength to the trio who asked for a loan of Rs. 10,000 each after the repayment of the first one. These are the very people for whose benefit the Swavlamaban program has been designed. We provided them with second loan too. Their business is doing good, it is bringing them food at the end of the day.

For these extremely poor families finding two square meals a day is a great achievement. The next step would be to move from a saree house to a brick house. The current administration of Banaskantha has pledged to help such families hence, a house too shall happen.

We were in Sutharnesdi recently and happened to meet these families. We are grateful for your support to help us spread joy in lives of such individuals.

The bicycle and other tools why have purchased from the loan can be seen in the picture.

ફાઈવ સ્ટાર હોટલમાં પાંચ લોકોને લઈને જમવા જઈએ તો દસ હજારની ચટણી એ એક ભાણામાં જ થઈ જાય.
ભારતમાં ગરીબી છે પણ પાંચ મીનીટમાં દસ હજારની જાયફત ઉડાનારા લોકોની સંખ્યા પણ કાંઈ ઓછી નથી.

પણ તમને જાણીને નવાઈ લાગશે કે નાની લાગતી આ દસ હજારની રકમ કોઈની જીંદગી બદલી શકે છે..

સુથારનેસડીમાં રહેતા કાળુ બા #ભરથરી સંસ્થા ધંધા હાટુ લોન દે છે એ વિગત જાણે. પણ માંગતા બીક લાગતી. રખે ને લોન લઉં ને ના ભરાય તો?કેવા ઈમાનદાર લોકો.. બેંકોમાંથી કરોડો રૃપિયા લઈને નાદારી નોંધાવનાર ઘણાના નામો આપણે દઈ શકીએ એની સામે કાળુ બા જેવા માણસો જેની પાસે રહેવા પોતાનું ઘરેય નથી પણ ઈમાનદારીની એ મિશાલ છે.

અમારા કાર્યકર નારણ પાસ કાળુબાએ ડરતાં ડરતાં ફુગ્ગા, બોરિયા, બકલ વેચવા દસ હજારની લોન માંગી.
નારણે કહ્યું, 'તમેય લ્યો અને તમારા બે દિકરા રામાભાઈ અને શિવાભાઈનેય લોન આપો. એ લોકો પણ પોતાની રીતે સ્વતંત્ર ધંધો કરે'
'પણ કાંઈ તકલીફ થશે ને લોન નહીં ભરાય તો?'

કાળુ બાની એવી બીક નારણે ભાંગી અને કાર્યકર ઈશ્વરે એમના ફોર્મ ભર્યા. લોન મળી. ધંધો શરૃ કર્યો અને એકેય હપ્તો પાડ્યા વગર આખી લોન ભરપાઈ કરી.નાનીસી બચત થઈ અને ઘર આમ તો ઘર નથી છાપરુ છે એ છાપરાંમાં થોડી સગવડેય બચતમાંથી કરી. હવે થોડી હિંમત વધી. બાપ દીકરાઓએ મળીને લીધેલી 30,000ની લોન પતાવી અને ફરી દસ - દસ હજારની ત્રણેયને લોન આપવા વિનંતી કરી. વ્યવહાર સારો હતો અને આજ લોકો અમારુ ટાર્ગેટ ગ્રુપ હતું. એટલે બીજી વાર લોન આપી. ત્રણેય જણા સરસ ધંધો કરે છે.

ભૂખ્યા સુવાનો વારો હવે નથી આવતો. બે ટંક ભરપેટ ભોજન મળવું એ સૌથી પહેલું સુખ જે એમને મળ્યું હવે બીજુ સુખ સાડીઓમાંથી પોતાના પાક્કા ઘરનું છે.

#બનાસકાંઠા વહીવટીતંત્ર હાલ તો આ પરિવારોને મદદરૃપ થવા કટીબદ્ધ છે. એટલે ઘરેય થશે..
કાળુ બા જેવા હજારો માણસોના મુખ પર સ્મિત લાવવામાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર..
#સુથારનેસડી ગયા તે વેળા તેમને મળ્યા ને એમણે કહ્યું એ બધુ લખ્યું. સાથે લોનમાંથી તેમણે વસાવેલું સાધન સાયકલ સાથે રામાભાઈ અને કાળુબાનો પરિવાર ફોટોમાં જોઈ શકાય છે.

#MittalPatel #VSSM #NomadsOfIndia #Bharthari #Interest_free_loans #empowerment #financial_inclusion #condition_of_nomads_in_financial_inclusion #Banaskantha #financial_condition_of_nomadic_Tribes #livelihood #Swavlamban #development

Saturday 7 December 2019

Lakhabhai Dafer's life got Transformed with the help of VSSM Interest Free Loans...

Mittal Patel visits Lakhabhai Dafer at his kiosk
‘Ben, this is Lakho speaking. Since you have been telling us to walk the right path and give up our rogue behaviour I have  decided to do just that. But I need your support, I need some loan for that.”
“What do you plan to do with the loan you take?”
“The place where I stay not only has houses of people like me but some factories as well. If I start selling vegetables, snacks, groceries the income will be enough to sustain us.”
Lakhabhai Dafer sharing his journey to Mittal Patel
“But you have no experience of the working or doing any business in the past, will you know how to run a business?”
“ No one arrives in this world learning anything in his mother’s womb, we all learn as we grow, I too shall learn!!”
“Ok. Get Tohid to fill up your application form. Do not borrow large amount in the beginning. It is better to start small and gradually increase the amount.”
“Rest assured, Ben! But do sanction my application at the earliest.”
“Sure!”

Lakhabhai Dafer selling vegetables
We sanctioned a loan of Rs. 30,000/- to Lakhabhai. Although he has never gone to school and does not even know how to read or write, he successfully manages his kiosk. The daily income of Rs. 600-700 helped him save enough to build a decent house. Recently, when I met him I was given a tour of his neatly decorated house.  Lakhabhai shared his journey, which we have captured and shared in the attached video. As the family stays of government wasteland we have asked him not to  build a pucca house. Although his savings are enough to  help him build a one room house. He repaid the entire loan amount of Rs. 30k without missing an instalment. Lakhabhai intends to upscale his business now for which he needs bigger amount from VSSM.

VSSM’s has envisaged to provide dignified living to the marginalised nomadic  communities and the interest free loans are doing just that.  Also the Dafer community he belongs to needs our trust and support. Our policies need to be more inclusive for communities like these. This helps ensure  they improve their image amongst the police and administration. The unwarranted  police harassment of Dafers will stop  when they see the Dafer individuals working and earning rightful incomes like so.

'બુન લાખો બોલુ સુ. તમે ક્યો સો ને કે હવે આડા અવળા રસ્તા મેલી સીધા રસ્તે ચડી જાવ તે ઈ હાટુ મારે લોણ જોવે સે'
'લોન લઈને શું કરવા ના?'
'મુ જ્યાં રઉં સુ ન્યાં અમારા તો ઘર સે જ પણ બાજુમાં ફકેટરીએ સે. શાકબકાલુ, નાસ્તાના પડીકા અન થોડો કરિયાણાનો સોમાન એવું બધુ થોડ થોડું રાખુ તોય મારા જોગુ નેહરી જાય'
'પણ તમે પહેલાં કોઈ દિવસ ધંધો કર્યો નથી તો આવડશે?'
'આ દુનિયામાં કોઈ ક્યાં એની માના પેટમાંથી શીખીને બારો આયો તો બધાય શીખ્યા તો અમે ચમ નઈ શીખીએ?'
'સારુ તોહીદ પાહે ફોમ ભરાવી દેજો અને બહુ મોટી રકમનું સાહસ નો કરતા બધુ ધીમે ધીમે કરવું સારુ'
'ઈ નો કેવું પડે બુન. ફારમ ભરી મેલુ પહી ઝટ કરી દેજો'
'હા'
અમે લાખાભાઈને ત્રીસ હજારની લોન આપી. એમણે ફોટોમાં દેખાય એવો સરસ ગલ્લો કર્યો. લાખાભાઈ એક ચોપડી ભણ્યા નથી. પણ વ્યવહાર બરાબર આવડે. ગલ્લામાંથી રોજની છસો - સાતસોની આવક થાય છે એમાંથી એમણે પોતાનું સરસ ઘર પણ બનાવ્યું. લાખાભાઈના ઘરનાએ મને એમણે બાંધેલું અને સજાવેલું ઘર બતાવ્યું જે ફોટોમાં જોઈ શકાય છે. પોતાના ધંધાની વાત પણ લાખાભાઈએ આ સાથેના વિડીયોમાં કરી છે.

સરકારી ખરાબાની જમીનમાં રહે છે એટલે પાકુ ઘર બાંધવાની અમે ના પાડી, નહીં તો થોડી બચત કરીને એક રૃમનું ઘર બાંધવાની ક્ષમતા તો હવે થઈ ગઈ છે.
તેમણે લીધેલી લોન એક હપ્તો ચુક્યા વગર એમણે ભરપાઈ પણ કરી દીધી. હવે મોટો ધંધો કરવા બીજી લોન આપવા તેમણે કહ્યું.

બીજી લોન પણ આપીશું. મૂળ તો લાખાભાઈ જેવા સૌ તકવંચિતો બે પાંદડે થાય એ તો ઉદૃશ્ય છે અમારો..
વળી એ જે સમાજમાંથી છે એ ડફેર સમાજના સૌ મહેનત કરી રોજી રોટી રળતા થાય, પોલીસ એમને પજવે નહીં ને સમાજ એમને માનભેર જુએ એ સ્વપ્ન પણ અમે સેવ્યું છે..એટલે આ સમાજનો દરેક માણસ સ્વતંત્ર ધંધો કરીને આર્થિક રીતે સ્વતંત્ર થાય તે જરૃરી..
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat #livelihood #helpforlivelihood

Monday 5 August 2019

Regulation mentioning the pre-requisites to availing interest free loan from VSSM...


The preconditions to avail interest free loan from VSSM  are -

  • The women in  applicant’s family needs to be screened for Cervical and Breast Cancer.
  • Mandatory to plant two trees.
  • Leave addictions of  pan masala, tobacco, smoking and alcohol.

Mittal Patel with the nomadic women who decided
to go ahead  for the tests 
While the last condition has been in effect since the launch of the interest free loan program, the first two preconditions were  recently introduced. And they have sent a shock wave amidst the potential applicants.  Planting the trees isn’t that big an issue for them however, what is objectionable to these communities is the mandatory screening for cancer.

Nomadic women waiting thier turn at the hospital 
“The ones who took the loan before us never had to fulfil this requirement, so why us?? Why did they get the loanhttp://www.vssmindia.org/livelihood/?? Are the arguments coming forward from the community.

Breast cancer is the second most fatal form of cancer amongst women. According to Vikaspedia, an online information guide by GOI, 1 in every 9 women carries the risk of breast cancer. In India 8 women die of cervical cancer every hour.

VSSM coordinator Shardaben and Madhuben talking about
the tests 
Instances of both these forms of cancer are rapidly rising. Yes,  the rural  women are ignorant and negligent towards these or forms of cancer. Women never prioritise their health. Hence, it is important their husbands encourage them to go for these screenings that help  for early detection.

It is a huge challenge to convince these uneducated and ignorant communities,  but it is not just  them even the educated urban women have limitations when it comes to taking preventive measures.



Polio Foundation’s Dr. Bharat Bhagat has agreed to screen 10 women every week at Rs. 100 per person. If the numbers rise above 10,  VSSM will support the cost. Although we  have requested Dr. Bhagat to extend more assistance. Every Saturday,  we bring women to the hospital.  Last Saturday, 4 women walked out of the hospital.

“I am alright, I do not need any check-up!!”

We fail to understand what is it they fear!!

Regulation mentioning the pre-requistes to
availing interest free loan from VSSM 
Some women were quite ok today, but the fear was obvious.  To ease them out even the team members and I got ourselves tested along with them.

We have decided to remain firm on the matter. The nomads are our family and we want to ensure they  take care of their health. They need to understand it is important.

In the pictures -

Women waiting their turn at the hospital
Madhuben and Shardaben talking about the tests.
The women who decided to go ahead with the tests and us.
Regulation mentioning the pre-requisites to availing interest free loan from VSSM.
I have purposely written this post so that it reaches larger number of people…..  

થોડું લાંબુ લખ્યુ છે પણ વાંચજો અને આપનો મત આપજો.
લોન જોઈએ છે તો,
(1)તમારા ઘરની સ્ત્રીનો #સર્વાઈકલ_કેન્સર તેમજ #બ્રેસ્ટ_કેન્સરનો ટેસ્ટ કરાવવો પડશે.
Regulation mentioning the pre-requistes to
availing interest free loan from VSSM 
(2)બે ઝાડ ફરજિયાત ઊગાડવા પડશે,
(3)જો કોઈ વ્યસન હશે તો એ છોડવું પડશે વગેરે જેવી.. છ શરતો સંસ્થામાંથી વગર વ્યાજે લોન લેવાની ઈચ્છા રાખનાર માન્ય કરે તો તેને લોન મળશે..
જેમની સાથે કામ કરીએ એ પરિવારોમાં આ નિયમોથી ખળભળાટ થઈ ગયો છે.
જો કે બીજા નિયમોમાં બહુ વાંધો નથી. એ પળાશે પણ...
પણ મુખ્ય વાંધો બહેનોના શરીરના ચેકએપનો છે..
'પહેલાં જેમને લોન આપી એમને તો તમે એમ જ લોન આપી હતી ને? તો અમારામાં જ આ નિયમ કેમ કર્યા?' વગેરે જેવી કેટલી દલીલો...
કેન્સરના કારણે જેટલી મહિલાઓના મૃત્યુ થાય છે એમાં બીજા ક્રમે સ્તન કેન્સર આવે છે. બહેનોના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં સ્તન કેન્સરનું જોખમ રહેલું છે એવું વીકાસપીડિયાની સાઈટ પરથી જાણ્યું છે.
જ્યારે ભારતમાં દર કલાલે આઠ મહિલાઓ સર્વાઈલ કેન્સરના લીધે મૃત્યુ પામે છે તેવો અંદાજ છે.
બહુ જોખમી છે આ બંન્ને કેન્સર..
ઘરની સ્ત્રીઓ તૈયાર નથી પણ તેને તૈયાર કરવાનું ઘરના પુરુષો પણ કરતા નથી.
જોકે કહેવાતા ભદ્ર સમાજની બહેનો પણ પોતાના શરીરનું નિયમીત ચેકઅપ કરાવતી નથી તો #વિચરતી #વિમુક્ત જાતિઓમાં તો ક્યાંથી થવાનું.
બહુ મુશ્કેલ થઈ રહ્યું છે...
ડો. ભરત ભગત - #પોલીયો_ફાઉન્ડેશન એમણે દર અઠવાડિયે 100 રૃપિયામાં આ ટેસ્ટ દસ બહેનો સુધી કરી આપવાનું સ્વીકાર્યું છે.
10 ઉપરાંતની બહેનોની જોગવાઈ VSSM કરશે.
જો કે ભગત સાહેબને પણ આ માટે મદદ કરવા કહ્યું છે.
અમે દર શનિવારે બહેનોને હોસ્પીટલ લઈને જઈએ છીએ.
ગયા શનીવારે ચેકઅપ માટે ગયેલી બહેનોમાંથી ચાર બહેનો હોસ્પીટલમાંથી બહાર આવી ગઈ.
'હું તો ઠીક છું, મારે કોઈ ચેકઅપની જરૃર નથી...'
શાનો ભય છે એ સમજાતું નથી...
ખેર વ્યવસાય માટે વગર વ્યાજે લોન જોઈએ છે તો આ કરવું પડશે...
મે અને મારા કાર્યકર બહેનોએ આ ટેસ્ટ કરાવ્યા. જેથી તેમનો ભય ભાંગે.
કેટલીક બહેનોમાં આજે થોડોક ભય ઓછો થયો છે..
છતાં બધા બહેનો ટેસ્ટ માટે તૈયાર નથી એ હકીકત પણ છે..
જો કે અમે કોઈ બાંધછોડ કરવાના નથી..
આ અમારા પરિવારો છે અને એમને આ બધુ શીખવું પડશે...
ફોટોમાં તપાસ માટે હોસ્પીટલમાં બેઠેલી બહેનો
અમારા કાર્યકર મધુબહેન તેમજ શારદાબહેનના ટેસ્ટ બાબતે મંતવ્યો દર્શાવતો વિડીયો....
ટેસ્ટ માટે તૈયાર થયેલી બહારદુર બહેનો સાથે ફોટો તો બનાતા હૈ
સાથે VSSMમાંથી લોન લેવાની ઈચ્છા રાખનાર લોનધારકો માટે શરતો દર્શાવતુ પત્રક
ફેસબુકની આ વાત વિચરતી જાતિની પરિવારો પણ જુએ છે માટે અહીંયા લખ્યું છે...
#Breast_cancer #Cervical_cancer #cancer #MittalPatel #VSSM #interest_free_loan ##NomadicTribes #NomadsOfIndia #Bavri #MarvadiDebipoojak #interest_free_loan #financial_inclusion #loan_for_downtrodden #Swavlamban #livelihood

VSSM livelihood program helps prakash change his mindset...

Prakash, is wise beyond his age. He resides with his family at a Bawri community  settlement called Gulbai Tekra in Ahmedabad. 

Champa and Prakash were at our  office today to pay the instalment for Rs. 30,000 interest free loan VSSM has provided him. The loan was used to start a retail venture of selling wrist watches.  

Mittal Patel with Prakash Ba
“How is work, Prakash?” I inquired.

“Very good!” he replied hesitantly.
VSSM hostel girls jumped to the opportunity of buying
watches at their doorsteps

“We have never seen what is your business. We simply have to believe whatever you say!!” I joked  with this extremely shy chap. This brought a broad smile on his face.

The next he came back in the afternoon with his watch shop.

“Ben, this is my business!!”

“So has the loan benefited you in any way or you have just spend it away??”

Prakash shyly looked towards his wife and replied, “It has been a great help, Ben!! The money I earned supported her delivery, we bought gold jewellery worth Rs. 42,000!!” Obedient Champa moved her head covering to show  us the earrings she was wearing.

“What are your  dreams, Prakash? Where do you aim for the future?”

“I want to buy my own house!!’

“Where, in Gulbai Tekra?”

“No, not Gulbai Tekra. The culture there is not conducive. Children cannot grow well there. I want to raise my children into a fine human beings and achieving this in Gulbai Tekra looks difficult.”

Prakash Bawri's shop 
Prakash is dreaming something that we have been dreaming for past couple of years. To enable the Bawri community integrate with other urban communities. It is crucial they move beyond  the orthodox and medieval mindsets of their community to progress well. This is something Prakash has realised.

Champa has been keeping a piggy bank at home, Prakash sells watches worth Rs. 1200 to 1500 every day.
Our Amiben has convinced her to buy monthly groceries and save the money with some back. Champa has agreed to make this shift.

We wish Champa and Prakash much  happiness and success in life.

Have a look at Prakash’s shop. Our  girls jumped to the opportunity of buying watches at their door step.

Also listen to Prakash in the attached video. You’ll  enjoy it. 


પ્રકાશ ઉંમરમાં નાનો પણ સમજણ બહુ પાક્કી.
ગુલબાઈ ટેકરામાં આવેલી #બાવરી(મારવાડી દેવીપૂજક) વસાહતમાં એ રહે. પત્ની ચંપા સાથે આજે એ ઓફીસ પર આવ્યો.
VSSMમાંથી એણે ઘડ઼િયાળનો વેપાર કરવા માટે 30,000ની વગર વ્યાજે લોન લીધી હતી. લોનનો હપ્તો ભરવા એ ગઈ કાલે આવ્યો.
'કામ કેવું ચાલે છે પ્રકાશ?' એવું પુછતા એણે શરમાતા શરમાતા 'બહુ હારુ' એમ કહ્યું.
થોડી મજામાં મે કહ્યું, 'અમે તો જોયું નથી તુ શાનો વેપાર કરે છે. એટલે હારુ ચાલે એ તુ કે ને મારે માનવાનું.' એ હસ્યો.
આજે બપોરે પ્રકાશ એની ઘડિયાળની દુકાન સાથે ઓફીસ પર આવ્યો અને કહ્યું,
'બેન આ મારો વેપાર..'
'લોનમાંથી કાંઈ ફાયદો થયો કે ખાધુ પીધુ ને રાજ કર્યું.' થોડું શરમાતા એણે એની ઘરવાળી સામે જોયું અને કહ્યું,
'ફાયદો થ્યો ને બેન આની ડીલીવરી કરાવી. એ સિવાય 44,000ના આના દાગીના કરાવ્યા. '
કહ્યાગરી ચંપાએ તુરત માથા પરનું ઓઢણું આઘુ કરીને કાનમાં પહેરેલી બુટ્ટી બતાવી.
સપનું શું છે પ્રકાશ? આગળ ક્યાં પહોંચવું છે?
પ્રકાશે કહ્યું, 'ગુલબાઈ ટેકરામાંથી નીકળવું છે. મારુ પોતાનું ઘર લેવું છે.'
'ઘર ક્યાં ગુલબાઈ ટેકરામાં લેવું છે?'
'ના બેન ત્યાંના સંસ્કાર સારા નથી. મારા છોકરાંઓને ભણાવીને સરસ માણસ બનાવવા છે ગુલબાઈ ટેકરામાં આ બધુ બહુ અઘરુ.'
બાવરી પરિવારો અન્ય સમાજ સાથે ભળે. અન્ય સમાજની સાથે તેમના ઘરો હોય તેવું અમારુ સ્વપ્ન પ્રકાશ જેવા યુવાનો જોવા માંડ્યા છે.
એક વખત પોતાના સમાજના વાડામાંથી બહાર નીકળશે તો દુનિયા બદલાશે એ વાત પ્રકાશ સમજી ગયો.
ચંપાએ ઘરમાં બચતનો ગલ્લો રાખ્યો છે. દિવસના 1200 થી 1500નો ધંધો પ્રકાશ આરામથી કરી લે છે.
અમારા અમીબહેને એને મહિનાનું સામટુ કરિયાણું ભરાવવા સમજાવ્યો અને બચત ગલ્લાની જગ્યાએ બેંકમાં કરવા કહ્યું.
ચંપાએ એ માટે હા પાડી..
સુખી થાવની ભાવના સાથે પ્રકાશ ખુબ તરક્કી કરે તેવી શુભેચ્છા
ફોટોમાં એણે બતાવેલો એનો વેપાર તમે પણ જુઓ.
ઓફીસ પર વેપાર બતાવવા આવ્યો ને અમારી હોસ્ટેલની દીકરીઓએ ઘડિયાળ જોવા અને ખરીદવા પડાપડી કરી.
સાથે એનો નાનકડો વિડીયો... એના મોંઢે એની વાત સાઁભળજો મજા પડશે..
#MittalPatel #VSSM #NomadicTribes #NomadsOfIndia #Bavri #MarvadiDebipoojak #interest_free_loan #financial_inclusion #loan_for_downtrodden #Swavlamban #livelihood


Wednesday 17 July 2019

Mutual Trust keeps us rolling" - Bhamarji Gavariya's story of life transformation...

Mittal Patel meets Champaben Gavariya
Ratila reminded me of Bhamraji and Champaben. Their small shop is just outside the village. It was 4 o’ clock  in the evening when the car we were travelling in arrived at their shop.

Seeing us alight from the vehicle,  Champaben came running towards us with great joy.

“Let’s go home. I will cook a quick meal for all of you!” insisted Champaben.

Mittal Patel visits Champaben Gavariya's shop
“Honestly, all of us were really hungry. The entire morning remained  busy with us  visiting  villages one after the other which had  left  us no time to have our meal. However, the scheduled meetings for the later part of the day did not leave any scope for us to enjoy the meal Champaben would have cooked for us with so much love.

Champaben Gavariya at her Shop
“It is because of you that our shop is doing such good business. The son bought a four wheeler. While we both manage the shop,  the son takes the jeep to sell the products in other villages.” Champaben described.

“How is business?”

“We are able to pay the loan instalments regularly hence, we can say the business is doing good! The profit we earned helped us arrange a marriage of one of our sons. To tell you the truth, things are going well. We are happy.”
The Current living condition of Bhamraji Vansfoda

Bhamraji and other nomadic families living in Ratila will soon be able to live in decent houses of their own, thanks to the sheer hard work of VSSM’s Naran whose efforts have been instrumental in allotment of residential plots to these families.

“It is just because of the organisation that our work gets done otherwise, who listens to poor like us. You all have changed lives of so many, can’t thank you enough!!” Bhamraji spoke from his heart.

We pray for peace and happiness of Bhamraji, Champaben, their son Umaji and all whose lives VSSM has touched.

Umaji bought a four wheeler after taking an interest free loan from VSSM. The picture of Umaji with his vehicle remains to be shared. Nonetheless, Champaben in  her shop could be captured by us. They had taken a loan of Rs. 50,000 to start this shop. You can also see their residence in one of the images shared here.

People do question, “how do families living in such conditions manage to pay regular instalments?”

To which our reply is “they put faith in us and we completely trust  their integrity! It is this mutual respect and faith that keeps us rolling!”

Thank you all for your incredible support to help us spread happiness in the lives of these families.

રાંટિલા આવ્યું અને ભમરાજી અને ચંપાબહેન ગવારિયા યાદ આવ્યા. ગામના પાધરે તેમની દુકાન. અમે ચાર વાગે દુકાન સામે ગાડી ઊભી રાખી. 
અમને જોઈ દુકાનમાંથી ચંપાબહેન દોડીને બહાર આવ્યા,
એમણે ઉમળકાભેર આવકાર્યા અને કહ્યું,
'હેડો ઘેર ખાવા રોધી નોખું' 
સાચુ કહુ, ભુખ તો બહુ જ લાગી હતી. સતત એક ગામથી બીજે ને ત્યાંથી ત્રીજે ફરવામાં જમવાનો સમય ચુકાઈ ગયેલો. પણ આગળના પ્રવાસોના કારણે જમવા બેસાય એમ નહોતું.
ચંપાબહેન કહે, 'તમાર પરતાપે દુકોન હારી હેડ. સોકરાએ ગાડી લીધી. મુ અન તમાર ભઈ દુકોન ઉપર બેહીએ અન ઊમો જીપમો કટલરીનો સોમોન લઈન ગોમે ગોમ ફર'
'ધંધો કેવો થાય છે?'
'તમાર હપ્તો બરોબર ભરાય સ એટલ ધંધો હારો હડ હ્ ઈમ કહી હકાય. ધંધામોં થેલા નફાથી એક સોકરાના લગનેય કીધા. જુઠુ નઈ કઉ પણ હવ બધી વાતનું હખ થઈ જ્યું'
રાંટિલામાં રહેતા ભમરાજી અને વિચરતી જાતિના અન્ય પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે કાર્યકર નારણે ઘણી જેહમત ઊઠાવી. 
પ્લોટ મળી ગયા હવે ઘરેય થશે. 
પણ ભમરાજી કહે, 'સંસ્થા હોય અન અમારુ બધુ કોમ પટે નકર અમાર ગરીબ ગરબોનું કુણ હોભળ. આ લોણે તો અમારા જેવા ઘૈઈકની જીંદગી બદલી નોસી. તમાર બધાનો ઓભાર મોનીયે એટલે ઓસો'
ભમરાજી તેમનો દીકરો ઊમાજી અને ચંપાબહેન સૌ સુખી થાય એવી ભાવના રાખીએ...
સંસ્થામાંથી લોન લઈને ઉમાજીએ ગાડી લીધી .જેનો ગાડી સાથેનો ફોટો બાકી રહ્યો. પણ ચંપાબહેનની દુકાન તો તમને ફોટોમાં ભળાશે. જે તેમણે 50,000ની લોન લઈને કરી છે. સાથે તેઓના રહેણાંકની સ્થિતિ પણ જોઈ શકાય છે. ઘણા કહે આવી હાલતમાં રહેનાર લોનના હપ્તા ભરે છે? અમે કહીએ છીએ.. અમારો એમના પર અને એમનો અમારા પર ભરોસો અકબંધ છે. બસ વિશ્વાસે ગાડુ ગબડે છે.

વિચરતી જાતિના આવા પરિવારોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત્ત બનાનાર સૌ પ્રિયજનોનો આભાર..

સાથે...સૌનું મંગલ કલ્યાણ થાવ એવી પ્રાર્થના...
#MittalPatel #VSSM #NomadsOfIndia #Gawaria #interest_free_loan #financial_inclusion #loan_for_downtrodden #Swavlamban #livelihood

Monday 8 July 2019

Story of Transformation in the lives of Nomads...


Mittal Patel with Somabhai VansfodaVadi

The destitute families belonging to nomadic and de-notifiedcommunities aspire for a better life fo
themselves and there coming generations. The nomadic communities are entrepreneurs by nature, but given their socio-economic standing in the society it is hard for them to raise capital required to initiate their ventures.

The families began requesting financial assistance from VSSM. The prevalent circumstances and our vision to enable these communities lead a dignified life required us to provide  them interest free loans.

Mittal Patel with nomadic women at her kiosk
VSSM has provided a total of Rs. 2,97, 08, 111 as loan to 2442 families. This amount as revolving fund has increased to Rs. 7,23,37,843.


 and pictures , the family have managed to enjoy a regular monthly income and experience the joys of regular income.

We are grateful for support you have provided to help provide stability to these address-less families.

વિચરતી જાતિના સાવ અમાનવીય સ્થિતિમાં રહેતા પરિવારોને સ્વમાનભેર જીવવું છે.
Nomadic Women with her cutlery items
પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાની કુશળતા ઘણી છે. પણ માટે જોઈએ એવી મૂડી એમની પાસે ક્યાં હતી. વળી મૂડી એમની રહેણાંકની હાલત જોઈને કોઈ ધીરેય નહીં.

અમારી પાસે પરિવારોએ સ્વતંત્ર ધંધો કરવા માટે લોન માંગી ને અમે એમને વગર વ્યાજે લોન આપી.

ફોટો અને વીડિયોમાં દેખાય રીતે અમણે પોતાની રીતે સ્વતંત્ર ધંધા શરૃ કર્યા અને આજે બે તેઓ બે પાંદડે થયા છે.

સંસ્થા દ્વારા કુલ 2,97,08,111 રૃપિયા લોન પેટે 2500 ઉપરાંત પરિવારોને આપવામાં આવ્યા.


રૃા. 2,97,08,111 લોન પેટે આપેલા. રકમ આજે રીવોલ્વીંગ નેચરમાં 7,23,37,843 જેટલી થઈ છે.

સરનામાં વગરના માણસોનો વ્યવહાર બરાબર પાક્કો છે...
મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર

#MittalPatel #VSSM #NomadsOfIndia #NomadicTribes #DNT #Livelihood #loan_for_nomads #DenotifiedTribes #Income_generation #livelihoods_strategies